Zindagi do palki... - 1 in Gujarati Short Stories by Secret Writer books and stories PDF | જિંદગી દો પલકી... - Part-1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

જિંદગી દો પલકી... - Part-1

 

 

 

પ્રસ્તાવના

 

પ્રસ્તુત કથા આધુનિક જમાનાની જીવન શૈલી વિશે છે.હાલનો જમાનો મોબાઈલ, લેપટોપનો છે. લોકો બહાર નીકળવા કરતા મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણો પર વ્યસ્ત રહેવું વધારે પસંદ કરે છે. આવી જ સક્ષમની પણ આદત હોય છે. મોબાઈલની નાની સ્ક્રીન પર ફિલ્મ જોવી તેનો શોખ છે. તે આખો દિવસ કામ કરી મોડી રાત સુધી મોબાઈલમાં ફિલ્મ જોએ રાખે છે. તેની પત્ની પણ તેની આ આદતથી કંટાળી ગઈ હોય છે. ત્યાર બાદ કંઇક એવી ઘટના બને છે કે જેના કારણે તેનું આખું જીવન બદલાય જાય છે. તો ચાલો જાણીએ કે એવું તે શું થયું હતું કે સક્ષમ નું પૂરું જીવન બદલાઈ ગયું.....

 

પ્રસ્તુત કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે જેને વાસ્તવિક જીવન , વ્યક્તિ કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી. લેખન કાર્યમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ ધ્યાન દોરી માફ કરજો. 

 

આશા છે તમને મારી આ રચના પસંદ આવશે. 

 

પ્લીઝ તમારો ફિડબેક જરૂરથી આપજો. આભાર......🙏🙏🙏

 

મારી અધૂરી રહી ગયેલી સ્વજનોની શોધમાં વાર્તાનો આગળનો ભાગ પણ જલ્દી જ આવશે. અગવડ થઈ હોય તો તે બદલ માફી ચાહું છું. 

 

પાત્ર પરિચય

 

સક્ષમ - મુખ્ય પાત્ર

પ્રેક્ષા - સક્ષમ ની પત્ની

દક્ષાબેન - સક્ષમ ની માતા 

રતનભાઈ - સક્ષમ ન પિતા

લક્ષ - સક્ષમ અને પ્રેક્ષા નો પુત્ર

 

 

 

 

જિંદગી દો પલકી.... Part - 1

 

 

 

 

રવિવારનો દિવસ અને સવારનો સમય હતો. 

 

" સક્ષમ... સક્ષમ... પ્લીઝ તમારી થોડી હેલ્પની જરૂર છે. જરા અહી આવશો? " બેડરૂમમાં ટેબલ પર ચઢેલી પ્રેક્ષા ચિલ્લાઇ રહી હતી. ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસી સક્ષમ મોબાઈલમાં મશગુલ હતો.

 

" સક્ષમ... , બેટા પ્રેક્ષા તને ક્યારની બૂમ લગાવે છે પણ તું તો કઈ સાંભળતો જ નથી. જા.. તારી બિંદણીને મદદ કર. " સક્ષમને માથે ટપલી મારતાં દક્ષાબેન બોલ્યા. " મા , પ્લીઝ હમણાં ડિસ્ટર્બ ના કરો. એ જાતે મેનેજ કરી શકે છે. આજે પણ કરી લેશે. " ઊંચું જોયા વગર જ સક્ષમ બોલ્યો. " આ છોકરો કયારેય નહીં સુધરે. " બબડતા બબડતા દક્ષાબેન પોતાના રૂમમાં ચાલ્યા ગયા. 

 

ઘણી વાર થઈ છતાં સક્ષમ ના આવ્યો ત્યારે અકળાયેલી પ્રેક્ષા ટેબલ પરથી નીચે ઉતરી અને બાથરૂમમાં જઈ હાથ ધોયા બાદ બેડ પર રાખેલા પડદા સળિયા પર લટકાવી બારી પાસે ભેરવ્યા. પડદા લટકાવી પ્રેક્ષા સક્ષમ પાસે જઈ ઉભી રહી. બે ત્રણ મિનિટ ત્યાં ઉભા રહ્યા બાદ ત્યાંથી જવા પછી ફરી. ત્યારે સક્ષમે તેને રોકતા કહ્યું, "પ્રેક્ષા , કંઈ કામ હતું? તું જાણે તો છે કે જયારે હું ફોનમાં કામ કરતો હોઉ ત્યારે મને કોઈ ડિસ્ટર્બ કરે તે પસંદ નથી." સક્ષમ પ્રેક્ષા તરફ જોઈને બોલ્યો. કાળા રંગની કીકી જાણે નદીના પાણીની જેમ શાંત દેખાતી હતી. ભગવાને એકદમ માપ લઈને બનાવેલો ચહેરો, કસરત કરીને કસાયેલું શરીર, ચહેરા પર પરાણે સજાવેલી મુસ્કાન, આંખો પર લાગેલા લંબચોરસ આકારના ચશ્મા અને ચહેરા પર રહેલી હલકી દાઢી મૂંછમાં તે ખુબ સોહામણો દેખાતો હતો. 

