The nose of habits in Gujarati Motivational Stories by મનોજ નાવડીયા books and stories PDF | આદતોનું નાક

Featured Books
Categories
Share

આદતોનું નાક

"આદતોનું નાક"


'સારી આદતોની કેળવણી જ સારા મનુષ્યની નિશાની છે"


આપણે જોયું હશે કે આપણામાંથી ઘણા લોકો આપણાં ઘરમાં અને સમાજમાં એક સારી આદતો કેળવતા જ નથી. જ્યાં જોવો ત્યાં ખરાબ આદતો રાખતાં જ હોઈએ છીએ. આપણી આદતોનું પણ એક નાક હોય છે; જે કપાય ના જાઈ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈયે.


જો નાક કપાય જાય તો શું થાય છે તે દરેક મનુષ્યને ખબર હોવી જોઈએ. નાક કપાવાથી મનુષ્યનું રુપ કદરૂપું બની જાય છે તેજ રીતે જો આદતો ખરાબ હોય તો તેને સમાજમાં રહેવું મુશ્કેલ બની જાય છે.


" સમાજમાં મનુષ્ય પોતાની દરરોજોની આદતોથી ઓળખાય જાય છે " જે તેને એક સફળ અને સુખી મનુષ્ય બનાવે છે.


૧. જેમ કે ઘણીવાર આપણે જ આપણાં ઘરમાં નાહવા જતી વખતે કપડા કાઢીએ છીએ તો તે વખતે આપણી આદતનો જોઈ હશે. આપણામાંથી મોટા ભાગે કપડાં જેમ તેમ ફેકીને કે ઉડાડીને અને સરખી જગ્યાયે મુકવાને બદલે ફેકી દઈએ છીએ. જેને લીધે આપણા ઘરનાં સભ્યો જેમ કે મા કે પત્નીને પાછળથી બરાબર સરખા કરવા પડે છે. ઘણાં લોકોની આદત એટલી બધી ખરાબ હોય છે કે તે શર્ટ અને પેઈન્ટ પણ ઉંધું જ કાઢતાં હોય છે.


૨. ઘણીવાર સવારે બહેનો સોસાયટીમાં દુધ અને શાક લેવા જાય ત્યાંરે બહાર ઘરના માણસો તેના પણ નજર નાખતાં હોય છે. જે ઘણીવાર સ્ત્રીયોંને ગમતું નથી હોતું.


૩. આપણા શબ્દોને તો એક બહુ મોટી આદતોમા ગણવી જોઈએ. જે મનુષ્ય કટુ વચન બોલે છે તે તો એક બહું ખોટી આદત છે. તેનાથી માણસની લાગણી દુભાય છે. મનુષ્યએ શબ્દોને પોતાના મનનાં વશમાં રાખવા જોઈએ.


૪. નાના છોકરા કે છોકરીઓની પાસે આપણે જ મોબાઈલ લઈને બેસી જઈએ છીએ. તો તે જોઈને આપણાં છોકરાઓ તો મોબાઇલ માંગવાનાજ.


૫. ગાડી ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવી અને સાથે સાથે સીટ બેલ્ટ ના બાંધવો.


૬. સરકારે કે કંપનીના બનાવેલા નિયમોનું પાલન ના કરવું કે તેને વારંવાર તોડવા.


આમ આવી ઘણીબધી ખરાબ આદતો આ મનુષ્ય રાખતો હોય છે. જેને લીધે માનવ મન વિકૃત થાય છે. સમય જતાં તેને જ દુઃખ આપે છે. જેને જેટલું જલ્દી બને એટલું સુધારવાનુ કામ આપણે જાતેજ કરવું જોઈયે. ચાલો તો ખોટી આદતોનું એક ઉદાહરણ નાની વાર્તા પરથી જોઈએ. જે મોટા ભાગનાં લોકોએ આજુબાજુમાં જોયું જ હોય છે અને અનુભવેલું પણ હોય છે.


એકવાર રામ ભાઈ એક સાડી કંપનીમા જોબ કરી રહ્યા હતાં. હવે રામભાઈ બીજી જોબ માટે ઈન્ટરવ્યું આપે છે અને તેની જોબ ઓફર મળી જાય છે. એક દિવસ આ વાત તેનાં મિત્ર રમેશભાઈને કહે છે. બીજા લોકોની જેમ રમેશભાઈના મનમાં પણ આ વાત રહેતી નથી. આથી રમેશભાઈ પાસે આ વાત બીજા કંપનીના સ્ટાફને કરે છે. જોત જોતમા એક જ દિવસમાં આ વાત બધાજ લોકને ખબર પડી જાય છે. પછી આ વાત રામભાઈ પાસે જ પહોચી જાય છે. તેને ખબર પડે છે આ વાત રમેશભાઈએ જ બીજાને કીધીજ હશે.


"ખાંનગી વાતો પોતાના અંગત મિત્રોને જ શેર કરવી જોઈયે, જેનાં પર સંપૂર્ણ વિશ્વાસ હોય"


નાહિતર આ વાત મીઠા તીખા મસાલા ભેળવીને વાત કૈઈક અલગ જ બનીને બહાર આવી જાય છે. આમ આપણી એક ખોટી આદત જ છે કે જે એક માણસ બીજાને કહે છે, તો તે બીજ કે ત્રીજા માણસને પણ વિચાર્યા વગર કહે છે. આમ આ વાતથી રામભાઈ અને રમેશભાઈના સંબધોમાં તિરાડ પાડે છે. જે અક ખરાબ આદતને લીધે થયેલ છે.


આમ દરેક મનુષ્યએ પોતાનાં મનમાં એક વિચાર ઉતારી દેવો જોઈએ કે જો તે પોતાની આદતોને સુધારશે નહી તો તેનું પોતાનું જ નાક કાપે છે એમ માનવું જોઈએ.


"જો નાક કપાય જાય તો મનુષ્ય પોતાને નાનપ અનુભવે છે". જેમકે રાક્ષસ રાજ રાવણની બહેન સુરપંખાનાં નાકને લક્ષમણ જી કાપી નાખે છેે. જેનાથી સુરપંખા રાવણ પાસે પહોંચી જાય છે અને પોતાની બેનના બદલો લેવાં હેતુથી રામાયણ નુ સર્જન થાય છે.


તો ચાલો આપણે પણ આ આપણી આદતોને સુધારીએ..


વિકસાવુ જો સારી આદતો,

જે બને એક સારુ અને પવિત્ર કર્મ..



મનોજ નાવડીયા

Manoj Navadiya

E-mail: navadiyamanoj62167@gmail.com