એક પૂનમની રાત
પ્રકરણ -૧૧૨
દેવાંશ મહેલમાં અંદર આવ્યાં પછી દિવાલ ઉપરનાં તૈલ ચિત્રો રસપૂર્વક જોઈ રહ્યો હોય છે એક એક ચિત્ર જોયાં પછી એનાં આશ્ચ્રર્ય વચ્ચે એક મોટું તૈલચિત્ર જુએ છે એમાં જે રાજકુંવર હોય છે તે અદ્દલ એનાં જેવો દેખાય છે એ જોઈને બોલી ઉઠે છે અરે આતો મારુ ચિત્ર છે..... હું અહીં શિકારે આવતો ત્યારે રોકાતો.... અહીં મારી બહેન.... મારી .... ત્યાં વ્યોમા એ તૈલચિત્ર જોઈને કહે છે અરે દેવાંશ આ ચિત્રમાં તો તુંજ છે .... તારાં એક હાથમાં તલવાર અને બીજા હાથમાં આ કુંવરી કોણ છે ?
દેવાંશ હજી વ્યોમાનાં પ્રશ્નનો જવાબ આપે ત્યાં એનું મન ચકરાવે ચઢે છે એને ચક્કર આવવા લાગે છે અને એ ચક્કર ખાઈ નીચે પડી જાય છે.... વ્યોમા અને બીજા દેવાંશ તરફ દોડે છે.... સિદ્ધાર્થ પણ અહીં બનતી બધી ઘટનાઓથી આશ્ચ્રર્યચકિત છે એને સમજાતું નથી કે અહીં આ બધું શું ચાલી રહ્યું છે ?
ત્યાં નાનાજીનો આદેશાત્મક અવાજ આવે છે કે કોઈ દેવાંશ પાસે જશો નહીં એને કોઈ સ્પર્શ કરશો નહીં.... બધાનું આશ્ચ્રર્ય વધી જાય છે.... નાનાજી જાણે સમજી ગયાં હોય એમ આગળ બોલ્યાં .... અહીંનાં મહેલમાં આવવાનું કારણજ આ છે અહીં બધી વિધી વિધાનજ કરવાનાં છે.... આ જન્મ, ગત જન્મો, ઋણાનુબંધ, પ્રેમ, તિરસ્કાર, વેદના, વિરહ, લેણ દેણ, બદલો, બે જન્મો વચ્ચે થતી ગતિવિધી, જીવનો મોક્ષ, પ્રેત યોનિમાં પ્રવેશ એની સદ્દગતિ... આ બધુંજ આવતી કાલે પૂનમનાં દિવસે બહાર આવશે નિર્વાણ, નિર્માણ અને પરિણામ આવી જશે થોડી ધીરજ રાખો.
મહેલનાં આગળનાં વિશાળ ખંડમાં બધાંજ હાજર હતાં આ બધી ઘટનાં જોઈ રહેલાં .... દેવદત્તજી હોઠમાં મલકાઈ રહેલાં એને નાનાજી સાથે આંખોથી જાણે વાત કરી રહેલાં.
નાનાજીએ કહ્યું અહીં બધાં એક સાથે હાજર છે .... અહીં આવીને બધાને એક સરખો પરચો થઇ રહ્યો છે અને એનાં બધાં સાક્ષી છે. બહારથી જર્જરીત અને જીર્ણશીરણ દેખાઈ રહેલો મહેલ અંદરથી એકદમ સાફસૂથરો અસલી રાજવી રાચરચીલાં અને યાદગીરીઓ સાથે હાજર છે બધાં જોઈ રહ્યાં છે અહીં કોઈ રહેતું ના હોવાં છતાં એ જાણે રોજ વપરાશમાં હોય .... અહીં કોઈ રહેતું હોય એવાં આભાસ સાથે કેટલો ચોખ્ખો છે અહીં પુરાણોક્ત શૈલીનાં દીવા અને ઝુંમર છે વીજળી નથી છતાં બધાં ઝુમમરમાં તેલ પૂરેલા છે અને દીવા ઝૂમર દૈદિત્યમાન છે આનાંથી વધુ પરચો કે ચમત્કાર શું હોઈ શકે ?
