દેવને નિત્યા સાથે સેલ્ફી લેવી હતી પણ નિત્યાએ દેવને ના કહ્યું તેથી દેવ ગુસ્સે થઈને,"હવે મારી સાથે ના બોલતી"કહીને ત્યાંથી નીકળી ગયો.નિત્યાને ચીડવવા માટે દેવ જાણી જોઈને સલોની અને શ્રેયા પાસે વધુ રહેવા લાગ્યો.એ જાણવા માંગતો હતો કે નિત્યા એના આમ કરવાથી કેવું રીએક્ટ કરે છે.નિત્યા સલોની અને શ્રેયાના રચેલા જાળમાંથી દેવને બચાવવા માંગતી હતી પણ એ ડાયરેક્ટ દેવને આ વાત કરશે તો દેવ કેવું રીએક્ટ કરશે.એને એ પણ શંકા હતી કે દેવને એની વાત સાચી લાગશે કે નહીં.બ્રેક પછીના બે કલાક ટ્રેકિંગ કરીને ફાઇનલી ભૃગુ લેક પહોંચી ગયા.ત્યાં કઈક વધારે જ ઠંડી હતી પણ ત્યાં પહેરવાના સ્નોપ્રુફ ક્લોથીસ બધાને કેમ્પ તરફથી જ પ્રોવાઈડ કર્યા હતા.નિત્યાએ તો વળી થર્મલ પર બે જેકેટ અને પછી આ સ્નોપ્રુફ ક્લોથીસ,માથા પર ગરમ ટોપી પહેરી હતી.થોડી વાર એને બહુ જ ઠંડી લાગી પછી એને ત્યાનું વાતાવરણ સેટ થઈ ગયું.ભૃગુ લેક પાસે જઈને બધાએ ગ્રુપ ફોટો પાડ્યો જે આ ટ્રીપની મુખ્ય યાદ તરીકે ગણાયો હતો.ત્યાં બધાએ બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેકવાનું શરૂ કર્યું.આ દ્રશ્ય એવું હતું જાણે બધા બરફથી હોળી રમી રહ્યા હોય.નિત્યાએ પણ આ જગ્યાની મજા માણી.દેવ એને ઇગ્નોર કરતો હતો છતાં એને હેરાન કરવા એને એક બરફનો ગોળો બનાવી એને માર્યો પણ દેવે નિત્યા તરફ ધ્યાન ન આપ્યું.નિત્યા અને દિપાલીએ ત્યાં બરફનું એક સુંદર ઘર બનાવ્યું અને ખૂબ મજા કરી.આ બધામાં સાંજ થઈ ગઈ અને એ લોકો પાછા જવા માટે નીકળ્યા.રાત્રે રાઓલી ખોલી એડવાન્સ બેસકેમ્પ હતો ત્યાં પહોંચ્યા.ત્યાં રાત્રે ડિનર કર્યું અને બધા જ થાક્યા પાક્યા વહેલા જ સુઇ ગયા.
છઠ્ઠા દિવસે સવારે ત્યાંથી ગુલાબા જવા માટે પાછા ફર્યા.ગુલાબા પહોંચતા લન્ચનો સમય થઈ ગયો હતો.લન્ચ કરીને ત્યાંથી ત્રણ કલાકની ટ્રેકિંગ કરી પહાડોની વચ્ચે રિવર રાફટિંગ પોઇન્ટ પર પહોંચ્યા જ્યાં ઠંડા પાણીનું ઝરણું વહેતુ હતું.ત્યાં કેમ્પ ઇન્સ્ટરક્તરના કહ્યા મુજબ બધા ગ્રુપમાં વારાફરથી રિવર રાફ્ટટિંગ માટે જઇ રહ્યા હતા.માનુજના ગ્રુપનો ટર્ન બસ થોડી વાર પછી હતો.બધાને રાફ્ટટિંગ માટેના ક્લોથીસ પહેરાવી દીધા.જે લોકો રાફ્ટટિંગમાં જઈને આવતા હતા એ બાકીનાને પોતાનો અનુભવ શેર કરતા હતા ત્યારે બાકીના ડરી જતા કે શું થશે.આગળ જે ખીણ છે એમા પડી તો નઈ જઈએ ને.નિત્યા પણ આ વિચારથી થોડું ગભરાઈ રહી હતી અને એમાં પણ સલોની સાથે હતી એટલે નિત્યાને એક્સિડન્ટ યાદ આવી ગયો.એ જ સમયે દેવે એની સામે જોયું.એ નજરમાં એવું કંઈક હતું જેથી નિત્યાનો ડર છુમંતર થઈ ગયો.હવે રાફટિંગ માટે એમનો ટર્ન હતો.