I and Krishna flute - 9 - Wrath of Radha in Gujarati Fiction Stories by ananta desai books and stories PDF | હું અને કૃષ્ણ વાંસળી - 9 - રાધાનો ક્રોધ

Featured Books
Categories
Share

હું અને કૃષ્ણ વાંસળી - 9 - રાધાનો ક્રોધ

રાધાનો ક્રોધ

“કેમ કાન્હા? કેમ?? આટલી બધી સ્ત્રી નો મોહ કેમ? શું કોઈ એક સ્ત્રીથી તમે
નથી થાકત??” ગુસ્સામાં આગબબૂલી થયને રાધાએ પૂછી નાખ્યું.
“પ્રિયે રાધિકે... તમે સારી રીતે જાણો છો હું મારા કર્તવ્યોથી બંધાયેલો છું અને પ્રેમ
તો હું માત્ર એક ને જ કરું છું” “હવે તમે પણ?? તમે પણ મારા પર આક્ષેપ
મુકશો? તો ક્યાં જઈશ હું? આટલી બધી રાણીઓ, રૂકમણી અને સત્યભામા
બધાને જ સમજાવતો રહુ છું પણ મારા હૈયાનું દુઃખ ઠાલવવા માટે એક પાસે જ
આવુ છું અને એ એક તમે છો પ્રિયે. જેની સામે મન મુકીને રડી શકુ છું. મારી
દુનિયાદારીની તકલીફોનો બોજ ઠાલવું છું”
“જાણુ છું કાન્હા... તમને પણ અને તમારી તકલીફોનો પણ. પણ શું કરું હું પણ
બંધાયેલી છું. તમારી સાથે સમય વીતાવવા કે તમારી સાથે જીવવાની ઈચ્છા સાથે”
“મજબૂર થય જાઉં છું, ક્યારેક ક્યારેક આ બધી વ્યથાઓથી, વિચારોથી અને એ
સવાલથી કે કેમ હું આટલી આતુરતાથી કાગડોળે તમારી રાહ જોતી હોઉં છું? એ
ચિંતા છે કે વ્યથા, પ્રેમ છે કે પ્રથા, એ શાંતિ છે કે ચિંગારી?” 
“પણ સાચુ કહુ કાન્હા હવે શાંતિ જોઈએ છે ચીર શાંતિ. હવે થાક લાગવા માંડયો
છે એ કાન્હાનો જે માત્ર આખી દુનિયાની ચિંતા મારી સામે વ્યક્ત કરે છે, મારા
વિશે વાત નથી કરતો. થાક લાગવા માંડયો છે આ કૃષ્ણનો જ્યાં રાહ જોયા પછી
પ્રેમાલાપ ની જગ્યા એ યુદ્ધની નીતિ કે પછી સંસારની વિધિઓની ચર્ચા કરાતી
હોય છે”
“સમજુ છું, તમારી દરેક વાત સમજુ છુ પણ દુનિયા માટે તો હું ઈશ્વર છું. તમે
એક જ તો છો જેને હું કંઈ પણ કહી શકુ છું. તો શું કરુ હું?”
“પ્રેમ કરો કાન્હા... ના નથી પાડતી, ફરીયાદ નથી કરતી. પણ હા, હવે તમારા
પ્રત્યેની લાગણીઓ વિશે વાત કરતા ડરુ છું, પ્રેમ કરતા ડરુ છું. કારણ કે, મારા
કાન્હાના મનમાં તો પ્રેમનો વિચાર સુધ્ધા નથી. અને એ દરેક વસ્તુ મને ડરાવે છે.
જે મને તમારા આત્મા થી દૂર કરે છે.” “હું તમારા આત્માની નજીક રહેવા માંગુ છું.
તમારી થય તો નથી શકી પણ હા એ એક અતૂટ પ્રેમાલાપ જે તમે પણ મારા
સિવાય કોઇ સાથે નહીં કર્યો હોય એ ઝંખુ છે. સ્થિર થઈ જવા માંગુ છું અને એના

માટે અતુટ વિશ્વાસ જોઈએ છે. અને એ વિશ્વાસ માટે તમારી બે લાગણી ભીની
વાતો જે મારા વ્યથીથ મન ને શાંત કરી દે.”
“હા કરુ છું. હું પણ તો તમારા સિવાય ક્યાં કોઇ સાથે આવી વાતો કરી જ શક્યો
છું? તમે મારા રોમ રોમમાં, જ્ઞાનના ભંડાર માં, મારા મસ્તિષ્કના દરેક વિચારમાં,
લોહીની જેમ ભળી ગયેલા છો. તમે મારી અંદરનું નિરંતર વહેતું જળ છો.”
“હા એ જ... એ જળ જ તો હું થય જવા માંગુ છું. જ્યાં વહેવડાવો ત્યાં વહી
જાઉં” 
“એ જળ જ તો છે એ શાંતિ. એ શાંતિ તમારી અંદર જ છે. થોડી ધીરજ રાખો
અને પ્રેમ કરતા રહો. શાંતિ નો ભંડાર તમારી અંદરથી ઉજાગર થશે”