આનાં પરથી જ તારણ નીકળે છે કે બહારથી બંધ અવાવરું, જીર્ણશીર્ણ લાગતો મહેલ એમાં કોઈ રહે છે સતત વાસ કરે છે એ જે જીવો છે એની વાસના એમને અહીં રહેવા મજબુર કરે છે અને.... અને એ જીવો ......
હજી નાનાજી આગળ બોલે એ પહેલાં વર્તમાન રાજવી ગાયકવાડ વંશજ બોલી ઉઠ્યા.... નાનાજી તમે .... માનવંત ઋષિ છો ત્રિકાળી જ્ઞાની છો તમને શાસ્ત્ર, ઉપનિષદ વેદ કંઠસ્ય છે તમે બધી ગોચર અગોચર, વિદ્યાનાં નિષ્ણાંત છો તમે ....અહીં બધાને એકઠાં કર્યા છે એનું ચોક્કસ કોઈ કારણ હશે હું સમજુ છું પણ હે દેવર્ષિ અહીં આગમન કર્યા પછી અહીંનો અંદરનો માહોલ અને મહેલ જોયાં પછી એમાંય આ કમીશ્નરનાં સુપુત્ર દેવાંશ તથા એમનાં આસિસ્ટન્ટ સિદ્ધાર્થને નજર સામે જોયાં પછી મારાં હ્ર્દયમાં હલચલ મચી છે મને કંઈક અંગતનાં એંધાણ જણાય રહ્યાં છે જાણે એ લોકોને ઓળખતો જાણતો હોઉં એવાં એહસાસ થઇ રહ્યાં છે. ઋષિવર તમે આ અંગે કંઈક પ્રકાશ પાડો મને સમજાવો મારો જીવ બેચેન થઇ રહયૉ છે.
રાજવી પ્રદ્યુમનઇસિંહનાં બોલ્યાં પછી નાનાજીએ ડો. દેવદત્ત ખુરાનાજી તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યાં હું તમને કંઈ કહું સમજાવું પહેલાં આર્કિઓલોજીસ્ટ નિષ્ણાંત શ્રી દેવદત્તજી તમને થોડું કહેશે તેઓ એક પુરાતન ઇમારતો બાંધકામોનાં અભ્યાસુ નિષ્ણાંત તો છે જ પરંતુ સાથે સાથે શાસ્ત્રોનાં ઘણાં અભ્યાસુ છે એમની પાસે એવું વિજ્ઞાન,કળા અને જ્ઞાન છે કે તેઓ ઈમારતનો ઇતિહાસ એનો ભૂતકાળતો ભણીને જાણી લે છે સાથે સાથે અજ્ઞાત,અવગતિયા જીવો વિષે પણ જાણે છે એમાં પણ એમનો ઘણાં ઇતિહાસની જાણકારી છે તમને હું શું કહું પ્રદ્યુમનજી .... ડો દેવદત્તજી આવી જીર્ણશીર્ણ ઇમારતો ,મહેલો, વાવ, વગેરેનાં અભ્યાસમાં એટલાં લિન બની જાય છે કે ત્યાંના માહોલમાં એવાં સીમ્મીલિત થાય છે પરોવાય છે કે ત્યાં રહેલી હવા -માહોલ સાથે વાત કરી શકે છે એની દિવાલોને પણ પ્રશ્ન પૂછી જવાબ લે છે એમનો લગાવ એટલો છે કે ત્યાં ભટકતાં પ્રેતયોનીનાં જીવ પણ એમને બધાં પ્રશ્નોનાં જવાબ આપે છે ઇમારત સામે ચાલીને પોતાનો ઇતિહાસ વર્ણવે છે એમાં જીવતાં .... મોક્ષ પામેલાં જીવની વાત કરે છે.... જયારે તમે મન્ જીવથી નક્કી કરો પછી કંઈ અશક્યજ રહેતું નથી... આ મહેલ અંગે એમની પાસે ઘણી માહિતી છે મારુ ત્રિકાળજ્ઞાન અને જ્યોતિષ ભવિષ્ય કંઈ ભાખે પહેલાં તેઓ ઘણી વાસ્તવિક વાતો તમને જણાવશે અને એમાં રહેલાં જીવો પણ અહીજ હાજર છે સાંભળશે એ સત્ય હોવાં સાથે રસપ્રદ છે.
