LOVE AND LIE - 1 in Gujarati Love Stories by Zala Yagniksinh books and stories PDF | LOVE AND LIE - 1

Featured Books
Categories
Share

LOVE AND LIE - 1

××× પ્રથમ મુલાકાત ×××

આજે કૉલેજ ના ૨૦ વર્ષ પૂરા થવાના હતા એટલે કોલેજ એક મોટા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બધા જૂના પાસ થયેલા વિદ્યા્થીઓ ને પણ આમંત્રણ આપવા માં આવીયું હતું, એટલે બધા પ્રોગ્રામ માં હજાર હતા. બધા વિધાર્થી ઓ પોતાની જૂની યાદો ને ખંખેરતા હતા, જાણે જૂની પડેલી બુક માંથી ધૂળ સાફ કરતા હોય, તેમ બધા પોતાની સારી તેમજ ખરાબ યાદો ખંખોળી રહ્યા હતાં. એક ગ્રુપ બધાની ની જેમજ પોતાની યાદો ને ફરીથી તાજી કરી રહ્યું હતુ.

"યાર કૉલેજ ક્યારેય પુરીજ ના થાય હોય તો કેવું સારું હતું, કૉલેજ ના દિવસો બોવ યાદ આવે યાર. હવે તો જીંદર માં જાણે કંઈ રહ્યુ જ ના હોય તેવું લાગે. અત્યારે બધું હોવા છતાં પણ કઈક ખૂટતું હોય તેવું લાગુ રહ્યું છે. ખબર નહિ કેમ પણ જુના દિવસો બોવ યાદ આવે છે." નયન

પોતાની જૂના કોલેજ ના મિત્રો સાથે વાત કરી રહ્યો હોય છે.

"વાત તો સાચી કીધી પણ ભાઈ તારે શું વાંધો છે, એક સરસ નોકરી તે પણ GOVERMENT. અમે તો દરરોજ નું દરરોજ કરવા વાળા છીએ" રવિ એ નયનની મઝાક કરતા કીધું.

" બે ખોટું ના બોલ એન્ડ વાત રહી તારી તો ભાઈ મહિના ના લાખ કમાવા વાલો વ્યકિત એમ કહે છે, કે અમે દરરોજ નું દરરોજ કરવા વાળા એવું ના ચાલે રવી" નયન

નયન એ પોતાનો બચાવ કરતા કહ્યું.

" તમે બને ફરી અત્યાર નું લઈ ને બેસી ગયા, આપડે ઘણા સમય બાદ મળી રહિયા છીએ અને તમને અહિ પણ શાંતિ નહિ, બિચારો નયન કઈક સારી વાત કરતો હતો ત્યાં તું વચ્ચે કૂદી પડિયો" ધ્રુવી

ધ્રુવી આ બંને ને ચૂપ કરવી દીધા.

" હા ધ્રુવી એજ ને આ જ્યારે ભી આપડે ભેગા થઈ ને ત્યારે જોબ એન્ડ પગારની વાત લઈ ને બેસી જાય અને આજે પણ તેજ લઈ ને બેસી ગયા ડફોળ કૂતરા" દિવ્યા

દિવ્યા એ ધ્રુવી ની વાત માં સુર પુરાવિયો.

"ભૂલ થઈ ગઈ અમારી યાર માફ કરી દવ,એમને બસ હવે નહી કરીયે " રવિ

" આજે ૩ વર્ષ થઈ ગયાં આપડી કૉલેજ પૂરી થઈ, ખબરજ ન પડી ને આપડે બધા પોત પોતાની લાઈફ માં આગળભી વધી ગયા " ધ્રુવી

આ બધી ચર્ચા થતી હોય છે ત્યાં એક બ્લેક કાર કૉલેજ ની અંદર એન્ટ્રી લે છે, બધાનું ધ્યાન તેની તરફ હોય છે. કાળા કલર ની b.m.w કૉલેજ ના ગેટ માંથી એન્ટ્રી લે છે અને અંદર જતી રહે છે.

