Ramat shunya chokdini in Gujarati Detective stories by Dr.Hemali Sanghavi books and stories PDF | રમત શૂન્ય ચોકડીની

Featured Books
Categories
Share

રમત શૂન્ય ચોકડીની

વરસાદ વરસી રહ્યો હતો. લીલા પાદંડાઓ પર ભીનાશ હતી પણ પાણીના ટીપા ન હતા.

સાગરે ઘડિયાળ સામે જોયું. એણે પાટીઁ હોલનો દરવાજો ખુલતા જોયો. હોલ પહેલે માળે હતો. કાચના દરવાજામાંથી બહારની વરસાદી સાંજનો ખ્યાલ આવતો હતો. હોટેલ બે માળની હતી. આ ઉપરનો હોલ એસી હતો. સાગરે વેઇટરને પંજાબી વાનગીનો ઓડૅર આપ્યો. ખાવાનું આવવામાં વાર લાગવાની હતી. સાગરે કાચની આરપાર જોયું. કોરો રહીને એ ભીની મોસમને માણી રહ્યો હતો.

એણે સામેના ટેબલ પર એક યુવાનને બેસતા જોયો. એનું પૂરું ઘ્યાન એ યુવાન પર હવે હતું. એને ચહેરો પરિચિત લાગ્યો.

અરે આ તો મલય...એ અને મલય કૉલેજમાં સાથે હતા. એણે હાથ હલાવ્યો. મલય સાગરને ઘ્યાનથી જોવા લાગ્યો. ને એક ક્ષણમાં એના ચહેરા પર એક તોફાની સ્મિત આવ્યું. સાગર ઉઠીને મલયના ટેબલ પર ગયો. ઘણા સમય પછી એ લોકો આવી રીતે મળી રહ્યા હતા. હવે બંને ટેબલની આમને સામને હતા.

હાય..

વૉટસ અપ?  કેટલા સમય પછી મળ્યા. તુ શું કરે છે?

હું મેનેજર છું. બહુ બીઝી લાઇફ છે. તારુ શું ચાલે છે? બંને વાતચીત કરી રહ્યા હતા ત્યાં વેઇટરે ઇડલી સાંભાર મલયની સામે રાખ્યા. સાગર, તારા માટે શું ઓડૅર કરું?

ના મેં ઓડૅર આપ્યો છે. ઐસા કરના મેરા ઓડૅર યે ટેબલ પર દેના. સાગરે વેઇટરને સૂચના આપી.

હા પણ તું આજકાલ શું કરે છે? બસ નાનુ મોટું કામ ચાલતું હોય.

લાઇફ કેવી ચાલે છે? ચાલે છે...

તું થોડો ટૅન્શનમાં લાગે છે? ના..હા ..

અરે બોલ ને હું તને કદાચ કાંઇક મદદ કરી શકું. મલયની અંદર રહેલા ડિટેકટિવને પરિસ્થિતિનો અંદાજ આવી ગયો.

બહુ પસઁનલ વાત છે. મારા અને રીચાના જીવન સાથે સબંધિત છે.

રીચા નામ સાંભળતા મલયની આંખો સામે રીચાનો ખૂબસૂરત ચહેરો તરી આવ્યો. સાગર અને રીચા વચ્ચે કોલેજમાં સારી દોસ્તી હતી. દોસ્તીથી આગળ વધીને હવે બંને પતિ-પત્ની બની ગયા હતા. ડિટેકટિવ મલયને આગળ શું સમસ્યા કહેવામાં આવશે એનો ખ્યાલ આવી ગયો.

હા બોલ ને...

વાત એમ છે કે આજકાલ રીચા બહુ ટૅન્શનમાં હોય છે. એનું વતૅન બદલાયેલું લાગે છે. કાંઇક તો વાત છે. મેં જાણવાની કોશિશ કરી પણ એ કંઇ કહેતી નથી. મલય, તું શું મારી કોઇ મદદ કરી શકે? કોઇ ડિટેકટિવ કે કોઇ વ્યકિતની આપણે મદદ લઇ શકીએ ? પૈસાની કોઇ ચિંતા નથી પણ વાત બહાર ન આવવી જોઇએ. તું સમજે છે ને?

સાગર, તું જે કહે છે એ કામ થઇ જશે. મલયે એક કાડૅ સાગરના હાથમાં આપ્યું. કાડૅ જોઇને સાગરની આંખમાં ચમક આવી ગઈ. મલયના પ્રાઇવેટ ડિટેકટિવના કામની વિગતો કાડૅ પર હતી.

મલય તો હવે આ કામ તારે કરવાનું છે. તને રીચાને મળવું હોય તો ઘરે પણ આવી શકે છે. થોડીક વારમાં બંને સાગરના ઘરે રીચાની સામે હતા. મલયે નોંધ્યું કે રીચા પોતાની શરતો પર જીવનારી પત્ની હતી. મોકો મળતા મલયે પોતાનું જાસૂસી કામ કરી લીધું.

સાગરની શંકા સાચી હતી. રીચાની આજકાલ સૌરભ સાથે દોસ્તી હતી. સૌરભ લાલચુ વ્યકિત હતો. એના કામકાજ અને લક્ષણ દોસ્તી કરવા લાયક ન હતા. રીચા જેવી હોશિયાર સ્ત્રીને આ વાત સમજતા વાર લાગે એમ ન હતી.

મલયે રીચાને મળવાનું નક્કી કયુઁ. રીચા ઘરે એકલી હતી. એણે મલયને પોતાની કથની સંભળાવી. ખબર નહિ આજકાલ સાગર ગુસ્સામાં હોય છે. સૌરભ સાથે વાત કરુ તો મને સારું લાગે છે. પણ મને થોડો ડર લાગે છે ખબર નહિ આ સૌરભ કાંઇ ને કાંઇ બહાનાથી પૈસા માંગતો જ રહે છે. મલયને રીચાએ કહેલી અને ન કહેલી બંને વાત સમજાઇ ગઇ હતી.

બે દિવસ પછી છાપામાં એક સમાચાર હતા. સૌરભની ધરપકડ કરવામાં આવી હતી.   

સમાચાર વાંચીને સાગરને શાંતિ થઇ કે હવે રીચાની કરોડોની સંપત્તિ અને એના વચ્ચે કોઇ નડતર નહિ રહે. રીચાનું બ્લેકમેલિંગનું ટૅન્શન દૂર થઇ ગયું હતું.

ઘોડો રેસમાં દોડે છે. રેસ જીતે છે. પણ રેસ જીતે ત્યાં સુધી એને ખબર નથી હોતી કે ખરેખર તો એ ઘોડેસવાર માટે દોડે છે.

મલય વિચારી રહ્યો હતો કે કયારેક સારો અંત સાચા અંતથી બહેતર હોય છે.   

                                           .....................................