II SHRI GANESHAI NAMAH II JAI MATAJI II
પંખાની ભવાઈ
હે પ્રભુ ! આભાર ! તમારો મને આ દુનિયામાં લાવવા માટે મને સરસ મજાનું રૂપ આપવા માટે હું તો જાને સ્વર્ગમાં હોવ એવી અનુભૂતિ થાય છે.
મારી તો મોરલા જેવી સરસ મજાની પાંખો છે અને મારો કલર તો માશાલ્લાહ..! મેઘધનુષ્ય જેવો અદભુત છે, હું તો હવામાં ઉડીશ…, લોકોને હવા આપીશ… કેવી સરસ મારી પ્રકૃતિ છે!
મારા તૈયાર થયા પછી હું તો સરસ મજાના એક બોક્સમાં ગોઠવાયેલો હતો ત્યારે જ મને એક દુકાનનો શેઠ મને એની દુકાને લઇ ગયો…અને એમની દુકાન-શોપ એટલે જાને આલીશાન મહેલ કરતા ઓછો નઈ હતો મને તો સરસ મજાના કાચના શોપમાં લગાવી દીધો અને મને મળ્યા નવા નવા ફ્રેન્ડ્સ અને બાજુમાં હતી એલ.ઈ.ડી ઝુમ્મર લાઈટ એને પેહલી વાર જોતા હું તો સ્તબ્ધ થઇ ગયો…..!
જાણે આખી બોડીમાં સ્પાર્ક જેવી ફીલિંગ્સ થઈ એટલી સરસ હતી એ… એની સાથે જાણે મારા દિલના સંબંધ બંધાવા લાગ્યા એને જોતા દિલ જોરથી ધડકી ઉઠ્યું અને કદાચ એને પણ મને જોઈને ગમ્યું કેમ કે મારા બાજુમાં આવાથી એના વોલ્ટ વધી ગયા જાણે મને ઈશારામાં કંઈક કહી ગઈ એવું મને લાગ્યું….કદાચ મારી લવસ્ટોરીની શરૂઆત થઈ ગઈ હતી, ત્યાં જ એક બીજો દોસ્તાર મળ્યો એનું નામ હતું ટેબલ ફેન એની સાથે મારા ભાઈ જેવા સબંધ અમે કઝિન ભાઈઓ હોય એવી ફીલિંગ્સ આવી
જ્યાં નવા નવા ફ્રેન્ડ્સ બન્યા ત્યાં દુશ્મન પણ હતા એરકન્ડિશનર… નિક નામ એ.સી. હતું. જેવી મારી એન્ટ્રી શોપમાં પડી એટલે એ.સીએ એની સ્વિંગ બદલી લીધી અને મને કુલીંગ આપવાનું બંધ કરી દીધું જાણે એને મારાથી જલન થઈ હોઈ ..
એ.સી કહેવા લાગ્યો અમે હવે ન્યૂ ઇન્વેન્ટ છે તો તારું શુ કામ ?? કેમ ! હજી લોકોને તારી પણ જરૂર છે મેં પણ ડાઈલોગ ચિપકાવી જ દીધો " જિસ સ્કૂલ મેં તું પલા બડ઼ા વહાં કા પ્રિન્સિપાલ આજ ભી મુજસે ટ્યૂશન લેતા હૈ..."બચ્ચા તું તો આજકાલથી આવ્યો હું તો હંમેશા જ હતો અને રહીશ જ અને લોકોને હંમેશા મારી જરૂર પડશે જ. હું તારી જેમ લોકોને થોડી વારની ઠંડી હવા આપીને બીમાર નથી પાડતો…અને તું તો ખાલી ચાર મહિના પછી તો લોકો મને જ માગશે…એ.સી ચીડવાયો અને બોલ્યો દેખ લેંગે…મેં પણ કહી દીધું ફોટો મોકલી આપીશ જોઈ લેજે….હુંહહહહ…(ગુસ્સામાં)
મને તો રોજ મારો શેઠ એના નોકર પાસે નઈ પણ જાતે જ એના સુંવાળા રેશ્મી કપડાંથી સાફ કરતો જાણે હું તાજમહાલ હોવ એ રીતે મને ટ્રીટ કરતો હું તો જાણે લાખ લાખનો અંબાર…હાય..! મારી લાઈફ…કેટલી સરસ..! પણ આ એલ.ઈ.ડી ઝુમ્મર લાઈટ સાથે કંઈક સેટિંગ થતું નથી એ પણ ભાવ તો આપે જ છે પણ આગળ કઈ વાત વધતી નથી, એ એટલી સરસ ! છે કે જે પણ શોપમાં આવતું તો પહેલી નજર એની પર અને બીજી નજર મારી પર પડતી જાણે અમારી જોડી ઉપરથી જ બનીને આવી હોઈ એવી ફીલિંગ્સ મને થતી.
