Ek Poonamni Raat - 115 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ - 115

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ - 115

એક પૂનમની રાત

પ્રકરણ-115

       હેમાલી દેવાંશને ગતજન્મોનો ઋણ વ્યવહાર યાદ કરાવી રહી હતી એ દેવને ખૂબ પ્રેમ કરતી હતી અને પ્રેમ વાસનાની ક્ષણે થયેલો એને તિરસ્કાર અને અધૂરી વાસનાની તડપે એ ક્ષણે અકસ્માતે ગયેલો જીવ અવગતીયો થયો પ્રેતયોનીમાં પ્રવેશ્યો. એણે કહ્યું હું છતાં તનેજ ભોગવતી રહી અને હવે.. ત્યાં... દેવાંશે કહ્યું હેમાલી.. હાં મને બધુ યાદ આવી રહ્યું છે પણ એમાં મારો વાંક ક્યાં હતા ? તારો એક તરફી પ્રેમજ તને પ્રેતયોનીની ગર્તામાં લઇ ગયો. હું માત્ર મારી વિરાજને પ્રેમ કરતો હતો...

       મારામાં આજે પણ રાજવી લોહી વહે છે. આજનાં મારાં પિતા પણ ગતજન્મે રાજવીજ હતાં. મે વિરાજને અપાર અમાપ પ્રેમ કર્યો તું પ્રેતયોનિમાં હોવાં છતાં તારાં કોઇ સંકલ્પ બળે મને ભોગવતી રહી પણ હવે....

       દેવાંશ આગળ બોલે પહેલાં નાનાજીએ કહ્યું હવે એની સદગતિ થશે આજેજ આજે પૂનમનો દિવસ છે આજે એનો મુક્તિનો પણ દિવસ છે. તારાં અને વ્યોમા વચ્ચેનો અંતરાય દૂર થઇ જશે... આમ વાસના પૂર્તિ હવે નહી થાય...નાનાજી આગળ કઈ બોલે પહેલાંજ હેમાલીએ એનું અસલ રૌદ્ર સ્વરૃપ બતાવ્યું આખા ખંડમાં અટારીથી આખાં મહેલમાં આંધી જેવો પવન વાવા માંડ્યો હેમાલીએ વ્યોમાને તાબામાં લીધી કોઇને કંઇ ખબર પડે પહેલાંજ વ્યોમામાં પ્રવેશ કર્યો. વ્યોમાનાં હાવભાવ બદલાઇ ગયાં. દેવાંશને વશ કર્યો ફરી ભૂલામણી થઇ એને હેમાલીની હાજરી ના ખબર પડી એણે વ્યોમા તરફ જોયું વ્યોમાએ દોડીને દેવાંશને આલીંગન આપી દીધું અને દીર્ધચૂંબન લઇ લીધું.

       વ્યોમાએ કહ્યું દેવું આજે પૂનમ છે ચાલ અહીંથી ઉપર પાછાં કેવો શીતળ પવન વહી રહ્યો છે આજે કેટલાય દિવસ પછી મને ખૂબ પ્રેમ ઉભરાઇ રહ્યો છે અને દેવાંશ...

       આ બાજુ હેમાલી વ્યોમાના શરીરમાં પ્રવેશ કરીને સક્રીય થઇ ગઇ એને દેવાંશને પાછો ઉપર લઇ જઇ રહી. ત્યાં બેઠેલાં બધાં સ્તબધ થઇ ગયાં આજે બધાએ નજરો નજર જોયું કે.. ત્યાં વિક્રમસિહજીએ કહ્યું નાનાજી આ લોકોને રોકો... મારાથી જોવાતું નથી. અને સિદ્ધાર્થે પણ  સાક્ષી બની રહ્યો.

       નાનાજીએ કહ્યું અત્યારે કોઇ વિધી વિધાન કરવું કપરું અને જોખમી છે એમણે સિધ્ધાર્થ, મામાજી, વિનોદભાઇ બધાની મદદ લઇને હવનયજ્ઞની તૈયારી કરવા માટે આદેશ આપ્યો. ડો.દેવદત્તજીએ કહ્યું ગુરુજી હવે આ પ્રેત અંતિમ પ્રયાસે છે એને રોકવું અઘરૂ છે પણ સાથે સાથે ઉત્તમ સમય ઘડી છે આપ હવનયજ્ઞની તૈયારી કરો આમ પણ પૂનમતો બેસી ગઇ છે સવારનાં 11.00 વાગવા આવ્યા છે આપણે વિધી વિધાન શરૂ કરી દઇએ.

