निशब्द ... in Gujarati Short Stories by Beenaa Patel books and stories PDF | નિશબ્દ...

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

નિશબ્દ...

ના વાત કોઈ નવી નથી. એ જ ભરોસો તુટવો, એ જ લાગણી ઓ નો ખેલ રમાયી જવો. પણ જેની પણ સાથે થાય એને જે દુઃખ થાય છે જે તૂટી જાય છે એને જ ખબર પડે છે કે પૂરી જિંદગી હારી ગઈ એ વ્યક્તિ.
નિશા હવે એના નામ પ્રમાણે નિશા જેવી જ થઈ ગઈ છે. લાગે કોઈ રોશની કદી આવશે નહિ એના જીવન માં. અને ક્યાંક આવતી હશે તો એ ખુદ પણ કદાચ કદી પણ નહિ આવવા દે. એવું નથી કે એ દુઃખી છે એટલે હમેશાં રડતી રહે છે, માયુસ ચહેરો લઈ ને ફરે છે. અગર એ એવું કરવા વિચારે તો પણ ના કરી શકે કેમ કે એના ઉપર એના ઘર ની જવાબદારીઓ પણ છે.
નિશા...એક સારી કહી શકાય એવી બિઝનેસ વુમન છે. કોર્પોરેટ બિઝનેસ, અને એના ક્ષેત્ર માં એક ખૂબ સારું નામ પણ છે એનું. સુંદર અને મીઠ્ઠો અવાજ. સામે વાળી વ્યક્તિ ને દુર થી પણ પોતાના તરફ આકર્ષવા માટે પૂરતો છે એનો અવાજ. એની સરખામણી દરિયા સાથે જ થયી શકે. કેમ કે દરિયો પણ શાંત તો બહુ જ શાંત અને જો વીફરે તો બધું તહેશ નહેશ કરી નાખે. નિશા નું પણ એવું જ છે. એની મોટી આંખો સમંદર જેવી છે એની ગાહેરાઈ માં હર કોઈ ડૂબી જાય. એકવડિયો બાંધો, આજ ના શબ્દો માં કહીએ તો નેકસ્ટ ડોર ગર્લ જેવી છે નિશા.
આજ પણ એ એનું કામ કરે છે. પોતાની તીવ્ર બુદ્ધિ થી ઘણી બધી બાબતો માં એ આગળ છે એના કાર્યક્ષેત્ર માં, એના બાકી ના મિત્રો કરતા. અને મિત્રો પણ કેવા બધા જીગરજાન મિત્રો. લગભગ 15,16 વર્ષ જૂની મિત્રતા. હવે તો બધા અલગ અલગ શહેર માં જોબ કરતા હોય પણ હા શનિવારે સાંજે બધાં મળે જ અને ત્યારે બધા ને હાશ..લાગે. પૂરી શનિવાર ની સાંજ, રવીવાર ની સાંજ ખતમ થયી જાય પણ ના એમની વાતો ખતમ થાય ના મજા. શનિ રવિ આ બધા ની એક અલગ જ દુનિયા હોય. અને મિત્રતા નો પણ એક અલગ જ નશો હોય છે. સમીર, શીતલ,અજય,ધવલ,નીલ,ક્રિષ્ના,નિખિલ,સાગર,ઝીલ ,ભૂમિત અને નિશા. આ લોકો ની એક અલગ દુનિયા. કોઈ થી કશું પણ છૂપુ નહિ. નિશા ખુદ ને બહુ લકી માને એવા સારા મિત્રો હોવાથી.
આજ થી થોડા વર્ષ પહેલા જ્યારે નિશા એ પોતાનો બિઝનેસ શરૂ કર્યો ત્યાર ની વાત છે. એક એક વ્યક્તિ ના પરિચય માં આવે છે. એ વ્યક્તિ એટલે સુમિત. સુમિત ને નિશા પહેલી નજર માં જ ગમી ગઈ હતી. જ્યારે પણ મળતાં કામ અર્થે હર વખત સુમિત એ જતાવતો કે એને નિશા ખૂબ પસંદ છે. નિશા ને ખ્યાલ હતો પણ એ વધારે ઇગ્નોર કરતી આ વાત ને. પણ થોડા વર્ષ પછી પણ સુમિત નો આવો જ પ્રેમ જોઈ ને નિશા પણ પસંદ કરતી થયી ગઈ. બંને ફોન પર કલાકો વાતો કરતાં. એક જ શહેર માં હોવા છતાં ક્યારેક બે ત્રણ મહિને મળતાં. પણ બંને ને એમાં કશું અજૂગતું ના લાગતું કે એટલે બધા સમય પછી મળ્યાં.
સમય એનું કામ કર્યા કરે છે. 10 વર્ષ પસાર થઈ ગયા. એની હરે એક મુશ્કેલી એ સુમિત સાથે શેર કરતી અને સુમિત પણ એનો હલ નીકાળી આપતો. આ એક અલગ પ્રેમ હતો જેમાં કોઈ બંધન નહોતું, પૂછપરછ નહોતી...પણ પ્રેમ કોઈ હદ વગર નો બેહદ હતો...બિઝનેસ માં એક ગંભીર છાપ ધરાવતી નિશા સુમિત પાસે બાળકી બની જતી. અને સુમિત પણ એની એ હરેક વાત પર ખુશ થતો.
આમ જ વર્ષો વીતતાં ગયાં. આટલા વર્ષો માં એ બંને ઘણી વાર મળ્યા હશે. એકાંત માં પણ મળ્યાં હતા પણ કદી કોઈ મર્યાદા નથી ઉલ્લેગી. કદાચ એ જ કારણ હતું કે બંને આટલા નિખાલસ રીતે વાત કરી શકતા હતા.
