College campus - 29 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-29

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-29

" કૉલેજ કેમ્પસ "ભાગ-29

મોહિત ભાઈ કહી રહ્યા હતા કે, "ક્રીશાએ અને વેદાંશે જે મારી પરીને સ્વિકારીને મારી ઉપર ઉપકાર કર્યો છે તેનો બદલો હું કોઈ ભવમાં ચૂકવી શકું તેમ નથી પણ મારી પાસે જે છે તેમાંથી હું થોડું તો તેમને નામે કરી જ શકું અને મેં તે જ કર્યું છે. હવે હું ચેનથી મૃત્યુ પામી શકીશ." અને તેમણે પ્રતિમા બેન પાસે પીવાનું પાણી માંગ્યું. થોડું પાણી પીધા બાદ વેદાંશને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને ફરીથી બોલવા લાગ્યા કે, " મને વચન આપ બેટા કે તું મારી પરીને સાચવીશ અને મારી માધુરીને પણ... અને આટલું બોલતાં બોલતાં તો તેમનો શ્વાસ રુંધાવા લાગ્યો. પ્રતિમા બેને તેમનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને તેમને છાતીમાં જોર જોરથી પંપાળવા લાગ્યા વેદાંશ પણ તેમની નજીક આવીને તેમના હાથ પંપાળવા લાગ્યો તેને લાગ્યું કે મોહિત ભાઈના હાથ ઠંડા પડી રહ્યા છે એટલે તે, " સિસ્ટર.. સિસ્ટર.. " કરી સિસ્ટરને બોલાવવા જતો હતો ત્યાં મોહિત ભાઈએ તેનો હાથ ખેંચી લીધો અને વેદાંશે તેમની સામે નજર કરી એટલી ક્ષણ વારમાં જ તેમણે પોતાના પ્રાણ છોડી દીધા.

પળવારમાં જ શું નું શું થઈ ગયું ? વેદાંશને અને પ્રતિમા બેનને શું કરવું કંઈ જ સુઝતું ન હતું.

મોહિત ભાઈએ પ્રતિમા બેનના ખોળામાં જ પોતાના પ્રાણ છોડી દીધા.

મોહિત ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને ક્રીશા પણ પરીને લઈને અમદાવાદ આવી ગઈ. મોહિતભાઈની બધી વિધિ પતાવ્યા બાદ વેદાંશ અને ક્રીશા માધુરીને મળવા માટે હોસ્પિટલમાં ગયા. વેદાંશે માધુરીનો હાથ પોતાના હાથમાં પકડ્યો અને તેની નજીક જઈને તેના કાનમાં તેને મોહિત ભાઈના મૃત્યુના સમાચાર આપ્યા પરંતુ તેની પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાયો નહીં. માધુરીની બીજી બાજુ ક્રીશા ઉભી હતી તેણે માધુરીના હાથમાં પરીનો હાથ પકડાવ્યો અને તેને કાનમાં કહ્યું કે, "જો માધુરી તારી દીકરી પરી તને મળવા આવી છે. એકવાર આંખ ખોલીને તેની સામે તો જો એ તારા જેવી જ રૂપાળી છે." અને પછી પરીને તેડીને તેને માધુરીના ગાલ ઉપર તેને પપ્પી કરવા માટે કહ્યું અને વ્હાલપૂર્વક તેના ગાલ ઉપર પરીનો હાથ ફેરવાવ્યો.

પરી મૂઝવણપૂર્વક પોતાના નાનકડા મનમાં આ દ્રશ્યને ગોઠવી રહી હતી અને ક્રીશાને પ્રશ્ન પૂછી રહી હતી કે, "મમ્મા આ કોણ છે. તું મને કેમ એને વ્હાલી વ્હાલી કરાવે છે ?"

ક્રીશા બોલવા જ જતી હતી કે, "આ તારી મમ્મા જ છે બેટા પરંતુ વેદાંશે માથું ધુણાવીને તેને ના પાડી અને તે બોલી પડી કે, "આ આન્ટી છે બેટા અને તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે."

નાનકડી પરીના મનમાં પ્રશ્નોની વણઝાર ચાલુ થઈ ગઈ હતી અને હવે તેણે બીજો પ્રશ્ન પૂછ્યો કે, "પણ, તે સૂઈ કેમ ગયા છે કંઈ બોલતા કેમ નથી ?"

ક્રીશા: એમની તબિયત નથી સારી ને એટલે એ સૂઈ ગયા છે અને કંઈજ બોલતા નથી.

અને ક્રીશાના મનનાં વિચારોએ ક્રીશાને હચમચાવી મૂકી અને તે હવે વધુ પરીના પ્રશ્નોનો જવાબ આપી શકે તેમ ન હતી અને તે પરીને લઈને માધુરીના રૂમની બહાર નીકળી ગઈ પાછળ પાછળ વેદાંશ પણ બહાર આવ્યો.

વેદાંશ અને ક્રીશા બંને પંદર દિવસ પ્રતિમા બેન સાથે તેમના ઘરે જ રોકાયા કે તે જરા મોહિતભાઈના ઘહેરા શોકમાંથી બહાર આવી શકે અને પછી બેંગ્લોર જવા માટે રવાના થયા.

વેદાંશે તેમને પોતાની સાથે બેંગ્લોર આવવા માટે ખૂબ કહ્યું પણ પ્રતિમાબેનનું મન માધુરીને અહીં અમદાવાદમાં એકલી છોડીને બેંગ્લોર જવા માટે તૈયાર ન હતું તેથી તેમણે "ના" જ પાડી.

વેદાંશ અને ક્રીશા બંને તેમની લાડલી પરીને લઈને બેંગ્લોર તો સુખરૂપ પહોંચી ગયા હતા પણ અહીં આવ્યા પછી ક્રીશાની તબિયત થોડી બગડી ગઈ હતી અને તેને વોમિટીંગ ચાલુ થઈ ગયું હતું એટલે વેદાંશ કહી રહ્યો હતો કે, "વેધર ચેન્જ થયું છે અને ફ્લાઇટના એ.સી.ના વધારે પડતા કુલિંગને કારણે તારી તબિયત થોડી બગડી છે. થોડો આરામ કરી લે એટલે બરાબર થઈ જશે."

હવે ક્રીશાની તબિયત આરામ કરવાથી બરાબર થઈ જશે કે તેને કંઈ નવાજુની છે ? માટે તેની તબિયત બગડી છે.

જાણવા માટે વાંચો "કૉલેજ કેમ્પસ' ભાગ-29.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
8/6/22