Andhariyo Vadaank - 3 in Gujarati Horror Stories by Rahul Narmade ¬ चमकार ¬ books and stories PDF | અંધારિયો વળાંક - 3 - અનોખું સાહસ

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

અંધારિયો વળાંક - 3 - અનોખું સાહસ

હું રાજન, મને થોડા જ દિવસો પહેલા એક ભૂતિયા અનુભવ થયેલો, મારા અનુભવ થયા બાદ મારી જ કોલેજ નો એક વિદ્યાર્થી રાજ તેને પણ એજ અનુભવ થયો પરંતુ મારા અને રાજ ના અનુભવ માં એક તફાવત હતો મને અજાણતા અનુભવ થયો જ્યારે તેણે મારું જોઈને જાણી જોઈને અનુભવ કરવાની કોશિષ કરેલી. તે અનુભવ થયા બાદ અભિમાની રાજ થોડો નરમ થયો હતો, તે હરકોઈ સાથે હવે વાત કરતો રહેતો. તે દિવસે રાજ તેના ટીચર વૈશાલી ગુપ્તા મેમ કે જેઓ અમારી કોલેજ ના બાયો કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી ના પ્રોફેસરે હતા તેમના લેક્ચર પૂરા કરીને મારા ક્લાસરૂમ પાસે આવ્યો, મને આશ્ચર્ય થયું કેમકે તેણે ક્યારેય પણ મારી સાથે વાત નહોતી કરી, હું અનિલ સાહેબ ના લેક્ચર માં હતો તે મને ક્લાસરૂમ ની બહાર ઉભા રહીને ઈશારો કરવા લાગ્યો, હું ક્લાસ પૂરી થયા બાદ તેને મળ્યો તેણે મને તેનો પૂરો અનુભવ કહ્યો.

હું : માય ગોડ! મતલબ ત્યાં સાચે ભૂત થાય છે!!!

રાજ : હા પણ ચાલ ને ત્યાં આપણે ઇન્વેસ્ટિગેશન કરવા જોઈએ, કેમકે મને હજી પણ શંકા છે કે ત્યાં કૈંક માનવીય પ્રવૃતિ થાય છે, ત્યાં કોઈ ભૂત નથી.

હું : રાજ ત્યાં જવું ખતરા થી ખાલી નથી.

રાજ : ચાલ ને જઈએ, આપણે મારા બાઇક પર જઇશું.

હું : રાજ તું સમજતો કેમ નથી, આ ભૂત પ્રેત ગમે તેમ કરીને મારી જ નાખતા હોય છે, હમણાં થોડા દિવસ પહેલાં છાપા માં આવેલું કે એક પેરાનોર્મલ એક્ટિવિટીસ્ટ તેના ઘરે બાથરૂમ માં નાહતો હતો અને બહાર બધાને બહુ મોટો ધમાકા નો અવાજ આવ્યો અંદર દરવાજો ખોલી ને જોયું તો પેલો મરેલો પડ્યો હતો!!! પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં કઈ જ ના આવ્યું.

રાજ : આ ભૂત એવું નથી, (એમ કહીને હસવા લાગ્યો),ચાલ ને જઈએ મારા બાઇક પર.

હું : અચ્છા ઠીક છે પણ બહુ દૂર અંધારા માં નથી જવું હો ભાઈ.

મેં હા તો પાડી દીધી હતી પરંતુ મને ડર લાગી રહ્યો હતો. અમે તે દિવસે રાત્રિ ના સાડા નવ વાગ્યે જવાનું નક્કી કર્યું હતું. સાડા નવ વાગ્યે રાજ મારી હોસ્ટેલ પાસે આવ્યો, હું અમારી કોલેજ ની બાજુ માં અમારા જ ટ્રસ્ટ ની મેડિકલ કોલેજ હતી જેના કેમ્પસ માં અમારી હોસ્ટેલ ના બ્લોક્સ હતા હું તેમાં રહેતો હતો. અમે બંને તેની સાથે બાઇક પર સવાર થઈને ગયા,જેવો અંધારિયા વળાંક પાસે આવ્યો કે મને એક રોમાંચિત અહેસાસ થયો, મને થયું કે આ રસ્તાનો વળાંક નથી પરંતુ જિંદગી નો જ કોઈ વળાંક છે; કેવી રીતે માણસ ની સ્થિતિ પળવારમાં બદલી જાય છે. અમે રસ્તા પર પહોંચી ગયા હતા. થોડું આગળ જઈને રાજે બાઇક ઊભું રાખ્યું, અમે ઉતર્યા અને તેણે બાઇક સાઇડ પર પાર્ક કર્યું.

રાજ : જોઈએ હવે, પેલો 55, વર્ષીય વૃદ્ધ આવે છે કે નહીં.

