Vasudha - Vasuma - 41 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-41

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-41

વસુધા

પ્રકરણ-41

            ડોકટરે પીતાંબરને સારવાર આપી. ઘવાયેલાં અંગોને ડ્રેસીંગ કર્યું અને સીટી સ્કેન વગેરે રીપોર્ટ કઢાવવા સૂચના આપી. પીતાંબરને શારીરીક ઇજાઓ પહોચી હતી એમાંય માથામાં જે ઘા થયેલો એ ગંભીર હતો. પ્રાથમિક સારવાર કર્યા બાદ એનું લોહી વહેતું બંધ થયું પરંતુ ભાનમાં નહોતો આવી રહ્યો. ડોક્ટરે કહ્યું રીપોર્ટ નીકળ્યાં પછી જરૂર પડે તો વડોદરા કે અમદાવાદથી ન્યૂરોલજીસ્ટ બોલાવવા પડશે. ઇશ્વરને પ્રાર્થના કરો એને હોંશ આવી જાય.

       પીતાંબરનાં બેડની આજુબાજુમાં ભાનુબહેન, વસુધા, સરલા, ગુણવંતભાઇ પુરષોત્તમભાઇ બધાંજ હાજર હતાં. બધાંની નજર પીતાંબર તરફ હતી. દરેકની આંખમાં પીતાંબર માટે દયા પ્રેમ અને વાત્સલ્યની ઝાંખી હતી પીતાંબર બેભાન અવસ્થામાં આંખ બંધ કરીને શાંત પડ્યો હતો એનાં શ્વાસ ઉશ્વાસની ગતિ નિયમિત હતી વસુધાની આંખો રડી રડીને સૂજી ગઇ હતી. પાર્વતીબેને કહ્યું દીકરા થોડો ઇશ્વર પર પણ વિશ્વાસ કર. તું આવી હાલતમાં આમ રડ્યા ના કર સારુ નહીં. હમણાં ભાનમાં આવી જશે.

       વસુધાએ કહ્યું માં જે નજર સામે છે એને જોઊં એને ઝંખુને એને બોલાવવા વાત કરવા પ્રેરણા કરું એકવાર એ આંખ ખોલીને જોઇ લે.. આવનાર જીવનો એ આશરો છે મારાં ચૂડી ચાંદલાનો સાક્ષી અને મારો.. એમ કહેતાં ફરી રડી પડી. ભાનુબહેન, ગુણવંતભાઇ વસુધાની વાતો સાંભળી પીતાંબર સામે આશા ભરી આંખે જોઇ રહેલાં.

       સરલાએ કહ્યું માં ભાભી.... વસુધાને બહાર જઈએ અને ત્યાં નર્સે આવીને કહ્યું હવે બધાં બહાર નીકળો પેશન્ટને સીટીસ્કેન અંગે લઇ જવાનાં છે.

       બધાં એક પછી એક રૂમની બહાર નીકળ્યાં વસુધાએ પીતાંબર તરફ નજર કરીને કહ્યું આ પેશન્ટ મારો માણીગર છે એનું જીવંત મારું સૌભાગ્ય છે... પીતાંબર બોલો તમે હું રાહ જોઇશ હવે તમે ભાનમાં આવશો એ પછીજ મારાં મુખમાં અન્ન મૂકીશ એમ કહીને બહાર નીકળી.

       સરલાએ કહ્યું વસુધા આ શું બોલી ગઇ ? તારા પેટમાં બાળક છે આમ આવી અઘરી માનતા ના મૂક તારે અન્નજળની ખૂબ જરૂર છે આવી માનતાં ના લઇ શકે તારાં પેટમાં ઉછરતાં બાળકનો વિચાર કર...

       વસુધાએ કહ્યું એ બાળકનો વિચાર કરીનેજ આ વ્રત લીધું છે... પીતાંબર ભાનમાં આવશે પછીજ અન્નને મોઢામાં મુકીશ. બાળક આવે પહેલાં એનો પિતા સાજો મળવો જોઇએ મને....

***************

       અવંતિકા "વસુધા-વસુમાં" વાંચી રહી હતી. અચાનક આવેલાં વસુધાનાં જીવનમાં જે વળાંક આવ્યો એની આંખો ભીની થઇ ગઇ. અરેરે.. સુખનો સૂરજ ઊગવાનો હતો અને આવી ઉપાધી આવી ગઇ. વસુધા હવે કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરશે ? ગામના મૂઠીભર હરામી માણસો પોતાનાં સ્વાર્થ માટે બીજાનાં જીવનમાં પલીતો ચાંપી દે છે કોઇનો વિચાર નથી કરતાં. એમને સખતમાં સખત સજા થવી જોઇએ. વસુધાનાં પેટમાં બાળક ઉછરી રહ્યું છે અને એણે પીતાંબર ભાનમાં ન આવે ત્યાં સુધી અન્ન મોઢામાં નહીં મૂકુ એવી પ્રતિજ્ઞા કરી... અરેરે આવી કડક પ્રતિજ્ઞા કેમ લીધી ?