આજે તો મેં એને જોઈને સીટી પણ મારી અને અમેઝિંગ એ બન્યું કે,એને સૉન્ગ ગાયું…..કેમ કે એલ.ઈ.ડી ઝુમ્મરમાં બ્લ્યુટૂથ પણ હતું અને એને ગાયું…”જી હમે મંજુર હૈ,આપકી યે હવાઈયા….!” અને હું તો મોજમાં ઝૂમી ઉઠ્યો અને જોરથી મારો હવાનો વેગ વધારી દીધો અને એક પરથી સીધો પાંચ પર આવી ગયો…હાય..!મારી ઝુંમુ લવ યુ..! બસ આ વાત હું એને કઈ રીતે કહીશ..? એ વિચારું છું આ વેલેનટાઈનસ ડે પર હું મારા પ્રેમનો ઈઝહાર કરી ને જ રહીશ કંઈ પણ થઈ જાય…..પણ એ.સીની પણ ઝુંમુ પર નજર છે કેમ કે એ પણ એને લાઈન મારે જ છે, એ હંમેશા એની ઠંડી હવા એને જ આપ્યા કરતો… હવે, બધું ઝુંમુ પર છે કે એ કોને સિલેક્ટ કરે મને કે એ.સી. ને.....??? અને આવ્યો વેલેનટાઈનસ ડે ! મારા અને ઝુંમુનો દિવસ…આજે તો હું મારા દિલની વાત કહીને જ રહીશ...
આજે તો વેલેનટાઈનસ ડે હોવાથી અમારી શોપમાં કંઈક અલગ જ માહોલ હતો શોપમાં ચારે બાજુ હાર્ટ શેપ અને લાલ રંગના બલૂન..બલૂન.. ઓય હોય..! દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું… અને મારી ઝુંમુને પણ આજે રેડ થીમના બેઝ પર આજે રેડ લાઈટમાં કન્વર્ટ કરી અને મારી ઝુંમુ પરીથી ઓછી નઈ લાગતી હતી…લાલ રંગના કલરમાં બહુ જ સુંદર લાગતી હતી..
હું અને ઝુંમુ એખલા પડ્યા કે તરત જ મેં શ્વાસ ચઢાવી અને ફિંગર ક્રોસ કરીને..હિમ્મત રાખીને ગુલાબની લાલ પાંદડીઓ ઉડાવીને કહી જ દીધું. ઝુંમુ…. હું તને કંઈક કહેવા માંગુ છું…
(ઊંડો શ્વાશ લઈને...) ઝુંમુ…આઈ લવ યુ.….! જબ્સે પહેલી બાર દેખા તબસે…! જબ્સે તુમ્હે જાના તબસે….! તું હી મેરી ફર્સ્ટ..લાસ્ટ..ફાસ્ટ એન્ડ ફોરએવર એન્ડ એવર ! ઝુંમુએ પણ બ્લસિંગ કર્યું….! અને કહેવા લાગી લવ યુ ટૂ ફેનું…..!!!! મેં પૂછ્યું શુ ફેનું…??? ઓહ માય ગોડ....ફેનું…! મેં મરજાવા....! આજે પહેલી વાર મને મારું નિક નામ મળ્યું.....ફેનું..! અને હું તો મારા જ ખયાલોમાં ડૂબી ગયો.....મેં ઝુંમુને ફરીવાર કીધું એક વાર હજી બોલને....એટલે ઝુંમુએ કીધું....ફેનું આઈ લવ યુ ટુ....! હું તો સાતવા આસમાનમાં ઉડવા લાગ્યો....મારી ખુશીનો કોઈ પાર જ નથી.... ત્યાં તો ઝુંમુ બોલી “પણ”….. મેં પૂછ્યું શું “પણ”.....?????? સાલું આ “પણ” શબ્દ એટલો અઘરો છે ક્યારેક તો મને બ્લડપ્રેસર ચોક્કસ આપીને જશે, એટલે ઝુંમુએ કીધું હું પણ તને પ્રેમ તો કરું જ છું, પણ..આપણું કોઈ ભવિષ્ય નથી, આપણા રસ્તા અલગ અલગ છે....મેં કીધું શું અલગ અલગ એક જ લાઈન તો ખેંચી છે… આપનું કનેકશન એક જ વાયર માંથી તો આવે છે તો શું અલગ અલગ.....! હા,પણ એતો અહીંયા શોપમાં છીએ ત્યાં સુધી પછી...?? મેં શાંતિથી સમજાવી ઝુંમુને અને કીધું જો હું શેઠને વાત કરીશ કે આપણી કોમ્બો ઓફર બનાવે...તો જ્યાં જઈશું ત્યાં સાથે જ રહીશું... અને આપણી જોડી એટલે “તું દોર અને હું પતંગ”....“તું દિયા તો હું બાતી”... “તું સાહિલ તો મેં કિનારા”....અને અમે એક બીજામાં ખોવાણાં...!!!
