ટ્રીપનો સાતમો દિવસ.એટલે કે પ્રવાસીઓનો આ જન્નતમાં(મનાલીમાં) છેલ્લો દિવસ.ગુલાબા કેમ્પસાઈટમાં બ્રેકફાસ્ટ કર્યા પછી મનાલી જવાનું હતું.ટેન્ટમાંથી બધાએ પોતાના બેગ્સ વોલ્વોમાં મૂકી દીધા અને ઓલ્ડ મનાલી એટલે કે પ્રોપર મનાલી ગામમાં જવા નીકળ્યા.અડધો કલકના રસ્તામાં ટ્રીપ વોલેન્ટીયરએ આજના દિવસમાં શું શું કરવાનું એ કહ્યું.
"સૌથી પહેલા અહીંયાંથી આપણે ઓલ્ડ મનાલી જઈશું.ત્યાંથી અમારી તરફથી પ્રોવાઈડ કરેલા વિહિકલ્સમાં આપણે બધા સોલાંગ વેલી જઈશું"વોલેન્ટીયર ભાઈ બોલ્યા.
"ત્યાં જોવાલાયક શું છે?"ટ્રેકર્સમાંથી એક છોકરાએ પૂછ્યું.
"ભાઈ અહીંયા જોતા આવડે તો બધું જ જોવાલાયક છે"વોલેન્ટીયરમાં એક મેમ હતા એ બોલ્યા.
"ત્યાં સ્નફોલ થાય છે એ જોવાનું,પેરાગ્લાઇડિંગ કરવાનું અને બીજું ઘણું બધું કરવા લાયક છે એ ત્યાં જઈને તમને સમજાવીશ"
"સર સોલાંગ વેલી અહીંયાંથી કેટલું દૂર છે?"દિપાલીએ પૂછ્યું.
"ઓલ્ડ મનાલીથી મે બી અડધો-પોણો કલાક થશે સોલાંગ વેલી પહોંચતા"
"અને હા ત્યાં પર્સ કે તમારી કિંમતી વસ્તુ જ સાથે લેજો અને બાકીનો સામાન અહીંયા જ રહેવા દેજો"વોલેન્ટીયર ગર્લએ કહ્યું.
"સોલાંગ વેલીથી આવ્યા પછી તમારે ઓલ્ડ મનાલીમાં જ્યાં ફરવું હોય ત્યાં ફરવાની છૂટ છે.બસ રાત્રે ૮:૩૦ સુધીમાં બધા જ વોલ્વો જ્યાં ઉભી રાખીશું ત્યાં પહોંચી જજો.અહીંયા આપણો મનાલીનો સફર પૂરો.હવે કાલ પંજાબના ખેતરો જોઈશું"વોલેન્ટીયર બોય બોલ્યો.
ઓલ્ડ મનાલીથી ત્યાંની લોકલ મીની બસમાં બેસીને સોલાંગ વેલી પહોંચ્યા.ત્યાં બહુ જ વધારે પડતો સ્નો ફોલ થઈ રહ્યો હતો.બધા જ ટ્રેકર્સને ત્યાંના જેકેટ અને બુટ આપવામાં આવ્યા જેથી બરફમાં ચાલતા એમના પગ ખુંપી ના જાય.ત્યાં ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી હતી જેમ કે સ્કીન્ગ,ઝોરબિંગ,ટ્યુબ રાઈડ,મોટરબાઈક રાઈડ.
"એક વાર ધ્યાનથી સાંભળી લો.ત્યાં સામે કેબીન જેવું દેખાય છે ત્યાં આ બધી જ એડવેન્ચર એક્ટિવિટીસની ટિકિટ મળશે.જેને જે ફાવે એ એક્ટિવિટી કરી શકે છે.અત્યારે નવ ને પચીસ થાય છે.બાર વાગ્યા પહેલા બધાએ આ જગ્યાએ પહોંચી જવાનું છે,ક્લીઅર?"
"ક્લીઅર સર"
બધા પોતપોતાની રીતે ત્યાં ફરવા લાગ્યા.માનુજ સાથે આવેલું ગ્રુપ સૌથી પહેલા પેરાગ્લાઇડિંગ કરવા માટેની ટિકિટ લેવા ગયા.ત્યાં મોટી લાઇન હતી.લાઈનમાં નકુલ,દેવ અને નિત્યા ઉભા હતા.બાકીના બધા ફોટા અને વીડિયો બનાવી રહ્યા હતા.