" બે આ કોણ હતું?" રવિ

" કોણ હોય બીજું, ચીફ ગેસ્ટ ! " નયન

" ચાલો હવે આપડે જઈએ પ્રોગ્રામ માં બાકી પૂરો થઈ જશે" ધ્રુવી

" બોરિંગ હશે બે પ્રોગ્રામ મજા નહિ આવે હું, તો પ્રોગ્રામ જોવા નહિ અવિયો આતો તમે બધા આવતા હતા એટલે જસ્ટ તમને મળવા અવિયો હતો. તે બાને કૉલેજ પણ આટો મરાઈ ગયો."
રવિ

"વાત તો તારી સાચી છે, રવિ પણ આપડે થોડી વાર તો જવું જોઈએ" નયન

" ઓકે તો આપડે CANTEEN માં ચા પી લઈએ ત્યાર બાદ જશું પ્રોગ્રામ માં, ત્યાં થોડો પ્રસ્તાવના પણ પૂર્ણ થઈ જાય" દિવ્યા

દિવ્ય, રવિ, નયન, ધ્રુવી જે લોકો ૩ વર્ષ પહેલાં પાસ થયા હતા. તેવો એક બીજા ના કોન્ટેક્ટ માં હતા એન્ડ એક બીજા ને મળતા રહેતા હતા પણ કંઇક ને કંઇક કામ આવવા થી બધા જોડે મળી નહોતા શકતા પણ કૉલેજ ના પ્રોગ્રામ નું આયોજન કરાયુ તો બધા એ નક્કી કર્યું કે બધા ને આવવાનું જ છે.

" યાર આ canteen ની ચા નો સ્વાદ હજુ પણ સરખોજ છે" નયન

"હા નયન હમેશની જેમ ખરાબ" રવિ

બધા હસવા લાગીયા.

" વાત તો તે સાચી કીધી રવિ પણ આજ ચા તું દરરોજ સવારે કૉલેજ આવીને પીતો " ધ્રુવી

" હા તે પણ પેલા ભૂત ના રૂપિયા ની " દિવ્યા

બધા એક બીજા સામે જોવા લાગ્યા, થોડી વાર માટે બધા વિચાર માં ખોવાઈ ગયા હોય તેવું લાગ્યું, એક શાંતિ ભર્યું વાતાવરણ બનવા લાગ્યું ત્યાં પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો માઇક પર થી પ્રોફેસર એ જાહેરાત કરી. અને તે શાંતિમય બનેલું વાતાવરણ તુતિયું

" ચાલો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે." નયન

બધા પ્રોગ્રામ માં જાય છે, તે પ્રોગ્રામ કૉલેજ ના હૉલ માં રાખે લો હતો. તો બધા હોલ માં જઈ ને બેસી જાય છે.

રવિ, ધ્રુવી, નયન અને દિવ્યા પણ પોતાની સીટ પર જઈ ને બેસી જાય છે, પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. બધા ગેસ્ટ ને પોતાની સીટ પર બેસાડવામાં આવે છે.

કૉલેજ ના ટ્રસ્ટી પોતાની લાંબી એવી સ્પીચ આપે છે.

" બે હું કહેતો હતો ને યારે બોરિંગ હશે " રવિ

" થોડી વાર તો શાંતિ થી બેસી જા આપડે જતા રહેચું નહિ મજા આવે તો" ધ્રુવી

" ઓકે બસ થોડી વાર હજુ સહન કરી લઈશ અને " રવિ

ત્યાંજ અમારા ટ્રસ્ટી ની સ્પીચ પૂરી થાય જાય છે અને બધા ગેસ્ટ થોડી વાર બોલી અને નીકળી જાય છે, પ્રોગ્રામ જોયે તો અડધો થઈ ગયો હતો કેમ કે ૪૫ મિનિટ તો ખાલી ટ્રસ્ટી ની સ્પીચ હતી.