અમારી લવ સ્ટોરીની શરૂઆત થઈ ગઈ હતી....પરંતુ, ક્યાંક ને કયાંક હજી પણ ઝુંમુને ડર રહ્યા કરતો... અને એક દિવસ મને કહેવા લાગી કે તું શેઠને જલ્દી વાત કર...મેં કીધું આવી બધી વાત શાંતિથી કરવી પડે આમ ઉતાવળે આંબા નઈ પાકે... હું કહી દઈશ ડોન્ટ વરી માઈ ઝુંમુ....!
અને મેં રોમેન્ટિક થઈને ગીત ગાવાની શરૂઆત કરી….. પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ....!
બાકીનું આખું સોન્ગ ઝુંમુએ જ ગાઈને પૂરું કર્યું
“પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ…
કેહતા હૈ દિલ રસ્તા મુશ્કિલ…
માલુમ નહીં હૈ કહાં મઁઝીલ….”
મોં મચકોડતા....ગીત ગાઈને ઝુંમુએ એનો ડર વ્યક્ત કરી દીધો..
બહુ જ અનરોમેન્ટિક ઝુંમુ… મેં દુઃખી થઈને કીધું….
પછી એક દિવસ મોકો જોઈને મેં શેઠને વાત કરી.. મારી અને ઝુંમુની...અમારી લવ સ્ટોરીની...અને અમેઝિંગ એ બન્યું કે શેઠ માની ગયો અમારી કોમ્બો ઓફર માટે….
અમારા સુહાના દિવસો ચાલતા હતા...શેઠએ મારી અને ઝુંમુની કોમ્બો ઓફરના બેનર પણ લગાવી દીધા. એ.સી.ના જલનનો કોઈ પાર નઈ હતો, અને ટેબલફેન પણ અમારા રિલેશનશિપથી બહુજ ખુશ હતો અને જ્યાં જોવ ત્યાં મારા અને ઝુંમુના જ બેનર અને સ્ટીકર...
અને આ બધું જોઈને હું તો એટિટ્યૂડમાં....
"સાલા મેં તો સાહબ બન ગયા...
રે...સાહબ બન કે કેસા તન ગયા..
યે..પંખ મેરા દેખો...યે રેગ્યુલેટર દેખો
જેસે પંખા કોઈ લંડનકા......!"
શોપમાં લોકો સામે મારી ઈજ્જત વધી ગઈ હતી શેઠ પણ બધા ગ્રાહક સામે મારી અને ઝુંમુની જ વાત કરતા રહેતા...
પણ, પેલું કહેવાય છે ને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ ચાલતા જ રહે છે એજ રીતે મારા જીવનમાં પણ થયું અને એક દિવસ મારી અને ઝુંમુની જોડીને કોઈની નજર લાગી ગઈ.
કોણ હશે...?? એ કાળી નજર વાળો..! મળે તો એટલો મારુ કૂદી કૂદીને..સાલાનું ડાચું લાલ કરી નાખું…મારા લવ સ્ટોરીની પત્તર ઝીંકાય ગઈ. અને એક દિવસ એક ગ્રાહક આવ્યો એને મારી અને ઝુંમુની ઓફર જોઈ પણ એને જીદ કરી કે મને એલ.ઈ.ડી. લાઈટના ઝુમ્મર સાથે એ.સી. જોઈએ છે, પંખો નહી.... શેઠએ એને કલાકથી સમજાવ્યો પરંતુ એ નઈ માન્યો અને મારી ઝુંમુને એ.સી. લઈ ગયો..ઝુંમુની આંખ માંથી આશુંઅઓની ધારા નીકળતી હતી, કેવો હતો એ ગ્રાહક નિષ્ઠુર...નિર્લેય..સાવ નકામો....!
અહીંયા મારું દિલ તૂટ્યું જોરથી..મારો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો... હું નઈ જીવી શકું ઝુંમુ વગર... આશ-પ્યાશ બધી જતી રહી જાણે હમ દિલ દે ચુકે સનમના સલમાન જેવી હાલત થઈ ગઈ
"તડપ તડપ કે ઈસ દિલ સે આહ નિકલતી રહી...
