Noble presentation of creators of story world in Gujarat Literature Festival in Gujarati Anything by વાર્તાવિશ્વ કલમનું ફલક books and stories PDF | વાર્તાવિશ્વના સર્જકોનું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ઉમદા રજુઆત

Featured Books
Categories
Share

વાર્તાવિશ્વના સર્જકોનું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ઉમદા રજુઆત

Brij Rajendra Pathak ની કલમે સ્મૃતિમંદિર સચવાયેલા Glf નાં સુખદ સ્મરણો..
************************

વાર્તાવિશ્ર્વ-કલમનું ફલકનાં સુકાની દશૅના વ્યાસ 'દશૅ'ની દિલેરીની વાત છે.થોડા વરસો પહેલાં ગુજરાતી ટૂંકી વાર્તા વિષયક એક શિબિરાથીૅઓનાં તજજ્ઞ તરીકે તેઓની વરણી થાય છે.ઉત્સાહી ભાવકો એમને આ કાયૅને પોસવાં માટે આજીજી કરે છે.ગબડવું હતુંને ઢાળ મળ્યો.પોતાનાં રસનાં વિષયને વેગ આપવાની વાત હતી.ઇચ્છુકોની માવજત કરીને આગળ વધવાની તક તેઓ સ્વિકારી છે.મૂળ દિવમાં જન્મેલાંને ગાંધીધામમાં પરણેલાં દશૅનાબેનની આ યાત્રા આવી અનાયાસ પણ નિશ્ચિત મુકામે પહોંચાડવાની ધગશથી આગળ ધપે છે.ભરુચ નિવાસી દશૅના વ્યાસ થકી શરુ કરવામાં આવે છે એક વ્હોટસ્ અપ ગ્રુપ. વાર્તા વિશ્ર્વ કલમનું ફલક શરુ થાય છે.
ગુજરાતી ટૂંકીવાર્તા લખવાં વાળા ટૂંકી વાર્તાનાં રસિયા લેખકો માટે આ પ્રયાસ આશીૅવાદ રૂપ સાબિત થાય છે. પણ,શિસ્તને નિયમનાં આગ્રહી દશૅનાબેન વિષયલક્ષી વાર્તા લખવાં લેખકોને બાંધે છે.વિષયોમાં પસંદગી ખરી લેખનમાં મુક્ત ઉડ્ડયન કરવાની પરવાનગીની શરત.અઢી વષૅનાં જ ટૂંકા ગાળામાં દર મહિને બે વાર અપાયેલાં વિષયોને આવરી લેતી એવી શિસ્ત બધ્ધ કુલ મળીને ૩૪ કલમો પોતાનું કૌવત અજમાવે છે.જેમાં મૂક પ્રેક્ષકોને સ્થાન નહીં."બાવા બના હૈ તો હિન્દી બોલના પડેગા" દશૅનાબેનનાં મતે લેખનએ ગૌણ બાબત નથી.એ આપણી રોજિંદી પ્રવૃતિઓ જેવી જ આયાસ પૂવૅકની સજાગ રહીને કરવાની સાથૅક પ્રવૃતિ છે.લખવાનો નિયમ એ આપણી સક્રિય સમજણ સાથેનો આયાસ છે.ઉદાહરણ તરીકે ગયાં જ મહિને સજૅકોને સોંપવામાં આવેલ વિષય સાદર કરું છું.
“આ માસનાં વાર્તાના વિષયો નીચે મુજબ છે. મા સરસ્વતી આપણા સૌની કલમે વસી ઉત્તમ સર્જન કરાવે એ પ્રાર્થના સાથે સૌને લેખન માટે અપીલ.....શુભકામનાઓ.
1 તમે વર્તમાન પત્ર(ન્યૂઝ પેપર) હાથમાં લો છો અને તેની કોઈ એક હેડલાઈન તમને અપીલ કરી જાય તેના ઉપર વાર્તા લખીએ.
2. તમે વાંચેલું કોઈ એક પુસ્તકનું નામ આપો. તેનો સારાંશ અથવા અંત 4-5 લીટીમાં જણાવી તમે તે વાર્તાના તમે સર્જક હો તો તે વાર્તા કેવી લખી હોત તે ઉપરથી વાર્તા લખીએ.
