વરસાદ નો પહેલો પ્રેમ
"હવે પહેલો વરસાદ ,બીજો વરસાદ અને છેલ્લો વરસાદ “ એવું કાંઈ નહિ ,- સોલી કાપિડયા ના સ્વર માં ગુજરાતી ગઝલ સાંભળતાજ અવની નું રોમ રોમ જાણે કે વરસાદ માં ભીંજાવા લાગ્યું .તેને બારી બહાર નજર કરી તો ભીની ભીની હવા વૃક્ષઓ ની ડાળી સાથે ઝૂલતી લાગી .પવન પણ માટી ની મહેક થી મહેકવા લાગ્યો ,દરેક પાન ને લીલા વસ્ત્રો થી શણગારી દીધા અને ધરતી ને આભ કોઈ લીલી ઓઢણી ઓઢાવી ને પ્રેમ ની કોઈ મધ મીઠી વાત કરતો હોય એવું લાગ્યું. આજે કેટલા દિવસ પછી વરસાદ આવ્યો .એમ તો આ સીઝન નો પહેલો જ વરસાદ ને ..
તેને બારી માં ઉભા રહી ને વરસાદ જોયા નું આ ત્રીજું વરસ હતું . તેના લગ્ન ના ૩ વર્ષ આ જુલાઈ માં પુરા થશે. તે અત્યારે વરસાદ માં ભીંજાવા તૈયાર હતી.પણ તેના પતિ અમોલ ની રાહ જોતી હતી.
તેને પેલી બે પંક્તિ યાદ આવી
"રાહ જોવાનું સફળ થઇ જાય ..જો તું આવે ને પછી વરસાદ થાય." એટલા માં એક જોરદાર પવન નું મોજું આવ્યું અને બારી એ જોર થી અથડાયું .તે સફાળી વિચારો માં થી જાગી ગઈ .બપોર ના સાડા ત્રણ થયા છે પણ વાદળ એટલું ગોરંભાયું છે કે સાંજ ના ૮ વાગ્યા હોય એવું લાગતું હતું.અમોલ આવે તો તેની સાથે અગાશી માં જઈશ અને પલળીશ નહિ તો બાઈક પર દૂર સુધી ભીંજાતા ભીંજાતા જઈશું. એને વાદળ થઇ ને અમોલ પર વરસી જવાનું મન થયું .પણ આ અમલો , છે ક્યાં ! .
તેરી દો ટકિયો કી નોકરી મેં મેરા લાખો કા સાવન જાયે .." હવે આ અમોલ આવે ને તો સારું .' અમોલ ના આવતા સુધી ઘરના થોડા કામ આટોપી લઉ. અને સાંજે જમવા માં મકાઈ ના ભજીયા તો છે. એવું મનોમન વિચારતી ઘર કામ માં વ્યસ્ત થઇ ગઈ. એની નજર દરવાજા અને ઘડિયાળ પર જતી રહેતી.
બહાર ચોમાસા ની ઋતુ જામી હતી અંદર પ્રેમ નો સાગર હિલોળા મારતો હતો. વીજળી નો કડાકો અને પવન ના સુસવાટા તેને વધુ રોમાંચિત કરી દીધી. મન માં વરસાદ માં પલળવા ની તીવ્ર ઈચ્છા થઇ આવી.તે બધું કામ મુકી,અગાશી માંપહેરેલ સાડીમાં જ ભીંજાવા લાગી .
વરસાદનું પાણી શરીર ને સ્પર્શ થતા એક અનોખી ઠંડક નો અહેસાસ થયો. વરસાદ પણ મન મૂકી ને વરસતો હતો અને અવની પણ વરસાદની મજા લઇ રહી હતી.
