Infinity - 12 in Gujarati Love Stories by Minal Vegad books and stories PDF | ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 12

Featured Books
Categories
Share

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 12



Part :- 12

" શ્લોક, ક્યાં જઈ રહ્યા છીએ??" શહેર થી થોડા બહાર નીકળી ગયા હતા એટલે આરોહી પૂછવા લાગી.
"કેમ.....?? ડર લાગે છે??" શ્લોક એકદમ ખુશ દેખાઈ રહ્યો હતો.
"હવે તારી સાથે આવવાનુ જોખમ લઈ જ લીધું છે પછી ડર શેનો??" આરોહી પણ એકદમ ખુશ હતી.
" મારી ફેવરીટ જગ્યા પર ....... બસ પહોચી ગયા...." શ્લોક એ બાઈક ઉભુ રાખ્યું.
" અહી તો બહુ જ અંધારું છે અને ઝાડી સિવાય કાઈ જ નથી." આરોહી એ આજુબાજુ નજર કરી તો જંગલ જેવો વિસ્તાર હતો.
" તું મારી સાથે ચાલ......" શ્લોક આરોહી નો હાથ પકડી ચાલવા લાગ્યો. એક મોટી ધાર હતી શ્લોક આરોહી નો હાથ પકડી તેની પર ચડવા લાગ્યો. ધાર પર ચડી જોયું તો એક મોટી નદી હતી જ્યાં સુધી નજર પહોચે ત્યાં સુધી બસ પાણી જ પાણી.....
શ્લોક અને આરોહી એક બેન્ચ પર આવી બેઠા.
" વાઉ.......શ્લોક બહુ જ મસ્ત જગ્યા છે આ તો......" આરોહી શાંત અને રમણીય જગ્યા જોઈ ખુશ થઈ ગઈ. ચારે બાજુ નદી નું પાણી જ ફેલાયેલું હતું. પૂનમની રાત્રિ હતી એટલે ચાંદામામા પોતાનો શીતળ પ્રકાશ ફેલાવી રહ્યા હતા. પવનની લહેર સાથે નદીમાં રેહલું ચંદામામાનું પ્રતિબિંબ પણ હાલકડોલક થતું હતું અને એક અદભૂત નઝારો લાગતો હતો.
" હું જ્યારે પણ બહુ ખુશ હોય કે જ્યારે બહુ દુઃખી હોય ત્યારે બસ અહી આવી બેસી જાવ." શ્લોક આરોહી તરફ ફરી બોલી રહ્યો હતો.
" એનાથી શું ફાયદો થાય....??" આરોહી પણ હવે શ્લોકને અપલક જોઈ રહી હતી.
" જ્યારે હું દુઃખી હોઈ ત્યારે પોતાનું દરિયા દિલ ખોલી એ મારા આંસુ એનામાં સમાવી લે છે અને જ્યારે હું ખુશ હોય ત્યારે મારી ખુશી જોઈ એ પણ ખુશ થતો જાણે મારી સાથે ઘુઘવાટા કરવા લાગે છે." શ્લોક જાણે પાણી ની ગહેરાઈ માપતો હોય એમ નદીને તાકી રહ્યો હતો.
" મે કદાચ બધા લેટર ફાડી નાખ્યાં હોત કે પછી ફેંકી દીધા હોય... તો પછી તું મને કોન્ટેક્ટ કરવાની ટ્રાય ન કરેત.....??" આરોહી જાણવા માંગતા હતી જે રીતે શ્લોક પોતાનો નંબર બધા લેટર પર આંકડા લખીને આપ્યો હતો એ વિશે.
" એ જ તો મારે પોતાને સાબિત કરવું હતું. હું જે વિચારી રહ્યો છું જે તારા માટે ફીલ કરી રહ્યો છું એ સો ટકા સાચું છે કે નહિ..... હું તને આસાનીથી એક લેટર માં જ મારો પૂરો નંબર લખીને આપી શક્યો હોત પરંતુ મને વિશ્વાસ હતો કે હું તને ખરા દિલથી ચાહું છું અને મને વિશ્વાસ હતો તું બધા જ લેટર સાચવીને રાખીશ અને મને કોલ કરીશ." શ્લોક ના અવાજમાં આત્મવિશ્વાસ નો રણકો હતો.
" અને આ ઇન્ફિનિટી ની સાઈન.....??" આરોહી જાણતી હતી બધા લેટર ઉપરાંત શ્લોકની કાર પાછળ પણ આ જ ચિન્હ બનેલું હતું.