જેટલાં ત્યાં હાજર છે એ બધાંની નજર ડો દેવદત્તજી તરફ દોરાઈ અને બધાંના કાન સાંભળવા અધીરાં થયાં. ડો.દેવદત્તજીએ નાનાજીનો આભાર માનતાં કહ્યું કે હું કશુંજ નથી માત્ર અભ્યાસી છું સાથે સાથે શાસ્ત્ર પણ જાણું છું પુરાત્વ ઇમારતો બાંધકામ એની સાથે સંકળાયેલી વાતો-ઇતિહાસ ખંગાળવો એનાં વિશે જાણવું અને રોજ રોજ એ રસ વધતો રહે છે.
માનનીય અને પ્રણામયોગ્ય જગન્નનાથજીભાઉ ખુબ જ્ઞાની તો છે પણ ત્રિકાળજ્ઞાની છે બધાં શાસ્ત્રોનાં નિપુર્ણતાં છે સાથે સાથે અઘોરશાસ્ત્રનાં નિષ્ણાંત છે જીવતાની વાત કરવી સરળ છે પણ એ પિતૃઓ તથા પ્રેતયોનીનાં જીવો સાથે વાત કરી શકે છે જોઈ શકે છે અને એમની સદ્દગતિ પણ કરાવી શકે છે ગમે તેવાં અઘોરીઓ તાંત્રિકો ભૂત-પીશાચ-ચુડેલને વશ કરી શકે છે છતાં એ ધરતી સાથે જોડાયેલા છે આવાં નિરાભીમાની જ્ઞાની ઉચ્ચ આત્માને મારાં શત શત વંદન છે. એમણે કહ્યું તે પ્રમાણે આ મહેલ ગાયકવાડ ખાનદાનની નિશાની છે અંગ્રેજોનાં ભારતમાંથી ગયાં પછીં બધી વિરાસત રાજા મહારાજા ભારત સરકારમાં ભળી ગયાં સાર્વભૌમત્વ લોકશાહી સ્વીકારી.... જીવન અને જીવનશૈલી બદલાઈ ગઈ અને બદલાતી રહીં. ગાયકવાડ કુટુંબનાં હાલનાં વારસદાર પ્રદ્યુમનજી અહીં હાજર છે એમનાં દાદા -પરદાદા એક મહાન રાજ કરતાં હતાં યશસ્વી કાર્યકાળ હતો એ સમય અહીં આ મહેલમાં તેઓ શિકાર અર્થે આવતાં ત્યારે રોકાતાં અને એની સાથે આખો સુવર્ણકાળ જોડાયેલો છે. એ સમયે જે જાહોજલાલી હતી એની આજે કોઈ કલ્પના નહીં કરી શકે.
આ બધો ઇતિહાસ ઘણો લાંબો છે પરંતુ આજની ઘટનાં અને સ્થિતિ છે એનાં પર વાત કરતાં જણાવું છું કે આ ફર્શ પર સૂતેલો યુવાન એક સમયનો બહાદુર અને યશસ્વી રાજકુમાર હતો એનું નામ દેવેન્દ્ર હતું. આ જે છોકરી આજની એની વાગદત્તા છે વ્યોમા જ એની સાથે એનાં વિવાહ નક્કી થયેલાં બંન્ને એકમેકને ખુબ પ્રેમ કરતાં... પણ ... રાજ્યનાં દીવાનની એકની એક પુત્રી હેમાલી પણ રાજકુમાર દેવેન્દ્રને ખુબ પ્રેમ કરતી એણે એક વખત રાજકુમાર દેવેન્દ્રને અહીં જંગલમાં શિકાર કરવા આવતાં પહેલાં આંતર્યો હતો અને એનાં પ્રેમની કબૂલાત કરી હતી....
વ્યોમા આશ્ચ્રર્ય સાથે સાંભળી રહીં હતી એ વારે વારે તૈલચિત્ર સામે જોઈ રહી હતી દેવેન્દ્રનાં એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુંવરી હતી શું એ હેમાલી હતી ? રાજકુમાર તલવારથી શું કરી રહ્યો છે ? કોની સાથે યુદ્ધ કરી રહ્યો છે ? અને હેમાલીને એનાં હાથમાં રાખી કોનાથી બચાવી રહ્યો છે? હેમાલી એને કેવી વળગી ગઈ છે?... કોણ ....
વધુ આવતા અંકે - પ્રકરણ ૧૧૩