પાણી ની છોર,વરસાદ નું ટીપું ..એક યાદ.. એક નામ ..નિશીથ.તેનો પહેલો નાકામ પ્યાર ..આ બધી વરસાદ ની મજા એની સાથે જ માની હતી ને .. પણ તે માત્ર દોસ્તી સુધી જ સીમિત રહ્યો અને અવની હૈયું હારી ચુકી હતી. પવિત્ર પ્યાર ક્યારેય બદનામ નથી થતો એમ અવની એ લગ્ન કરી નિશીથ ને ભૂલી અમોલ સાથે પુરી ઈમાનદારી થી જીવન પસાર કરવા માંડ્યું .તે તેના અતીત ને ભૂલી ગઈ ..અમોલ સાથે ખુશ હતી .અમોલ સમજુ અને પ્રેમાળ પતિ હતો .સારી જોબ હતી ..સુખી અને ખાનદાની પરિવાર હતો .આજે કેમ નિશીથ ની યાદ આવી એ જ અવની ને ના સમજાયું. દાચ એવું પણ હોય કે પહેલા વરસાદ માં પ્રેમી ની યાદ આવીજ જાય . એટલે તો પ્રેમી પહેલા વરસાદ માં ભીંજાતા હોય છે.
તે નીચે આવી કપડાં ચેન્જ કરી રૂમ માં આવી ..હજી અમોલ ના આવ્યો .વરસાદ નું જોર ઘટ્યું હતું .ધીમી ધારે ચાલતો હતો પણ વાતાવરણ ઠંડુ હતું .
થોડી ભૂખ લાગી હતી ..જો શેકેલી મગફળી કે મકાઈ મળી જાય તો ... મજ્જા આવી જાય .. આમ અવની સાવ નાના બાળક જેવી થઇ જાય . સાલું આ મગફળી ની સાથે નિશીથ પણ યાદ આવ્યો . નિશીથ કાયમ વરસાદ માં મગફળી શેકેલી લઇ ને આવે અને અવની માટે લાવતો. અમારી ફળી માં ૩જુ મકાન એનું હતું .કેટલી વાર એક છત પર સાથે પલળ્યા હશે ..દોષ અવની ને પોતાનો જ લાગ્યો એ તો માત્ર દોસ્તીજ રાખતો હું જ લાગણી ની રમત રમી બેઠી.
થોડી વાર માં ડોરબેલ રણકી ..અમોલ આવ્યો હતો .થોડો ભીનો હતો .અવની એ બેગ હાથ માં લઇ લીધી એને ટુવાલ આપ્યો .
અવની ને જોઇ અમોલ ના ચહેરા પર એક સ્મિત આવ્યું. અવની સમજી ગઈ
" તારી રાહ મેં જોઈ પણ વરસાદ તારી રાહ નાઈ જુએ ,એવું લગતા મેં એકલું વરસાદ માં નહિ લીધું " અને સમય સર આવી જઇયે જો વરસાદ માં મજા માણવી હૉય તો .. કહી ને મીઠું હસી .
અમોલ પણ તેમાં જોડાયો .."બહુ ડાહીં.. હવે ૩ કપ કોફી બનાવ .. એક મારી એક તારી અને એક મારા બોસ ના ફ્રેન્ડ ની ..
" છે ક્યાં ,આ તમારા બોસ નો ફ્રેન્ડ ..?"
" નીચે કાર પાર્કિંગ કરે છે ..આજે બોસ ની મીટીંગ પતાઈ ને આવતો હતો ત્યાં મારી કાર વરસાદ ને કારણે બંધ થઇ ગઈ . વરસતા વરસાદ માં કોઈ હેલ્પ કરનાર પણ ના મળે . તું રાહ જોતી હોઇશ મને ખબર..પણ શું કરું ..મારા બોસ ની ગાડી નીકળી મને જોઈ ને ઉભા રહ્યા. મેં કીધું ગાડી બંધ છે તો કહે વાંધો નહિ .તેમનો ડ્રાયવર મિકેનિક ને લઇ આવી રીપેર કરી જશે .તું મારી સાથે ઘરે ચાલ .બોસ ના ઘરે એમના મિત્ર બેઠા હતા .તેમને મને કીધું ચિંતા ના કરશો હું તમને ઘરે ડ્રોપ કરી દઈશ .આવા ભલા માણસ ને આપણે કોફી તો પીવડાવી શકીયે ને .."