"તને આમાં બીક નહીં લાગે?"નકુલે નિત્યાને પૂછ્યું.
"ના,જરાય નહીં.અમે આબુ ગયા ત્યારે કર્યું હતું"
"તો બરાબર"
"તારે આ પ્રશ્ન આને પૂછવો જોઈએ"નિત્યા દેવ તરફ ઇશારો કરતા બોલી.
"કેમ તને ડર લાગે છે?"
"હા,મને હાઈટ પર લટકતા ડર લાગે છે.મને એમ થાય કે વચ્ચે જ પડી જઈએ તો શું થાય"દેવે કહ્યું.
નકુલ અને નિત્યા બંને આ સાંભળીને હસવા લાગ્યા.
"અરે એમ કઈ ના પડી જવાય.અને આમાં ક્યાં તારે એકલાને જવાનું છે.એક ઇન્સ્ટરક્તર સાથે હશે જ"
"તો બરાબર,પણ આ લાંબી લાઇન કેમ આગળ નથી વધતી?"
"વેઇટ હું જોઈને આવું"નકુલ ટિકિટ બારી પાસે જોવા ગયો.જોઈને પાછો આવ્યો અને બોલ્યો,"અરે યાર આપણા નસીબ બહુ જ ખરાબ છે"
"કેમ,શું થયું?"નિત્યાએ પૂછ્યું.
"આજ ઓવર સ્નોફોલના કારણે પેરાગ્લાઇડિંગ નઈ કરી શકાય"
"વોટ અ ગુડ ન્યુઝ"દેવ બોલ્યો.
"ચાલો આ ગુડ ન્યુઝ પેલા ચારને પણ આપીએ"નકુલ બોલ્યો.
નકુલે જ્યારે કહ્યું ત્યારે માનુજ બોલ્યો,"ઓહહ શીટ યાર,અહીંયા આવ્યાને પેરાગ્લાઇડિંગ ના કર્યું તો મતલબ શું અહીંયા આવવાનો"
"અરે કાઈ વાંધો નઈ,અહીંયા બીજી એક્ટિવિટી પણ છે એમાં જઈએ"દિપાલી બોલી.
"હવે એ જ કરશું ને"માનુજે ઉદાસ થઈને કહ્યું.
"આ પેલી રાઈડને શું કહેવાય?"શ્રેયાએ પૂછ્યું.
"કઈ ફુગ્ગાની અંદર ગોળ ગોળ ફરવાનું છે એને?"
"એને ઝોરબિંગ કહેવાય,પછી આ સ્ટ્રિક્સ લઈને બરફમાં સ્કેટિંગ કરવા જેવું છે એને સ્કીન્ગ કહેવાય અને બાકીના બે તો તમને ખબર જ છે મોટરબાઈક રાઈડ એન્ડ ટ્યુબ રાઈડ"નકુલે જવાબ આપ્યો.
"તમને આ બધું કઈ રીતે ખબર નકુલકુમાર?"દિપાલીએ પૂછ્યું.
"યુ નો વોટ,આઈ એમ વેરી ઇન્ટિલેજન્ટ"
"જે પૂછ્યું એનો જવાબ આપ.તને કેવી રીતે ખબર આ બધું"સલોનીએ કહ્યું.
"એક બિઝનેસ ટુરમાં આવ્યો હતો અહીંયા,ત્યારે હું એક પ્રોફેશનલ બિઝનેસમેન તરીકે આવ્યો હતો એટલે આ બધાની માત્ર જાણકારી જ છે મારી પાસે.એક્સપિરીઅન્સ હવે કરીશ"
"બોલો ચલો કોને કઈ રાઈડમાં જવું છે,અમે ટિકિટ લઈને આવીએ"માનુજે પૂછ્યું.
"હું મોટરબાઈક રાઈડમાં,ટ્યુબ રાઈડમાં અને ઝોરબિંગમાં"નકુલે કહ્યું.
"હું પણ"સલોની બોલી.
"હું પણ સેમ જ"શ્રેયાએ કહ્યું.
"નિત્યા તું?"માનુજે પૂછ્યું.