મુજકો સજા દી પ્યારને એસા ક્યાં ગુનાહ કિયા...
ઝુંમુ વગર મારી જિંદગી વેરાન થઈ ગઈ હતી કોઈ મોહ નઈ રહ્યો હતો બસ જીવ્યા કરતો હતો અને જીદંગી મુંબઈના લોકલ ટ્રેનના ડબ્બામાં કોઈ ધક્કા મારતો હોઈ એ રીતે ચાલ્યા કરતી હતી, અને આવા મુશ્કિલ સમયમાં ટેબલે ફેનએ મને ખુબ જ સહારો આપ્યો મારી વેદનાને સમજીને બિચારો મને બહુ જ સલાહ આપતો... ખરેખર મારો કઝિન ભાઈ
એટલામાં દિવાળી આવી અને અમારી શોપમાં આવ્યો નવો સ્ટોક... ત્યાંતો એન્ટ્રી પડી રાઈસ લાઈટની.... ફેશન મુવીના કંગના જેવી આવી... “યે જલવા યે જલવા કરતી કરતી.....”
રાઈસ લાઈટની ડિમાન્ડ વધારે હતી, અને લૂકમાં પણ સ્લિમ ટ્રિમ જાણે યોગાના કલાસીસ કરતી હોઈ એવી બધા એને જ જોયા કરતા સિવાય હું....!
અને એ તો મારી બાજુમાં જ આવી અને મને કરિના કપૂરનો ડાઈલોગ મારવા લાગી..."યહાં પે એસા કોઈ નહીં જિસને દોબારા મુડકે મુજે નહીં દેખા...! મેં કીધું…હું જ છું બોલને...એક તો તને પકડતા પણ ડર લાગે એટલી નાજુક તો છે તું અને એટિટ્યૂડ અદનાનસામી જેવો છે.
રાઈસને આવ્યો ગુસ્સો અને કહેવા લાગી તને મારા પ્રેમમાં પાગલ નઈ કર્યો તો મારું નામ પણ રાઈસ નહીં..મેં કીધું બહેન શાંત...એટલે એ તો ભડકીને બોલી...ઓ બહેન હશે તારા કાકાની....મોટો આવ્યો બહેન બનાવવાવાળો..હુંહહહહ…(રાઈસ ગુસ્સામા)
આજકાલ સારા માણસોની તો વેલ્યૂ જ નથી રહી... (હું ધીમેથી બોલ્યો)
એટલે મેં રાઈસને શાંત પાડતા કીધું ઓકેય..ઓકેય..ફ્રેન્ડ્સ બસ ખુશ..અને રાઈસ ખુશ થઈને કલર બદલવા લાગી અને આ રીતે લડતા ઝગડતા એટિટ્યૂડ બતાવતા અમારા ફ્રેન્ડશિપની શરૂઆત થઈ.
રોજ રાઈસ મારી સાથે વાત કરવા માટે નવા નવા બહાના શોધતી પણ હું તો ખપપૂરતી જ વાત કરતો એકવાર તો દિલ તૂટ્યું છે, હવે નઈ...અને એમ પણ હું હજી ઝુંમુને ભુલ્યો જ નથી મારી ઝુંમુ તો એટલી સુંદર હતી, પણ ક્યારે કોઈ ગમંડ કે એટિટ્યૂડ નઈ હતો...ઝુંમુ મિસ યુ...! (હું એખલો બોલ્યા કરતો હતો)
અને એટલામાં જ જોરથી રાઈસ મારા કાનમાં બોલી…ઓ..હેલ્લો....! આમ, એખલો એખલો કોની સાથે વાત કરે છે...જેને વાત કરવી છે એને તો કોઈ જવાબ આપતો નથી ને એખલો એખલો બોલ્યા કરે છે ઉપરનો માળ તો બરાબર છેને કે ખસકી ગઈ છે તો જઈએ મગજના ડૉક્ટર પાસે....હા.. હા..(રાઈસ હસીને)...
રાઈસ હું મજાકના મૂડમાં નથી અને દૂર ખસ આમ વાત વાતમાં મારી પાંખને ટચ નઈ કર્યા કર હું તલવાર જેવો છુ, અને તું નાજુક નમણી ! ક્યાં ઉડી જશે ખબર પણ નઈ પડશે...
રાઈસને મેં પાછી ગરમ કરી દીધી...
ફરી, હું રાઈસને શાંત પાડતા ઓકે સોરી..! રાઈસ રાઈસ... અને એની પર હવા ફેંકતા..સાંભળ...તું આટલી હોટ કઈ રીતે છે તારામાં તો વોલ્ટેજ પણ ઓછા હોઈ તો કઈ રીતે તું આટલી સુંદર...સ્લિમ…ટ્રિમ...મને પણ શીખવાડને....