" ખબર નહિ પણ આમ જ્યારથી સમજણ આવી ત્યારથી આ સાઈન મને બહુ જ એટ્રેક્ટ કરતી મને લાગતું મારી સાથે જે વસ્તુ કે વ્યક્તિ છે એ મારી સાથે અનંત સુધી મારી સાથે જ રેહવાના છે. અને તને મળ્યા પછી તો વિચાર હકીકત માં બદલાઈ ગયો. જેમ આ દરિયાનો આ આકાશનો ક્યાંય અંત નથી એમ આપણા પ્યારનો પણ કોઈ અંત નથી. એ એકદમ ઇન્ફિનાઈટ છે." શ્લોક નદી અને આકાશ સામે આંગળી કરતા બોલ્યો.
" આ કપાળ પર શેનું નિશાન છે??" આરોહી જાણતી હતી છતાં પૂછ્યું.
" તને સાહિલ એ કહ્યું જ હશે. ધિસ ઇઝ ધી સિમ્બોલ ઓફ ફ્રેન્ડશીપ" શ્લોક કપાળ પર રહેલા નિશાન પર હાથ ફેરવતા બોલ્યો.
" હા..... સાહિલ કેતો કે તું ત્યારે કાઈ જ બોલતો નહિ અને અત્યારે તો વાતો બનાવતા કોઈ તારી પાસેથી શીખે.... શબ્દોની માયાજાળમાં એવા ફસાવી દે કે સામે વાળી વ્યક્તિને કોઈ વાતની ના કેહવુ હોય તો પણ હા કહેવડાવી દે...." આરોહી હંમેશા શ્લોકના શબ્દોથી પીગળી જતી હતી.
" તારા પર ક્યાં અસર થાય છે કાઈ..... તે ક્યાં હજુ મને હા કહી છે..... જો એટલી જ અસર કરતી હોત તો પછી અત્યારે તુ મારો હાથ પકડી મારી સાથે બેઠી હોત....." શ્લોક આરોહી ને એની જ વાતમાં ફસાવી રહ્યો હતો.
" એમાં એવું છે કે..........હજુ ના પણ નથી કહ્યું....." આરોહી થોડીવાર ચૂપ રહી અને પછી ધીમેથી બોલી અને પોતાની નજર ફેરવી લીધી એના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.
" મારે કાઈ પણ કે બણ વગર ની ચોખ્ખી હા જોઈ છે... અને એ તો હું સાંભળીને જ રહીશ." શ્લોક આરોહી સામે જ જોઈ રહ્યો હતો.
" એ બધું છોડ..... હવે આપણે જવું જોઈએ...." આરોહી એ વાત બદલતા કહ્યું.
" હજુ ક્યાં મોડું થયું છે અગિયાર જ વાગ્યા છે. થોડીવાર બેસીએ." શ્લોક ઘડિયાળમાં જોતા બોલ્યો.
" અગિયાર જ....??" આરોહી ભવા ઊંચા કરતા બોલી.
" આપણે આ વિકેન્ડમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવીએ તો..??" શ્લોક આરોહી ને પૂછી રહ્યો હતો.
" નો....પોસીબલ નથી." આરોહી મોં નકારમાં કરતા બોલી.
" તારી ડિક્ષનરીમાં બીજો કોઈ શબ્દ નથી." શ્લોક આરોહી ને કાઈ પણ પૂછતો તો આરોહી હંમેશા ના જ કહેતી.
" એટલે......??" આરોહી પૂછી રહી હતી.
" એટલે એમ કે ડીક્ષનરી માં No સિવાય પણ ઘણા શબ્દો હોય છે જેમ કે, ' યસ, શ્યોર, વાય નોટ, ઓક, ગુડ આઇડિયા.....etc'..." શ્લોક એકીસાથે કેટલા શબ્દો બોલી ગયો.
" ઓક બાબા ઓક..... આઈ વિલ થીંક અબાઉટ ઇટ!!" આરોહી હસવા લાગી.
" કાઈ વાંધો નહિ વિચારીને કહેજે. ટેક યોર ટાઈમ!!" શ્લોક હવે આરોહી ને સારી રીતે જાણવા લાગ્યો હતો.
" થેંક્યું......શ્લોક!!" આરોહી એકદમ પ્રેમભર્યા અવાજમાં બોલી.
બન્ને ક્યાંય સુધી શીતળ ચાંદનીના પ્રકાશમાં ખુલ્લા આકાશ નીચે પાણીની લહેરો જોતા બેઠા રહ્યા અને બન્નેના પરફ્યુમ ની સુગંધ વાતાવરણને વધારે મુગ્ધ બનાવી રહી હતી.
