Padmarjun - 31 in Gujarati Fiction Stories by Pooja Bhindi books and stories PDF | પદમાર્જુન - (ભાગ-૩૧)

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

પદમાર્જુન - (ભાગ-૩૧)

આગળનાં ભાગમાં આપણે જોયું :

“શાશ્વત, મને લાગે છે કે મારું અહીં રહેવું સુરક્ષિત નથી.”પદમાએ કહ્યું અને જવા માટે પાછળ ફરી. પરંતુ શાશ્વતે તેનો હાથ પકડીને રોકી લીધી.

“મને જવાબ તો આપતી જા.”

“હમ્મ…પહેલાં આપણાં બંનેના માતા-પિતાને મનાવ પછી જવાબ મળશે.”પદમાએ પોતાનો હાથ છોડાવ્યો અને પોતાના તંબૂમાં ચાલી ગઈ.

તારી આંખોના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારાં પ્રસ્તાવ પર મને તારાં હસ્તાક્ષર મળીગયાં.”

શાશ્વત ત્યાં બેઠો-બેઠો મલકયો ત્યાં જ ફરીથી સિંહની ગર્જના સંભડાણી.

“મને લાગે છે કે હવે તો મારું પણ અહીં રહેવું સુરક્ષિત નથી.”

હવે આગળ :

તેઓ સફર પરથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેઓને સમાચાર મળ્યાં કે મહારાજનું બીમારીનાં કારણે મૃત્યુ થઇ ગયું છે.આ સમાચાર સાંભળીને બધા શોકમગ્ન થઇને પરત ફર્યા.

...

સારંગગઢની રાજ્યસભા

મહારાજનાં મૃત્યુને હવે ચાર માસ જેટલો સમય થઇ ગયો હતો.સારંગે એક સભા બોલાવી.તેમાં કલ્પ, સોમ, શાશ્વત, વિદ્યુત,ભાનું અને અન્ય ટુકડીઓનાં સેનાપતિ હાજર હતાં.

( સારંગે શાશ્વતને પોતાની પાસે બોલાવ્યો અને તેનાં તરફ એક તલવાર લંબાવીને કહ્યું, "શાશ્વત, આ તલવાર તારાં માટે છે."


તેની વાત સાંભળીને શાશ્વતે તલવાર લેવાં પોતાનો હાથ લંબાવ્યો પણ ત્યાં તો સારંગે તે જ તલવાર શાશ્વતનાં હૃદયની આરપાર કરી દીધી.સારંગનું મોં શાશ્વતનાં લોહીથી રક્તરંજીત થઇ ગયું.


"શાશ્વત." સોમ અને કલ્પ ચિલ્લાઈ ઉઠ્યાં.તે બંને શાશ્વત તરફ ભાગ્યાં પણ સૈનિકોએ તેમને પકડી લીધાં.


"મારી પદમા તારાં આ જ હૃદયમાં રહેતી હતીને?"સારંગે કહ્યું અને જોશ-જોશથી હસવા લાગ્યો.


"ભ્રાતાશ્રી." વિદ્યુત પણ પોતાનાં મિત્રની દુર્દશા જોઇને ચિલ્લાયો અને સારંગ તરફ આગળ વધ્યો પરંતુ ભાનુએ તેને પકડી લીધો.


"ભાનું,છોડ મને."વિદ્યુતે કહ્યું.


"ભાનું."


"ભાનું.")

"ભાનું."ક્યાં ધ્યાન છે તારું?"સારંગે પૂછ્યું.

સારંગનો અવાજ સાંભળીને ભાનું સ્વપ્નમાંથી બહાર આવ્યો.તેને આજુબાજુ જોયું.શાશ્વતને સુરક્ષિત જોઇને તે ચોંકી ગયો.


"સારંગ મારું સ્વપ્ન શીઘ્ર સાચું પાડશે."ભાનુંએ ક્રુરતાથી હસીને વિચાર્યું અને સભામાં ધ્યાન પરોવ્યું.