       નાનાજીએ કહ્યું હાં તમારી વાત સાચી છે અને એમણે પ્રધ્યુમનસિહ અને રાગીણી દેવીને યજ્ઞની પૂજામાં બેસવા માટે આમંત્રણ આપ્યું. રાગીણીદેવીએ કહ્યું ગુરુજી હું જાણુ છું આ વાત.. દિવાન પ્રભાશંકરજી મારાં નાનાજી હતાં અને હેમાલી મારી માસી તેઓએ કુંવર દેવેન્દ્રસિહનેજ પ્રેમ કરેલો એમનો પ્રેમ એટલોજ સાચો અને પવિત્ર હતો એ સમયમાં દેવેન્દ્રસિહ ખૂબ દેખાવડાં અને બહાદુર રાજકુંવર હતાં બંન્ને વચ્ચે ગાઢ મિત્રતા હતી માસી સમયસર પ્રેમ વ્યક્તિ ના કરી શક્યાં સંકોચમાં રહ્યાં. અને કુંવર દેવેન્દ્રસિહ રાજકુમારી વિરાજને પ્રેમ કરતાં હતાં. એમની આંખો નમ થઇ ગઇ એમણે હાથ જોડી નાનાજીને વિનંતી કરી કે ગુરુજી હેમાલીને છેલ્લીવાર પ્રેમ.... એમ કહેતાં સંયમ જાળવી ચૂપ થઇ ગયાં...

       બધાએ હવનયજ્ઞની તૈયારી કરી દીધી. રાજા અને રાણી યજ્ઞ માટે બેસી ગયાં. બધા યજ્ઞની આસપાસ હાથ જોડીને ગોઠવાઇ ગયાં. નાનાજીએ પોતાનું સ્થાન લઇ લીધુ સિધ્ધાર્થ પણ વિક્રમસિહજીની બાજુમાં બેઠો હતો.

       ડૉ.દેવદત્તજી, કમલજીત, નાનાજી બધાં મંત્રોચ્ચાર બોલી રહેલાં અને નાનાજીએ યજ્ઞમાં અર્ધ્ય આપવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે શ્લોક અને શાસ્ત્રાર્થ ચાલુ થયો એનો ઉચ્ચારણ અવાજ મોટો થઇ રહ્યો અને આંખા મહેલમાં એનો ગૂંજારવ સંભળાઇ રહ્યો હતો.

       વ્યોમા દેવાશને લઇને અટારીમાં પહોચી એણે દેવાંશની આંખમાં આંખ પરોવીને કહ્યું મારાં દેવ તું મારું વચન યાદ કરી પૂનમનાં દિવસે અહીં આવ્યો. મને ખૂબ ગમ્યું આજનાં તારાં આગમનથી મને કેટલો આનંદ થયો છે તને કલ્પના નહીં હોય. આજે વર્ષો કે જન્મોની ભૂખ દૂર થશે. મારાં દેવ હું તને ખૂબ પ્રેમ કરુ છું એમ કહી દેવાંશને વળગીને ધુસ્કે ને ધૂસ્કો રડી પડી...

દેવાંશે કહ્યું પ્રિયે તું કેમ રડે છે ? આપણું મિલન તો આનંદનો અવસર છે આવ મારી પાસે તને ખૂબ પ્રેમ કરું હેમાલી બીજા દુઃખ ભૂલી દેવાંશનાં આહવાનથી એને વળગી ગઇ બંન્ને જણાં અટારીમાં ઠંડા પવનની લહેર સાથે એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં. હેમાલીએ કહ્યું દેવ તારી તરસ કદી મટી નથી મટશે નહીં સંતોષાશે નહીં આપણે ઉપર આવે કેટલો સમય થયો ? તને ખબર પડી ? તારાં સાંનિધ્યમાં અને તારી બાહોમાં વીંટળાઇને બસ તારાં સ્પર્શનો આનંદ લઊં છું મારી એક એક ઇન્દ્રીતય અત્યારે ઉત્તેજીત છે મારાં રોમ રોમમાં તારો પ્રેમ તરસું છું મને તારામાં એવી સમાવી લે કે મને કદી તારો વિરહ ના સાલે.. દેવ મને તારામાં લઇ લે દેવ...

       દેવાંશ વ્યોમામાં રહેલી હેમાલીને જાણે સંતોષી રહેલો એની વાચાને સાંભળી રહેલો અને હેમાલીનો જીવ એને સમર્પિત હતો હેમાલીનો આત્મા બોલ્યો કેટલીયે રાત્રીઓ મે તારાં વિરહમાં વિતાવી છે આપણે પ્રેમ કરતાં કરતાં સંધ્યા થઇ ગઇ સૂરજ આથમી ગયો હવે મીઠી ઠંડી રેશ્મી રાત્રી આવશે તારાં અને મારાં અંગ અંગ એકબીજામાં પરોવી દઇએ દેવ મારી પાસે હવે સમય ઓછો છે.