*
આરોહી રાત્રે સૂતા સૂતા વિચારી રહી હતી. શ્લોક સાથે વિકેન્ડમા બહાર જવું કે નહિ?? આરોહી ની ઈચ્છા તો હતી પરંતુ ઘરેથી પરમિશન લીધા વગર એકલા બહાર જવાની પણ ન્હોતી ઈચ્છતી. એનું મગજ ચકરાવે ચડી ગયું હતું. એ કોઈ નિર્યણ પર આવી શકતી નહોતી.
" આરુ, અત્યારે શાંતી થી સુય જા. આજે તો હજુ બુધવાર છે તારી પાસે બે દિવસ છે વિચારવા માટે કાઈક વિચારી લઈશ." આરોહી પોતાની સાથે વાતો કરવા લાગી હતી.
*

" આરુ, બહુ જ ભૂખ લાગી છે અને કાઈક બહારનું ખાવાની ઈચ્છા છે. ચાલ કોઈક રેસ્ટોરન્ટમાં જઈએ...." આરોહી અને સાહિલ સાંજે ઓફિસ ની બહાર નીકળી રહ્યા હતા.
" હા યાર......મને પણ ચાઇનીઝ ખાવાની ઈચ્છા છે." આરોહી ના મોં માં તો જાણે અત્યારથી પાણી આવવા લાગ્યું હતું.
" ઓક....તો તું એક કામ કર શ્લોકને પણ બોલાવી લે. મજા આવશે......" સાહિલ અને આરોહી લીફ્ટનો ની રાહ જોતા ઊભા હતા.
" શ્લોક.....?? એને શા માટે બોલાવવો છે?? આપણે બન્ને તો છીએ." આરોહી જાણતી હતી શ્લોક આવશે તો વિકેન્ડ ના પ્લાન વિશે પૂછશે અને હજુ પોતે કાઈ ડીસાઇડ નહોતું કર્યું.
" એ મારો જીગરી છે. એના વગર તો હું ક્યાંય બહાર ન જાવ. તું રેહવા દે. હું જ કોલ કરું છું." સાહિલ એ મોબાઈલ લઈ શ્લોકને કોલ કર્યો.
" આવે છે એ......" સાહિલ અને આરોહી લિફ્ટમાંથી બહાર નીકળ્યા.
" એને તો ખાલી ખબર પડવી જોઈએ. જનાબ તૈયાર જ હોય હંમેશા....." આરોહી મનમાં ગણગણી રહી હતી.
" શું વિચાર કરીશ હજુ?? બેસ ફટાફટ......" સાહિલ પાર્કિંગ માંથી બાઈક લઈને આવ્યો.
*
" સર, ઓર્ડર......??" વેઇટર ઓર્ડર લેવા માટે આવ્યો.
" થોડીવાર પછી કરીએ.....એક ફ્રેન્ડ આવે છે એટલે" સાહિલ બોલ્યો. શ્લોક હજુ સુધી પહોંચ્યો નહોતો.
" આઈ એમ હિયર....!! શ્લોક પાછળથી આવતા બોલ્યો.
" ઓક...." સાહિલ એ ફૂડ ઓર્ડર કરી દીધું.
" સોરી ગાયઝ, થોડો બિઝી હતો એટલે લેટ થઈ ગયુ." શ્લોક આવી બેઠો.
" બિઝી હતો તો પણ આવવું જરૂરી હતું." આરોહી નીચું માથું કરી ફરી કાઈક ગણગણી.
" નો પ્રોબ્લેમ.... અમે પણ જસ્ટ આવ્યા જ છીએ. નહિ આરુ...??" સાહિલ આરોહી સામે જોઈ તેને પૂછવા લાગ્યો.
" હા.... બસ આવ્યા જ છીએ." આરોહી ખોટી સ્માઈલ આપતા બોલી.
" હાય આરોહી, કેવો રહ્યો દિવસ આજે??" શ્લોક આરોહી સામે પ્રેમભરી નજરથી જોઈ રહ્યો હતો.
" ખૂબ સરસ....." આરોહી એ પણ એટલા જ પ્રેમથી જવાબ આપ્યો.
" અરે....ભાઈ!!! હું પણ અહી છું, કોઈ મને પણ પુછો?? " સાહિલ ખોંખારો ખાઈને મોઢું બગાડતા બોલ્યો.
