Ek Poonamni Raaat - 114 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ - 114

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ - 114

એક પૂનમની રાત

પ્રકરણ-114

 

       દેવાંશ વ્યોમાંનો હાથ પકડીને ઉપર અગાસીમાં લઇ આવ્યો. આ મહેલ જાણે એનું રહેઠાણ હોય એમ દરેક દાદરા, અગાશી ખંડનું એને જ્ઞાન હતું. આ મહેલનાં કાંગરે કાંગરે એની કથા લખિ હોય એ અહીં જીવી ચૂક્યો હોય એવો એહસાસ હતો.

       વ્યોમાં દેવાંશનો હાથ પકડીને ઉપર ઝરુખામાં આવી ગઇ ત્યાં અટારી તરફ બંન્નેનાં પગલાં પડી રહેલાં. દેવાંશે નભ તરફ મીટ માંડી એની આંખમાં આંસુ આવી ગયાં એણે ચંદ્રમાં તરફ જોઇ હાથ જોડીને પ્રાર્થના કરીકે મારાં અને મારી પ્રિયતમા વ્યોમા વચ્ચે કોણ છે ? બધાં અંતરાય દુર કરો... અધૂરી રહેલી વાસના પ્યાસ કોની છે ? શા માટે છે ? એનું રહસ્ય સમજાવો.

       દેવાંશ અને વ્યોમાં ઝરુખા અગાશીમાંથી પત્થરમાં નક્શીકામથી બનેલ અટારી પર આવ્યા ત્યાં સુગંધી મધુમાલતીની ખૂબ ફેલાયેલી ફૂલોથી લચકતી વેલ હતી વાતાવરણ એકદમ ઠંડુ અને આલ્હાદક હતું જાણે હમણાં પ્રેમાલાપ શરૃ થશે એક પ્રકારની માદક સુવાસ વાતાવરણમાં પ્રસરી રહેલી વાતાવરણમાં બદલાવ ધીમે ધીમે આવી રહેલો પવનની લહેરખીઓ વધુ તીવ્ર બનતી જતી હતી જાણે તોફાનનાં એંધાણ હતાં.

       વ્યોમા અને દેવાંશના હાથ એકબીજામાં હતાં. ફૂંકાતા પવને હવે આંધીનું રૂપ લેવામાં માંડ્યુ હતુ અને ત્યાં સાથે સાથે એક આકૃતિનું નિર્માણ થવા લાગ્યું હતું. પવનનાં માર સાથે બંન્નેનાં હાથ છૂટા પડી ગયાં દેવાંશ આશ્ચ્રર્યથી વ્યોમા સામે જોઇ રહેલો. વ્યોમાને કંઇ સમજાઇ નહોતું રહ્યું.

       ત્યાં હવામાં રચાતી આકૃતિએ રૂપ ધારણ કરવા માંડ્યુ દેવાંશ અને વ્યોમાં કૂતૂહૂલ અને થોડાં ડર સાથે એની સામે જોવા લાગ્યાં હતાં. પેલી આકૃતિ એક સુંદર રાજકન્યા હોય એવી દેખાતી હતી એનાં ચહેરાં પર મીઠું સ્મિત હતું એ એક સ્વરૃપવાન કન્યાની નજર માત્ર દેવાંશ તરફ હતી એ દેવાંશની એકદમ નજીક આવી અને બોલી... દેવાંશ મને ના ઓળખી ? તું મારો દેવ મારો ઇન્દ્ર મારો દેવેન્દ્ર છે... બરાબર મારી સામે જો.. મારાં ચહેરામાં આપણી બધીજ યાદો સંગ્રહાયેલી છે આપણે વીતાવેલી એક એક પળ એમાં અંક્તિ થયેલી છે હું હેમાલી.. દેવ તારી હેમાલી.. તું રાજકુંવરી વિરાજ પાછળ પાગલ હતો હું તારાં પાછળ.. હું દીવાનની દીકરી આપણો સાથે ગુરુજી પાસે ભણતાં જીવનનાં પાઠ શીખવતાં... દેવ તને યાદ છે તું મને ધોડેસવારી શીખવતો હું તો કિશોરાવસ્થાથી તને ચાહવા લાગી હતી તને મનોમન મારો પતિ માની લીધેલો દિવસ રાત તું મારાં મનમાં રહેતો મારાં પર રાજ કરતો એકદિવસ શું થયેલું તને યાદ છે ? તું શું બોલેલો...