 

" કોઈ કામ નઈ હતું. જાતે જ મેનેજ કરી લીધું. હું પણ કોને કહેવાની થઈ ગઈ હતી? અરે, તમને જો તમારા મોબાઈલથી આટલો બધો પ્રેમ હતો તો મારી સાથે લગ્ન કેમ કર્યા? મોબાઈલ જોડે જ લગ્ન કરવા જોઈતા હતા ને? હું જ મૂર્ખ છું કે તમને કામ માટે કહેવાની થઈ ગઈ. તમને તમારા ફોન સિવાય બીજા કોઈથી નિસ્બત જ નથી ને? તો હવે તમારા ફોન સાથે જ રહો મારી પાસે ના આવતા અને ભૂખ લાગે ને તો તમારા મોબાઇલ ને જ કહેજો તમારા માટે તે જ ખાવાનું બનાવી દેશે." અકળાયેલી પ્રેક્ષા બોલીને ત્યાંથી નીકળી ગઈ. એક ક્ષણ માટે સક્ષમ તેને જોઈ રહ્યો માપસર બનાવેલો ચહેરો, ચહેરા પર સજેલી કાળી કાળી આંખો, આંખોમાં સજેલી કાજલ તેની સાથે આછા ગુલાબી રંગથી રંગાયેલા ધનુષ આકારના સુંદર હોઠ અને ગુસ્સામાં ફૂલેલા નાક સાથે તે ખુબ સુંદર અને ક્યૂટ લાગતી હતી. સક્ષમને તેના ગુસ્સા પર પણ પ્રેમ ઉભરાતો હતો. જ્યારે પ્રેક્ષા દેખાતી બંધ થઈ ગઈ ત્યારે ફરી સક્ષમ મોબાઈલમાં નજર નાખી ફિલ્મ જોવા લાગ્યો. 

 

📖📖📖

 

રવિવાર હોવાને કારણે બધા સાથે જમવાના ટેબલ પર ગોઠવાયા. જમ્યા બાદ બધા પોતપોતાના કામમાં લાગી ગયા. સક્ષમ ફરી પાછો સોફામાં ગોઠવાયને ફિલ્મ જોતો હતો. " બેટા , તારે પ્રેક્ષાને મદદ કરવી જોઈએ. આખો દિવસ આ ફિલ્મો જોઈને તને શું મળે છે? " રતનભાઈ તેની બાજુમાં ગોઠવતા બોલ્યા. " પછી તારી ઈચ્છા તારે જે કરવું હોય એ. આ તો એક પિતા તરીકે સલાહ આપુ છું. " એક ક્ષણ થોભ્યા બાદ રતનભાઈ ફરી બોલ્યા. સક્ષમે તેમની સામે જોયું. સફેદ કફની અને પાયજામો પહેરેલા તેઓ પેપરમાં નજર નાખી બેઠા હતા. સક્ષમ ઊભો થઈ પોતાના રૂમમાં જતો રહ્યો. " હું કઉં છું આને કોઈ રીતે સુધારવો પડશે. " પાછળથી આવતા દક્ષાબેન બોલ્યા. દક્ષાબેન અને રતનભાઈથી નિઃસાસો નિકળી ગયો. પછી બંને પણ પોતાના રૂમ તરફ જવા લાગ્યા. રસોડાનું કામ આટોપી પ્રેક્ષા પણ રૂમમાં આરામ કરવા જતી રહી. 

 

📖📖📖

 

બપોર ના સમયે સૌ પોતપોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. ત્યાંજ ડ્રોઈંગ રૂમમાંથી કાચની વસ્તુઓના તોડફોડનો અવાજ આવતા બધા જબકીને જાગી ગયા અને રૂમમાંથી બહાર નીકળીને ડ્રોઈંગ રૂમમાં ભેગા થયા. તેમના આશ્ચર્ય વચ્ચે ડ્રોઈંગ રૂમમાં કોઈ ના હતું. છતાં કાચની વસ્તુઓ તૂટેલી પડેલી હતી. અને કાચ આમતેમ વિખેરાયેલા હતા. જેમાંથી એક કાચના ટુકડા પર પ્રેક્ષાનો પગ પડતા તેનો પગ જખ્મી થઈ ગયો. કોઈ પણ સમજી શકતું ન હતું કે આ બધું કઈ રીતે થયું અને કોણે કર્યું? ત્યાંજ બધા ના માથે બંદૂક તંકાઈ. બધા ગભરાઈને ઊંધા ફર્યા. સંપૂર્ણ કાળા રંગના ગણવેશમાં બંદૂકધારી લોકો ઉભા હતા. તેઓ ખૂબ જ તાકાતવર દેખાતા હતા. સક્ષમ તે લોકો પર હુમલો કરવા ગયો પણ કોઈએ તેના માથા પર પ્રહાર કરતા તે ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. 