 

રાધાની ઉદાસી

“કેમ દેવ કેમ? મારી સાથે જ આવી દૂરી કેમ? કેમ મારી અંદર આટલા બધા
સવાલો ભરમાર છે? કેમ તારા વગરની એક પણ પળ નિષ્ક્રીય લાગે છે? કેમ દેવ
કેમ?” “કેમ કરી તમે આવી નાઈન્સાફી મારી સાથે? શું માંગ્યું હતું!! તમારા સાથ કે
પછી વિશ્વાસ સિવાય બીજું કંઈ? અને કેમ આપી દીધી આવી નિરાધાર નિરાશા.
શું છે એવું? આ કયાં જન્મ નું ફળ છે? કયાં કર્મોનીઆવી નિરાધાર ઉદાશી છે?
કેમ દેવ કેમ?” 
“આજે દાસી થઇને નહી... રાધા બનીને સવાલ કરું છું. આજે મિત્ર બનીને
નહી... પ્રિયતમા બનીને સવાલ કરું છું” “હા જાણું છું તમે તમારી વફાદારીના કોઈ
બોલ ના હતા આપ્યા. તમારું આવવાનું કોઈ વચન ના હતુ આપ્યું. પરંતુ તમારી
આંખો, તમારી આંખોએ હજારો વાર કરેલા વચનોનું શું દેવ? બોલો દેવ બોલો?
આજે કેમ જવાબ નથી આપતા? બોલતા નથી? છે કોઈ કારણ આ ચૂપીનું?...”
“ના પ્રિયે ના... કોઈ કારણ નથી. બસ હું ગુનેગાર છું અને સજા હું પણ ભોગવવું
જ છું. તમારાથી દૂર થઈ જવાની” “આ નિયતિ નું રૂદન છે. દુઃખ દરેક પળે અને
દરેક ક્ષણે થાય છે. તમને મળવા ના આવી શકવાનું પણ મજબૂરી પ્રિયે,
મજબૂરી…” 
“ના તો હું મારા કર્તવ્યોથી વિમુખ થઈ શક્યો છું ન તો તમને થવા દેવા માંગુ છું. હું
તમને ભરપૂર ચાહું છું અને ચાહતો રહીશ પણ માફી પ્રિયે... માફી કદાચ દુનિયાના
કર્તવ્યોની વાતમાં હું તમારા પ્રત્યેના સ્નેહને ભૂલી ગયો છું. ક્યાં તો કદાચ ભૂલી
નથી ગયો પરંતુ નિભાવી નથી શક્યો. આ વખતે સજા ભોગવવા આવ્યો છું. જે
થય ગયુ છે એ બદલી નથી શક્તો પણ હા એનો અફસોસ જરૂર છે. એટલે વગર
બોલ્યે તમારી દરેક ફરીયાદ, તમારો ક્રોધ, તમારો મોહ, તમારી અધિરાઈ, તમારી
દરેક વાત રીતભાત બધુ જ સર આંખો પર. માત્ર અને માત્ર તમારુ મૌન કરડવા
દોડે છે. તમે મને ગુસ્સાવાળા જ પ્રિય છો. તમે મને ફરીયાદ કરતા જ સારા લાગો
છો. તમારી દરેક વાત મને હંમેશા મીઠી મિસરી જેવી લાગી છે” “પણ તમારું
મૌન…” “તમારું મૌન મને ફૂલની સાથે કંટકો ની જેમ કરડે છે. મારા દિલની અંદર
વારે વારે ચૂભે છે”

“કેમ દેવ કેમ? મને આટલી બધી ફરિયાદ કેમ છે? મને મીરાં જેવી નિસ્વાર્થ કેમ
નથી બનાવી? હું મીરા બનવા માંગુ છું. એના જેવું ગીત ગાયને આ દુનિયાથી
તમારી સારી યાદો સાથે વિદાય લેવા માંગુ છું. રાધા નો ભાર હવે નથી જેલાતો.
હું, મારું મન, મારો આત્મા હવે મારી પોતાની જ અધિરાઈ, ફરિયાદ અને
વિચારોથી થાકી ગયુ છે” “શું રાધાની નિયતી હૃદય પર આટલો મોટો બોજ લઈને
ચાલ્યા કરવાની હતી. મીરાં ખુલીને કહી તો શકે છે કે હા ચાહે છે એ તમને. અને
હું, હું અભાગી રોજ રાસ રમું છું, તમારી સાથે છતાં પોતાની જાત સાથે પણ વાત
નથી કરી શકતી કે હું ચાહુ છું તમને”
આના પછી કાન્હા કોઈ જવાબ નથી આપતા માત્ર કલાકો સુધી મૌનની સાંત્વના
આપે છે.