"હું ખાલી સ્કીન્ગમાં જ"
"દેવ તું?"
"હું ઝોરબિંગ અને સ્કીન્ગમાં"
"ઓકે,હું અને દિપાલી બધામાં ટ્રાય કરીશું.તમે અહીંયા જ રહો,હું ટિકિટ્સ લઈને આવું"
બધાએ રાઈડ્સની મજા લીધી.બધાને ખૂબ મજા આવી.અગિયાર વાગી ગયા હતા.બધાને કકડીને ભૂખ લાગી હતી.ત્યાં જમવા માટે તો કઈ હતું નહીં ખાલી નાસ્તાની દુકાનો હતી.જેમાં જ્યુસ,સેન્ડવીચ,ગરમાગરમ ભજીયા અને મેગી હતું.ત્યાંની ફેમસ મેગી ખાધી અને પછી ઓલ્ડ મનાલી પાછા આવવા નીકળી ગયા.
"આપણે ઓલ્ડ મનાલી પહોંચી ગયા છીએ.હવે તમારે રાત્રે ૮ વાગ્યા સુધી જ્યાં ફરવું હોય ત્યાં તમારી રીતે ફરો.અહીંયા ફરવા માટે કોઈ વિહીકલની જરૂર નથી.કારણ કે જો તને વિહિકલમાં જશો તો અહીંયાના રસ્તાઓનો નજારો તમે નઈ માણી શકો.બાકી તમારી ચોઇસ તમારે ક્યાં અને શેમાં જવું છે"વોલેન્ટીયર ગર્લ બોલી.
"આમ તો અહીંયા બધું જોવા લાયક છે પણ ફેમસ જગ્યાઓમાં હિડીમ્બા ટેમ્પલ,મનુ ટેમ્પલ,દુંગરી વનવિહાર,ક્લબહાઉસ અને મોલ રોડ જેવું ઘણું બધું છે.તો શાંતિથી ફરી લો,શોપિંગ કરવી હોય તો મોલ રોડમાં ઘણી શોપ છે. અને રિમેમ્બર કે તમારી રીતે જમીને રાત્રે આંઠ વાગે અહીંયા મળજો"
"ઓકે સર,થેંક્યું યુ"માનુજે કહ્યું.
"બોલો આપણે ક્યાં જઈશું પહેલા?"માનુજે બધાને પૂછ્યું.
"મને લાગે છે આપણે અહીંયાંથી એક ગાઈડને સાથે લઈ જવો જોઈએ.જેથી આપણે બધા પ્લેસ શોધવામાં સમય પણ ના જાય અને બધું કવર થઈ જાય"દેવે સુઝાવ આપ્યો.
"હા,તારી વાત સાચી છે પણ અહીંયા ગાઈડ મળશે ક્યાં?"નકુલે પૂછ્યું.
"આપણે અહીંયાંથી થોડા આગળ જઈએ એટલે બધું મળશે"નિત્યાએ કહ્યું.
આખું ગ્રુપ ચાલતું ચાલતું ઓટોસ્ટેન્ડ પર પહોંચ્યું.
"ભૈયા,યહા પે હમેં ગાઈડ કહા મિલેગા?"માનુજે પૂછ્યું.
"આપકો કહા જાના હૈ?"
"હમે હિડીમ્બા ટેમ્પલ,દુંગરી વનવિહાર,મનુ ટેમ્પલ સભી જગહ પે જાના હૈ"
"આપ ચલ કે જાના ચાહતે હો?"
"કિતની દૂર હૈ યે સબ?"
"સબ મિલાકર પાંચ કિલોમીટર હોગા.ઔર અગર ઓટો મે જાના ચાહતે હો તો આપકો મે લેકર ચલતા હૂ,લેકિન મે યહી કહુંગા કી આપ ચલ કે જાઈએ"
"કયું?"