એટલે રાઈસએ કીધું હું યોગા કરું છું અને સાથે સાથે ડાયટિંગ એટલે કે ખાવાની પરેજી પણ પાળું છું...ગમે એટલો પાવર સપ્લાય મળે પણ હું માપસરનું જ ખાઉં છું...તો મેં કીધું મને પણ શીખવાડને...આ યોગા વોંગા અને આ ડાયટિંગ...એટલે રાઈસએ કીધું કાલે સવારે ૬ વાગે તૈયાર રહેજે યોગાના કલાસીસ આપીશ.
મેં હા તો પાડી દીધી પણ સવારે જ ખબર પડશે કે મારાથી ઉઠાશે કે નઈ..
ત્યાં તો સવાર પડી અને રાઈસ મારા કાનમાં....ઉઠ...અલા ઉઠ...ઉઠને કુંભકરણ...મેં કીધું તું કેવી છે યાર...! સુવા પણ નથી દેતી...પછી સુઈ જજે રાઈસએ કીધું.. મેં કીધું શું પછી સુઈ જજે...ઊંઘમાં જે સુખ છે તે તને શું ખબર...! હા પછી કરજે સુખની વાર્તા અને જલ્દી જઈને ફ્રેશથા અને બ્રશ કર રાઈસએ હસતા હસતા કીધું...
ત્યાં તો હું યોગાના કોસ્ચ્યુમ પહેરીને આવ્યો અને રાઈસએ મને કીધું ડાબી પાંખ આગળ...જમણી પાંખ પાછળ...મોં સીધું...અને ઉપર જો....મેં તો જેવો ડાબી પાંખ આગળ કરવા ગયો અને મારું બેલેન્સ ગયું.. મેં કીધું ઓ રાઈસબેન..આજે મારો પેહલો દિવસ છે છેલ્લો નઈ...જરા સરળ અને સિમ્પલ સ્ટેપ શીખવાડને ....
એટલે રાઈસ પાછી અકડાઈ...અને બોલી…ઓ બેનવાળા....! જા...હાલતી નો થા...હું જ મળી તને બેન બનાવવા માટે...અને તું મને બેન કહેવાનું બંધ કર...નઈ તો હું તને યોગા નઈ શીખવાડીશ...
મેં તરત...સોરી સોરી...રાઈસ આન્ટી..બસ...! (રાઈસ ગુસ્સામાં)
રાઈસ ફરી યોગાનો સરળ સ્ટેપ બતાવા લાગી અને આ રીતે અમને એક બીજા સાથે ગમવા લાગ્યું...
મને ખબર હતી કે રાઈસ મને પ્રેમ કરે છે, પણ હું જાણે કઈ ખબર જ નઈ હોય એમ રહેતો..
અને એક દિવસ યોગા કરતા કરતા અચાનક રાઈસ ભાવુક થઈ ગઈ..અને મને કહેવા લાગી મારે તને કંઈક કહેવું છે...મને ખબર હતી એ શું કહેવા માંગે છે અને એને ઈગનોર કરતા હું બોલ્યો મને ટેબલ ફેન બોલાવે છે...
અને રાઈસ ગાવા લાગી…
“જિસ પે હમ મરમીતે ઉસકો પતા ભી નહિ...
ક્યાં ગિલા હમ કરે વો બેવફા નહિ..
હમને જો સુન લિયા…ઉસને કહા ભી નહિ..
એ દિલ..! જરા સોચ કર પ્યાર કર.. હો..હો પ્યાર કર...”
હું બધું જ સમજતો હતો પણ ફરી પ્રેમમાં પડતા ડરતો હતો કેમ કે પ્રેમમાં પડવું સરળ છે પણ દિલ તૂટે ત્યારે એ વેદનામાંથી નીકળવું ખુબ જ અઘરું છે...બસ આ જ એક કારણ હતું કે હું રાઈસને ઈગનોર કરતો…
આ રીતે અમારા દિવસો વીતતા જાય છે અને એક દિવસ એક ગ્રાહક શોપમાં આવે છે એ ગ્રાહકને આગળ જોયો હોઈ એવું લાગ્યું પણ ક્યાં…? ક્યારે જોયો…? એ સાલુ યાદ આવતું નથી અને શેઠ પાસે જઈને એ ગ્રાહકએ મારી અને રાઈસની ઓફર માંગી...રાઈસની ખુશીનો પાર નઈ હતો..અને એ ગ્રાહકએ મને અને રાઈસને ખરીદી લીધા...