રિવર રાફ્ટમાં આગળ માનુજ-દિપાલી,નકુલ અને સલોની બેસ્યા અને પાછળ નિત્યા,દેવ અને શ્રેયા બેસ્યા.દેવ શ્રેયા અને નિત્યાની વચ્ચે બેસ્યો હતો.રાઈડ સ્ટાર્ટ થઈ.શરૂઆતમાં તો ધીમું ધીમું સ્ટાર્ટ થયું અને પછી તો ઝરણામાં પાણીના વહેણ સાથે સ્પીડ વધતી ગઈ.જેવી સ્પીડ વધી એવી સલોની,દિપાલી,શ્રેયા અને નિત્યાને ડર લાગવા લાગ્યો.સલોની નકુલને પકડીને બેસી હતી અને દિપાલી માનુજને પકડીને બેસી હતી.હવે બે છોકરીઓ વચ્ચે દેવ બેઠો હતો પણ દેવનો હાથ શ્રેયાએ પહેલેથી જ પકડી લીધો હતો.નિત્યાનું બેલેન્સ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું. એક વાર તો એને દેવનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો પણ શ્રેયાએ દેવને પોતાની તરફ ખેંચી લીધો.નિત્યા આગળની શીટને પકડીને બેસી ગઈ.પાણીનું વહેણ વધતું ગયું એટલે રાફ્ટની સ્પીડ વધી.ફરીથી એક વાર ધક્કો લાગ્યો વખતે નિત્યા પોતાનું બેલેન્સ ના જાણવી શકી હોવાથી રાફ્ટની બહારની બાજુ ખેંચાઈ કે તરત જ દેવે શ્રેયાનો હાથ ઝટકો મારીને છોડી લીધો અને નિત્યાને પકડીને એની બાજુ ખેંચી લીધી.નિત્યા ડરી ગઈ હોવાથી એની આંખો બંધ હતી.
"આર યુ ઓકે?"દેવે નિત્યાને પૂછ્યું.
નિત્યાએ ધીમે રહીને આંખો ખોલી તો એ દેવની વધુ નજીક આવી ગઈ હતી.એ તરત જ દેવથી છૂટી પડી અને બોલી,"હા,આઈ એમ ઓલ રાઈટ"
શ્રેયા નિત્યા સામે કાતિલ નજરોથી જોઈ રહી હતી.રાફ્ટમાં બેસેલી ચારે છોકરીઓને રાફ્ટમેનને રાઈડ બને તેમ જલ્દી પતાવવા કહ્યું.નિત્યા ક્યાં પકડું તો બેલેન્સ રે એમ વિચારીને આજુબાજુ નજર કરી પણ એને કઈ દેખાયું નહીં.દેવ આ જોઈ રહ્યો હતો એટલે એને એનો હાથ નિત્યા તરફ આગળ વધાર્યો અને ઇશારામાં કહ્યું કે,"મને પકડીને બેસ"
નિત્યાએ દેવને ટાઈટલી પકડી લીધો.એ જોઈ શ્રેયાએ પણ દેવનો બીજો હાથ પકડી લીધો.દેવને ઓકવર્ડ લાગી રહ્યું હતું પણ એ કશું જ કરી શકે એમ ન હતો.હવે તો દેવને જ એમ થતું હતું કે આ રાઈડ જલ્દી પુરી થાય તો સારું.રિવર રાફટિંગ રાઈડ પુરી થઈ.બધાએ ત્યાંના ક્લોથીસ કાઢ્યા અને એક જગ્યાએ ભેગા થયા.
"કેવું રહ્યું,મજા આવી ગઈ ને?"નકુલે બધાને પૂછ્યું.
"આજ એક વાત પાક્કી થઈ ગઈ કે આવી જગ્યાએ છોકરીઓની આજુબાજુ ના બેસાય"દેવે જવાબ આપ્યો.
"હા,એ સાચું કહ્યું હો તે"માનુજ બોલ્યો.
"મને એમ થાય છે કે આટલો ડર લાગતો હોય તો શું કરવા આવતા હશે"દેવ બોલ્યો.
"બસ હો દેવભાઈ,બઉ થયું તમારું"
"દેવ તું વધારે પડતું નથી બોલી રહ્યો"સલોની બોલી.
"દેવ બરાબર જ કહે છે.જો આ તે શું કર્યું છે"રાફ્ટમાં ડરના કારણે સલોની નકુલને પકડીને બેસી હોવાથી સલોનીના મોટા મોટા નખના વાગવાને કારણે પડેલા નિશાન બતાવતા નકુલ બોલ્યો.
