Half dead in Gujarati Short Stories by Dipti books and stories PDF | અધઃમરી

The Author
Featured Books
Categories
Share

અધઃમરી


ખુબસુરતથી નીકળેલો સૂર્ય સાંજ પડતા પડતા ખરેખર ડૂબી ગયો. ધીરે ધીરે ફેલાતો અંધકાર જડતાથી પગ પ્રસરી રહ્યો હતો. આવો જ કંઈક અંધકાર આરુષિના જીવન માં પણ જડમુળ ગુંથી રહ્યા હતા. જાણે પાછી કદી નહીં ઉગવા વાળી સવાર આથમી ગઈ , પરંતુ એ રાત ક્યારેય પુરી ન થઈ શકી.


રોષ, ધવેષ, અલાગણી, વિશ્વાશઘાત , કમજોરી , દુઃખ .. ન જાણે કેટલી અસામાન્ય લાગણી સાથે ઇન્દોરના રસ્તા પર આરુષિની કાર આગળ વધી રહી હતી. પોતાની આ જ લાગણીઓ છત્તી થઈ જવાના ડરથી તે હાથમાં " વેરોનિકા" લઈને ફ્રન્ટ શીટ પર બેઠી આરુષિ સતત ચૂપ હતી. કારની ગતિની સાથે આરુષિના વિચારો હોડ લગાવી રહ્યા હતા. એક પાક્કા નિર્ણય તો ઘરે થી જ કરી લીધો હતો , બસ હવે આગળ હાલત પર વિશ્વાસ કરવો રહ્યો.


એક નિર્ણય આવ્યા પછી આરુષિએ પોતાનો સેલફોન સ્વર બંધ કરી દીધો, હવે કોઈ માટે નહીં બસ પોતાના માટે, પોતાના સાથે જ રહેવાનો નિર્ણય હતો એ ....


નિશ્ચિંત સમયે આરુષિ એન્ડ ફેમિલી ઇન્દોર આવી ગયા. છોકરા વાળા ના ઘરે પહોંચ્યા ત્યાં સુધી આરુષિ નું મન શાંત થઈ ગયું હતું. હવે તેને પોતાના સાથે લડવાનું બન્ધ કરી દીધું હતું. નીરવ શાંતિ હવે આરુષિના ચેહરા પર દેખાઈ રહી હતી. બેઠકમાંથી ફરમાન આવતા આરુષિ ઉતાવળે બહાર આવી ગઈ અને અચાનક તેના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. સવાર અને હમણાં ની આરુષિનો ફર્ક દરેક જણના આંખે ઉડી ને વળગી રહ્યો હતો . સામે એ જ વ્યક્તિ હતા જેને એક અઠવાડિયા પહેલા જોયું ન હતું અને આજે બસ મન ભરી ને જોઈ લેવાનું મન કરી રહ્યું હતું. પોતાના માં આવેલ પરિવર્તન ને આરુષિ પણ મન ભરી ને માણતી રહી.


જેમ જેમ આરુષિ સામે ના વ્યક્તિને નિહારતી રહી તેમ તેમ વધુ ને વધુ શાંત બનતી ગઈ. હવે વિચારો ના યુદ્ધ સંપૂર્ણ બન્ધ થઈ ગયા, જે વિચારોથી ડર હતો તે આજે સપના બની ગયા. સમય તેને ઓછો લાગવા લાગ્યો. બસ થોડા કલાકો માં એક જૂની આરુષિ પાછળ રહી ગઈ. આરુષિની જીદ હવે લાગણીમાં બદલાઈ ગઈ હતી.


સામે ના વ્યક્તિ પરથી આરુષિ નઝર હટાવી શકી નહીં,આજે નવા નવા સપના પતંગિયાની જેમ આસપાસસ ફરવા લાગ્યા હતા. ઇન્દોરથી પછી ફરતી આરુષિ બદલાઈ ગઈ હતી. હવે આરુષિ ગુસ્સા ની જગ્યા એ હસી છુપવા માટે ફ્રન્ટ શીટ પર બેઠી હતી.


આ એક દિવસ આરુષિ ને દરિયા આવતી ભરતી ની જેમ ભીંજવી ગયો અને પૂરો થઈ ગયો ... આરુષિ આ ભરતી માં સંપૂર્ણ ભીંજાઈ ગઈ .. આરુષિ ખુશી ખુશી તે વ્યક્તિ સાથે સુખ દુઃખ વહેચવા ત્યાર થઈ ગઈ ... સામે છેડે પર એટલી જ ઉંમગો દેખાઈ રહી હતી .. જે જોઈ ને આરુષિ શરમાઈ ગઈ ..

***************


ધીરે ધીરે સુરજ ઢળતો ગયો અને અંધકાર ફેલાતો ગયો , આકાશ માં વિહરતી આરુષિ અચાનક ભોંયતળિયે આવી ને પટકાઈ ગઈ. આરુષિની દુનિયામાં ભુકમ્પ આવ્યો અને જતો પણ રહ્યો અને બસ બધું એ રીતે વિખરાઈ ગયું જાણે ક્યારેક પાછું જ નહીં બની શકે. આરુષિનો ૧ દિવસ નો સંસાર કાટમાળ બની ને રહી ગયો.


જયારે હોશ આવ્યો ત્યારે ખબર પડી કે આરુષિ ના ભૂતકાળે તેના વર્તમાન પર છાપ છોડી દીધી હતી. ભૂતકાળ માં કરેલ વિશ્વાસ કે ભૂલ એ તેના વર્તમાન ને વિશ્વાસવિહીન બનાવી દીધો. ગુસ્સા કે દ્વેષ માં જેની સામે મન મોકળું કર્યું તેણે જ આરુષિની લાગણીએ ને દુનિયા સામે મજાક બનાવી દીધી. આરુષિ બોલતી રહી માફી માંગતી રહી પરંતુ અંદર થી તૂટતી રહી ...


સમય જતો રહ્યો ..

*******


આજે આસું સુકાઈ ગયા , સમજણ જતી રહી ..


પળ પળ ડરતી આરુષિ પોતાને સંભાળે એટલે માફી માંગે અને તૂટી જાય એટલે ચૂપ થઈ જાય ..

વિશ્વાસઘાત ના જળ માં ગુથયેલી આરુષિ પોતાના ભૂતકાળ ને એક જ વાત કહે છે ..

" કાશ ! તે ગુસ્સા માં મારુ નામોનિશાન હટાવી દેવું હતું... તે તો મને જીવતા જીવ " અધઃમરી " કરી નાખી....