Veer Vitthal in Gujarati Motivational Stories by Ajay Khatri books and stories PDF | વીર વિઠ્ઠલ

Featured Books
Categories
Share

વીર વિઠ્ઠલ

દેશ પે મિટને કી ચાહત આજ ભી વિઠ્ઠલ કી યાદ દિલાદેતી હે...

આ વાત છે કચ્છ પ્રાંત ના એક એવા ગામડાં ની કે જ્યાં નાની ઉંમર માં જ દેશ ભક્તિ નો રંગ લાગ્યો હતો ડુંગરાઓની વચ્ચે આવેલ નખત્રાણા એનું નાનકડું ગામડું મોટી ખોંભડી , ગામના મંદિર ની બાજુમાં આવેલ નિશાળ નો ઘંટ વાગતાં ની સાથે અમો ખંભે દફતર મૂકી ને બહાર રસ્તા પર આવતાં ની સાથે ગામનાં મોટી ઉંમર ના કાકાઓ અને જુવાનીયાઓ વંદે માતરમ ના નારા લગાવતા સ્કૂલ કને થી પ્રસાર થઈ રહ્યા હતા સમજ ન પડી કે શા માટે નો સરઘસ હતો...

બસ ઘરે જઈ બા એ જમવાની બૂમ પાડતા બાપુજી સાથે જમવા બેસી ને પછી ડેલી માં ખાટલો નાખી બાપુજી સુતા હતા , હું છાણ થી લીપેલ પડથાર પર સૂતો હતો , સાંજ ના સાડા ચારેક વાગા હશે ત્યારે ફરી થી વંદે માતરમ્ ના અવાજો સંભળાતા બાપુજી ની ઉંઘ ઉડી જતાં , બા ને ચા બનાવજો નો અવાજ દેતાં બા એ પોતા અને અમારા માટે ચા બનાવી ને આપવા માટે આવેલ ત્યારે બાપુજી એ કહ્યું આજે વથાણ માં ભગદે ના ઘરે દેશને સ્વતંત્ર બનાવવાની સભા છે.એટલે કદાચ મને આવતાં મોડું થશે. તું ને વિઠ્ઠલ વારું કરી લેજો.. આ સાંભળી ને મને વિચાર આવતાં રાત્રે બાપુજી ઘરે આવતાં મે પૂછ્યું સ્વતંત્ર ને દેશ ને આઝાદ આ બધું શું છે ને ઘોડા પર સફેદ દેખાતા એ માણસો કોણ છે, ત્યારે બાપુજી એ વાત કરી બેટા આપણે અત્યારે ગુલામ ની જિંદગી જીવી રહ્યાં છીએ, આપણે કંઇપણ કરવું હોય તો ગોરા માણસો ની મંજુરી લેવી પડે, એટલે બાપુજી આપણે આપણાં જ ઘર માં બંધી , હા બેટા .. આ કેમ ચાલે... મન માં ગાંઠ બાંધી લીધી અમો નિશાળ ના છોકરાઓ પણ મોટા થઈ ને આ લડત માં જોડાશું , ધીમે ધીમે વખત જતાં વિઠ્ઠલ , ખરો, મનજી, રસિક , ફતેહ, મહાદેવ અમો બધા નિશાળ છૂટતા ની સાથે જ્યાં સરઘસ કે સભા હોય ત્યાં લકાઈ લકાઈ ને ગામના મોટી ઉંમર ના માણસો ની વાતો સાંભળતા સાંભળતા દેશ ભક્તિ પ્રત્યે નો અમારો પ્રેમ અને ઝનૂન વધતો ગયો...
કચ્છ ની પ્રજા હંમેશા દેશ ને કંઈક ને કંઈક અર્પિત કરતી જ આવી છે.

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા જેઓ એ માદરે વતન ને આઝાદ કરવા વિદેશ માં રહીને અનેકો પ્રયાસ કર્યા
આવા અનેકો કચ્છ એ દેશ ને સપૂતો આપ્યા છે.