નિત્યાને આ બધી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોવાથી તે ત્યાંથી દૂર જઈને ફોનમાં કઈક શોધતી હતી એટલામાં દેવ એની પાસે આવ્યો અને બોલ્યો,"મેં જે કહ્યું એ તારા માટે નહોતું કહ્યું,મેં શ્રેયા માટે કહ્યું હતું.એટલે માઈન્ડ પર ના લેતી"કહીને દેવ ત્યાંથી પોતાના ટેન્ટ તરફ ચાલ્યો ગયો.રાતે ડિનર કરીને અમુક પોતાના ટેન્ટમાં આરામ કરતા હતા,અમુક ફોન ફેંદી રહ્યા હતા,અમુક એકલા બેસીને ત્યાંની ઠંડી માણી રહ્યા હતા તો અમુક ટ્રીપના વોલેન્ટીયર પાસે કાલનો શું પ્રોગ્રામ છે એ જાણી રહ્યા હતા.દિપાલી માનુજ સાથે હતી તેથી નિત્યા પોતાના ટેન્ટમાં બુક વાંચી રહી હતી.દેવ બીજા ટ્રેકર્સ સાથે વાતો કરવામાં વ્યસ્ત હતો.શ્રેયા તો રાત્રે પણ ફોટોસ ક્લિક કરવામાં થાકતી ન હતી.નકુલ અને સલોની ટેન્ટની આસપાસ થોડી જગ્યા હતી ત્યાં આંટાફેરા મારી રહ્યા હતા.શ્રેયા ફોટા પાડીને થાકી પછી એને બધા વ્યસ્ત દેખાયા એટલે એને નિત્યાના ટેન્ટની લાઈટ ચાલુ દેખાઈ હોવાથી એ નિત્યા પાસે ગઈ.
"હાઈ,હું આવી શકું?"શ્રેયાએ અંદર જતા પહેલા પૂછ્યું.
નિત્યાને ના ગમે એવા લોકો પાસે બેસવા કરતા એકલતા પસંદ હતી પણ એ કોઈને ના નહોતી કહી શકતી એટલે એને "હા,આવને" એમ કહ્યું.
"હું તને ડિસ્ટર્બ તો નથી કરી રહી ને?"
"કરે તો છે પણ મારી પાસે પણ કોઈ ચારો નથી"એવું નિત્યા મનમાં બોલી અને પછી શ્રેયાને જવાબ આપતા કહ્યું,"ના ના,હું બસ આ બુક વાંચતી હતી"
"તને વાંચવાનો શોખ વધારે લાગે છે"
"હા એટલે જ વાંચું છું"મનમાં બોલી અને પછી જવાબ આપ્યો,"હા,હું સારું એવું લખી પણ શકું છું"
"ઓહહ,રાઇટર.સરસ સરસ"
"થેંક્યું"
બંને વાતો કરી રહ્યા હતા એટલામાં દેવ બહારથી બોલ્યો,"નિત્યા હું અંદર આવી શકું"
નિત્યાએ શ્રેયાની સામે જોયું અને બોલી,"હા"
દેવ અંદર આવ્યો અને શ્રેયાને જોતા જ મનમાં બોલ્યો,"અરે યાર,આ અહીંયા છે.કાશ હું ના આવ્યો હોત તો સારું"
નિત્યા દેવના મનની વાત સમજી ગઈ અને દેવ સામે જોઇને મનમાં હસવા લાગી.દેવ પણ એની સામે મોઢું બનાવવા લાગ્યો.શ્રેયાએ આ જોયું અને બોલી,"તમે બંને એકબીજાને ક્યારથી ઓળખો છો?"
"નાનપણથી"દેવે જવાબ આપ્યો.
"અચ્છા,રિલેટિવ છો?"
"અમારા બંનેના પપ્પા બેસ્ટફ્રેન્ડ હતા"નિત્યાએ કહ્યું.
"હતા મતલબ?"શ્રેયાએ પૂછ્યું.
"માય ફાધર ઇસ નો મોર"દેવે ઉદાસ થઈને કહ્યું.
"ઓહહ!,આઈ એમ રિયલી સોરી"શ્રેયાએ દેવનો હાથ પકડતા કહ્યું.
"નોટ ટુ વરી"દેવે શ્રેયાનો હાથ છોડાવતા બોલ્યો.