       દેવાંશ અવાક બનીને હેમાલીની વાતો સાંભળી રહેલો વ્યોમાને એટલો આધાત લાગેલો કે આ શું બોલી રહી છે ? મારાં દેવાંશના ભૂતકાળને યાદ કરે છે કે શણગારી રહી છે ? પણ એ સાંભળવામાં તલ્લીન થઇ ગઇ એને પણ ગત જન્મનો ઇતિહાસ જાણવો હતો...

       હેમાલીએ કહ્યું દેવ તે ઘોડેસવારી શીખવતાં શીખવતાં ઘોડેસવારી કરતાં મારાં વાળનો સહેલાવી મારાં કાનમાં કીધેલું હજી મને યાદ છે તે કીધેલું હેમુ તું ખૂબ સુંદર છે તારાં આ સોનેરી વાળ મને વધારે સહેલાવે છે તું રાજકુમાર હતો તારામાં વશ પરપરાગત રાજાશાહી હતી તેં એ દિવસે મારાં કાનને ચૂમી ભરી હતી ત્યારે તું વિરાજને ઓળખતો પણ નહોતો. એ દિવસે ખબર નહીં ઘોડાને શું થયું એ કાબૂ બહાર ગયો અને જંગલમાં લઇ આવેલો... સંધ્યા ઢળી ચૂકી હતી અંધકારની ચાદર પૃથ્વી પર છવાઇ રહી હતી હું ગભરાઇ ગઇ હતી કે આવા ઘનઘોર જંગલમાં આપણે કેવી રીતે આવી ગયાં ?

       મારાં દેવ તે એ સમયે કીધેલું હેમુ તું શા માટે ચિંતા કરે છે ? હું છું ને ? દેવેન્દ્ર એટલે દેવોનો રાજા ઇન્દ્ર હું તારી બધી રીતે રક્ષા કરીશ. હું તો સાવ નિશ્ચિંત થઇ ગઇ હતી બલ્કે મને ગમી રહેલું કે આખી રાત્રી આપણે સાથે રહીશું... તું મને પ્રેમ કરીશ હું તને કરીશ.. અને એ પણ પૂનમનીજ રાત હતી ચંદ્રમાની રેશ્મી ચાંદની આકાશામાં છવાયેલી હતી મારામાં પ્રેમની આંધી ચઢી હતી. તું જાણે નભશાસ્ત્રને અભ્યાસ કરતો હોય એમ ચંદ્ર અને તારાઓ ધ્યાનથી જોઇ રહેલો. ઘોડો પણ થાકેલો હતો તે એને ઝાડ નીચે બાંધ્યો એને ઘાસ ખાવા માટે આપ્યું આપણે ખૂબ ઊંચાઇ ઉપર હતાં. તુ મારાં દેવ કેવો શોભતો હતો તારાં કપાળમાં તેજ પ્રકાશતું હતું તારાં ઉપર મોહી પડી હતી મને તને વળગીને પ્રેમ કરવાનું મન થયેલું.. અને દેવ.. તને આકર્ષવા મેં મારી કંચુકી કાઢી નાંખી મારાં કાળા લાંબાવાળ છૂટા કરી દીધાં. મારાં હોઠ તારાં હોઠને સ્પર્શવા આતૂર હતાં મારામાં કામ ઉમટયો હતો પણ તું તો ચંદ્રમાનું ધ્યાન ધરી રહેલો મેં તને બોલાવ્યો પણ તારું ધ્યાનજ નહોતું આપણે પર્વતમાં ઉચ્ચ શીખરે હતાં ત્યાંથી ચંદ્રમાં પણ જાણે હાથવેંત દૂર હોય એવો દેખાતો હતો.

       મારામાં વાસના ફેલાઇ ચૂકી હતી મારી આંખો મારો દેહ તનમન તને તરસતું હતું મેં કહ્યું ચુનરી કાઢી નાંખી અને મારાં શ્વેત પયોધર પણ તને તરસતા હતાં હું તારી નજીક આવી ગઇ તને ભીંસ દઇ વળગી ગઇ પણ મારાં અચાનક આલીંગનથી તું છંડાઇ પડ્યો તે કહ્યું ઈશ્વરનું નામ લેતાં તને અત્યારે વાસના સૂજે છે ? આ કાળી રાતમાં ચંદ્રમાં કેવા શોભે છે ? પ્રેમ કરતાં આવડે છે ? પ્રેમ એ પવિત્ર શબ્દ છે પ્રેમને વાસનાથી અભડાવ નહીં. પ્રેમ શિખરે હોય છે વાસનાં તળેટીમાં... ઊંચ નીચની પરખ પ્રેમમાં કરતાં શીખ.. પ્રેમની, સંતૃપ્તીમાં સંતોષ વાસનાની સંતૃપ્તીમાં પ્યાસ હોય છે હજી આપણાં વિવાહ લગ્ન કંઇ નથી થયાં અને હજી પ્રેમ પણ કબૂલાયો નથી અને તને તારાં તનમાં આગ લાગી ગઇ ? કેવી સ્ત્રી છે તું ? જે ફક્ત વાસનાની ભૂખી છે ?