" ઓકે ,બાબા .. મેં ક્યાં ના પાડી ..જે વ્યક્તિ આપણે મદદ કરે તેમની કદર કરવી જ જોઈએ .."
" હું અંદર આવું ? પરિચિત આવાજ ....
" આવો ને નિશીથ સર .. "
" જો હું અત્યારે તમારી ઘરે છું ..સર ના કહેશો પ્લીઝ . મને નહિ ગમે .. નિશીથ અથવા નિશીથ ભાઈ કહો .
" આ છે મારી પત્ની અવની , અવની આ છે નિશીથ ભાઈ ."
" કેમ છો ,,નિશીથ ભા.....ઈ.."
" સારું ..અવની ..
" બાય ધ વે , અમોલ ભાઈ હું તમને એક વાત કહું હું અને અવની એકજ ફળી માં મોટા થયા ..અમે બંને એકબીજા થી પરિચિત છે . "
" લો તો તો ઘણું સારું કહેવાય ..હવે તો તમે મકાઈ ના ભજીયા ..નો નાસ્તો કરી ને જ જાવ ..કેમ અવની "
" હા .હા કેમ નહિ .... થોથવાતી જીભે ... બોલી .
"તમે બેસો પહેલા હું કોફી બનાવું પછી નાસ્તો .. " અવની રસોડા માં ભરાય ગઈ . સાલું જેને મન થી યાદ કરી એ તે સામે જ કેમ આવતું હોય છે ?"
થોડી વાર માં કોફી લઇ ને બહાર આવી .ત્રણ બેઠા બેઠા વાતો કરતા હતા .અવની થી પુછાય ગયું ..
"અમોલ ને વરસાદ માં ભીંજાવું ગમે છે ..તમને .. હવે નથી ગમતું ..એકદમ કોરા છો ... એટલે ?"
"ભીંજાય જવાનું કારણ દર વખતે વરસાદ નથી હોતો ..ક્યારેક કોઈ યાદો નું ઝાપટું પણ પલાળી જાય છે "
" વાહ વાહ ..તમે તો .. છુપા રુસ્તમ નીકળ્યા ..ને કઈ .શાયરી પણ કરો છો ને .
" એવું કઈ નહિ .. આ તો એમજ .અવની એ પૂછ્યું એટલે કહી દઉં ..આજે તો ઓફિસ વર્ક હતું એટલે ..ઘરે હું ચોક્કસ પલળું જ છું .
કહી ને એને એક પલાસ્ટીક ની થેલી જેવું કાંઈ મૂક્યું ."
" અમોલ ભાઈ તમને કોઈ વરસાદી શેર ગમે તો .. "
" તમે મન મૂકી ને વરસો ,ઝાપટું અમોને નહિ ફાવે "
અમે રહ્યા હેલી ના માણસ ,માવઠું અમોને નહિ ફાવે " - ખલિલ સાહેબ
" સરસ અમોલ ભાઈ ..હવે એક અવની તરફ થી ..
" હું એક નહીં બે કહીશ .."
-" માટી ને તાસીર છે ..કોરી આ જમીન છે ,તું વરસ અનરાધાર ..ખીલી ઉઠીશ મહેંકી ઉઠીશ ..JG
" સરસ " હવે બીજો ..
ત્યાંજ બારી પર અટકેલું પાણી પવન સાથે અંદર આવ્યું ને બધા ને પલાળી ગયું.
"મોસમ તારી યાદો ની છે ,એકાદ છાંટો અડકે ને તોય ભીંજાય જાવ છું ..."
બંને પુરુષ દિલ વાહ વાહ કહી ઉઠ્યા .