       દેવાંશ કહે આપણે એકમેકમાં છીએ અંગથી અંગ પરોવાયા છે આપણને કોણ જુદા કરશે ? આવ મારી જાન. હેમાલીને સમય પસાર થઇ રહેલો એમ એમ ઉત્તેજના વધી રહેલી એને હવે વાસના સંતોષવી હતી એનો અવાજ બદલાવવા લાગ્યો એનો અવાજ તરડાઇ રહેલો એનો પ્રેતજીવ બેબાકળો થવા લાગેલો એણે દેવાંશને કહ્યું દેવ જોતો નથી ? સાંભળતો નથી ? હવે બધી ઋચા શ્લોક મારી મુક્તિ માટે બોલાય છે આપણી જુદાઇ થાય એનું નિર્માણ કરી રહ્યાં છે મને.. તારામાં... મને... તું મારામા આવીજા. જો રાત્રી પડી ગઇ પૂર્ણ ચંદ્રમાં દેખાઇ રહ્યો છે મારી સદગતિ અને વિદાયની વેળા નજીક છે દેવ તું મારામાં આપી જા દેવ.. અને દેવાંશ હેમાલીમાં જાણે પ્રવેશી ગયો બંન્નેનાં અંગ અંગ એક થઇ ગયાં પરાકાષ્ઠા એનાં ઉચ્ચતમ શીખર પર હતી મૈથુન ક્રિયા ખૂબ ઝડપથી દેવ કરી રહેલો અને ત્યાં વ્યોમાએ જોરથી ચીસ પાડી.. દેવ..દેવ...દેવ.. અને ત્યાં મોટો પ્રકાશ ઝળક્યો અને દેવ અને વ્યોમા છુટા પડીને ફર્સ પર પડ્યાં અને મૂર્છામાં સરી ગયાં.

       અહીં હવનયજ્ઞમાં અગ્નિ ભડકે ને ભડકે બળી રહેલો નાનાજીએ સંકલ્પનું અંતિમ અર્ધ્ય હોમ્યું અને મોટો જબરજસ્ત અગ્નિ સળગ્યો અને એગ્નિમાંથી જાણે ચીસ નીકળી દે..દે..દે..વ...વ.. અને પછી અચાનક શાંત થઇ ગયો.

       નાનાજી અને ડૉ.દેવદત્તજીનાં ચહેરાં પર હાસ્ય આવ્યું એવો સંતોષ વ્યક્તિ કર્યો અને બોલ્યાં એક જીવ સદગતિ પામ્યો અને વ્યોમા દેવાંશની કાયમી તકલીફ દૂર થઇ ગઇ ઇશ્વરે હેમાલીને સદગતિ આપી દીધી બંન્ને છોકરાઓ હમણાં જાતેજ ભાનમાં આવી જશે. મહારાણી રાગીણીની આંખમાંથી આંસુ આવી ગયાં એ બોલ્યાં કેટલાય સમય પછી જીવ સદગતિ પામ્યો અને કેટલી અદમ્ય પીડામાંથી મુક્તિ મળી.

       નાનાજીએ કહ્યું હાં એ પ્રેતજીવ તથા આ મનુષ્ય યોનીમાં રહેલાં વ્યોમાં અને દેવાશને પણ શાંતિ મળી. હવે તેઓ એમનું કુદરતી પ્રેમ જીવન પણ જીવી શકશે.

       વિક્રમસિહજીએ નાનાજીનો આભાર માન્યો. નાનાજી કહે છે કે હું એમને ગુરુ છું એ મારાં યજમાન છે તમારો દેવાંશ રાજકુમાર દેવેન્દ્ર હતો રાજવી લોહી છે તમે પણ રાજ્યનાં ઠાકોર હતાં. ત્યાં બાજુમાં બેઠેલો સિધ્ધાર્થ બોલ્યો ગુરુજી હવે મીલીંદનો જીવનો સદગતિ હવન કરો... ત્યાં નાનાજી એ કહ્યું બધાં કામ થશેજ પણ એક જીવન એક પ્રખર અઘોરણ તારી રાહ જોઇ રહી છે પહેલાં એની વિનંતી મારે ધ્યાનમાં લેવાની છે સિદ્ધાર્થે જોયુ તો.... 

વધુ આવતા અંકે - પ્રકરણ - 116