હવે, અમારે નવા સ્થળે નવા ઘરે નવા લોકોની વચ્ચે જવાનું હતું, આ બાજુ અમે એ ગ્રાહકની ગાડીમાં ગોઠવાઈ ગયા અને ગ્રાહક અમને એના ઘરે લઈ જાય છે, ત્યાં તો ગાડીમાં ગીત વાગ્યું....
“તુમને કિસીસે કભી પ્યાર કિયા હૈ....!
(બાજુમાં બેઠી રાઈસ પણ ગાતા ગાતા મને ચીમટા ભરવા લાગી)
(ફરી સોન્ગ વાગે છે) (રાઈસ મારી સામે જોઈને ગાઈ છે)
તુમને કિસીસે કભી પ્યાર કિયા હૈ...બોલોના…
પ્યાર ભરા દિલ કિસી કો દિયા હૈ....!
(એટલે મેં પણ ઝુંમુને યાદ કરતા કરતા)
પ્યાર કહા અપની કિસ્મત મેં...પ્યાર કા બસ દીદાર કિયા હૈ...! (હું દુઃખી થઈને)
ત્યાં તો એ ગ્રાહકનું ઘર આવે છે કોઈ પૈસાદાર પાર્ટી હોય એવું લાગ્યું કેમે કે એનું ઘર નઈ પરંતુ હવેલી હતી અને અમે એમની હવેલીના ગેટની અંદર પ્રવેશ કર્યો, ગેટ પર 3 થી ૪ ગાર્ડ હતા, બગીચામાં બાગકામદાર હતા, હવેલીના કેમ્પસમાં એક સર્કલ હતું અને એની વચ્ચે એક ફુંવારા હતો અને એ ફુંવારામાં ઘડાને લઈને એક સ્ત્રીનું સ્ટેચ્યુ ઉભું હતું..અને એના ઘડામાંથી પાણી નીકળતું હતું..એ સ્ત્રીએ અમને ખુબ જ સુરીલા સ્વરમાં કહયું…”વેલકમ…આખિર આ હી ગયે હવેલી પે..!” મેં કીધું ચૂપ રે…ચાંપલી..! હમણાં તારો હવેલીનો માલિક સાંભળશે તો તારું ગુડબાય થઈ જશે અને ત્યાં જ અમારી ગાડી હવેલીના મુખ્ય દરવાજા સામે આવીને ઉભી રહી, અમારા સ્વાગત માટે એક નોકર પહેલેથી ઉભો જ હતો, એ અમને લેવા માટે આવ્યો....મારો અને રાઈસનો ગ્રહપ્રવેશ થાય છે રાઈસ તો એવું વર્તન કરતી જાણે મારા એની સાથે લગ્ન જ થઈ ગયા હોઈ અને અમે ન્યૂલી મેરીડ કપલ હોય એ રીતે ઈતરાતી હતી....
અમે હવેલીની અંદર જઈએ છીએ....હવેલીમાં ચારેય બાજુ ખુબ જ સરસ નક્શીકામ...રાજા-મહારાજા જેવી ખુરશીઓ,સોફાઓ,ચાંદીનાવાસણો..અદભુત હવેલી…! ત્યાં તો અચાનક હું કોઈકને જોતા જ આશ્ચર્યચકિત થઈ ગયો જાણે મારા હોશો હાવશ ઉડી ગયા....કેમ કે એ બીજું કોઈ નહિ મારી ઝુંમુ હતી હવેલીના મેઈન હોલમાં મારી મુલાકાત ઝુંમુ સાથે થઈ…
હું અને ઝુંમુ એકબીજાને જોતા જ રહી ગયા ઝુંમુની આંખમાંથી આંશુ વહી નીકળતા હતા...અમે એક બીજાને જોઈને ખુબ જ ભાવુક થઈ ગયા હતા ક્યારે વિચાર્યું નઈ હતું કે આ રીતે અમારી મુલાકાત ક્યારે થશે પણ ખરી...! અમે એકબીજાને ક્યારે મળશું પણ ખરી …!
