Karmo no Hisaab - 16 in Gujarati Love Stories by સ્પર્શ... books and stories PDF | કર્મોનો હિસાબ - (ભાગ ૧૬)

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

કર્મોનો હિસાબ - (ભાગ ૧૬)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૬ )


આ તરફ ક્રિશ્વી અને મન વચ્ચે જે કલાકોની વાતો થતી એ ઓછી થઈ રહી હતી. મનનું ધ્યાન માત્ર ને માત્ર અનન્યા ને માણવા પર હતું અને ક્રિશ્વી સમજી રહી હતી કે મન કોઈ કામમાં હશે. દરરોજ રાત્રે મનને મેસેજ કરતી મેસેજની રાહ જોતી પણ મન અનન્યા પાછળ સમય વ્યતીત કરવા લાગ્યો હતો.


બહુ બધા દિવસના લાગણીસભર સંબંધ, અઢળક પ્રેમ જોઈ ને અનન્યા મનને પોતાનું સર્વસ્વ સોંપવા તૈયાર થઈ હતી. અનન્યા ના મનમાં ક્યાંકને ક્યાંક હતું કે મન એની સાથે એક પ્રેમી નહી પરંતુ પતિ તરીકે રહે. આવું વિચારી એણે મનને એક મેસેજ કર્યો.


"મન હું બહું પ્રેમ કરું છું તને. મારી એક ઈચ્છા છે પૂરી કરીશ?"


"હા, કરીશ જ ને. અઢળક પ્રેમ મેં પણ કર્યો છે. તું કહે તો ખરી." મન બોલ્યો.


"તું મારી સાથે લગ્ન કરીશ? મારે તારી પ્રેમિકા નહીં પણ પત્ની બનવું છે. બધુંજ તને સોંપવું છે." લાગણીસભર થઈ અનન્યા બોલી.


"હા, કેમ નહીં! હું તને ખુશ કરવા તત્પર છું. તું ઈચ્છીશ એ ને એવુંજ થશે." મનમાં ખુશ થતો મન બોલી ઊઠ્યો.


"તું કાલે મને મળીશ? મારા ફ્લેટ પર. કોઈ નથી કાલે તો તું આવ આપણે લગ્ન કરીએ એકબીજાની સાક્ષીમાં. પછી મારે આજીવન તારા બની જવું છે બધુંજ ભુલી." અનન્યા બોલી.


મનમાં અઢળક ખુશી સાથે વિચારીને કે વાહ હવે અનન્યા મારી નીચે બેડમાં મન બોલ્યો... "કેમ નહીં! મને ગમશે ને તને ખુશ કરવી, તારી ખુશી માટે."


"હા તો હું બેકરારીથી રાહ જોઇશ આપણા એ પળની. જ્યાં તું હું ને આપણો આ પ્રેમ" અનન્યા બોલી ઉઠી.


"હું પણ બેકરાર છું આ પળમાં તને સાથ આપવા." મન પોતાના શેતાની બદ ઇરાદા પાર પડશે એવું વિચારી બોલ્યો.


મેસેજ માં વાત કર્યા પછી અનન્યા એક અલગ જ વિશ્વમાં હતી. એવું નહોતું કે એની જીંદગીમાં કોઈ પછી આવ્યું જ નહોતું. પણ આટલો વિશ્વાસ અહીંથી જ મળ્યો હતો. જે પણ આવ્યા હતા એમણે શરીરમાં વધુ રસ દાખવ્યો હતો અને મન દિલથી વાત કરતો હતો એવું અનન્યા ને લાગ્યું.


મનને રાત્રે ઉંઘ જ ના આવી. હંમેશા એવુંજ થતું મનના ઇરાદા જ્યારે પણ પાર પડતાં જણાય એ નવા સોગઠાં ગોઠવવામાં લાગી જતો. આ જ કર્યું હતું મને આજીવન. આ જ હતો મન. આ જ હતું એનુ જીવન લક્ષ્ય. કોઈની પણ લાગણીઓ સાથે રમવું.


