My Poems Part 8 in Gujarati Poems by Kanzariya Hardik books and stories PDF | મારી કવિતાઓ ભાગ 8

Featured Books
Categories
Share

મારી કવિતાઓ ભાગ 8

(1)મન થાય છે


આજે તને ફરી થી મળવાનું મન થાય છે
આજે ફરી થી જોવાનું મન થાય છે
તારી આખ ના ઈશારે મને વાતો કરવાનું મન થાય છે
હાથ માં હાથ રાખી મને તારી સાથે ચાલવાનું
મન થાય છે
તારા ચહેરા પર નખરારો ગુસ્સો કે
આજે તને ફરી ખીજવાનુ મન થાય છે
પવન લહેરાતી તારી લટો તું બંધતી વારંવાર
મને એ ખોલવાનું મન થાય છે
હું તારા રૂપ વાત શું કરું
તારા સ્વભાવ ને છેડવાનુ મન થાય છે
આજે તને ફરી થી જોવાનું મન થાય છે
તારી સાથે રહેવાનું મન થાય છે

(2) સ્કૂલ ની યાદ
રડતા રડતા જતા રીક્ષા ની યાદ પડી છે
મીઠી વાતો થી મેડમ આપેલી ચોકલેટ પડી છે
પાટી અને પેન ધૂટેલા એકડા પાડીયા છે
લેશન ન કરવા થી મેડમ લાકડી પડી છે
રીશેસ ના સમય મિત્રો વચ્ચે વહેચેલા નાસ્તા
એવી પળો પડી છે
ચોપડે લેખેલી અમુક એવી કવિતાઓ પડી છે
બારી માંથી કુદીની ભાગી જતાં એવી યાદ પડી છે પકડાઈ જતાં પાટલી પર ઊભા રહેવાની સજા પડી છે ધરે પહોંચેલી એવી ફરિયાદ પડી છે
પપ્પા હાથની જાપડ પણ પડી છે
વધતી ઉંમર લાગે છે ધણું છુટી ગયું છે
હકીકત તો મારી યાદ સ્કુલ માં પડી છે

(3)તે જ સ્ત્રી છે
રૂપ નું સૌદર્ય નહીં પણ જ્ઞાન નો ભંડાર છે
તેજ તો સ્ત્રી છે
બીજા ના માટે જે પોતે છે તેજ તો સ્ત્રી છે
પોતાના કમૅ તો અપણૅ છે
બીજા માટે તે જીવનભર સમપૅણ છે
તેજ તો સ્ત્રી છે
પોતાના સપના છોડી ને બીજા સપના ની ભાગીદારી તેજ તો સ્ત્રી છે
પરિવાર શકિત અને ત્યાગ ની મૂર્તિ
તે તેજ તો સ્ત્રી છે
હું કેટલા આપું ઉદાહરણ હવે અંતે તેજ તો સ્ત્રી છે

(4)મારું ગુજરાત

વિવિધ એવા રંગો થી રંગાયુ છે મારું છે ગુજરાત નરસિંહ મહેતા અને મીરાબાઈ પ્રેમભક્તિ ઓળખાયું મારું ગુજરાત
અનેક સોનેરી ગૌરવગાથા થી સજ્જ એવું
મારું ગુજરાત
એકતા અને પરંપરા અખંડ બનેલું એવું
મારું ગુજરાત મેધાણી જન્મભૂમિ , ગાંધીજી ને પ્રિય એવું મારું ગુજરાત
ઈતિહાસ અને સાહિત્ય ખૂટે નહીં એવું મારું ગુજરાત સ્વણૅ અક્ષર લખાયું એવું મારું ગુજરાત
એવું મારું ગુજરાત

(5)તારા હાથમાં
નથી કમૅ નથી ફળ તારા હાથમાં
મહેનત તે કરી લે નસીબ છે તારા હાથમાં
શું જીત કે શું હાર નથી તારા હાથમાં
મૂઠી બંધ કર તો વિશ્વાસ છે તારા હાથમાં
જન્મ કે મરણ નથી તારા હાથમાં
જીવન જીવવા રેખા આપી છે તાર હાથમાં
દ્વેષ કે શું પ્યાર નથી તારા હાથમાં
મળ્યું છે તેને સહેજ માની લે તે છે તારા હાથમાં જીવનમાં શું સાર છે નથી તારા હાથમાં
પોતે પોતાને જાણી લે એ નસીબ છે તારા હાથમાં
એવું જીવન છે તારા હાથમાં

(5)મને પરવાનગી આપ
હું શાહી કલમ અને કોરું કાગળ લઈ બેઠું છું
તું મને કવિતા લખવાની પરવાનગી આપ....
રૂબરૂ નથી મળીયો હું કયારે
એવી મુલાકાત ની મને પરવાનગી આપ....
તારી લાગણી ઓની મને
પ્રેમ વણૅવાની મને પરવાનગી આપ.....
નસીબ માં આપણે મળવાની નક્કી જ છે
એવી જ પળે મળવાની મને પરવાનગી આપ....
શબ્દો વિનાના મને સમજાય છે બધું
બસ તું મને એવા સંવાદ કહેવાની મને
પરવાનગી આપ....
હું વધુ નથી માગતો તું વસે છે મારા વિચારો માં
બસ તારા હદય માં સ્થાન મને પરવાનગી આપ...
સંધષૅ ચાલે છે જીવન માં
(6) મને કેજો

મારા બસ તારા સાથ પરવાનગી આપ...
લખું છું તમારા માટે કવિતા સારી લાગે તો મને કેજો ભૂલ મારા થી થાય તો મને માફ કરી દેજો ---
કલમ અને કાગળ સંબંધ તમે શું જાણો
જાણવા માટે એક પુસ્તક વસાવી લેજો
જીવન માં પ્રેમ તો થશે એક વાર જરૂર
જો તમે પ્રેમ બાદ તમે બદલાવ નહીં તો મને કેજો શબ્દો વિના મને સમજાય છે બધું જ
કયારેક મળો તો થોડાક સંવાદ તો કરી લેજો
તમારી પાસે હું કઈ બીજું નથી માગતો
બસ તમારા હદયમાં સ્થાન આપી દેજો
મારા પ્રેમ ને માત્ર હવે તમારા સ્વીકાર ની જરૂર છે કયારેક મને સાથ તો આપી દેજો
લખી છે તમારા માટે કવિતા સારી લાગે તો મને કેજો જો ભૂલ મારા થી થાય તો મને માફ કરી દેજો
-કણઝજરીયા હાદિક (વઢવાણ)