Ek Poonamni Raat - 117 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-117

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-117

એક પૂનમની રાત

પ્રકરણ-117

       રાજજ્યોતિષે રાજાને કહ્યું એક પ્રખર જ્ઞાની તાંત્રિક અને મહાઅઘોરી મારાં ધ્યાનમાં છે હું એમનાં સંપર્કમાં છું પણ... પણ.. એમને એક નબળાઇ છે જેનાં કારણે હું કોઇજ જોખમ નથી લેવા માંગતો.

       રાજાએ કહ્યું પુરોહીતજી તમે પણ પ્રખર જ્યોતીષી છો ત્રિકાળજ્ઞાની છો એટલે તમને રાજ જ્યોતીષીનું બિરૃદ આપેલું છે તમેજ કહોને એ અઘોરીને કામ સંપ્રુત કરીએ જે તાંત્રિકનાં વશમાં અમારો સેનાપતિ છે એને છોડાવવો પણ જરૂરી છે એમની નબળાઇ શું છે ? કેટલું સોનું ઝવેરાત કે અનાજ જોઇએ ? બોલો ? મારાં બહાદુર વફાદાર સેનાપતી માટે હું બધુ ચૂકવવા રાજી છું.

       રાજયોતીષે કહ્યું મહારાજ એમને સોનું ચાંદી, ઝવેરાત, જમીન, અનાજ કશાનો મોહ નથી પણ એમને સ્ત્રીનું શિયળજ જોઇએ એમની સેવામાં રહે એનો ઉપભોગ કરતાં રહે અને વિધીમાં પણ એનું અનસુધાન કરી એનાં ઉપર એ ક્રિયાઓ વિષય ક્રીયાઓ સંભોગ કરતાં રહે છે એ થોડાં વિચિત્ર અને દુર્ગતી પણ છે મારી આવું કહેતાં જીભજ ઉપડતી નહોતી.

       રાજા વિચારમાં પડી ગયાં. એમણે કહ્યું આવી માંગણી બેહૂદી છે અને અસંસ્કારી છે એક પ્રખર તાંત્રિક થઇને આવી ગંદી હરકતો કરે ?

       રાજજ્યોતિષી કહે મહારાજ આ તાંત્રિકો તો શું કરે તમને હજી ખબર નથી આતો જીવતી સ્ત્રી પર અનુસંધાન અને વાસના વિક્રય કરે પણ એ લોકો તો મડદાને પણ ના છોડે બધુ વિધી વિધાનથી જોડી દે. લગ્ન ના કરે પણ વાસના વિષયથી તંત્રમંત્ર કરે.. એટલે થોડું અધરૂ છે.

       ત્યાં રાજાએ કહ્યું હું વિચારીને આપને જણાવું ત્યાં સુધી મહેલમાં મહેમાનગતિ માણો. હું પ્રયાસ કરું કે કોઇ દાસી પોતાની સ્વઇચ્છાએ જવા માંગે છે ? અને સેનાપતિ માટે પોતાનું જીવન નિછાવર કરે છે ? પછી હું આપને જણાવું રાજકુમારી ઝંખના બધુ સાંભળી રહી હતી. દરબારમાંથી જ્યોતિષની વિદાય પછી એણે કહ્યુ પિતાજી હું જવા તૈયાર છું એ અઘોરી પાસે.... રાજા આર્શ્ય અને આઘાતમાં સરી ગયાં એમણે કહ્યું રાજકુંવરી તું આ શું બોલી ગઇ ? તને ખબર છે કે આ જડ જક્કી જડભરત તાંત્રીકો કેવા હોય ? એ નશા ખોર પ્રમાદી વાસનાપૂર્તિ કરનારાં તને ફેંદી નાંખશે. તને આવો વિચારજ કેમ આવ્યો ? હું તને કોઇ કાળે રજા નહીં આપું સેનાપતિને છોડાવવાની મારી જવાબદારી છે હું કોઇને કોઇ રસ્તો ખોળી લઇશ તું ચિંતા ના કર. તને ખબર નથી એ લોકો છેક છેલ્લી કક્ષાએ જતા અચકાશે નહીં ભલે એમની પાસે બધી સિધ્ધીઓ શક્તિઓ હોય છે પણ...