" અરે યાર.... તું જ્યાં હોય ત્યાં હંમેશા મસ્તી જ હોય એટલે તું તો મસ્ત જ હોય" શ્લોક સાહિલ ના ખભે હાથ રાખી બોલી રહ્યો હતો.
" હા.... હવે તું મને બટર પોલિશ કર..." સાહિલ અને શ્લોક હસવા લાગ્યા.
" હાય.......સોનુ!!" સાહિલ અને શ્લોક વાતો કરી રહ્યા હતા ત્યાં જ આરોહી ના ફોનમાં રીંગ વાગી.
" હાય.... બાય.... છોડ!! હું અત્યારે ક્યાં છું એ ખબર તને??" સોનુ નો અવાજ એકદમ એક્સાઇટીંગ લાગી રહ્યો હતો.
" મને કઈ રીતે ખબર હોય....તું ક્યાં છે એમ??" આરોહી પણ વિચારવા લાગી.
" અરે... બુદ્ધુ!! થોડું તો મગજ પર જોર આપ." સોનુ અવાજ પરથી લાગી રહ્યું હતું એ બહુ જ ખુશ હતી.
" ક્યાં હોય શકે....?? ક્યાં....??" આરોહી વિચારી રહી હતી. શ્લોક અને સાહિલ આરોહી ને જોઈ રહ્યા હતા.
" ખબર નહિ આ છોકરીઓની વાત તો આપણા સમજની બહાર છે." સાહિલ આરોહી ને જોઈ બોલી રહ્યો હતો.
" એકદમ બરાબર યાર!! " શ્લોક પણ સાહિલ ની વાતને સમર્થન આપી રહ્યો હતો.
" ઓહ..... આઈ થીંક તું અત્યારે ગામડે છો, રાઈટ??" આરોહી એ થોડીવાર વિચાર્યું પછી જવાબ આપ્યો.
" કરેક્ટ..... હું ઘરે આવી છું. ફાઈનલી કેટલા ટાઈમ પછી." સોનુ ના અવાજમાં એ ખુશી હજુ બરકરાર હતી.
" વાઉ....યાર!! પણ અત્યારે ??" આરોહી ને સમજાયુ નહિ કારણકે હજુ બે દિવસ તો વર્કિંગ ડે હતા.
" ઓફિસ માં કોઈ કારણસર બે દિવસ ની છૂટી છે અને પછી શનિ રવિ એટલે ટોટલ ચાર દિવસની છૂટી એટલે ઘરે આવી ગઈ." સોનુ ઓફિસ વિશે કહી રહી હતી.
" અરે....વાહ....તું ઘરે છૂટી એન્જોય કર!!" આરોહી પણ ખુશ થતા બોલી.
" અરે હું એકલી શું કરીશ અહી. તને બહુ મિસ કરું છું યાર!! કેટલો ટાઈમ થયો આપણે મળ્યાં એને લાસ્ટ માં તારા બર્થડે પર મળ્યા હતા. તું આવી જા ને આ વિકેંડ પર?? ખૂબ મજા કરીશું યાર...!!" સોનુ આરોહી ને મનાવી રહી હતી.
" આ વીકેન્ડ પર....??" આરોહી શ્લોક સામે જોતા બોલી રહી હતી. શ્લોક પણ વિકેન્ડ શબ્દ સાંભળી આરોહી આગળ શું બોલી રહી છે એ જ સાંભળવા માંગતો હતો.
" હું અત્યારે અહી આવી છું તો પછી આ જ વિકેન્ડ હોય ને ...પાગલ!!! પ્લીઝ આવી જા ને....!!" સોનુ રિકવેસ્ટ કરી રહી હતી.
" પણ સોનુ....યાર....હું કાઈક વિચારું છું??" આરોહી ને સમજાયું નહિ શું જવાબ આપવો. આરોહી એ જોયું તો શ્લોક તેને જ જોઈ રહ્યો હતો.
"અરે....એમાં આટલું વિચારે છે શા માટે?? બિચારી આટલી રીકવેસ્ટ કરે છે તો હા કહી દે ને...." સાહિલ વચ્ચે જ બોલી ઉઠ્યો. આરોહી શ્લોક સામે જોઈ રહી અને જાણે આંખો થી પૂછી રહી હતી શું જવાબ આપું. શ્લોક એ આંખના ઇશારાથી જ હા કહી.
" ઓકે બાબા ઓકે..!! ફાઈન હું આવું છું." આરોહી પણ ખુશ હતી.
" યે હુઈ ના બાત.!! આઈ એમ વેઇટીંગ ફોર યુ..સી યુ સૂન!!" સોનુ ફોન મુકતા બોલી.