"ઇસસે,આપ યહાઁ કે નેચર કા પુરા મજા લે પાયેંગે"
"અચ્છા તો આપ હમેં કહા સે જાના હૈ "
"દેખો યહા સે આગે જા કર દો રાસ્તે આયેંગે,આપ લેફ્ટવાલા પકડ કે ચલના.આગે આપ કો ખુદ હી સમજ મે આ જાયેંગા"
"અચ્છા ભૈયા,થેંક્યું"
"કોઈ બાત નહીં ભૈયા"
ચાલતા ચાલતા આગળ ગયા ત્યાં બે રસ્તામાંથી ડાબીબાજુના રસ્તે આગળ વધ્યા.ત્યાં ૨૦૦ મીટર ઉપર ચઢતા વનવિહાર આવ્યું.ત્યાં યાર્ક રાઈડ અને હોર્સ રાઈડ કર્યા.ત્યાં ખૂબ જ ઊંચા ઝાડ હતા.ત્યાં ફોટોગ્રાફીવાળા ભાઈઓ પણ હતા.પણ આજકાલના જમાનામાં ક્યાં ફોટોગ્રાફરની જરૂર પડે છે.અત્યારના લેટેસ્ટ મોબાઈલો હોવાથી ઘરે ઘરે ફોટોગ્રાફર હોય છે.ત્યાંથી થોડું ઉપર જતા હીડિમ્બા ટેમ્પલ આવ્યું જે ખૂબ જ પ્રાચીન છે.હીડિમ્બા ટેમ્પલની પાછળ જ દુંગરી વનવિહાર આવેલું હતું ત્યાં ખૂબ જ સુંદર નજારો હતો.એમાં પણ ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટીસ હતી.ત્યાંથી થોડું નીચે આવતા વ્યાસ નદી ખળખડતી હતી.નદી પરના લોખંડના પુલને ક્રોસ કરતા પ્રોપર ઓલ્ડ મનાલીમાં પહોંચી જવાય.ત્યાં ખૂબ જ પ્રાચીન ઘર અને બીજું ઘણું પણ જોવા લાયક છે.ત્યાંથી થોડું આગળ જતાં મનુ ટેમ્પલ હતું.ત્યાં પહોંચતા પહોંચતા આ લોકોને ૫:૪૫ થઈ ગયા હતા.
"યાર હજી કેટલું ચાલવાનું છે?"સલોની બોલી.
"કેમ થાક લાગી ગયો?"માનુજે કહ્યું.
"હાસ્તો,એના કરતાં વિહિકલ્સમાં આવ્યા હોત તો સારું હતું"
"કઈ વાંધો નઈ.હવે આપણે સીધા જ મોલ રોડ જઈએ.બીજે ક્યાંય જવું નથી"બધાની હાલત જોતા દેવ બોલ્યો.
"મોલ રોડ સુધી તો ચાલી શકશે ને કે પછી ટેક્સી કરી લઈએ?"નકુલે બધાને પૂછ્યું.
"ચાલી શકશે"નિત્યાએ તરત જ જવાબ આપ્યો.
"તારી વાતો ના થાય,તું ચાલીને આવ.ચાલ નકુલ આપણે ટેક્સીમાં જઈએ"
"હું પણ નિત્યા સાથે ચાલીને આવીશ"માનુજ બોલ્યો.
"હું પણ"દેવ અને દિપાલી એક સાથે બોલ્યા.
"સલોની આપણે પણ ચાલવું જ પડશે.કારણ કે,મને નથી લાગતું કે અહીંયા દૂર દૂર સુધી ક્યાંય ટેક્સી મળે"નકુલે આમ તેમ નજર ફેરવીને કહ્યું.
"નકુલ મને ઊંચકી લે ને"સલોનીએ કહ્યું.
"તારું વજન જોયું છે તે.મારી કમર તૂટી જશે"
"એટલે તું એમ કહેવા માગે છે કે હું જાડી છું"
"અરે ના બેબી,મેં ક્યાં એવું કહ્યું"
આ સાંભળી નિત્યાએ દેવ સામે એક નજર જોયું અને ત્યાંથી ચાલવા લાગી.દેવ પણ નિત્યાની પાછળ ગયો.
સલોનીના નખરા જોઈને માનુજે દિપાલીના કાનમાં કહ્યું,"તારી બેન બઉ વધારે પડતા નાટક કરતી હોય એવું નથી લાગતું"
"હા"
"તું કઈક કે ને,બધાને લેટ કરાવે છે આ તો"
"સલોની,તારા નખરા પત્યા હોય તો જઈશું હવે,જો નિત્યા અને દેવભાઈ કેટલા આગળ પહોંચી ગયા"
"સારું ચાલો"