ત્યાં એંકરે સ્ટેજ પરથી કહેવામાં અવિયું કે હવે આપડી કૉલેજ માંથી ભણેલા અને અપડી કૉલેજ નું નામ વધારનારા વ્યક્તિ તેમેજ આપડા ચિફ્ટ ગેસ્ટ હવે. પોતાના કીમતી શબ્દો તમારા સમક્ષ રજૂ કર છે. બધા એ તાલી ઓ થી એમનું સ્વાગત કરયું, ત્યાં આગળ ની સીટ પર થી એક વ્યક્તિ ઊભો થયો લાંબી હાઇટ, લાંબા વાળ અને ચમકતો ચહેરો , તે સ્ટેજ પર આવીયો અને તેને માઇક લીધુ. પોતાની સ્પિચ ની સ્ટાર્ટ કરી, બધા નું ધ્યાન તેના પર હતું, ફક્ત ધ્રુવી, રવિ, નયન અને દિવ્યા પોતાની જ વાત કરવા માં હતા,

" કેમ છો બધા? "

ત્યાં નયન ની નજર સ્ટેજ પર પડી

" આ અવાજ તો સાંભળે લો લાગે છે" નયન

" તને તો બધા અવાજ સંભલેજ લાગે" રવિ

" મઝા માંજ હશો નહિ, હું પણ આજ કૉલેજ માં સ્ટડી કરતો ૩ વર્ષ પહેલાં , ઓહ હું મારું નામ તો કહેતાજ ભૂલી ગયો હું
યુગ." તે થોડી વાર અટક્યો ત્યાં

ધ્રુવી, રવિ, નયન અને દિવ્યા બધા એક બીજા ના મો સામે જોવા લાગ્યા કોઈ એક શબ્દ પણ બોલી ના શક્યું.

યુગે પોતાની સ્પીચ ચાલુ કરી બસ હૉલ માં ખાલી ૪ વ્યક્તિ સિવાય બધાનું ધ્યાન યુગ તરફ હતું,

" આ ખરેખર આપડા વાળો યુગે છે?" ધ્રુવી

જાણે બધા એ ભૂત જોઈ લીધું હોય તેવા ભાવ હતા,

" હા યાર તેજ હૈ, આપડે તેને ૩ વર્ષ થી નહિ જોયો પણ તેજ સહેરો લાંબા વાળ " એટલું કહેતાં નયન અટકી ગયો.

" પણ તે એટલું બન્યા બાદ પણ કૉલેજ માં કેમ અવિયો!"
બસ આ રવિ નું વાક્ય છેલ્લું હતું, ત્યાર બાદ સન્નાટો સ્વાઈ ગયો બધા પોત પોતાના વિચારો ની દુનિયામાં ખોવાઈ ગયા.

અહીંયા યુગ ની સ્પીચ ચાલુ હતું. હજુ તો તેને લાઈફ વિશે કહેવાનું ચાલુ કરિયું હતું ત્યાં,

" હું મારી લાઈફ માં અહી વિતાવેલ વર્ષો ક્યારેય નહી ભૂલીસ નહિ ના તો તે ભૂલવા દેશે" યુગ

એટલું બોલતાં યુગ કઈક વિચાર માં આવી ગયો અને જોત જોતા માં તે સ્ટેજ પરી ઢળી પડીયો.

અહીંયા હજુ ધ્રુવી, નયન, રવિ અને દિવ્ય સદમામાં હતા,

ત્યાં રવિ બોલ્યો

" અરે યુગ ને શું થયું?" રવિ

બધા પ્રોફેસર દોડી આવીયા અને યુગ ને હૉલ બાર કાઢવામાં અવિયો.