       રાજા આગળ બોલે પહેલાં રાજકુંવરીએ કહ્યું પિતાજી તમે ચિંતા ના કરો હું મારી જાતને સંપૂર્ણ સાચવીશ એ મને સ્પર્શ નહીં કરી શકે એમની તાંત્રિક શક્તિ અને સિધ્ધીઓ હું મેળવીને ઝંપીશ. સેનાપતિને હુંજ છોડાવીશ પિતાજી મારી સાથે હું બે દાસીને લઇ જઇશ હું એ તાંત્રિકની શિષ્યા બનીને જઇશ હું તંત્ર મંત્ર જંત્ર શીખીશ અને એમનો પડ્યો બોલ ઝીલીશ છતાં એમને હું મારી પવિત્રતા જાળવવા વિવશ કરીશ. દાસીઓને પૂરી તૈયાર કરીને લઇ જઇશ નહીં એમનો શિયળ ભંગ થાય નહીં મારો. પિતાજી મારાં ઉપર અને તમારાં આપેલાં સંસ્કાર ઉપર પૂરો ભરોસો રાખો. જો એવો વખત આવ્યો તો હું મારો જીવ આપી દઇશ પણ તમારું માથું નીચું નહીં કરુ કે મારી ઇજ્જત આબરૂ લીલામ નહીં થવા દઊં...

       રાજાએ કહ્યું ઠીક છે આવતીકાલે રાજજ્યોતિષ સાથે વાત કરીને નિર્ણય કરીશું બે દાસીને તૈયાર કરી દે સાથે હું નાની સૈનિકની ટુકડી પણ સાથે મોકલીશ..

************

            ઝંખનાંએ બે જ્ઞાની અને ચતુર દેખાવડી દાસીઓને તૈયાર કરી દીધી એમને સારામાં સારુ ધન ભેટ સોગાદ આપી એમનાં કુટુંબી ખુશ થઇ ગયાં. સાથે ખુદ રાજકુમારી આવવાની સિપાઇઓ સાથે એટલે બધાં નિશ્ચિંત હતાં.

       શુભદિવસ જોઇ આપી રાજજ્યોતિષએ રાજાને કહ્યું આજેજ કુંવરીને દાસી અને સિપાહીઓ સાથે વિદાય આપો રાજ્યની સરહદે આવેલ ગાઢ જંગલમાં અઘોરીનો આશ્રમ છે સિપાહીઓ એમને ત્યાં લઇ જશે એમની સાથે રહેશે. સુદ-શુકલ પક્ષમાં અઘોરી જંગલમાં આવેલ ઊંચા પર્વતની ગુફામાં રહે છે અને વદ-કૃષ્ણ પક્ષમાં અહીં તળેટીમાં ઘાઢ જંગલની ગુફામાં રહે છે તમે એમને બધી ભેટ-સોગાદ સાથે વિદાય આપો. રાજકુંવરીની કુંડળી જોતાં એ ચોક્કસ છે કે એ કદી એની ઇજ્જત નહી ગુમાવે શિયળ કાયમ કુંવારું અને પવિત્ર સિદ્ધ રહેશે. કેવી રીતે રહી શકશે નથી ખબર પણ નિશ્ચિત રહેજો. રાજજ્યોતીષે કુંવરીને આશીર્વાદ આપતાં કાનમાં કહ્યું તારો વિદાય થશે સિધ્ધીઓ મળશે પણ જીવ બચાવજે.

       રાજકુંવરીએ માતાપિતાને કહ્યું મને હસતે મોઢે વિદાય આપો હું રાજ્યનાં સેનાપતિ અને મારાં પ્રિય માણીગરને સુરક્ષિત પાછી લાવું અને તમારાં આશીર્વાદથી અમારાં ધામધૂમથી લગ્ન થાય.. રાજા રાણીએ ભારે હૈયે ખૂબ આશીર્વાદ આપી વિદાય આપી. કુંવરી ખુશ અને સુરક્ષિત રહે એનાં માટે હવનયજ્ઞ કરાવ્યો.

**************

            ઝંખના એની માનીતી બંન્ને દાસી અને સિપાહીઓ સાથે જંગલમાં આવેલ મહાઅઘોરીની ગુફા પાસે આવ્યાં ત્યાં જાણે અગમ્ય શક્તિઓનો સંચાર હતો. એમનાં આગમન પછી ત્યા વૃક્ષો અને છોડ પર કળીઓ ખીલી ગઇ એક અજબ પ્રકારની સોડમ સુવાસ પ્રસરી ગઇ. ઝંખનાએ ગુફા પાસે ઉભા રહીને અઘોરીજીની પ્રાર્થના કરી.