રાત્રે આ બધું વિચારતો હતો ત્યાજ મન ના ફોનમાં મેસેજ રણક્યો. મન ને થયું કે કદાચ રોજની જેમ ક્રિશ્વીનો મેસેજ હશે. બહુ પ્રેમ અને વિશ્વાસ હતો ક્રિશ્વી ને મન પર એટલે એ હંમેશા મન ને યાદ કરતી અને મન ની ખુશી નું ધ્યાન રાખતી આ તરફ મન બસ પોતાની ઇચ્છાઓ પૂરી કરી રહ્યો હતો.


મને આ વિચાર સાથે ફોન જોયો તો આ શું લગભગ દોઢેક વર્ષ પછી શાલીની નો મેસેજ. મને તરત જ જવાબ આપ્યો પણ આ બધું વિચારવામાં મોડું થઈ ચૂક્યું હતું. શાલીની off-line થઈ ચૂકી હતી. મને મેસેજ ના એકએક શબ્દો ધ્યાનથી વાંચ્યા.


મન સમજી ચૂક્યો હતો કે શાલીની કોઈ તકલીફમાં છે અને એને એનો સાથ જોઈએ છે. ફરીથી મનને એ દિવસો યાદ આવ્યાં જ્યારે એ શાલીની ને પણ પોતાની સાથે બેડ પર લાવવાની ઝંખના કરતો હતો. પછી મનમાં મરક હસ્યો ને બોલ્યો વહેલી મોડી આવશે જ ને. પહેલા ક્રિશ્વી હવે અનન્યા અને પછી શાલીની.


સવાર થઈ ચૂકી હતી. મન ને આખી રાત ઉંઘ આવી નહોતી. વિચારો ને પ્લાનિંગ સતત એનામાં ચાલી રહ્યા હતા. આજે અનન્યા ને મળવાનું છે અને પોતાની પત્ની બનાવવાની છે બસ આ જ વાત મનમાં ચાલી રહી હતી. લગ્ન પછીના બેડ પરના દ્રશ્યો જાણે મન અત્યારે જોઈ રહ્યો હતો.


સવારે દશ વાગે મન ઘરેથી નીકળ્યો. બે હાર અને એક બુકે લીધો. થોડી અનન્યા ના પસંદની ચોકલેટ પણ લીધી. આ બધું લઈને મન અનન્યા ના ફ્લેટ પર પહોંચી ગયો. અનન્યા ના બાળકો આજે ફૂલ ડે પિકનિક પર હતા એટલે કોઈના હોવાની ચિંતા નહોતી. લિફ્ટ માં બેસતાં જ આજના દિવસે જે થવાનું હતું એ વિચારોમાં ખોવાઇ ગયો.


અનન્યા મનના આવવાની રાહમાં બેઠી હતી. મન જેટલું નજીક અત્યારે અનાન્યાને કોઈ જ નહોતું. અનન્યા ના બે ત્રણ ક્લોઝ પુરૂષ મિત્રો હતા પણ ક્યારેય અનન્યા ને મન પર આવ્યો એટલો વિશ્વાસ આવ્યો જ નહોતો. એટલે જ તો અનન્યા મનને દુર જવા દેવા માંગતી નહોતી. એટલે જ થયું લાવ આ સંબંધને એક બંધનમાં બાંધી દઉં.


બહું બધા વિચારો, સપના પુરા થવાની લાગણી, મન માં જોયેલો પ્રેમ, મન પર મુકેલો અઢળક વિશ્વાસ આ બધુંજ અનન્યા વિચારી રહી હતી. બસ મનમાં ખોવાઇ એના થઈ જવું હતું. આ બધા વિચારોમાં હતી ત્યાજ તંદ્રા તોડતો ઘરનો ડોરબેલ વાગ્યો. અનન્યા સફાળી જાગી અને દરવાજા તરફ ભાગી.


*****


અનન્યા અને મન વચ્ચે હવે શું થશે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...