Ek Prashn - 1 in Gujarati Classic Stories by Mansi books and stories PDF | એક પ્રશ્ન - 1

The Author
Featured Books
Categories
Share

એક પ્રશ્ન - 1

ભાગ ૧
એક વાર ઘણા વર્ષો પેહલા એક રાજા નું શાસન હતું .તેમના પરિવાર માં તે તેમની પત્ની અને તેમનો એક છોકરો હતો. તેમનો છોકરો ખૂબ હોશિયાર હતો .
તેમનું રાજ્ય ખૂબ શાંતી થી ચાલતું હતું ત્યાંના બધા માણસો પણ ખૂબ સારા હતા .પરંતુ તેમના રાજ્ય માં એક સાધુ રેહતા હતા ,તે ભવિષ્યવાણી કરી શકતા હતા તેઓ જે પણ કહેતા તે બધું સાચું થતું હતું તેથી તે રાજ્ય ના લોકો પોતાની બધી સમસ્યા ને તે સાધુ પાસે લયી જતા હતા અને તે સમસ્યા નું નિવારણ લાવતા હતા. તે સાધુ ને ખૂબ ઘમંડ આવી ગયું હતું તેની બધી ભવિષ્યવાણી સાચી પડતી હતી એટલે .તે રાજ્ય ના રાજા નો છોકરો હતો તેને આ વાત ના ગમી . તેને વિચાર્યું આ સાધુ નો ઘમંડ તો તોડવો જ પડશે.
બીજા દિવસે રાજા ના છોકરો જે રાજ કુમાર હતો તેને તેના જ પિતા નું બધું ધન ચૂરાવી લીધું જ્યારે રાજા ને ખબર પડી કે તેનું બધું ધન ચોરી થઇ ગયું છે તે ખૂબ ચિંતા માં આવી ગયા તે તરત જ પેલા સાધુ પાસે ગયા .રાજા એ સાધુ ને કીધું કે મારું બધું જ ધન ચોરી થઇ ગયું છે તમે કઈ શકસો કે કોને ચોર્યું છે. સાધુ ને ખબર પડી ગયી કે ધન રાજા ના જ છોકરા એ ચોરી કર્યું. સાધુ એ રાજા ને કહ્યું રાજા જી તમારું ધન રાજ કુમાર એ જ ચોરી કર્યું છે .રાજા ચકિત થઈ ગયા તેને કહ્યું ના એવું બની જ ના શકે મારો છોકરો ચોરી ના કરી સકે કારણ કે મારા મર્યા પછી આ બધું ધન તેનું જ તો થવા નું છે .સાધુ એ ખૂબ કહ્યું પણ રાજા ના માન્યા. પછી સાધુ રાજા ને એક મંદિરે લય ગયા અને કહ્યું જો રાજ કુમાર એ ધન ચોરી કર્યું હસે તો માતાજી તેને અહી મારવા આવશે .તમે બસ રાજકુમાર ને આ મંદિર માં કાલે લય આવજો. રાજા એ કહ્યું સારું અને એક વાત યાદ રાખજો જો ચોરી રાજકુમાર એ નહિ કરી હોય તો તમારે મારા છોકરા ઉપર ખોટો આરોપ નાખવા બદલ કેદખાનામાં જવું પડશે. સાધુ એ કહ્યું મને મંજૂર છે. સાધુ એ આ એટલે કહ્યું કારણ કે તેને તો ખબર જ હતી કે ચોરી રાજકુમાર એ જ કરી છે.
મહેલ માં જયી ને રાજા એ રાજકુમાર ને બોલાવ્યો અને પૂછ્યું રાજકુમાર એક સવાલ પૂછું સાચો સાચો જવાબ દેજે રાજા એ કહ્યું , રાજકુમાર એ કહ્યું હા પિતાજી બોલો ને શું હતું . રાજા એ કહ્યું શું બધું ધન તે ચોરી કર્યું છે? રાજકુમાર એ કહ્યું ના પિતાજી હું આપડા જ મહેલ માં ચોરી કેવી રીતે કરી શકું છું અને હું આપડા જ મહેલ માં નહિ ક્યાંય પણ ચોરી ના કરી સકું આ સાંભળી ને રાજા ના મન માં શાંતી થઈ. બીજા દિવસે રાજા રાજકુમાર ને એ મંદિર એ લય આવ્યો અને પોતે ત્યાં થી જતો રહ્યો. મંદિર માં માતાજી આવ્યા તેમને કહ્યું રાજકુમાર ચોરી તમે જ કરી છે મારે તમને મારવા જ પડશે . રાજકુમાર એ કહ્યું "હે માતાજી"તમે મને મારી નાખજો પણ એના પેહલા હું તમને એક પ્રશ્ન કરીશ જો તમે એનો જવાબ દયી શકસો તો તમે મને મારી નાખજો, અને જો તમે જવાબ ના દય શક્યા તો તમારે મને મારવા નો નહિ .માતાજી એ કહ્યું મને આ દુનિયા ના બધા પ્રશ્ન ના જવાબ આવડે છે પૂછ તારે શું પૂછવું છે.



આ વાર્તા ના બીજા ભાગ ની રાહ જોજો તેમાં તો ખબર પડશે કે રાજકુમાર એ માતાજી ને શું પ્રશ્ન પૂછ્યો.😊