 

📖📖📖

 

સક્ષમના મોઢા પર પાણી પડતા તે હોશમાં આવ્યો. તેની આસપાસ ઘણા ખૂંખાર અને તાકાતવર દેખાતા કાળા કપડામાં સજ્જ માણસો ઉભા હતા. સક્ષમને એક રૂમમાં ખુરશી સાથે બાંધવામાં આવ્યો હતો. સંપૂર્ણ હોશમાં આવતા તે ચિલ્લયો , "કોણ છો તમે? અને મને અહી કેમ બાંધી રાખ્યો છે? મારો... મારો પરિવાર ક્યાં છે?" સક્ષમ ગુસ્સામાં બોલ્યો પણ તેમાંથી કોઈ પણ વ્યક્તિએ તેના સવાલનો જવાબ ના આપ્યો. સક્ષમ હજી કઈ પૂછે તે પહેલા બહારથી કઈ અવાજ આવતા બધા બહાર ચાલ્યા ગયા. ત્યાર બાદ રૂઆબદાર વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ અંદર આવ્યો. કાળા શર્ટ સાથે કાળો પેન્ટ અને તેની પર લટકાવેલી કાળો કોટ અને આંખો પર લગાવેલા કાળા ગોગલ્સમાં તેનો પ્રભાવ પડતો હતો. તે બરાબર સક્ષમની સામે આવીને ઉભો રહ્યો. સક્ષમ તેને એક ક્ષણ માટે નિહાળી રહ્યો. તેણે તેના ચહેરા પરથી કાળા ગોગલ્સ હટાવ્યા. આંખોમાં આંજેલી કાજલ અને ચહેરા પર કપટી મુસ્કાનને કારણે તે ખુબ જ ડરામણો દેખાતો હતો. સક્ષમે હિંમત એકઠી કરીને પૂછ્યું, " કોણ છો તમે? હું અહી કેમ છું ? મારો પરિવાર ક્યાં છે? "

 

" અબે... ઓ... ઇન્સાન કી ઓલાદ... એક સાથે કેટલા સવાલ પૂછે છે? મને એટલા બધા સવાલ પસંદ નથી. હું કોઈ તારો ગુલામ નથી કે તારા સવાલોનો જવાબ આપીશ. હવે તે પૂછી જ લીધું છે તો એક સવાલ હું તને પૂછું. " તે વ્યક્તિ સક્ષમની નજીક આવી ગુસ્સામાં બોલ્યો. " ચલ એ કહે કે મારી કઈ ઓળખ સાથે તારી ઓળખાણ કરાવું? એમ તો મારી ઘણી બધી ઓળખાણ છે. પણ મરતાં વ્યક્તિની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ એટલે તને મારી સાચી ઓળખ સાથે જ ઓળખાણ કરાઉં. " કપટી મુસ્કાન સાથે તે ખુબ શાંતિથી બોલ્યો. તેની વાત ના સમજાતા સક્ષમ તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો હતો. " એમ કોઈ ભૂત જોઈ લીધું હોય એમ કેમ જુએ છે? સાચું તો કહું છું થોડી વારમાં તારું રામ નામ સત્ય હૈ જ થવાનું છું તો સચ્ચાઈથી તને શું ફરક પડવાનો છે? મારું નામ... શું કરું જણાવી દઉં? " અટ્ટહાસ્ય કરતા તે બોલ્યો. " ચલ કહી જ દઉં. હું દુનિયાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ચાર્મ છું. " કપટી હાસ્ય સાથે તે બોલ્યો અને તરત જ તેના માથે બંદૂકનું નાળચું રાખ્યું. તેની વાત સાંભળી સક્ષમ ખુબ જ આઘાત પામ્યો સાથે સાથે તેને તેના પરિવારની ચિંતા થતી હતી. ચાર્મે તાકેલી બંદૂક જોઈ તે ગભરાઈ ગયો. કપટી મુસ્કાન સાથે ચાર્મ બંદૂકનું ટ્રિગર દબાવ્યું. 

 

 

શું થશે હવે? 

સક્ષમનો પરિવાર ક્યાં હશે?

શું સક્ષમ પોતાના પરિવારને આ આતંકવાદીના ચંગુલમાંથી છોડાવી શકશે?

ચાર્મનો શું મકસદ હશે?