મેં હા માં માથું ધુણાવ્યુ, અમે બંને એકબીજા થી થોડા દૂર ગયા, થોડી વાર પછી મને દેખાયું કે દૂર થી બે લોકો આવી રહ્યા છે. ધ્યાનથી જોયું તો તે બંને મારા ક્લાસમેટ ઇમરાન અને નિલેશ તાવડે હતા, તેઓ બંને ગુસ્સામાં હતા અને મારી સામું ઘૂરી રહ્યા હતા.

નિલેશ : ઓય રાજન, શું અહીંયા આંટા મારે છે,ઇન્ટરનલ એકસામ નું ટાઇમ ટેબલ આવી ગયું છે, આજે જ આવ્યું છે, આવતી કાલ થી જ શરૂ થાય છે પરીક્ષા.

હું : શું??!! આવતી કાલથી જ, અરે રીડિંગ ટાઇમ પણ ન મળ્યો, અને કાલે પરીક્ષા છે અને આજે થોડું અપાય ટાઇમ ટેબલ!!!

ઇમરાન : જો બકા, અમે રિવિઝન કરવા જઈએ છીએ એટલે તને બોલાવવા આવ્યા છીએ, ચાલ અમારી સાથે.

મને ગુસ્સો આવી રહ્યો હતો, રાજ કે જે 1 કલાક થી મારી સાથે હતો તે પણ ના બોલ્યો કાંઈ, હું ગુસ્સા માં દોડી ને રાજ પાસે ગયો. મેં તેને ખભા થી પકડયો અને આગળ કર્યો.

હું : રાજ!! આવતી કાલથી ઇન્ટરનલ શરૂ થાય છે અને તું કહેતો પણ નથી મને.

રાજ : ઓય કોણે કીધું તને એવું?

હું : અરે આ ઇમરાન અને નિલેશ કહે છે, આ જો ઉભા!!

એમ કહીને હું પાછળ ફર્યો તો ત્યાં કોઈ ઊભું નહોતું, રાજ પણ મને પૂછવા લાગ્યો ક્યાં ઉભા છે તેઓ. પણ હું કાંઇ સમજી શકતો નહોતો. હું તેને સમજાવી રહ્યો હતો કે તેઓ બંને આવેલા અને મને કહી રહ્યા હતા કે કાલથી જ પરીક્ષા શરૂ થાય છે. રાજ મારી પર હસવા લાગ્યો.

રાજ : શું યાર, હજી આવ્યા ને થોડું વાર શું થઈ આપ તો ડરવા લાગ્યા, હા હા હા.

હું ગુસ્સામાં ધૂંધવાય રહ્યો હતો. ત્યાં અચાનક રાજ બોલ્યો

રાજ : રાજન જો, ત્યાં પેલી સિમરન ઉભી છે.

હું : કોણ સિમરન?

રાજ : મારી એક્સ, તે તેના હસબન્ડ સાથે ઉભી છે

હું : ક્યાં છે પણ, મને તો નથી દેખાઈ રહી!!

રાજ(એકદમ થી જુસ્સા સાથે) : અરે જોને યાર, પેલા ઝાડવા ની બાજુમાં ; તેના હસબન્ડ સાથે બુલેટ પાર્ક કરીને, ઓહોહો જો તો ખરા રાજન, એક નાળિયેર માં બે સ્ટ્રો નાખી ને પીવે છે. સરકારી નોકરી વાળો મળ્યો એટલે મને છોડી દીધેલો એણે. અહાહાહા...

હું : રાજ ત્યાં કોઈ જ નથી ઊભું અરે ત્યાં તો તદ્દન અંધારું છે.

રાજ : ના ના તે ત્યાંજ ઉભી છે અને તેનો હસબન્ડ સ્મિત પણ ત્યાંજ છે, બંને બાઇક પાર્ક કરી ને ઉભા છે.

મેં રાજ ને ઘણું સમજાવ્યો, માંડ માંડ તે સમજ્યો કે ત્યાં કોઈ નથી.

થોડી વાર બાદ અમે બાઇક પર બેસી ને આગળ ગયા ઉભા રહીને અમે લટાર મારવા લાગ્યા, હું એક વૃક્ષ ની ડાળી ને હાથ દઈને ઊભો હતો, મારા વજન ના કારણે ડાળી તૂટી ગઈ અને એ ડાળી પર કુંપળ માથી લોહી જેવું લાલ પ્રવાહી નીકળવા લાગ્યું, તે બિલકુલ લોહી જ હતું કેમકે અમારે ત્યાં ઇમ્યુનોલોજી અને ફિઝિયોલોજી માં લોહી ના ટેસ્ટ સેમ્પલ લેવાના હોવાથી મને જાણ હતી. હું ડરી ગયો અને દૂર રાજ પાસે ગયો તેને પણ એવો જ કૈંક અનુભવ થયો હતો. મને સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે અમને બંને ને ઇલ્યુઝન(ભ્રમ) થઈ રહ્યા છે.