       અવંતિકાએ વિચાર્યુ આગળ શું થશે એ આગળ વાંચીશ પછી ખબર પડશે પણ વસુધા જેવી ચારિત્ર્યમાન સ્ત્રીનું સત હોય છે એનેય ખબર છે કે જરૂર પડે એ કુદરતને પણ વિવશ કરી શકે એવું સત્ત અને તેજ હોય છે. આવી સ્ત્રીઓ અત્યારે પૃથ્વી પર કેટલી હશે ?

       અવંતિકા આગળ વાંચી રહી હોય છે ત્યાં એને વિચાર આવ્યો કે જીવનમાં એવી તો પાત્રતાં હોવીજ જોઇએ કે જેના પર આપણને ગર્વ થાય રોબ રાખી શકાય એમાંય સ્ત્રી પાસે સૌથી મોટું નજરાણુ કિંમતી વસ્તુએની પવિત્ર પાત્રતા છે એની ઇજ્જત આબરૃ બહુ મોટી ચીજ છે જેનાંથી એનું સન્માન થાય છે એની સામે ગમેં તેવી નજરે જોઇ નથી શકાતું એનામાં એનુ પણ સત્ત તેજ બનીને પ્રકાશે છે આવી સ્ત્રીઓ સામે માથુ આપોઆપ નમી જાય છે અને એની પાત્રતા એનાં કામ પણ પુરા કરે છે અરે ઇશ્વરને પણ એકવારે ઝૂકી જવું પડે છે એ છે સ્ત્રીની ગરિમા... એનાં ચરિત્રનું તેજ અને સત્ત...

****************

            સીટી સ્કેન કરાવીને પીતાંબરને પાછા લાવ્યાં અને વસુધા રૂમની બહાર આંખ મીચીને બેસી રહી છે. ગુણવંતભાઇએ પુરષોત્તમભાઇને કહ્યું વેવાઇ તમે વસુધાને લઇને ઘરે જાઓ આવી તબીયતમાં એ દવાખાનામાં બેસી રહે સારુ નહીં એની પણ એટલી જ કાળજી લેવાની છે.

       પુરુષોત્તમભાઇએ કહ્યુ તમે કાલનાં અહી છો તમે બધાં ઘરે જાઓ હું અને દુષ્યંત અહીં છીએ તમે ઘરે જાઓ સ્વસ્થ થાઓ.

       સરલાએ કહ્યું સાચી વાત છે તમે ઘરે ચલો એલોકો અહીં બેસસે તમે કોઇ ચિંતા ના કરો. ભાનુબહેને કહ્યું હાં વાત સાચી છે તમે ઘરે ચલો તમે ઘરેથી નાહીધોઈ પરવારીને પાછા આવો ત્યાં સુધી વેવાઇ ભલે બેસતાં. આમ એકબીજાનું ધ્યાન રાખીને કરવું પડશે નહીંતર તબીયત પર અસર થશે મને કમને ઘરે જવું પડશે... દીકરો હજી ક્યારે ઘરે આવશે ?

       ત્યાં વસુધા બોલી એ ઘરેજ આવી જશે આમ કેમ ચિંતા કરો છો ? ઈશ્વરે જવાબ દેવો પડશે નિર્દોષને વળી કેવી સજા ? જેણે ગુનો કર્યો છે એને સજા મળવી જોઇએ અને હું એ લોકોને કદી માફ નહીં કરુ... ગુણવંતભાઇએ કહ્યું માફ કરવાનો પ્રશ્નજ નથી બસ એકવાર મારો પીતાંબર ભાનમાં આવી જાય....

       ત્યાં નર્સ દોડતી બહાર આવી અને ડોક્ટર ડોક્ટર એમ બૂમો પાડી બોલી પેશન્ટને ભાન આવી રહ્યુ છે ડોક્ટર જલ્દી આવો. વસુધાથી રહેવાયુ નહીં એ અંદર પીતાંબર પાસે દોડી ગઇ...

       પીતાંબરનાં શ્વાસ જોરથી ચાલી રહેલાં એણે પહેલીવાર એને પીડા થઇ રહી છે એવો ભાવ બતાવ્યો એની આંખોમાંથી આંસુ નીકળ્યાં બોલ્યો ઓહ મને ખૂબ દુઃખે છે બળે છે.. ઓહ નથી સહન થતું.. અને એ પીડાદાયક આંખો ખોલે છે... એણે વસુધા સામે જોયું વસુધાએ પીતાંબર તરફ જોયું વસુધાએ માથે હાથ ફેરવતાં કહ્યું તમને ખૂબ વાગ્યું છે એનો દુઃખાવો છે પીડા છે પણ તમે ચિંતા ના કરશો જલ્દી સારું થઇ જશે અહીં બધાંજ હાજર છે...