3. મંદિરના ઓટલા ઉપર ઈશ્વરને અનેક અરજ થઈ હશે તેમાંની કોઈ એક અરજ ઉપર ઈશ્વર પોતાની કેફિયત વાર્તા દ્વારા આપે તે ઉપર વાર્તા લખીએ.
4. યુદ્ધની ત્રાસદી વચ્ચે પાંગરતી જિંદગી.
5. એક સામાન્ય યુવકનું અસામાન્ય કૃત્ય.”
આવા વિષયોને લઇને what'App.પર તમારી ટૂંકી વાર્તા રચના Post થાતાંની સાથે શરૂ થાય સજૅકોનાં પ્રતિભાવો.માત્ર વાહવાહી નહીં સૂચનો,ટીકાને,અભિપ્રાયો.નબળી બાબતની જાટકણીને સારી બાબતોનું પ્રોત્સાહન પુરું પાડતું આ ટાસ્ક ગ્રુપ.
જેની નોંધ જોતજોતામાં એવી તો લેવાઇ કે આ ગ્રુપનાં સુકાની દશૅનાબેનને એક જ દિવસે બે જગ્યાનાં આમંત્રણ મળ્યાં.પરમ પુજ્ય મુરારીબાપુનાં સ્થાનક તલગાજરડાં ખાતે સાહિત્યકારોની સન્મુખ હાજરી આપવાનું અને ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ અમદાવાદ ખાતે પોતાની વાત રજૂ કરવાનું.એ દિવસ હતો ૧૫મી મે ૨૦૨૨ નાં રોજ નો. પસંદગી કરવાની વાત હતી! જોતજોતામાં આ ટૂંકી વાર્તાનાં સજૅકો દ્ધારા મળેલી લાગણી થકી આ Task Group બની ગયું હતું પરિવાર.
દશૅનાબેન માટે એકલાં જવાનો આ અવસર હતો.પણ,તેઓ એ તો પ્રેમહઠ લીધી.જવું તો પરિવારની જોડે જવું.હું એકલી નથી.વાર્તા વિશ્ર્વ કલમનું ફલક એ મારું પરિવાર છે.આવીએ તો અમે બધાં આવીએ.તમે વિચાર તો કરો કોણ આવી તક જતી કરે? એક બાજુ સાહિત્યકારોની મેદની પૂજ્ય બાપુ કને ઉમટવાની હતી.જ્યારે બીજીબાજુ ટૂંકી વાર્તાનાં ભાવકો- વાંચકો જોડે સીધો સંવાદ કરવાનો મંચ મળવાનો હતો.બાપુ કને એકલાં જવાનું હતું જ્યારે અમદાવાદ ખાતે વાર્તા વિશ્ર્વનાં પરિવાર જોડે સપ્રેમ થવાની તક હતી.
મજાની વાત તો ઐ હતી કે વ્હોટસેપિયાં આ સજૅકો જિંદગીમાં સૌ પ્રથમવાર જ રુબરુ થવાનાં હતાં.૨૧/૦૮/૨૦૨૦થી શરુ થયેલ આ ગ્રુપ ક્યારેય એકમેકને મળ્યું નહોતું!! અસમંજસનો દિવસ હતો ૪ માચૅ ૨૦૨૨.નિણૅય લેવાની ઘડી હતી.દસ દિવસ પહેલાં જણાવવું પડે. વ્યવસ્થાનાં ભાગરુપે આગોતરા જાણ કરવાની હતી.આયોજનનો સવાલ હતો.
૪ માચૅ ૨૦૨૨નાં રોજ બુધવારે સાંજે દશૅનાબેને પોતાનાં વાર્તા વિશ્ર્વ પરિવારને Zoom meeting પર એકત્ર કર્યું.પોતાની મૂંજવણ રજૂ કરી.મિત્રોએ કહ્યું આપણે કલમનું ફલક લઇ બેઠાં છે.આગળ જતાં પણ,આવું બનશે ત્યારે વહેંચાવું પડશે.નિણૅય લેવાની પરિક્ષા ભવિષ્યમાં આવશે ત્યારે શું કરશું? અધૂરાંમાં પૂરું દશૅનાબેનનાં કુટુંબ પરિવારમાં પણ સગાં-વ્હાલાનો માંગલિક પ્રસંગ રાજકોટ ખાતે તો હતો જ! આ જવાબદારી વાળું ભગીરથ કાયૅ હતું. ત્યાં પણ હાજરી જરુરી હતી.પ્રણય ત્રિકોણની સ્થિતિ હતી.બધાં એ અધિકાર પૂવૅકની પ્રેમહઠ લીધીને અંતે નક્કી થયું..ચાલો અમદાવાદ.પણ,દશૅનાબેન વગર કોઇ એક ડગલું ય ભરવાં કોઇ તૈયાર નહીં!

