Shwet Ashwet 34 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૩૪

Featured Books
Categories
Share

શ્વેત, અશ્વેત - ૩૪

‘પણ સિયા.. આપણે તો એક જ છીએ ને.. મને કેવી રીતે ન ખબર હોય?’ સિયા એ બીજી સિયાને કહ્યું. 

થોડીક વાર રહી, આ સિયા મોટી સિયાની વાત માની ગઈ, અને હસવા લાગી. 

‘હાસ્તો. હું પણ કેવિ છું?’

શાણી. પણ મેન્ટલ. 

છેલ્લા છ વર્ષોથી મુંબઈના એક કુખ્યાત અસાઇલમ માંથી ભાગી આવેલી આ સિયાનું સાચ્ચું નામ નીથ્યા હતું.

પણ.. તમને એ નહીં સમજાય કે કેવી રીતે એક ભદ્ર દ્રવિડ પરિવારની ગાંડી થઈ ગયેલી વહુ.. એક રિક્ષા ચાલક.. એક બહેન જે તેના ભાઈને ગોતવા કઈ પણ કરી શક્તિ હતી.. એક ગુંડો.. અને એક પ્રેમમાં પડેલો પુરુષ. 

આ બધા કેવી રીતે આ જાળમાં સંડોવાઈ ગયા?

હું તમને હવે બધ્ધું જ સાચ્ચું કહી દેવા માંગુ છું. 

વિશ્વકર્માના ઘરમાં શરીર વેચવાનો ધંધો ચાલતો હતો, વર્ષો પહેલા. જ્યારે વિશ્વકર્માના મમ્મી, અને પપ્પા એક જ વર્ષમાં મરી ગયા.. તે વર્ષે જ શ્રુતિનું ૧૨મૂ હતું. એને તો યુ . એસ મોકલી દીધી હતી. વિશ્વકર્માના બચેલા પરિવાર (ફક્ત તએ બે લોકો જ) પછી રામેશ્વરમ જતાં રહ્યા. આા બધુ થયું તેના ૫૦ વર્ષ પહેલા એક ઘટના બની હતી..

વિશ્વકર્માના પેરેંટ્સ સુરત રહેતા હતા.  તે એકલો હોસ્ટેલમાં રહેતો હતો. અને તેનો એક મિત્ર હતો.. અનિલ. અનિલને પોરબંદરના ઘર વિષે ૫માં સેમેસ્ટરમાં ખબર પડી હતી. અનિલની એક બહેનપણી હતી, સાનિધ્યા. અને સાનિધ્યા અને અનિલને મણવાની જગ્યા જોઇતી હતી. તેઓે વિશ્વકર્મા પાછળ પડી ગયા, તો છેલ્લે વિશ્વકર્માએ ચાવી આપી.. પણ એક શરત સાથે, કે રાત્રે કોઈ નઈ મળે અને બાકી કોઈ કામ માટે તે જગ્યા નહીં વપરાય. પણ અનિલ અને સાનિધ્યાના મનમાં તો કઈક બીજું જ ચાલતું હતું. 

તેઓેએ ત્યાં બોલાવી વિશ્વકર્મા સાથે એક વાત કરી, એક પ્રસ્તાવ મૂક્યો, ‘જો તું  અમને આ જગ્યા એક હોટેલ તરીકે વાપરવા દઇશ તો અમે તને ઘણો પ્રોફિટ આપીશું.’

અને વિશ્વકર્મા એ કહ્યું


“હા”


બિલકુલ, આ જગ્યા હોટેલ માંટે નહીં પણ કઈક બીજા જ કામ માટે વપરાઇ. જે દિવસે તેઓને ડિગ્રીઓ મળી, તે જ દિવસે અનિલને એક ફોન આવ્યો, સાનિધ્યા નો.. “એ.. અનિલ- એ છોકરી ભાગી ગઈ છે! ભાગી ગઈ છે!’

એમ કહેતો ફોન આવ્યો. અને અનિલ જતો રહ્યો. ત્યાં પોહંચી તે વિચારવા લાગ્યો કે શું કરવું, કારણ કે સિયા તો ક્યારની તેઓના ગુંડા (જે એક રિક્ષા ચાલકના વેશમાં હતો) તેની સાથે ભાગી ગઈ હતી. અને તે માણસે ફોન કર્યો હતો.. પણ હવે શું કરવું?

અનિલને કઈ વિચાર ન આવ્યો. પછી તેને એક આઇડિયા આવ્યો. વિશ્વકર્માની ગાડી લઈ તે ચાર રસ્તે આવ્યો.. ત્યાં વરસાદ પડવા લાગ્યો. 

સાનિધ્યા સિયા પર બહારથી લોહી નાખવા લાગી, તો સિયા એ બહાર કૂદકો માર્યો. પાછળથી અનિલ આવ્યો.. અને અનિલ, તથા તે ગુંડો.. તે ગાડીમાં સિયાને લઈ ગયા. સાનિધ્યા હોસ્પિટલ ગઈ, તેની ડ્રેસિંગ કરાવવા, અને રિક્ષા એવી જગ્યાએ મૂકી જ્યાં કોઈ તેને જોઈ ન જાય. અનિલના ઘરની બહાર એક જૂનો તબેલો હતો, ત્યાં જઈ સિયાને બાંધી દીધી. 

જ્યારે તે ઉઠી ત્યારે.. 

‘આહ!’ સિયાએ જોરથી ચીસ પાડી. તે ગુંડો આવી ગયો, અને સિયાએ તેની જોડેથી બધુ જાણી લીધું. 

જ્યારે અનિલ પાછો આવ્યો ત્યારે.. 


‘હું જો ચાર દિવસમાં પરત નહીં ફરું તો તમારી આા બધી ગેરકાઇદેસર જે હરકતો છે તે ચંદ સેકન્ડમાં પોલીસના હાથમાં હશે.. મારા દાદા અમારા પી એસ આઈના શિક્ષક હતા.. 

.. પણ જો તમે મને તમારા બીસીનેસમાં ઇનવોલ્વ કરશો તો કદાચ હું..’


આટલું સાંભળતા અનિલે હા કહી દીધી. આા છોકરીની ઓળખાણ ખૂબ જ સારી હતી. પણ આા છોકરી કોઈ જેવી - તેવી ન હતી. તેને તો વિશ્વકર્માની સામે જ બધુ જગ જાહેર કરી દીધું! અને તેને મનાવી પણ લીધો. હવે આા બીઝનેસના ચાર વ્યાપારી હતા.. સિયા.. વિશ્વકર્મા.. અનિલ.. અને સાનિધ્યા. 


પણ આા કથા અહી સમાપ્ત નથી થતી.. હજુ સિયાના આવ્યા તેના છ મહિના પહેલા ની એક કથા છે.. અને તેના મૃત્યુની. તએ પછી આા અંકની સમાપ્તિ થશે.. અને તમારા હાથમાં હશે.. એ જ, જે શ્વેત પણ છે, અને અશ્વેત પણ- સત્ય!