"બધા શું એક બીજા ના મો સામે તાકી રહ્યા છો, ચાલો જલ્દી" નયન

બધા તરજ હૉલ ની બહાર અવિયા અને યુગ ની તપાસ કરવા લાગ્યા, તો પ્રોફેસર તરફથી જાણવા મળ્યું કે તેને નજીક ની હોસ્પિટલ માં લઇ જવા માં અવિયો છે.

" ચાલો બધા મારી કાર માં ઝડપથી બેસી જાવ" નયન

" હા ચાલ જલ્દી થી કાર બહાર લઈ આવ" ધ્રુવી

બધા નયન ની કર મા બેસી ગયા અને હોસ્પિટલ તરફ જવા રવાના થયા. બધા કારમાં પોતાની વિચાર ની દુનિયામાં ખોવાઈ ગયા ત્યાં, દિવ્ય એ ચૂપી તોડતા કહ્યું,

" યાર યુગ ને શું થયું હશે કેમ આવી રીતે તે ઢળી પડ્યો,
તેને બીજું તો કંઈ નહિ થયું હોય ને" દિવ્યા

ફરી એક સનાતો સવાઈ ગયો કોઈ કઈ બોલી ના શક્યું બસ બધા ના ચહરા પર એક અલગ પ્રકાર ની માયુસી હતી.

વાતાવરણ હલકું કરવા માટે નયન બોલ્યો

" યારે તે ભૂત છે, ભૂત ને થોડું કાઈ થાય ."નયન

બધા હસવા લાગ્યા નયન ની આ વાત કાર ની અંદર ના વાતાવરણ માં થોડીક વાર માટે હળવાશ લાવી.

" નયન જલ્દી ચલાવ ને આવી રીતે ક્યારે પહોશું" રવિ

" મારી પાસે કંઈ પ્લાન નહિ એટલે તને ડાયરેક્ટ પુગાડી દવ" નયન ચિડતા બોલીઓ.

આજે રસ્તો ખરેખર લાંબો લાગ્યો હતો, ૧૫ મિનિટ નો રસ્તો આજે જાણે k ૧-૨ કલાક નો હોય તેવું લાગી રહ્યું હતું, ધ્રુવી પોતાના વિચારો માં ખોવાઈ ગઈ હતી ..............

૧૨ મું પૂરું થયા બાદ બધા ના મન માં કૉલેજ વિશે અલગ અલગ વિચારો સ્વપ્નનાઓ ગોઠવવાલગિય હોય છે. એમ કહી યે તોભી ચાલે કે આ મુવી જોઈ જોઈ ને બધા ના મગજ ખરાબ થઈ ગયા હોય જાણે, તેમાં પણ કૉલેજ નો પેલો દિવસ એટલે બોવજ મહત્વનો જાણે તેમના આગલા ૩ વર્ષ આ પ્રથમ દિવસ પરજ આધારિત હોય.

"કોલેજ નો પેલો દિવસ અને દુનિયા ની બધી તકલીફો જાણે મારે જ જેલવાની હોય તેવું મને લાગતું હતું, ખરેખર આજે બધું સવાર નું ઊલટું જ થઈ રહ્યું હતું" બોલતા બોલતા એક છોકરી કૉલેજ ના ગેટ તરફ જઈ રહી હોય છે.

ત્યાં તે સામે જોવાનું ભૂલી જાય છે તેનું ધ્યાન તો ફક્ત ઘડિયાળ ના કાંટા તરફ જ હોય છે,

" યાર મોડું થયું ગયું મમ્મી ના લીધે" તે જલ્દી થી અંદર પ્રવેશ મેળવે છે અનેપોતાના ડિપાર્ટમેન્ટ માં જાય છે.

"યાર મને તો ક્લાસ ની પણ ખાબર નહિ, ચાલ કોઈ ને પૂછી જોવ" ત્યાં એક છોકરો ઊભો હોય છે.

"ચાલ આનેજ પૂછી જોવ"
તે ત્યાં જાય છે અને તે છોકરા ને કહે છે.