આવા જ દિવસો માં એક વાર સુમિત નિશા ના ઘરે આવે છે. બંને વાતો કરે છે. નિશા એની મસ્તી માં સુમિત ની મજાક કરતી હોય છે. આજે ઘરે કોઈ હતું નહિ નિશા ના.
બંને બેઠાં હતા સુમિતે નિશા નો હાથ પકડી રાખ્યો હતો. આજ પહેલી વાર નિશા પણ અલગ મહેસૂસ કરી રહી હતી. સુમીતે એને કિસ કરી. અને નિશા એનામાં ખોવાઈ ગઈ. બંને ક્યારે એકાકાર થયી ગયા ખબર જ ના રહી. કઈ ખોટું કર્યા ની લાગણી નહોતી એક અલગ જ આનંદ હતો બંને ને. થોડા વખત પછી સુમિત ઘરે જવા નીકળ્યો. જે નિખાલસ મસ્તી હતી એ આજે પહેલીવાર હક માં બદલાતી લાગી બંને ને. રાત્રે ફોન પર વાતો કરતાં પણ નિશા અલગ ફીલ કરી રહી હતી .નિશા કંઇક અલગ જ દુનિયા માં વિચરતી હોય એવું ફીલ કરતી હતી. સુમિત ના ખ્યાલ માત્ર થી એ રોમાંચ અનુભવતી હતી હવે. વહેલી સાંજ પડે એની રાહ જોતી નિશા કે રાત્રે સુમિત સાથે લાંબી વાતો કરી શકે.રતો એને ટૂંકી લાગવા લાગી હતી. નિશા જાણે કે દિવા સ્વપ્નો માં રાચવા લાગી હતી. પણ...
થોડા દિવસ પછી નિશા ને ફીલ થાય છે કે સુમિત માં કોઈ બદલાવ આવી રહ્યો છે. એ સમજી નથી શકતી.પણ કામ ના કારણે બીઝી હશે વિચારી ને પોતાના કામ પર ધ્યાન આપે છે. શનિવારે ગ્રુપ માં મળે છે બધા ને. એની એક ફ્રેન્ડ ને એ બધી હકીકત જણાવે છે. આમ કરતાં એક પૂરું વીક ખતમ થતી ગયું. ના સુમિત નો કોઈ ફોન ના કોઈ મેસેજ. અગર વાત થાય તો 2,કે 3 મિનિટ . નિશા હર્ટ થાય છે. પણ પછી એ સામે થી કોઈ ફોન કે મેસેજ નથી કરતી. હજારો પ્રશ્નો એના દિમાગ માં આવે છે કે લાસ્ટ 10 વર્ષ થી જે માણસ આટલો ઓનેસ્ટ રહ્યો એ અચાનક કેમ બદલાઈ રહ્યો છે !!!. આવા જ વિચારો માં એક દિવસ એ સુમિત ને કોઈ બીજી યુવતી સાથે જોવે છે .
કશું પણ રિએક્ટ નથી કરતી નિશા. પણ જે માણસ માટે એને એટલું બધું માન હતું એ ખતમ થઈ ગયું . એની અંદર એક ઘૂઘવતો દરિયો ઉમટી રહ્યો હોય છે.
ઘણા સવાલ છે એના એ ઘુઘવતા દરિયા જેવાં મન માં. પણ હવે એ પૂછવાનું મન નથી થતું એને. બધા સાથે હોય ત્યારે હસી ને વાતો કરતી નિશા એકલા માં ખૂબ ઉદાસ રહે છે. મતલબ આ 10 વર્ષ એ એક દિવસ માટે સુમિત એ પસાર કર્યા હતા??? કોઈ નિખાલસ પ્રેમ નહોતો??? આજ એને સુમિત ની હર એક વાત જુઠ્ઠી લાગી રહી છે જે એને અત્યાર સુધી સુમિત એ કહી હતી.
નિશા આજ ના જમાના ની યુવતી છે. એ પોતાના કામ પર ધ્યાન આપે છે પણ પહેલા જે નિશા સાંજ પડવાની રાહ જોતી હતી આજે એ જ નિશા સાંજ પડતા ગભરાઈ જાય છે. એ પીડા જેને એ સહેન નથી કરી શકતી છતાં પણ રોજ એ પીડા, એ દુઃખ માંથી પસાર થઈ રહી છે .
આજ ની ઘણી બધી લવ સ્ટોરી માં આવું જ થાય છે પણ એ પીડા, એ દુઃખ તો જેના પર વીતી રહી છે એ જ સમજી શકે . હા એને એક નિર્ણય જરૂર લઈ લીધો કે હવે કદી સુમિત ના કોન્ટેક્ટ માં પણ નહિ આવે. લાખ સવાલ દિલ માં હોવા છતાં એ પૂછવા માટે પણ કદી વાત નહિ કરે. ભરોસા શબ્દ પર થી એનો ભરોસો જ ઊઠી ગયો છે આજે. અને એ જે પીડા અનુભવી રહી છે એના પછી તો કદી ભરોસો શબ્દ એ બોલી પણ નહિ શકે ....
દુઃખ થાય છે મને, નીશા ઓ માટે નહિ પણ એવા સુમિત ઓ માટે જેમને કદાચ પ્રેમ, માન શબ્દો નો મતલબ જ ખબર નથી હોતો. અને માન થાય છે નિશા જેવી યુવતીઓ માટે કે જે એવા ખોખલા પ્રેમ માટે કોઈ ખોટું પગલું નથી ભરતી. અને પોતાના કામ ને આગળ વધારે છે....ના કે એવા જુઠ્ઠા ખોખલા પ્રેમ ને યાદ કરી ને રડી ને પોતાની જિંદગી બરબાદ કરે છે ....