મને ક્યારેક દેખાતું કે અમારા પ્રોફેસર અનિલ સિંહ ઝાલા લેક્ચર લઈ રહ્યા છે, ક્યારેક દેખાતું કે મારી માતા દૂરથી મને બોલાવે છે, ક્યારેક થાતું કે મારા મોબાઈલ ની રીંગ વાગે છે જ્યારે મોબાઇલ માં નેટવર્ક જીરો હતું. ક્યારેક મને આભાસ થતો કે હું સાવ નાનું બાળક છું અને મારી સ્કૂલ ના સિનિયર મને પરેશાન કરી રહ્યા છે.

રાજ ની હાલત પણ કૈંક આવી જ હતી, તેને લાગતુ કે સિમરન તેના ખભા પર હાથ મૂકીને બોલાવે છે પણ પાછું વળીને જોયુ તો ત્યાં કોઈ ન હતું, ક્યારેક તેને થતું કે કોઈ તેની બિલકુલ બાજુ માં ઊભું છે તે શ્વાછોશ્વાસ અનુભવી રહ્યો હતો તેટલું નજીક હતું કોઈ. ક્યારેક તેને દેખાતું કે સિમરન કોઈ બાળક ને તેડી ને ઉભી છે અને તે બાળક તેઓ બંને નું છે એવો આભાસ થતો.

રાજ: મને આ જાગ્યા બરાબર નથી લાગતી, રાજન ભાગો અહીંથી.!!

હું : મેં તો પહેલા જ કીધું હતું.

અમે બાઇક સ્ટાર્ટ કરી અને નિકળ્યા, રસ્તામાં અમને અજાણ્યા પક્ષીઓ નું ઝૂંડ સામું મળ્યું, તેઓ અમારા રસ્તામાં બિલકુલ અમારી સામે આવી રહ્યા હતા, એક પછી એક તેઓ અમને અથડાવા લાગ્યા. માંડ માંડ ત્યાંથી છૂટયા બાદ અમે આગળ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક માણસ આડો ઉતર્યો, રાજે બ્રેક લગાવી, તે પેલો 55 વર્ષીય વૃધ્ધ હતો.

પેલો : ભૂલા પડ્યા છો નવજવાન?

રાજ અને હું એકસાથે : હા

પેલો : રસ્તો યાદ છે કે બતાવું? ખેર ચાલો બતાવી જ દવ. અહીંથી આગળ જઈને જમણે હાથે વળી જજો તમારી હોસ્ટેલ આવી જશે.

રાજ : આપને કેમ ખબર કે અમે હોસ્ટેલ માં રહીએ છીએ??

પેલો(હસવા લાગ્યો) : કોણ જાણે કોણ છે એ!! મને તો એ પણ ખબર છે કે તમે બંને કોઈ બાબત નું ઈન્વેસ્ટીગેશન કરવા આવ્યા છો.

અમે બંને ચોંકી ગયા.

પેલો : ખેર હવે આપ જાવ, રાત બહુ થઈ ગઈ છે. અને હા માણસ નું અહીંયા નામોનિશાન નહીં મળે, કેમ કે હું ખુદ છેલ્લા પચ્ચીસ વર્ષથી અહીંયા આંટા મારું છું, આજે મારી 25મી વાર્ષિક પુણ્યતિથી છે.

તેનું આ છેલ્લું વાક્ય સાંભળીને અમારા શરીરમાં લોહી નહીં પણ પાણી ફરી રહ્યું હોય તેમ થવા લાગ્યું. રાજે ફાટાફાટ કિક મારી અને અમે બંને ત્યાંથી ભાગ્યા. સાઇડ મિરર માં પાછળ કોઈ દેખાઈ રહ્યું નહોતું, રસ્તો પણ પહેલાં કરતાં અલગ હતો તેણે બતાવ્યા મુજબ અમે ચાલ્યા, થોડી મિનિટ પછી અમારી કોલેજ નું કેમ્પસ આવ્યું, અને ત્યારબાદ હોસ્ટેલ.

હેમખેમ પાછા આવ્યા બાદ અમારું ગળું સુકાઈ ગયું હતું. અમે બંને હજુ પણ ડરેલા હતા, પરંતુ અમને સંતોષ હતો કે અમે સલામત પાછા ફર્યા હતા, મને હજુપણ ડર લાગી રહ્યો હતો કે મારી સાથે પેલા પેરાનોર્મલ એક્ટિવિટીસ્ટ જેવું થયું તો. અમને એ પણ સબક મળ્યું કે જિંદગી માં પણ જ્યારે આવા અંધારિયા વળાંકો આવતા હોય છે ત્યારે હિંમત હાર્યા વગર શાંતિથી સામનો કરવાથી હેમખેમ પરત આવી જવાતું હોય છે. રાજ પણ ડરેલો હતો તેને હવે સમજાઈ ગયું હતું કે તે અંધારીયો વળાંક સાચે "અંધારિયો" હતો.