શ્રેયા મનમાં વિચારવા લાગી કે,"સલોની કહેતી હતી એવું કંઈ લાગતું નથી મને.આ બંને તો બસ સારા ફ્રેન્ડ છે.હવે મારુ કામ મને આશાન જણાય છે"
નિત્યાના પગમાં નિશાન જોઈને શ્રેયાએ પૂછ્યું,"આ શેનું નિશાન છે"
"થોડા સમય પહેલા મારો એક એક્સિડન્ટ થયો હતો એનું નિશાન છે"
"ઓહહ,બરાબર"
"શું બરાબર.આ બધું આને જાણીને શું કરવું છે.ખાલી લપ કરવા આવી ગઈ છે.અને આ નિત્યા પણ એના સવાલોના જવાબ આટલું પોલાઈટલી આપી રહી છે.હું અહીંયા થોડી વાર એની સાથે વાત કરવા આવ્યો હતો ને આ લપ અહીંયા ક્યાંથી આવી ગયું"દેવ મનમાં વિચારતો હતો એટલામાં દિપાલી આવી.
"હાઈ ગાયસ,શું કરો છો તમે બધા"દિપાલી બોલી.
"વાતોના વડા"
"સરસ સરસ"
"તને ટાઈમ મળી ગયો અમારી પાસે આવવાનો.મને લાગ્યું આજ તું અને મારા ભૈયાજી(માનુજ) આખી રાત વાત કરશો"નિત્યા દિપાલીને ચીડવતાં બોલી.
"મને એમ થાય છે કે તમે આટલા ટાઈમ સુધી વાતો શું કરતા હશો.નવાનવી એકબીજાને જાણવાના હોય ત્યારે ઘણી વાતો હોય પણ અત્યારે શું વાતો કરતા હશો"
"દેવભાઈ,હજી તમે સિંગલ છો એટલે તમને નઈ ખબર પડે.તમે ડબલ થશો એટલે તમને પણ વાતો નઈ ખૂટે"
"હશે"
એટલામાં સલોની શ્રેયાને બોલાવવા આવી.શ્રેયાના ગયા પછી દેવ બોલ્યો,"યાર,આ તો લપ છે ખરેખર"
"લપ એટલે મહાલપ છે.અને ફોટા તો એટલા પાડે છે જાણે એ મોટી હિરોઇન હોય અને એને રોજ એક ફોટો અપલોડ કરવાનો હોય"દિપાલી બોલી.
"હશે જેવા જેના શોખ"નિત્યાએ કહ્યું.
"હા,એ તો છે"
"ચાલો હવે હું પણ સુવા જાઉં"દેવ ઉભો થતા બોલ્યો.
"બેસો ને થોડીવાર દેવભાઈ,હજી તો વાર છે સુવાની"
"અરે ના થાક પણ લાગ્યો છે અને હજી તો પેલા બે(નકુલ અને માનુજ)સાથે થોડી વાતો કરી લવને.ફરી આવો મોકો મળે ન મળે"
"હા,એ વાત સાચી"
"ચલ બાય દિપાલી,બાય નિત્યા"નિત્યાના ગાલ ખેંચતા બોલ્યો.
"બાય,જય શ્રી કૃષ્ણ"
"જય શ્રી કૃષ્ણ"
દેવના ગયા પછી જે ગાલ દેવે ખેંચ્યો હતો ત્યાં નિત્યા હાથ ફેરવતી હતી અને મનમાં મલકાઈને ખુશ થઈ રહી હતી.નિત્યાને આમ જોઈને દિપાલી બોલી,"આય હાય,શું સ્માઈલ છે તારા ચહેરા પર.દેવભાઈને પાછા બોલાવું"
"શટ અપ,દુખે છે એટલે હાથ ફેરવું છું"
"પણ મેં તો તને એ બાબત પર કઈ કહ્યું જ નથી"
"તું ચૂપચાપ સુઈ જા અને મને પણ સુવા દે"નિત્યાએ લાઈટ બંધ કરતા કહ્યું.
"નિત્યા,યૂ લાઈક હીમ ના?"
"ગુડ નાઈટ દિપુ"નિત્યાએ વાતને ઇગ્નોર કરતા કહ્યું.
"જો એવું કઈ હોય તો પોતાના મનની વાત કહેવામાં વાર ના લગાડતી.અમુક વાર સારા કામમાં વિઘ્ન જલ્દી આવી જતા હોય છે"
નિત્યાએ સામે કઈ જ જવાબ ન આપ્યો પણ દિપાલીના કહ્યા પછી ક્યાંય સુધી એ ટોપિક પર વિચાર કરતી રહી અને પછી સુઈ ગઈ.
આમ,ટ્રીપનો છઠ્ઠો દિવસ પૂરો થયો.