એમાંના જ એક કચ્છી વીર શહીદ વિઠ્ઠલદાસ ચંદન જેઓ માત્ર ૧૮ વર્ષની વયે દેશ ને અંગ્રેજોથી મુક્ત કરવા પોલિસ ની લાઠીઓ ખાઈ શિહીદી વહોરી હતી.
વિઠ્ઠલ બાળપણ થીજ ખુબજ નીડર,ઉત્સાહી અને સંવેદનશીલ સ્વભાવ ના હતા,વિઠ્ઠલ બાપુજી ની વાતો પર થી મહાત્મા ગાંધી ના વિચારો થી ખુબજ પ્રભાવિત થતા. વિઠ્ઠલ માંથી વિઠ્ઠલદાસ ક્યારે મોટો થઈ ગયો તે ખબર જ ના રહી,
પિતાજી વલ્લભદાસ માધવજી ચંદન ચોખા ના વેપારી હતા,પણ આ વ્યાપારી પુત્ર નેતો ભારત માતા ને અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ કરાવવા ની ધૂન લાગી હતી

દેશ ભર માં મહાત્મા ગાંધી ના અહિંસક આંદોલન ની લહેર છવાઈ હતી, ગાંધીજી એ દેશ વાસીઓ ને કર ન ભરવા હાકલ કરી જોત જોતા માં તો સમગ્ર દેશ માં સત્યાગ્રહો થવા માંડ્યા કેટલાયે સત્યાગ્રહીઓ ને જેલ માં પુરી દેવા માં આવ્યા પણ જાન જાયે તો જાયે પર આઝાદી ઘર લાયે જેવી વાતો થી વીર વિઠ્ઠલદાસ ખુબજ પ્રભાવિત થતા.

નીડર વીર વિઠ્ઠલદાસ ખુબજ પ્રભાવશાળી હતા વિઠ્ઠલ દેશ વ્યાપી આઝાદી ની ચળવળમાં સેવાઓ આપવા મુંબઈની મહાસભા કચેરીમાં એક સત્યાગ્રહી સૈનિક તરીકે જોડાયા અને માતૃભૂમિ ને ગુલામી માંથી મુક્ત કરવા આગળ વધતા ગયા

મુંબઈ ના વડાલા નમક ડેપો પર ધાડ પાડવા નું સૂચન મળેલો વીર વિઠ્ઠલદાસ તેમની સત્યાગ્રહી ઓની ટુકડીની આગેવાની લીધી

બુલંદ અવાજે સૂત્રો પોકારતા આગળ વધ્યા ત્યાં જ અંગ્રેજી પોલીસની આંખ નો બદલો તો રંગ પારખી ગયા અને સાથીઓને આ વાત સમજાવે તે પહેલાં જ હવામાં
લાઠીઓ વરસાવવા નું પોલીસે ચાલુ કર્યું એક પછી એક સત્યાગ્રહી ઓ
પર લાઠી ઓ વરસવા લાગી અનેકો સાથીઓ ગંભીર રૂપે ગાયલ થયા વિઠ્ઠલદાસ પણ લાઠી ચાર્જ વચ્ચે અડીખમ ઉભા રહ્યા લોહી થી લથ પથ થયા છતાંય તેઓ ત્યાં થી હટયા નહિ ગંભીર ઇજા ઓ પહોંચતા વિઠ્ઠલદાસ ને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય પણ આઝાદી ના આવીરે લોહી વહીજતા દેહ છોડયો
મુંબઈ માં અંતિમ યાત્રામાં માં મોટી સંખ્યાઓ મહાનુભાવો સાથે સત્યાગ્રહીઓ જોડાયા હતા

વીર વિઠ્ઠલદાસ ચંદન ની યાદ માં લોહાણા મહાજન દ્વારા ખોંભડી બસ સ્ટેશન પાસે વીર વિઠ્ઠલદાસ ચંદન ની
પ્રતિમા મૂકી સ્મારક બનાવવામાં આવ્યું છે.મુંબઈમાં વિઠ્ઠલદાસ ચંદન સ્ટ્રીટ નામ કરણ કરાયું છે.

આવા અનેકો વીર સપૂત દેશ માટે પોતાની જાન અર્પણ કરી અને આઝાદી અપાવી છે.ત્યારે તેઓ ને યાદ કરવું એ આપણું કર્તવ્ય છે. વાચકો હું એક પ્રયાસ કરી રહ્યો છું

આજ પણ જ્યારે મોટી ખોભડી જવાનું થાય ત્યારે લોકો ના મુખે વિઠ્ઠલદાસ ચંદન ની સહાદત ને યાદ કરતાં આંખો માં હર્ષ ના આંસુ સાથે વંદે માતરમ્ ની ગુંજ સંભળાય છે.