અવની અંદર ગઈ ..ઝટપટ મકાઈ ના ભજીયા બનાવી લાવી. બધા ઈ ભરપેટ ખાધા .નિશીથે નિખાલસતા થી વખાણ પણ કર્યા.
બહાર ફરી વરસાદ ચાલુ થયો .
નિશિથ ઉભો થયો ." મારે હવે નીકળવું પડશે ..ઘરે પહોંચતા ઘણું મોડું થશે .. કોફી અને નાસ્તા બદલ આભાર .. અવની ..અમોલ ભાઈ ચાલો ત્યારે ..ફરી મળીશું .. "
" નિશિથ ..સોરી નિશિથ ભાઈ લો આ છત્રી લઇ જાવ ..પાર્કિંગ સુધી .. તમે પલળી જશો .. અને ઘરે ભાભી તમને લડશે .. "અવની એ મજાક માં કીધું
"મને કોઈ લડે નહિ .". કહી તેને છત્રી લઇ લીધી ..થૅન્ક્સ કહી ને ચાલવા માંડ્યો . અવની અને અમોલ પણ નીચે સુધી ગયા .
"કોરા હતા અમે મુશળધાર વરસાદ માં , તમે છત્રી શું આપી ? અમે પલળી ગયા .." નિશીથે છેલ્લી પંક્તિ અવની ની સામે જોય બોલ્યો .
" ચાલો હવે આવજો" ..ત્યારે ..કહી તેને કાર ચાલુ કરી અને હંકારી દીધી .
વરસાદ હજુ ચાલુજ હતો. બંને પાછા ઉપર રૂમ માં ગોઠવાઈ ગયા. અવની એ પેલી પ્લાસ્ટિક ની બેગ જોઈ .એને અમોલ ને કીધું ."તમારા બોસ ના ફ્રેન્ડ ની થેલી રહી ગઈ " કાલે લઇ જજો ."
" એમાં જો શું છે ..? " અવની એ જોયું તો શેકેલી મગફળી .
" આમાં તો મગફળી છે .. તે પણ શેકેલી .. "
" એવું , કાર માં હું તેમની સાથે આવ્યો ત્યારે તે મગફળી ખાતા હતા . મેં પૂછ્યું તો કહે ..કોઈ કે ની મીઠી યાદ માં ખાવ છું . ખાસ કરી ને ચોમાસા માં .."
અવની નો હૃદય થડકી ઉઠ્યું. તેને અમોલ ને પૂછ્યું . " નિશિથ ભાઈ ના ફેમિલી માં કોણ કોણ છે "
" કોઈ નહિ ..એ એકલા જ છે ..લગ્ન નથી કર્યા અને કરશે પણ નહિ .. "
" કેમ ..નહિ કરે ..એવું ના પૂછ્યું તે ..
" ના મેં નહોતું પૂછ્યું છતાં તેમને કીધું હતું ..કે તે કોઈ ના પ્યાર ને સમજી શક્યા નહિ .. "
એટલા માં જોરદાર વીજળી થઇ ..અવની એકદમ અમોલ ને પકડી ને લપાઈ ગઈ .. વરસાદ હવે અવિરત ચાલુ હતો.
જાણે કે ડૂમો ભરી ને બેઠા વાદળો .રડી ને મન હલકું કરે છે .
અવની અમોલ ને એક આંલિગન આપી ને પોતાના મન ના વાદળો ને હલકા કરી નાખે છે .ઉનાળા ની ગરમી ને યાદ કરી ચોમાસા ની મજા બગાડવી એ મુર્ખામી છે .. અને અવની માટે અમોલ આકાશ છે .. સ્થિર છે ..પવન ની સાથે વાદળ ગમે ત્યાં જતું રહે ..આકાશ તો સ્થિર જ રહે.
( આમાં લીધેલ કાવ્ય પંક્તિ જે તે સર્જક ની રચના છે ..નામ ખબર નથી .. સૌ સર્જક નો આભાર )
- jayesh Gandhi -06.04.22