       હું તને પ્રેમનાં કરી શકું હાં તારાંથી આકર્ષાયો જરૂર હતો તારાં સ્પર્શથી મારું લોહી ગરમ થયેલું પણ આ એકાંતમાં પહેલાં કુદરત સાથે સંયોગ કેળવવો હતો પછી પ્રેમ અને પછી તનની તૃપ્તિ હોય.. તારો પ્રેમતો વાસનાથીજ શરૃ થાય છે એ પ્રેમ નથી છલાવો છે તને તનની જરૂર છે પ્રેમની નહીં પછી એ ગમે તેનું ન હોય.

       મારાં દેવ તે એ દિવસે મારા પ્રેમનું અપમાન કરેલું મને વાસના ભરી સ્ત્રી બતાવી હતી અને વાસના માટે મને કોઇ પણ તન મળે તો હું સ્વીકારુ એવો ટોણો મારી મને ગાળ આપી હતી એ તારો તિરસ્કાર કેવી રીતે ભૂલું એ સમયે મારાં તનમાં સાચેજ આગ લાગી હતી મને તારું સાંનિધ્ય તારો પ્રેમ જોઇતો હતો તને સમર્પિત થઇ ગઇ હતી મારાં તનમાં અણુએ અણુમાં આગ લાગી હતી તારાં આવાં તિરસ્કૃત સવાંદ સાંભળ્યા પછી પણ તને હું પ્રેમ કરવા કરગરી રહી હતી મને સાચેજ તનનો સંબંધ જોઇતો હતો મને એની ભૂખ ઊઘડી હતી પણ તું બીજાજ વિચારોમાં હતો પણે શિખર પર ઉભા હતાં મેં રડી કરગરી તારાં પગ પકડી લીધાં તને પ્રાર્થના કરી કે હું તને સમર્પિત છું તારીજ થઇને રહીશ મને પ્રેમ આપ. આ પૂનમની રાતનાં એકાંતામાં મારાં તનનો સ્પર્શ કર મને અમાપ પ્રેમ કર મારાં હોઠ તને ચૂમવા તરસે છે મને સંતૃપ્ત કર.. હજી આપણે નાનાં છીએ જાણું છું હું અઢારની થઇ તને મારો પીયુ ગણું છું તારી સાથે પરીણયમાં બંધાવા માંગુ છું દેવ મારો સ્વીકાર કર અને એમ કહી તને ચૂમવા ગઇ અને તેં મને ધક્કો મારી જાકારો આપ્યો અને બોલેલો જે સ્ત્રી વાસના પર કાબૂ ના કરી શકે એ પોતાનું શિયળ બચાવી ના શકે એ પ્રેમ નહીં વાસનાને સમર્પિત હોય છે એવીને હું સ્વીકારી ના શકું... અને તારાં એ ધક્કાએ મને નચે ખીણમાં ધકેલી દીધી.

       એ દિવસનાં મારાં અપમૃત્યુમાં વાસનાજ સંગ્રહાયેલી રહી ત્યારથી પ્રેતયોનીમાં ભટકું છું અને તારી પ્રિયતમાનાં શરીરમાં પ્રવેશ કરીને હજી વાસના સંતોષુ છું મને જાણ છે કે તારી પ્રિયતમા એ વિરાજ છે જેને તું પ્રેમ કરતો હતો. એ સમયે પણ તારી પ્રિયતમા પત્ની હતી જે આજે પણ તારી સાથે છે.. પણ હું મારી વાસનાને કદી છોડી ના શકી અને તારી પાસેજ હજી માંગતી રહી ભોગવતી રહી આજસુધી તે વ્યોમાને સીધો સાચો ભોગવટો નથી કર્યો મારી સાથેજ કર્યો અને હવે..

 

વધુ આવતા અંકે - પ્રકરણ - 115