૪થી માચૅ ૨૦૨૨નાં બુધવારે ભરુચમાં શરૂ થયેલી પહેલાંને ત્રીજા બુધવારે મળનારી શ્રવણ સ્કૂલ ખાતેની એ પ્રથમ બેઠકમાં એ જ દિવસે દશૅનાબેને મોટીબેન હોવાનાં નાતે મારી પર #GFLની સંપૂણૅ જવાબદારી મને અધિકારપૂવૅક સોંપી.હજુ એમની જોડેની મારી એ ફક્ત ત્રીજીવારની જ મુલાકાત હતી.વાર્તા વિશ્ર્વ કલમનું ફલકમાં મારું વ્યક્તિગત યોગદાન એક અંકની પ્રસ્તાવના ને ગણીને બે જ વાર્તાનું હતું. હું નવો નિશાળિયોને ૩૩ જૂનાં જોગીઓનું સંકલન.કદાચ્ વૃંદાબેનને અલપ ઝલપ જોયાંનું ધૂંધળું યાદ હતું.ચાલો અમદાવાદનું ગ્રુપ બનાવીને વાર્તા વિશ્ર્વ કલમનું ફલકમાં વ્હેતી કરી ને ઉમળકે જોડાવાં કુલ મળીને સોળ જેટલાં સજૅકો એ 'હા'મી ભણીને શરુ કરી તૈયારી. વાર્તાવિશ્ર્વનાં logo વાળી T-Shirt બનાવડાવવી.કેટલાંકની 'હા'ને કેટલાંકની 'ના'આવી.અંતે નક્કી થયું Batches બનાવીએ તો? છેલ્લે બેવ રાખ્યું.

ટૂંકી વાર્તાનાં સ્વરૂપને કઇ રીતે ઉજાગર કરીશું એ માટેની મથામણ કરતાં પ્રશ્ર્નોનાં જવાબો આપીને વિચાર રજૂ કરવાનું નક્કી થયું.પ્રથમ બ્રહ્મસૂત્ર 'અથાતો બ્રહ્મ જિજ્ઞાસા'નો સહારો લીધો ને પ્રશ્ર્નાવલી તૈયાર કરી.જેમાં પરકાયા પ્રવેશ કરી ભાવકોનાં પ્રશ્ર્નો પણ વણી લીધાં.

પ્ર.૧. ઉતાવળિયાં વિશ્ર્વમાં ટૂંકી વાર્તા ક્યાં? સજૅન પણ ઉતાવળિયું ને વાંચન પણ ઉતાવળિયું બન્યું છે?

પ્ર.૨.Online માં ટૂંકી વાર્તા રસ જળવાય છે ખરો?

પ્ર.3.ટૂંકીવાર્તા એટલે શું?
પ્ર. ૪.પેન કાગળની અનૂભૂતિ ટચ સ્ક્રિને છિનવી છે.લખતી વખતે વાક્ય ઉતાવળે પૂરું કરવાની લ્હાયમાં કશુંક ખૂટ્યાં નો અનુભવ થાય છે?

પ્ર.૫.ઘટના કેવી રીતે મૂકવી?

પ્ર.૬. Face bookની સ્ટોરી,whats appની forwarded,Radio કે you tube ની Audio book અને લાઇબ્રેરીનાં રેકમાં લપાઇને બેઠેલી ટૂંકી વાર્તાની ચોપડીમાં શું ફકૅ?

પ્ર.૭ ટૂંકી વાર્તાઓ શું આજનાં યુગમાં સ્લાઇડ કરે છે? બે ત્રણ વાક્યમાં જો ન મજા પડે તો સ્લાઇડ..આપણી મનો સ્થિતિને એકગ્રતાં જોડે ટૂંકી વાર્તાની નિસ્બત છે કે નહી?

પ્ર.૮.ટૂંકી વાર્તાનો અંતને આરંભ કેવો રાખવો?આ સવાલને જવાબની જગ્યાએ આશ્ર્ચયૅ જોઇએ તો?

પ્ર.૯.સવારે ગુડમોનિૅંગને રાત્રે ગુડનાઇટ કરતાં પાત્રોથી ટૂંકી વાર્તા બનશે ખરી?