“આજે મેં તમને બધાને એક અગત્યનાં વિષયની ચર્ચા કરવાં માટે બોલાવ્યાં છે.આપણી ઉત્તર તરફનો પડોશી દેશ મલંગ સાથે આપણા સબંધ હંમેશા તણાવપૂર્ણ રહ્યાં છે.મહારાજનું મૃત્યુ થઇ ગયું એ કારણે તેઓ વિચારે છે કે આપણે કમજોર પડી ગયાં છીએ.તેથી તેણે પોતાનાં રણમેદાનમાં આપણને યુદ્ધ માટે લલકાર્યા છે.એટલે હું ઈચ્છું છું કે આપણે તેને સારો જવાબ દઈએ.”

“સેનાપતિ, તમે અને શાશ્વત આપણી સેના લઈને જાવ અને મલંગ જીતીને આવો અને દેખાડી દો એને કે એનો સામનો કરવા માટે માત્ર તમે બંને જ કાફી છો.”

“મલંગનો રાજા તો અત્યંત શક્તિશાળી છે તો પછી તેની સાથેનાં યુદ્ધમાં સારંગ ખુદ કેમ નથી ઉતરતાં?કદાચિત મહારાજનાં મૃત્યુનાં કારણે થોડાં ઘણાં શોકમગ્ન હશે અને તેઓને યુદ્ધમાં જોડાવવા કહીશ તો શાશ્વતની નિષ્ઠા અને આવડત પર પ્રશ્નો ઉત્પન્ન થશે.”કલ્પે વિચાર કર્યો.

“સેનાપતિજી, શું વિચાર છે તમારો?”

“હું તમારી સાથે સહેમત છુ.”કલ્પે કહ્યું.

"પદમા,હું શાશ્વતને તારાથી દુર કરીને જ રહીશ."વિદ્યુતે સ્વગત કહ્યું.

....

આતરફ શાશ્વતે પોતાનાં માતા-પિતાને પદમા વિશે જણાવી દીધું હતું અને તેઓએ પદમાનાં માતા-પિતાને. બંને પરિવારે શાશ્વત અને પદમાનાં સંબંધ પર પોતાની પસંદગીની મહોર મારી દીધી હતી તેથી પદમા અને શાશ્વવત બહુ ખુશ હતાં.

...

પદમા અને રેવતી બંને બપોરનું ભોજન કરવાં બેઠાં. રેવતીએ તેની થાળીમાં ભાત આપ્યાં અને હસી.

“માતા અહીં આવો.”પદમાએ કહ્યું અને રેવતી સામે જોઇને પૂછ્યું, “તું શા માટે હસી રહી છો?”

પદમાનાં માતા ત્યાં આવ્યાં.

“માતા, મને ભાત ખવડાવોને.”પદમાએ કહ્યું.

“પદમા,તું હજુ પણ હાથે જમતા નથી શીખી.”રેવતીએ કહ્યું અને ફરીથી હસવા લાગી.

“એમાં હસવા જેવું શું છે?”પદમાએ મોં ફુલવીને પૂછ્યું.

“સત્ય તો કહી રહી છે રેવતી,હવે માત્ર બે માસ રહ્યા છે તારાં અને શાશ્વતનાં વિવાહ આડે. વિવાહ બાદ કોણ જમાડશે તને?”પદમાનાં માતાએ ચિંતિત અને લાગણીભીના સ્વરે પૂછ્યું.

“માતા, હું ક્યાં દુર જવાની છું?અહીં જ તો છું. જ્યારે મન થશે ત્યારે અહીં આવી જઇશ.”પદમાએ પરિસ્થિતિ હળવી કરવાં માટે હસીને કહ્યું પણ તેને સ્વપ્નેય કલ્પના ન હતી કે તેણે ટુંક સમયમાં જ પોતાનાં બધા જ સ્વજનોથી દુર થવું પડશે.
...

શું સારંગ પોતાની યોજનામાં સફળ થશે?