માનવી નું પણ ગજબ નું છે
જ્યાં થી મળે ત્યાંથી લઈ જ લેવા નું ચાહ છે. મતલબ કે મફત નું મળે એટલે ઘણા લોકો કોઈ વિચાર કર્યા વિના લઈ જ લે છે.
તેવી જ રીતે ઘણા લોકો ને આપવાનો શોખ છે.(મતલબ કે આપવા માટે અહીં સલાહ સિવાય કંઈ જ નથી ) પણ આપ્યું તો આપ્યું જ કેવાય ને , ભલે ને એ ગમે તે હોય.
એવી જ ટેવ હતી આપણા જ્ઞાનચંદ ને. રતનપુર ગામ નો નિવાસી એ. અને આ વાત પણ થોડી જૂની છે. મુળ એનું નામ તો ગુલાબચંદ. પણ એની જ્ઞાન આપવા ની ટેવ ન લીધે ગામ આખું એને. જ્ઞાનચંદ કેતું.
ગુલાબચંદ નામ તો કોઈ ને જ ખબર હસે.
હા તો આપણે હતા જ્ઞાનચંદ ની જ્ઞાન આપવા ની વાત પર, આખો દિવસ બધા ને મફત માં જ્ઞાન આપવાથી થાકે જ નહી. ગામ આખું એનાથી કંટાળી ગયું હતું. પણ કોઈ ના માં હિંમત નો'તી એને આ વાત કરવાની.
કારણ, એ ગામ ના સરપંચ નો સાળો હતો. અને બેન ના લગન વખતે બેન ની સાથે જ આવેલો, અને ઘરસાળો (ઘરજમાઈ ની જેમ ઘરસાળો) બનીને રે'તો હતો ગામ માં.
અને કઈક એટલે જ જોર વધ્યું ને ગમે ત્યાં ગામ માં કોઈ વાત હોય કે મહત્વ ના નિર્ણય હોય એ પોતાનું નાક આડું નાખતો જ. એની આ વાત થી જ ગામલોકો કંટાળ્યા. પણ હવે એને આ વાત કેય એવું કોઈ હતું નહિ.
એક દિવસ ગામલોકો એ મળી ને એને સરખાય નો લાગ માં લેવાનો વિચાર કર્યો. ગામ હોય ત્યાં સમજુ અને શાણા માણસો પણ હોય જ ને. (એવા લોકો ઓછા હોય પણ હોય જરૂર.)
લોકો એ વિચાર કર્યા પછી મહામહેનતે એક રસ્તો કાઢ્યો.
ઉપાય આમ હતો:
જ્યારે જ્ઞાન ચંદ કોઈ સલાહ આપે ત્યારે ત્યાં હાજર બધા એ તેની હા માં હા પડવાની અને તેની વાત ને જ માન આપવાનું, આખું ગામ આ રીતે કરવા લાગ્યું.
બધા પોતાની ખોટી મુશ્કેલી (જે વાસ્તવ માં હોય જ નહી, પણ એને યુક્તિ નો ભાગ બનાવા માટે ઊભી કરી હોય તે.) તેની પાસે લઈ જઈ ને તેની ઉકેલ માગતા. અને તે ઉકેલ પણ આપતો.
ગામ માં એક મોટું તળાવ હતું જે બે ગામ વચ્ચે હતું.
એક દિવસ આખા ગામ ના લોકો જ્ઞાન ચંદ પાસે ફરિયાદ લઈ ને ગયા (મતલબ કે ખોટી ફરિયાદ) કે સામેના ગામ વાળા તળાવના પાણી ને ડોળું કરી નાખે છે એનો કોઈ ઉપાય જણાવો.
જ્ઞાન ચંદ એ ઉપાય જણાવ્યો(એના જેવો જ અક્કલ વગર નો ઉપાય) એણે કહ્યું કે આપડે તળાવ ની વચ્ચે એક પાળ બાંધી લેવી જોઈએ. જેનાથી તળાવ નું પાણી અલગ રહે અને આપણને ચોખ્ખું પાણી મળે. પણ એને એ વાત ની ખબર ન હતી કે એ તળાવ ત્યાં ના રાજા એ બંધાવેલું હતું, અને ત્યાં ખાનગી રીતે તળાવ વાપરવા ની મનાઈ હતી.
લોકો એ એના કહ્યા પ્રમાણે પાળ બાંધી, જેના સમાચાર રાજા ને મળી ગયા.
પૂછપરછ કરતાં ખબર પડી કે એ તળાવ માં પાળ બાંધવાનું જ્ઞાન ચંદ ર કહ્યુ હતું. રાજા ના સિપાઇઓ એ જ્ઞાન ચંદ ને પકડી ને એવો માર માર્યો કે એલોકોને સલાહઆપવાનું જ ભૂલી ગયો હતો.બીજી વાર જ્ઞાન ચંદ ને કોઈ સામે થી પૂછવા જાય તો પણ સલાહ આપતો નહી...
સારાંશ: મફત નું લેવું નહી, અને હા ધ્યાન રાખવું કે મફત માં શું આપવું અને ક્યારે ,કોને આપવું.