પ્ર.૧૦.પરિવારની ટૂંકી વાર્તામાં શિષ્ટાચાર કેટલો જરુરી?ફાસ્ટફૂડ ખાતા વાંચકો જમીન પર બેસીને જમવાની વાર્તાની સન્મુખ કે વિમૂખ?

પ્ર.૧૧. ગુજરાતી સાહિત્યમાં ક્યારથી લખાવવાની શરૂ થઈ?

પ્ર.૧૨ ટેકનોલોજી મારફતે ટૂંકીવાર્તા ક્યાંથી ક્યાં પહોંચશે? સારીને સાચી વાર્તાનાં માપદંડો Like comment & Share આધારીત જ કે અન્ય ધારા ધોરણો ખરાં?

પ્ર.૧૩.ટૂંકીવાર્તા લખવાની શરૂઆત કોણે કરી?

પ્ર.૧૪ ટૂંકી વાર્તાની અસર..અલીડોસો,કાબૂલીવાલા,કાશીમા,જૂમો જેવાં કેટલાં નામો છે?છેલ્લાં ૨૦-૨૫ વષૅમાં?

પ્ર.૧૫.ટૂંકીવાર્તામાં પાત્રાલેખનનું મહત્વ કેટલું

પ્ર.૧૭. ટૂંકી વાર્તા ચાલે છે?ખોવાઇ ગઇ?ક્યાં ગઇ?જડે તો ક્યાં સરનામે પહોંચાડશો?

પ્ર.૧૮.પરિવેશનું શું મહત્વ?

પ્ર. ૧૯. ટૂંકીવાર્તા લખવાની અલગ અલગ રીતૈ કઈ?

આનાં આધારે અમે સ્ક્રિપ્ટ ઘડીને જવાબો પોતાની ટૂંકી વાર્તાની સમજણ મુજબનાં તૈયાર કરવાનાં હતાં.પ્રશ્ર્ન પસંદગીનો અવકાશ હતો.ને આ ઉપરાંતનાં પ્રશ્ર્નો જો ભાવક-શ્રોતા પૂછે તો જવાબ આપવાની તૈયારી પણ હતી.
જોતજોતામાં અજૂકતું કશું ન બને તો જ નવાઇ!! નક્કી કરેલાં મિત્રોમાંથી અમૂક તમૂકની કૌટુંબિક જવાબદારીઓનાં અગમ્ય કારણોસરની પ્રાથમિકતા બદલાતાં.એ દિવસે હાજર રહીને સ્થળ પર આવવાની બાબતોમાં રુકાવટ કે લીએ ખૈદ હૈ ..!! વાળી પણ થઇ. બે ત્રણ આશાસ્પદ સિતારાઔ ખર્યા પણ તો નવાં ઉમેરાયાં પણ.
તારીખ ૧૫મી માચૅ ૨૦૨૨ ગુજરાતી સાહિત્ય મહોત્સવમાં દશૅનાબેનની મહામહેનતે અમને ૫.૧૫ થી ૬.૧૫નો સ્લોટ ફાળવવામાં આવ્યો હતો થોડું વહેલું મોડું કરતાં કાર્યક્રમ નિયત સમય કરતાં થોડો મોડો INDIAN TIME શરૂ થયો..જેમાં કલમનું ફલક વાર્તા વિશ્ર્વનાં સામેલ રહેલાં સજૅકો આ મુજબ હતાં.આયુષી રાવ,અચિૅતા દીપક પંડ્યા,બ્રિજ પાઠક,દશૅના વ્યાસ,હિમાંશું ભારતીય,શૈલી પટેલ,સ્વાતિ મુકેશ શાહ,વૃંદા પંડ્યા અને ઝરણાં રાજા, નિમિષા મજમુદાર, કૌશિકા શાહ એ પોતાની આગવી શૈલીથી આખો ઉપક્રમ સુપેરે જાળવ્યો. મારે મન ટૂંકી વાર્તાનાં અવતરણો થકી પોતાની સમજ મૂકવાની હતી. કેટલાક રસ પ્રદ અવતરણો આ મુજબ રહ્યાં
વાર્તા એટલે શું? આ વિશેની મારી સમજ જણાવું તો કોઈ એક સમયના પરિપ્રેક્ષય પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઇ પણ બને છે તે ક્ષણ, ઘટના, પકડવાનો પ્રયત્ન કરવો અને એ કરતાં વાર્તા કલાનાં ધોરણો સાચવીને તે સમય,સમાજની ઘટનાને ભારોભાર સંવેદના સાથે વ્યક્ત કરવી એટલે વાર્તા.