*
" યાર...!! હું ખૂબ જ ખુશ છું. કેટલા ટાઈમ પછી ઘરે આવી અને મારી સાથે તું પણ છે એટલે ખુશી બમણી થઈ ગઈ." સોનુ અને આરોહી સાંજના સમયે આરોહી ની અગાશી પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા.
" એક વાર જોબ સ્ટાર્ટ થઈ જાય પછી તો આવી એકાદ બે દિવસ ની રજા માં જ ખુશી માણવાની. વેકેશન તો હવે સાવ ભૂલી જ જવાનું." આરોહી અને સોનુ અગાશીની પાળી પર બેઠા હતા.
" હા....યાર!!! જ્યાં સુધી કોલેજમાં હોય ત્યાં સુધી જ શાંતિ વાળી જીંદગી હોય. એકવાર ભણવાનું પૂરું થાય પછી તો બસ કોઈને કોઈ જવાબદારી સંભાળવી જ પડે." સોનુ જાણે કોલેજના દિવસો યાદ કરતી હોય એવું લાગી રહ્યું હતું.
" સાચી વાત છે. સ્કૂલ - કોલેજના દિવસોની વાત જ કઈક અલગ હતી. એકદમ ટેન્શન ફ્રી લાઈફ હતી.ફ્રેન્ડ જોડે મજાક મસ્તીમાં ક્યાં સમય જતો રહેતો ખબર જ નહોતી રહેતી....." આરોહી પણ પેહલા ના દિવસોમાં ખોવાય ગઈ હોય એવું લાગી રહ્યું હતું.
" અરે.....ફ્રેન્ડ પરથી યાદ આવ્યું, શ્લોક અને સાહિલ શું કરે છે??" સોનુ અચાનક બન્ને ને યાદ કરતા પૂછવા લાગી.
" તું શ્લોક વિશે જાણવા માંગે છે કે પછી સાહિલ વિશે??" આરોહી સોનુ ની મજાક કરતા બોલી.
" શ્લોક વિશે જાણવાનો મારો તો કોઈ અધિકાર નથી કારણ કે એ હવાલો તો આપ શ્રી એ સંભાળી લીધો છે." સોનુ પણ સામે આરોહી ની મજાક કરવા લાગી.
" ઓહ..હેલ્લો મેડમ!! એવું કાઈ નથી." આરોહી સોનુ ને ચૂપ કરવા માટે બોલી.
" તને શું લાગે છે તારો આ ચહેરો જોઈ મને ખબર નથી પડતી. શ્લોક નું નામ પડે ત્યાં તો ચહેરો ગુલાબ ના ફૂલ જેવો ખીલી જાઈ છે અને કહે છે એવું કાઈ નથી...!!" સોનુ આરોહી ની નકલ કરતી બોલી.
" બસ..પણ!! શું કરું યાર!! ઘણી ટ્રાય કરી દિલ અને દિમાગને સમજાવાની પણ ખબર નહિ એ શ્લોક પાસે જઈ ને જ અટકે છે. હજુ મે તેને હા તો નથી કહી પરંતુ ના પણ નથી કહી શકતી." આરોહી નીચે જોઈ પોતાની ફિલિંગ સોનુ ને કહી રહી હતી.
" તો હવે રાહ કઈ વાત ની છે. ક્યાં સુધી બિચારાને આમ રાહ જોવડવીશ. હવે કહી કે તું પણ તેને પસંદ કરેશ." સોનુ પણ આરોહી માટે ખુશ હતી.
" હા..... હવે મે નક્કી કરી લીધું છે અહીથી ત્યાં જઈ પેહલુ કામ એ કરીશ. શ્લોક ને ફાઇનલી કહી દઈશ કે, ' આઈ રઅલી લાઈક યુ. અને મે તને જોયો નહોતો ત્યારથી હું તને પસંદ કરવા લાગી હતી તારા એ લેટરમાં લખાયેલા શબ્દો જ મને આકર્ષિત કરી ગયા હતા અને તને જોયા પછી તો હું ખુદને જ ભૂલી ગઈ હતી. બધી જગ્યા એ બસ તું જ હતો '." આરોહી પેહલી વાર દિલ ખોલીને આટલું બોલી હતી. જાણે તેની સામે શ્લોક હોય એ જ રીતે આરોહી શ્લોકના નશામાં ખોવાય ને બોલી રહી હતી.


To be continue.........

Thank you!!!!
⭐⭐⭐⭐⭐