અને એટલામાં જ રાઈસ આવે છે મારો હાથ પકડે છે અને કહે છે….હે...! ક્યાં ખોવાય ગયો ચાલને હું તો આગળ નીકળી ગઈ હતી...અને તું હજી અહીંયા જ ઉભો છે...મેં કીધું તું જા..હું આવું છું...અને રાઈસએ પૂછ્યું બધું બરાબર છે ને મેં થોડા અચકાતા…ના..હા...એટલે હા.. તું જા બધું બરાબર જ છે...અને ઝુંમુએ આ બધું જોઈને મને કોન્ગ્રેચ્યુલેટ...કહેવા લાગી...ઝુંમુને લાગ્યું મારા અને રાઈસના લગ્ન થઈ ગયા છે.. હું હજી કંઈ બોલવા જ જાવ છું ત્યાં તો ઝુંમુએ મને અટકાવીને કહયું..મારે કંઈ જ સાંભળવું નથી..જા તારી વાઈફ તને બોલાવે છે..મેં કીધું ઝુંમુ પ્લીઝ એક વાર મારી વાત સાંભળ..પણ ઝુંમુ ગુસ્સામાં મોં ફેરવી દેઈ છે…
હું ફરી ઝુંમુને બોલાવતા… ઝુંમુ તને કંઈ ગલત ફેમી થઈ છે એક વાર મારી વાત સાંભળ ફક્ત એક વાર મારી વાત સાંભળી લે પછી જોઈયે તો ક્યારે વાત નઈ કરતી બસ પણ એક વાર મને મારી વાત કહેવાનો મોકો આપ....પણ ઝુંમુ ખુબ જ દુઃખી અને ગુસ્સામાં છે કે એ કંઈ પણ સાંભળવા તૈયાર જ નથી થતી.
ત્યાં તો એ.સી આવે છે અને બોલે છે.. ઓહ….તો જનાબએ લગ્ન કરી દીધા અને અહીંયા પણ આવી ગયા એમની પત્નીને લઈને વાહ….! અને એ.સી. ઝુંમુ સામે જોઈને, ઝુંમુ.. શું તને આ હેરાન કરે છે..? એક વાર બોલ એની પાંખો તોડીને ભુક્કા નઈ કરી નાખ્યા તો મારું નામ એ.સી નઈ....
એટલામાં એક નોકર આવે છે અને અમે બધાં નોર્મલ થઈ જઈએ છીએ...અને હું ચાલ્યો જાઉં છું
(હું મનમાં) ઝુંમુએ પોતે તો લગ્ન કરી દીધા એ.સી સાથે અને અહીંયા મેં કંઈ નઈ કર્યું તો પણ મારી પર ગુસ્સે છે...કેવો જમાનો છે કંઈ નઈ કરીને પણ સજા ભોગવું છું. (દુઃખી થઈને..).
હું હજી બોક્સમાં જ હતો અને થોડા દિવસ પછી મારું ફિટિંગ થયું..ઝુંમુની બાજુમાં જ...જ્યાં એક બાજુ ખુશી હતી ત્યાં દુઃખ પણ હતું કેમ કે ઝુંમુ હવે કોઈ બીજાની હતી અને એમ પણ ઝુંમુ હવે મને નફરત કરે છે..અને તેમાં રાઈસને પણ હોલની બારી પાસે જ ફિટિંગ કરી... હવે તો હજી અઘરું થયું ગયું..હું..ઝુંમુ..રાઈસ અને એ.સી ચારેયને એક જ હોલમાં રહેવાનું હતું...આ બાજુ ઝૂમું અને એ.સી. બંનેને મારે સાથે જોવાનું હતું અને એક બાજુ ઝુંમુની નફરત પણ સહેવાની હતી એમાં ઉપરથી આ રાઈસ મને હસબન્ડની જેમ ટ્રીટ કરતી મારો ખ્યાલ રાખતી...અને એ.સી તો મને શક્તિ કપૂરની જેમ દુશ્મનથી જ જોતો...
હે ભગવાન..! કંઈ રીતે રહીશ….આ બધા સાથે...આવી પરિસ્થતિમાં..આવા માહોલમાં...!
આ રીતે દિવસો વીતતા જાય છે અને મેં જોયું કે ઝુંમુ અને એ.સી.નું બોજ બનતું હતું..બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી...