       ત્યાં થોડાં સમયમાં ખૂબ ઊંચા 6-7- ફુટની ઊંચિ અને સશક્ત કદવાળા લાંબાવાળ અને દાઢી વાળાં મોટી મોટી આંખો અને કપાળ પર તેજવાળાં અઘોરી પ્રગટ થયાં. એ બોલ્યાં મને તમારાં આવવાનાંજ એંધાણ હતાં. રાજકુંવરી તું ખૂબ સુંદર છે અને સાથે બીજી બે કુંવારીકા પણ ખૂબ સુંદર છે. તમારું દેહલાલીત્ય મને આકર્ષી રહ્યું છે. પણ તમારાં લોકોનું અહીં આવવાનું પ્રયોજન શું છે ? મારી સિધ્ધીથી હું જાણી શકું છું પણ તમારાં મોઢેજ મને જણાવવો તો હું એ પ્રમાણે બંદોબસ્ત કરી શકું.

       રાજકુંવરી ઝંખનાએ કહ્યું અઘોરીજી તમે પ્રખર તાંત્રિક અને જ્ઞાની છો તમારી નિશ્રામા રહી હું અઘોરતંત્રનો અભ્યાસ કરવા માંગુ છું મારે સિધ્ધ અઘોરણ થયું છે એમાં મારી મદદ કરવા આ બે રાજકુમારી પણ આવી છે. મારો મૂળ હેતુ મારાં માણીગર અમારાં સેનાપતિ સિધ્ધાર્થને પેલાં ઘોર અઘોરીથી મુક્ત કરાવવાનો છે. અમે સહુ તમનેજ સમર્પિત છીએ. આશા રાખું છું આપ અમને આશરો આપી વિદ્યાદાન કરશો આ સિપાહીઓ અહીં રક્ષા અર્થે આવેલાં છે તેઓ પણ અહીં આપની સેવામાં રહેશે.

       ધોરી અઘોરીએ અટ્ટહાસ્ય કર્યુ અને બોલ્યાં તમે તમારી માંગ લઇને આવ્યાં છો આ ઘાઢ જંગલમાં મારું રાજ્ય છે હું સંભોગી અઘોરી છું તમારે મને સંપૂર્ણ સમર્પિત થવું પડશે પછી તમને વિદ્યાદાન કરીશ અને ફક્ત મારી આજ્ઞાનું પાલન કરવાનું રહેશે. શરત મંજૂર છે ? અને તને બધી સિધ્ધિઓ અપાવવા મદદ કરીશ પણ તારે કડક સિધ્ધાંતોનું પાલન અને નિયમન કરવું પણ આકરુ તપ કરવું પડશે અને ગુરુદક્ષિણામાં શું આપીશ ?

       ઝંખનાએ કહ્યું અઘોરીજી બધી શરતો મંજૂર છે ગુરુદક્ષિણા વિદ્યા અને સિધ્ધી પ્રાપ્ત કર્યા પછી તમે કહેશો તે આપીશ મારું વચન છે ત્યાં સુધી આ બે કુંવારીકા તમારી સેવામાં રહેશે.

       અઘોરીએ મોટી આંખો વિસ્ફારીત કરીને અદ્દહાસ્ય કરતાં કહ્યું વાહ ઘણી હિમંત છે તારામાં.. ભલે મને મંજૂર છે પણ વિદ્યા-સિદ્ધી પ્રાપ્ત કર્યા પછી હું કહુ એ દક્ષિણા દાન કરવું પડશે એ મંજૂર છે ને ? પણ ક્યાંક વિચાર બદલાઇ ગયો તારો તો એ જ્ઞાન સિધ્ધી બધુજ હું રોકી બધુ બાળીને ભસ્મ કરી દઇશ.

       રાજકુંવરી બે ઘડી થરથરી ગઇ પણ પછી હિંમત રાખીને કહ્યું ના મને સંપૂર્ણ મંજૂર છે મારો વિચાર કે નિર્ણય નહીં બદલાય મારું વચન છે.

       અઘોરીજીએ કહ્યું અંદર ગુફામાં ત્રણે જણ આવો ઝંખનાએ ગુફામાં પ્રવેશ કર્યો અંદર અજબ ગજબ શાંતિ અને ઠંડક હતી અને અઘોરીજીએ આંગળી ચીધી....

 

વધુ આવતા અંકે - પ્રકરણ - 118