કપીલ ની વંશીદા સાથે એકાંત ની આ પેહલી મુલાકાત જાણે એક એક સેકન્ડ એક કલાક માં વીતી રહ્યા હતા.
"અબ ઘડી એ ક્યારે આવી ચડશે, મારા પિયુ મિલન ની આસ
જોઉં એને હું એ પળ માં જ્યારે, મારી સાંસો જેમ થમી પડશે"
કપીલ જેટલી ટ્રેન જાય છે તેને લાગે છે કે હવે જે ટ્રેન આવે તેમાં તે હશે. આમ કરતાં કરતાં ઘણી ટ્રેનો 10 મિનિટ માં પસાર થઈ જાય છે.
કપીલ ને હવે રહેવાતું નથી, કપીલ નો આ સમય જાણે એક તક હોય જે તેને એ ક્યારેય ખોવા નથી માંગતો, જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેના ધબકારા વધતા જ જાય છે, સ્ટેશન ના સ્પીકર માં એનાઉન્સમેન્ટ થાય છે કે ટ્રેન 15 મિનિટ મોડી આવવા ની સંભાવના છે.
કપીલ ભગવાન ને હાથ જોડી આકાશ સમુ જોઈ ને કહે છે કે તું મારી સાથે કેમ મજાક કરે છે. કરોડો લોકો છે તને એમાં પજવવા હુંજ મલું છું.
કપીલ નું ધ્યાન ભગવાન સાથે ની તર્ક વિતર્ક માં ચાલી રહ્યું હતું.
એટલા માં દૂર થી ધીરે ધીરે એકા એક એક ટ્રેન સ્ટેશન પર આવી ઉભી રહે છે. અને સંજોગો વસાત જે જગ્યા એ કપીલ ઉભો ભગવાન સાથે પોતાની વ્યથા કહી રહ્યો હોય તેજ જગ્યા એ ટ્રેન નો ડબ્બો જેમાં વંશીદા છે તે આવી ને ઉભી રહે છે.
ટ્રેન માંથી ઉતરતા વંશીદા એ આજુ બાજુ નજર ફેરવી તેટલા માં જોવે છે, કે કપીલ ત્યાં છે કે નહી, બધે નજર ઘુમાવ્યા બાદ એક જગ્યા એ તેની નજર જાય ત્યાં ઉદાસ ચેહરા સાથે કપીલ આકાશ સામે જોઈ કોઈ વાતો કરતો દેખાઈ પડ્યો.
કપીલ હજુ તેના ધૂન માં જ છે તેને ખબર જ નથી કે તેની આસપાસ કોણ છે, કોણ આવે ને કોણ જાય છે. ત્યાં અચાનક એક હાથ તેના
ખભા પર આવે છે ને એક અવાજ આવે છે.
"કપુ"
કપીલ જાણે જાગતા સપનાં જોતો હોય તેમ પાછળ વળી ને જુએ તો વંશીદા તેની પાસે હોય છે.કપીલ ને એ ભાન જ નથી કે ક્યારે ટ્રેન આવી ક્યારે વંશીદા ટ્રેન માંથી ઉતરી ક્યારે તેની પાસે તેની બાજુમાં આવી.
એક અનોખી ચમક એક અનોખી ખુશી તેની આંખો માંથી છલકાઈ રહી હતી.
કપીલ કંઈ કહે તે પહેલાં જ વંશીદા કહે છે.
વંશીદા: કપુ! આમ શું ગાંડા ની જેમ આકાશ માં જોઈને કોની સાથે વાત કરી રહ્યો છે.
કપીલ: ( હસતાં હસતાં)અરે ! કોઈ સાથે નઈ અને વંશીદા તું ક્યારે આવી?
વંશીદા: લે તને હું ક્યારે આવી તે પણ ખબર નથી તો ક્યાંક તો ખોવાયો હતો ને ? સાચું બોલ. અને સોરી યાર મને આવતા આટલું મોડું થઈ ગયું.
કપીલ: અરે કંઈ વાંધો નઈ.
સમય ઘણો થઈ ગયો હતો. વંશીદા ભર ઉનાળા માં બપોર ના સમયે પોહચી તો પસીનો પસીનો થઈ ગઈ હતી.
વંશીદા: કપીલ બહું મોડું કર્યું ને મેં ચાલ આપડે કોઈ જગ્યા એ જઈએ મારી પાસે સમય ઘણો ઓછો છે ને વાતો ઘણી કરવી છે. અને હા મને ભૂખ પણ લાગી છે, તું મને શું ખવડાવીશ?
કપીલ: હાં! ચાલ પેહલા આપડે સ્ટેશન ની બહાર નીકળીએ.
વંશીદા ને કપીલ ચાલતા થાય છે ને તેમની વાતો ત્યાર થી જ શરૂ થઈ જાય છે. વંશીદા ના મગજ માં અચાનક કંઈ સુજે છે ને કપીલ ને કંઈ કહે છે.
વંશીદા: કપીલ તને ખબર મેં તને આજે કેમ મળવા બોલાવી?
To be continue.......