" આ ફર્સ્ટ યર નો કલાસ ક્યાં છે?"તે છોકરો હસવા લાગે છે.

મને તે ના ગમ્યું તો મે થોડી કડકાઈ થી કીધું.
" કેમ મે કાઈ જોક્સ કહી દીધો મે"

" ના ના એવું નહિ " છોકરા એ પોતાનો બચાવ કરતા કીધું.

" તો ?" મે થોડી ગંભીર તાથી કીધું તેને જવાબ આપતા કહ્યું

" હું પણ ફર્સ્ટ યર માં જ છું અને થોડી વાર પેલા હું પણ ક્લાસ રૂમ ની શોધ કરતો હતો" તેના જવાબ આપ્યો . તો મે આતુરતાથી પૂછ્યું.
" તો મળિયો ક્લાસ રૂમ"

તેને સહેજ ફરીથી મલકાતા જવાબ આપ્યો.
"હા મળી ગયો"

" તો ચાલ જઈએ મોડું થઈ ગયું છે " મે. ઘડિયાળ સામે જોઈ ને કીધું, તે ફરીથી થોડો હસવા લાગ્યો.

" પણ ક્લાસ માં કોઈ છે જ નહિ"
આ જવાબ સાંભળી હું ગુસ્સે થઈ ગઈ મને લાગ્યું તે મજાક કરે છે મારો.

" મઝાક કરવાનો ટાઈમ નહિ મારી પાસે " મે સહેજ ગુસ્સા માં કીધું.

તેણે ફરી મલકાતા કહિયું
" આજે રજા છે"

હું થોડી વાત તો વિચાર માં ખોવાઈ ગઈ મે ફોન માં જોયું તો શનીવાર હતો. હું ગુસ્સા માં આવી ગઈ અને ત્યાં થી ઓફિસ માં જતી રહી તેની સામે પણ ના જોયું, ત્યાં જઈ ને તપાસ કરતા ખબર પડી કે અમારી કૉલેજ માં શનિવારે પણ રવિવાર ની જેમ રાજા હોય છે. હું બહાર નીકળી ત્યાં તે ઓફિસ ની સામેજ ઊભો હતો. અત્યારે મારૂ ધ્યાન તેના પર સરખું ગયું મોટી આંખો, લાંબા વાળ કોઈ નેભી આકર્ષિત કરી લે એવો ચહેરો.હું એટલી જલ્દી માં હતી કે મે તેના પર સરખું ધ્યાંજ ના દીધું.

મને થોડો અફસોસ થયો મારા વર્તન પર, તો હું તેની જોડે વાત કરવા ગઈ જાણે તે પણ મરીજ રાહ જોતો હોય તેવું લાગ્યું મને

" સોરી ગુસ્સો કરવા માટે , હું થોડી જલ્દી માં હતી અને આજે પેલો દિવસ હતો કૉલેજનો તો નર્વસ પણ હતી" મે કીધુ

તેને ખુજ શાંતિ થી જવાબ અપીયો.
" વાંધો નહિ, હું સમજી છું મારે પણ આજે સરખુજ થયું, હું વહેલો આવી ગયો પણ આજે તો રાજા નીકળી "
અમે બંને હસવા લગિયા.

" સાચી વાત છે, આજે આપણે બને સાથે સરખો બનાવ બનીઓ" મે તેના જવાબ માં કીધું.

મને તે સારો વ્યક્તિ લાગ્યો તો મે વાત થોડી આગળ વધારતા કહિયું.
" મારું નામ ધ્રુવી અને તારું"

" હા હું પણ મારો પરિચય આપતાં તો ભૂલી જ ગયો મારું નામ યુગ".............

"ધ્રુવી કયા ખોવાઈ ગઈ ચલ આપડે પહોંચવા આવિય" પાછળ થી દિવ્યા નો અવાજ આવ્યો તો ધ્રુવી પોતાના વિચારો ની દુનિયા માં થી પાછી ફરી...





..............................×...............................