આ રીતે દિવસો પસાર થાય છે અને એ દરમ્યાન મેં ઘણી વાર ઝુંમુ સાથે વાત કરવાની કોશિશ કરી પણ નિષ્ફળ ગયો..અને એટલા એક દિવસ હવેલીમાં હવેલીનો ૮ વર્ષના પૌત્રનો જન્મદિવસ આવ્યો અને હવેલીને ખુબજ સુંદર ફૂલો અને ફુગ્ગાઓથી સજાવી હતી..છપ્પન પ્રકારના ભોજન..પીણાં…મીઠાઈ અને કેક હતી…અને અનેક નાના-મોટા લોકો હવેલીમાં આવ્યા હતા..એટલામાં જ નાના છોકરાનું એક ટોળું હોલમાં મસ્તી કરતું હતું અને મસ્તી મસ્તી માં જોરથી એક નાના છોકરાએ એના હાથમાં રહેલ લોખંડનું રમકડું મારી પાંખમાં ઉછાળીને માર્યું અને મારુ બેલેન્સ થોડું ડગમગ થયું એને જોઈને બીજા છોકરાએ પણ એ રીતે જ કર્યું અને મને ખુબજ સખત વાગ્યું અને હું ઘાયલ થયો....જાણે મારો જીવ જવાનો એવી હાલત થઈ ગઈ અને આ જોઈને ઝુંમુએ ખુબજ જોરથી બૂમ પાડી અને રડવા લાગી અને કેહવા લાગી ફેનું તને કઈ નઈ થશે...તું બસ આંખ બંધ નઈ કરતો હમણાં ઇલેકટ્રીશ્યન આવશે અને હું અર્ધ બેભાનમાં ઝુંમુને જોઈ રહ્યો હતો અને બોલ્યો ઝૂમું મારા લગ્ન નથી થયા..રાઈસ ફક્ત મારી ફ્રેન્ડ છે અમારી વચ્ચે કંઈ નથી...અને એ સાંભળીને ઝુંમુ તો જોતી રહી ગઈ અને કહેવા લાગી મને માફ કરી દે ફેનું હું ખોટી હતી..અને પછી હું બોલ્યો પણ તું અને એ.સી.ખુશ રહેજો..એટલામાં ઝુંમુએ મને કીધું ફેનું હું પણ તને કંઈક કહેવા માંગુ છું...અને ઝુંમુએ કીધું મારા અને એ.સી.ના લગ્ન નથી થયા, એ.સીએ મને કીધું હું તારી મરજી વગર કંઈ જ નઈ કરીશ જયારે બંનેની સંમતિ હશે ત્યારે જ આપણા લગ્ન થશે ત્યાં સુધી આપણે એક ખુબ સારા દોસ્ત બનીને રહીશું અને અમે પણ ફક્ત ફ્રેન્ડ જ છીએ કેમ કે હું તને હજી નથી ભૂલી…
ઝુંમુના આ શબ્દો સાંભળીને હું તો ખુશ થઈ ગયો હતો જાણે મારા શ્વાશમાં શ્વાશ આવી ગયા…મને ફરી જીવવાની આશ થઈ ગઈ અને એટલામાં હું બેભાન થઈ ગયો અને આ બાજુ ઝુંમુ, રાઈસ અને એ.સી. ટેન્શનમાં આવી ગયા હતા ઝુંમુએ રડી રડીને એની હાલત ખરાબ કરી દીધી હતી અને આ બધું જોઈને રાઈસને પણ ખબર પડી ગઈ હતી કે હું અને ઝુંમુ એકબીજા માટે જ બન્યા હતા અને એ પણ ઝુંમુને આશ્વાશન આપવા લાગી..અને મને ઇલેકટ્રીશ્યન લઈ ગયો... થોડા દિવસો વીતી ગયા અને હું સાજો થઈને આવી ગયો...અને ઝૂમું મને જોતા જ વળગી પડી...અને એ.સી.એ પણ મારા હાલચાલ પૂછ્યા અને આ રીતે મારી અને એ.સી.ની દોસ્તી થઈ ગઈ અને રાઈસ પણ મને કહેવા લાગી તું હજી વધારે સારો થઈજા એટલે આપણે ફરી યોગાના કલાસીસ ચાલુ કરીયે...એટલા માં એ.સી રાઈસ સાથે વાત કરતા ખરેખર તમે યોગા શીખવાડો છો?? તો શું તમે મને પણ યોગાના ક્લાસ આપીશો..મારી સાથે દોસ્તી કરશો...એ.સી.એ રાઈસને કીધું અને રાઈસ હસીને કેમ નઈ... જરૂર…! આ રીતે બંનેની દોસ્તી થઈ ગઈ... અને પછી થોડા દિવસો પછી મારા અને ઝુંમુના લગ્ન
થઈ ગયા અને મારી ઝુંમુ મને મળી ગઈ...અને મેં સોન્ગ ગાયું…
“આયે હો મેરી જિંદગી મેં, તુમ બહાર બનકે..મુજે યુ હી દિલ મેં રખના...હાય
મુજે યુ હી દિલ મેં રાખનાં..તુમ પ્યાર પ્યાર બનકે...
અને મેં ભગવાનને કીધું કેટલી સરસ મારી જિંદગી છે આભાર પ્રભુ..!
-
-ડૉ.પિંકલ
Dr.Pinkal Vasava Ghael
Please give me a feed on
pinkuvasava@gmail.com
Thanking you....!