(કાંતુ. ઓલી આંગળા કાપવાની છરી લઈ આવ.પછી જોઈએ કે ક્યા આ સુઘી મોઢુ નથી ખોલતો." અને આ શબ્દ સાંભળતા જ કેશવ ના પેટમા ધ્રાસકો પડ્યો.).. હવે આગળ.....
કેશવને હજી એમજ લાગતુ હતુ કે અંબાલાલ એની સાથે ધોલધપાટ ભલે કરે. બહુ બહુ તો ચાબુકના ફટકા મારશે. અને એ બધુ સહન કરવાની ત્રેવડ તો એનામા ઘણી ભરી પડી હતી અને જ્યારે અંબાલાલે આંગળા કાપવાની છરી કાંતુ પાસે મંગાવી ત્યારે પણ એને તો એમજ લાગતુ હતુ કે આતો મને બિવરાવવાનો પ્રયાસ થય રહ્યો છે. આંગળા કાપી નાખે એટલી ક્રુરતા એક વાણિયામા તો નોજ હોય. પણ એ નોતો જાણતો કે આ વાણિયો કોઈ નોખી જ માટીથી બનેલો છે. હજી તો એ આમ વિચારતો હતો ત્યા અચાનક અંબાલાલ નો ઈશારો થ્યો અને લાલ્યાએ એનુ કાંડુ ઝાલ્યુ અને એની હથેળીને જમીન સરસી ચાંપી. અને ત્યારે કેશવને સમયની ભયાનકતા સમજાણી. એણે પોતાના આંગળાને બચાવવા મુઠ્ઠી વાળવાની કોશિશ કરી. પણ લાલ્યા ની તાકાત ની સામે એનુ કંઈ ન ચાલ્યુ. અને એક જ ક્ષણમા. આંખના પલકારામાં કાંતુએ છરી ચલાવી. એક જ ઘાએ એના ડાબા હાથની ચારે ચાર આંગળીઓ ને એની હથેળી થી છૂટી પાડી દીધી. એક મરણતોલ ચીસ કેશવ ના ગળામાંથી નીકળી
"વોય માં... ઓય માં.. મારી નાખ્યો રે.." જ્યાંથી આંગળીઓ છુટી પડીતી એ ચારેય જગ્યાએ થી લોહીનો ફુવવારો ઉડ્યો. કેશવની આંખે અંધારા આવી ગયા. અને એ બેહોશ થઈને ઢળી પડ્યો. હથેળીએ થી છુટી પડેલી એ ચારેય આંગળીઓ ક્યાય સુઘી જમીન ઉપર પડી પડી પાણીની બાર જેમ માછલી તરફડે એમ તરફડતી રહી. અને પછી શાંત થઈ ગઈ.
પોતાનાં ભૂતકાળને વાગોળતા જીગ્નેશ ની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને એના રેલા એના ગાલ પર થી દડવા લાગ્યા. ચકોરી ની પણ આંખો ભરાઈ આવી. પણ એણે પોતાના આંસુ ને આંખમાં જ રોકી રાખ્યા. અને પોતાની ઓઢણી ના છેડાથી જીગ્નેશની આંખોના આંસુ એ લુછવા લાગી જીગ્નેશે પણ એને એમ કરવા દીધુ. ચકોરી એ દર્શાવેલી સહાનુભૂતિ થી જીગ્નેશને સારુ લાગ્યુ. ચકોરીએ પોતાની બન્ને નાજુક મુલાયમ લીસી હથેળીઓમા જીગ્નેશની હથેળી લઈને એને પંપાળવા લાગી. અને કરુણતા ભર્યા સ્વરે પુછ્યુ.
"તુ મને ઓળખી ગયો તો ને જીગા?"
"તે જ્યારે તારી આપવીતી કહેવાની શરૂઆત કરી ને ત્યારેજ હુ તને ઓળખી ગયો હતો."
"ચાલો ઉતરો સીતાપુર વાળા " કંડક્ટરે બસ સીતાપુર ના સ્ટોપ પર ઉભી રાખતા એ બન્નેની વાતોમાં ખલેલ નાખી. જીગ્નેશ અને ચકોરી બસમાંથી નીચે ઉતર્યા. બપોરનો ધોમ ધખતો તડકો પડી રહ્યો હતો. બસ સ્ટેન્ડ થી જીગ્નેશનુ ઘર હજુ ઘણુ દુર હતુ અને ત્યા સુધી ચાલીને જ જવુ પડે એમ હતુ. રસ્તો નાનો અને ધૂળિયો હતો. રસ્તાની બન્ને બાજુ એ શેરડીના ખેતરો હતા. એ બન્ને જણાં વાતો કરતા કરતા ચાલતા હતા. બાળપણની યાદોમાં એ બેવ ખોવાયેલા હતા. બન્નેને થોડીક ભુખ અને થોડીક તરસ પણ લાગેલી હતી અને એ ભુખ ને તરસ ના મારણ માટે જીગ્નેશે એક ખેતરમાંથી શેરડીનો સાંઠો ખેંચી લીધો. અને એને આમ કરતા જોઈને ચકોરીએ એને રોકવાનો મિથ્યા પ્રયાસ કર્યો.
"હં. હં.હં.શૂ કરે છે જીગા? આમ કોઈને પૂછયા વગર એના ખેતર માથી શેરડી નો લેવાય." ચકોરી ના આ રીતે ટોકવાથી જીગ્નેશ ખડખડાટ હસી પડ્યો. અને હસતા હસતા પુછ્યુ.
"કાં.? કાં ન લેવાય?"
"એ તો ચોરી કરી કેવાય જીગા." ચકોરી ની વાત સાંભળીને એ ફરી એકવાર ખડખડાટ હસી પડ્યો.
"તો હુ કોણ છુ.".....
... જીગ્નેશ અને એના માતાપિતા નુ મિલન કેવુ હશે?.. વાંચો આવતા અંકમાં..
.