દર્શના વ્યાસ.
"ટૂંકીવાર્તા એટલે મારા મતે માનવસંવેદનાઓને વણી લઈ એક ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિની અનુભૂતિની નાટયાત્મક રજુઆત."
-અર્ચિતા દીપક પંડ્યા
મારે મન ટૂંકી વાર્તા એ "એકાકી મનોવ્યાપારનાં દિગ્દશૅકની આટૅ ફિલ્મ છે"
-બ્રિજ પાઠક
લાગણી રૂપી શબ્દોથી બને એ ઝરણા,
શબ્દોના ઝરણાંઓથી બનતો વાર્તાનો દરિયો,વાર્તાઓના દરિયા અને સ્નેહના આકાશથી બને એ વાર્તાવિશ્વ.
-ઝરણા રાજા
વાત અહીંયા એમ થોડી આટોપી દેવાય? આ બધાની વચમાં રહીને એટલું તો સમજાયું કે શબ્દ બ્રહ્મ છે. જેનાં થકી જવાયું ટકી. જમણવારમાં ગુલાબ જાંબુનું હિમાંશુભાઇનું ઉમેરણ!! બહેતરીન નવી પેઢીનો તરવરાટને ટેક્નોલોજી સાથે નો સુભગ સમન્વય ભવ્ય 'ટાબરીયાં'નું પાવર પોઇન્ટ પ્રેઝનટેશનનું સુપેરે સંભાળેલું સૂકાન.સ્વાતિ શાહનું સંચાલન જય હો. જય જિનેન્દ્ર!! મોટાભાગે મૂંગા મૂંગા રહ્યા પણ વિષય બાબતે સરસ બોલ્યા શૈલીબેનની અદભૂત શૈલી!! અંતે આવી તેઓ મળ્યાં-ભળ્યાને ગમ્યાં એવાં , નિમિષા મજમુદાર, કૌશિકા શાહ. જોરદાર!! વૃંદાબેનની ગુરુવંદના,મારે ઘેરથી રોશનીનો ઉત્સાહભેરનો ઉમળકો વાહજી વાહ!!
એક જ દિવસમાં T-shirtજોડે Brouch બનાવી દેનાર દિપક પટેલનો.US સ્થિત પ્રેઝન્ટેશનની જહેમત ઉઠાવીને આટૅવકૅ રાત્રે બે વાગ્યે મોકનાર ને પછી ફોન કરી જગાડીને એવું કહેનાર કે સવારે ઉઠીને જોઇ લેજે.છેલ્લી ઘડી સુધીનાં સુધારા વધારા કરી આપનાર ડિઝાઇન દોસ્ત નિમિષ શાહનો. ફરીવાર દશૅનાબેનનો મૂકેલો ભરોસો કે બ્રિજભાઇ તમે જોઇ લેશો ને થી માંડી બ્રિજભાઇને પૂછો સુધીનો પરસ્પર દેવો ભવ:નો અભિગમ.
કવિ તુષાર શુક્લની અમિતાભ જેવી એન્ટ્રીથી મળેલું પ્રોત્સાહન.એમનાં આશીૅવાદ સરઆંખો પર. મિડિયાનું કવરેજ.#GFL નાં કિંજલબેન,RJલજ્જાનું સંયોજન,મારી વ્યસ્તતામાં પરિવેશ બાબતે મારા ખ્યાલોમાંં ઉમેરણ કરી આપનાર ડોક્ટર.ભરત મહેતાસાહેબને કેમ ભૂલાય? વિભૂતિનો ટેકનિકલ સપોટૅને જેનાં નામ સુધ્ધાં નથી ખબર પણ સેવાઓ યાદ છે એવાં લટકાંની મોળી ચ્હા,કોફીને લીંબું શરબત પિરસનારી બે- ત્રણ બહેનોનું ઋણ ક્યારે ફેડશું એની ખબર નથી. બેવ વિરલભાઇનું વિરલ વ્યક્તિત્વ ન હોત તો અમારા હાથવગાં દશૅનાબેન અને વૃંદાબેન હોત ખરાં?આવતાં વષેૅ ફરી મળ્યાંની છેલ્લી સ્લાઇડનાં આનંદે.વહેલાં તે પહેલાંનાં ધોરણે વેળાસર ફરી મળ્યાં વાર્તા વિશ્ર્વ કલમનું ફલક નાં પારિવારિક મુકામે જય હો.