       પીતાંબરે આંખ ખોલી જોયું ત્યાં એનાં પાપા, વસુધાનાં પાપા, મંમી પોતાની બહેન, વસુધા બધાંજ હાજર હતાં. વસુધાની સામે જોઇને પીતાંબરે કંઇક ઇશારો કર્યો પણ વસુધા સમજી નહીં..

       પીતાંબરે ફરીથી કંઇક ઇશારો કરી કહેવા ગયો પણ એનાં પ્રયત્ન નિષ્ફળ ગયો. એણે આંખો બંધ કરી દીધી પાછો મૂર્છામાં ઢળી ગયો.

       ત્યાં ડોક્ટર આવ્યા એમણે કહ્યું અરે બધાં અંદર કેમ આવી જાવ છો ? બધાં બહાર નીકળો અહી માત્ર એક જણજ રહી શકશે. બહાર નીકળો મને તપાસવા દો.

       ડોક્ટરે કહ્યું પાછો મૂર્છીત થઇ ગયો છે. એમણે નર્સને કડક સૂચના આપી કે કોઇને અંદર ના આવવા દેશો. બધાને બહાર કાઢો લોબીમાં કે રૂમની બહાર પણ ના રહેવા જોઇએ. આ કેસ સારો થતો થતો બગડી ગયો.

       ગુણવંતભાઇએ કહ્યું ડોક્ટર એવુ ના બોલો એ ભાનમાં આવી જશે. તમે બહારથી મોટા ડોક્ટર બોલાવવા પડે તો બોલાવી લો પણ દીકરાને સાજો કરો...

*****************

            પોલીસે સ્થળ પરથી બધાં ફોટાં લીધાં આજુબાજુમાં ગામ લોકોનાં નિવેદન લીધાં. પીતાંબરની કાર સીટીનાં મોટાં પોલીસ સ્ટેશનને લેવડાવી લીધી. કારની અંદરથી જે કંઇ સામાન મળ્યો.. ફાઇલ, મોબાઇલ ફોન, ફળફળાદી થોડાં પેકેટ નાસ્તો બધુ કબજે લઇને નોંધ કરી અને પીતાંબરનાં ઘરે પોહચડાવની કામગીરી પુરી કરી એમણે અકસ્માત થયાં તે સ્થળનાં ફોટો-નિવેદનો સાક્ષી બનેલાં લોકોની જુબાની લીધી અને ટ્રેક્ટર કોનું હતું એની શોધનો આરંભ કરી દીધો.

**************

            કુટુંબના વડીલો અને સરલાનાં આગ્રહથી વસુધા ઘરે આવી એનાં ચહેરાં પર ઘેરી ઉદાસી છવાયેલી હતી એને કોઇની સાથે બોલવુ ગમી નહોતું રહ્યું. સતત એ પીતાંબરનાં વિચારોમાં ગરકાવ રહેતી હતી.

       છેલ્લે આવેલાં સમાચાર સુધી ફરીથી મૂર્છીત થયેલો પીતાંબર હજી ભાનમાં આવ્યો નહોતો. બીજીબાજુ પોલીસ તપાસ માટે ગામમાં આવી ગઇ હતી અને એમની તપાસ આગળ ધપાવી હતી એ ટ્રેક્ટરની શોધમાં હતાં જેણે અકસ્માત કરેલો એયે ગામમાં ઘેર ઘેર ફરીને ટ્રેક્ટરની ચકાસણી કરી રહેલાં. કારણે કે જે ટ્રેક્ટરથી અકસ્માત થયો છે એ ટ્રેક્ટરને પણ ચોક્સ નુકસાન થયુંજ હશે એ તપાસ આગળ વધી રહી હતી.

       ગુણવંતભાઇ અને પુરષોત્તમભાઇ બંન્ને જણાં દવાખાને હતાં. તેઓ સતત પીતાંબર પાસેજ બેસી રહેલાં. આજે વડોદરાથી ન્યૂરોલોજીસ્ટ આવવાનાં હતાં. ડોક્ટરનાં આવી ગયાં બાદ એમણે પીતાંબરને તપાસ્યો બધાં રીપોર્ટ જોયાં એમણે સારવાર ચાલુ કરી ઇન્જેક્શન આપ્યાં. બરાબર 3 કલાક પછી પીતાંબર......

 

આગળ આવતા અંકે - પ્રકરણ-42