મૃત્યુનું રહસ્ય જાણવા કોને ઉત્સુકતા નહીં થઇ હોય ?! મોટા મોટા સંતો, ભક્તો, રાજાઓ મૃત્યુ વિશે પોકારી પોકારીને કહેતા હોય છે છતાં એનો ગૂંચવાડો સામાન્ય જનને ઉકેલાતો નથી. મૃત્યુ શું છે ? કોનું થાય છે ? મૃત્યુ પછી શું ? શું લઇ જન્મ્યા ને શું લઈને મરીને જવાના ? મૃત્યુ સમયે જીવની સ્થિતિ કેવી હોતી હશે ?! વિગેરે વિગેરે પ્રશ્નો વિચારકને વારંવાર હલાવી જાય છે. કોટ સીવ્યો તે પછી ફાટવાનો ને? દેહનો જન્મ થયો તે દેહ મરવાનો ને ? આમાં આત્મા મારતો હશે ? આત્મજ્ઞાનીઓએ આત્મા સ્પષ્ટ પણે જાણ્યો છે, અનુભવ્યો છે, તેઓ સ્પષ્ટ પણે કહે છે કે આત્મા મારતો નથી. જીવે મારે છે તે જીવ. અહંકાર માને છે કે હું મરી જવાનો કે હું જન્મેલો. બાકી જન્મ મરણ એ તો અવસ્થા છે. મૂળ આત્મ તત્વ તો અવિનાશી છે. શાશ્વત છે. આજના વૈજ્ઞાનિકોએ પણ શોધખોળ કરી છે કે વિશ્વમાં કેટલાંક તત્વો એવાં છે કે જે મૂળ તત્વની અવસ્થામાં શાશ્વત છે, સનાતન છે. તે કોઇથી ક્રીયેટ કરી શકાતું નથી કે તેનો નાશ થઇ શકતો નથી. એ તો આ ફીઝીકલ તત્વોની વાતો કરી શકે છે પણ આત્મજ્ઞાનીઓ એથી પણ સૂક્ષ્મતમ તત્વ આત્મતત્વને અવિનાશી કહે છે. જેનો જન્મ નથી મૃત્યુ નથી.
મનુષ્યની રચનામાં સ્થૂળ શરીર કે જેને મૃત્યુ પછી બાળી મુકવામાં આવે છે તે એકે અને બીજું સુક્ષ્મ સરીર (ઈલેક્ટ્રીકલ બોડી અથવા તૈજસ શરીર ) અને ત્રીજું કારણ શરીર (કોઝલ બોડી ) અને ચોથું આત્મા. મૃત્યુ સમયે આત્મા સુક્ષ્મ શરીર અને કારણ શરીર એ ત્રણ સાથે આ દેહ છોડી બીજા દેહમાં માતાનું ઓવમ (રજ) ને પિતાનું સ્પર્મ(વીર્યાણું) નું મીટીંગ પોઈન્ટ હોય તે જ સમયે પહેલાનો દેહ છોડી તત્ક્ષણે જ પ્રવેશ પામે છે, વચ્ચે ક્યાંય ભટકતો રહેતો નથી (કો’ક અપવાદરૂપને જ ભટકવાનું બને છે). સામાન્ય પણે જીવના ગભમાંના પ્રવેશની જાતજાતની માન્યતાઓ ફેલાયેલી હોય છે. કેટલાક કહે ગર્ભમાં પાંચમે મહીને પ્રવેશે છે તો કેટલાક મને છે કે જન્મતી વખતે પ્રવેશે છે. આજની મોડર્ન ટેકનોલોજી, સોનોગ્રાફી વિગેરે વિગેરે તો ગર્ભના ધબકારા ત્રણ કે ચાર અઠવાડિયાના ગર્ભધારણમાં જ ડીટેકટ કરી આપે છે. આ તો પાંચમાં મહીને માતાને બાળકનું હલનચલન સ્પષ્ટ વર્તાવા માંડે છે તેથી માન્યતા પ્રવતે છે કે ત્યારે જ જીવ પ્રવેશ્યો. ખરેખર સિધ્ધાંત શું છે કે આત્માની હાજરી વિના વૃદ્ધિ સંભવતી જ નથી.
ડૉકટરો દેહની વાઢકાપ કરીને કે માઈક્રોસ્કોપથી જ્યાં સુધી જોવાય ત્યાં સુધી જુએ છે એ બધો જ વિભાગ સ્થૂળ શરીરનો ગણાય. સુક્ષ્મ શરીર એટેલે ઈલેકટ્રીકલ બોડી (તૈજસ શરીર ) જે દરેક જીવમાં સામાન્યભાવે હોય જ. એ ખાધેલો ખોરાકને પચાવવાનું , લોહીનું પરિભ્રમણ પાંચ જ્ઞાનેદ્રિયો પણ ઈલેકટ્રીક બોડીથી કાર્યાન્વિત બને છે. આ ક્રોધ, મન ,માયા, લોભ, મમતા એ બધું ઈલેકટ્રીક બોડીને લીધે થાય છે. આત્મામાં ક્રોધ,મન,માયા,લોભ છે જ નહિ. જ્યાં સુધી ભ્રાંતિમાં છે, સંસાર અવસ્થામાં છે, ત્યાં સુધી સુક્ષ્મ શરીર જોડે જ રહે. અને મુળઆત્મા , તત્વસ્વરૂપે રહેલો આત્મા સુક્ષ્મ શરીર કે કોઇથી ય બંધાયેલો નથી. મુક્ત જ છે. માત્ર એ મુક્તપણાનું ભાન ભૂલાયું છે તેથી જ આ ભણતી ને પછી ભાંજગડોની પરંપરા સર્જાયે રાખી છે !
કારણ શરીર આવતા ભવનું કાર્ય શરીર બને છે. જે ચાર્જ કરેલા કર્મો છે તે બીજા ભવમાં ડીસ્ચાર્જ સ્વરૂપે સ્થૂળમાં ઈફેકટમાં આવે છે જે ભોગવ્યે જ છુટકો.
મૃત્યુનું રહસ્ય ઉકેલવા ફોરેનના વૈજ્ઞાનિકો ખૂબ મથે છે. પુર્વજન્મની વાતો કહેનારાઓને વિદેશમાં ટી.વી. ઉપર મુલાકાત બતાડે છે.અજન્મ અમર એવો આત્મા છે તો આવાગમન કોને છે ? અહંકારને છે. અહંકાર એ અજ્ઞાનતાનું પરિણામ છે અને તેનાથી સંસાર ઊભો થયો છે. આત્મજ્ઞાનીને અહંકાર સંપૂર્ણ ખલાસ થયો હોય. માટે તેઓ જન્મ મરણથી મુક્તિ પામે છે !