તમે જ્યારે તમારી બચત નું મૂડીરોકાણ કરવા માગો છો તો તેવા સમયે તમે વધુ નફો મેળવા ના હિમાયતી બનો છો. આવા સમયે લોકો પોતાના નાણાં ની સુરક્ષા ઊપર ધ્યાન દેવા નું ટાળતા હોય છે. જે આગળ જતાં લોકો ને ભય જનક પરિસ્થિતી માં મૂકે છે. તમે અલગ અલગ જગ્યા રોકાણ કરી નફો અને જોખમ ને પોતાની કાબૂ માં રાખી શકો છો. ધ્યાન,ધીરજ અને નફો એ શેરબજાર ના મૂળભૂત પાસાં છે.
આ પુસ્તકમાં શેરબજાર ની દુનિયા માં કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન મળશે.
ધ્યાન+ધીરજ+નફો=શેરબજાર
શેરબજાર નો બાદશાહ
રાજ કિંગ ભાલાળા
E-mail : www.kingindustries101.com
શેરબજાર નો બાદશાહ
₹200-00
Author
Raj king bhalala
E-mail : www.kingindustries101.com
website : www.investdada.com
“મોટા સપનાં જોવા હોય તો રોડ પર વેચવા અને પ્લેટફોર્મ પર સૂવા તૈયાર થઇ જાવ કારણ કે શરૂઆત ગમે ત્યાંથી કરવી પડશે”
- રાજ કિંગ ભાલાળl
INDEX
1. જાણો શું છે શેર
2. માર્કેટના વાતાવરણ ને સમજો
3. બજારના ઉતાર-ચડાવને તમારા મિત્ર સમજો
4. ઝડપી શ્રીમંત બનવાની ચાવી
5. લાંબા ગાળાનું રોકાણ કરો
6. સાચી કિમત પર શેર ખરીદો
7. મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરો
8. રોકાણ ની દ્રષ્ટિ એ ધંધા ના પ્રકાર
9. નિયમિત રોકાણ કરો
10. IPO માં રોકાણ
11. શેરબજાર ના સૂચકઆંક ને સમજો
12. એનાલિસિસ ના પ્રકારો
13. ઈન્વેસ્ટમેન્ટ નું વાંચન વધારો
14. ધીરજ ને કેળવતા શીખો
15. બજારના પ્રિન્સિપાલ હંમેશાં યાદ રાખો
16. ડિસ્કાઉન્ટ પર ખરીદતા શીખો
17. માનસિક રીતે મજબૂત બનો
18. પોતાની નિષ્ફળતા ને ક્યારેય છુપાવશો નહિ
19. કેશ-ફ્લો પેટન
20. દરેક બોલે છગ્ગો ફટકરશો નહિ
21. વસ્તુ એક વર્ષ સુધી મળશે નહિ
22. દરેક ને સમાન તકો
23. તેજીના તોફાન થી હમેશાં દૂર રહો
24. બધા કરે એ કરશો તો બધા કરે એ જ મળશે
25. માર્કેટના મનોરંજન ને ટાળો
26. પોતાનું હોમવર્ક બરાબર કરો
27. પ્રીમિયમ પર વેચતા શીખો
28. પાવર ઓફ કમ્પાઉન્ડિગ
29. એવો બિઝનેસ ગોતો જે વિશાળ સામ્રાજ્ય બનવાની તાકાત ધરાવે
30. વધુ જોખમ એટલે વધુ નફો
31. રોજબરોજ ની વસ્તુ પર બરાબર ધ્યાન આપો
32. પોતાની એક અલગ સાયકોલોજિય બનાવો
33. ઈતિહાસ માંથી શીખો
34. સારી કંપની સાથે વ્યવહાર કરવો
35. સ્વિંગ ટ્રેડિંગ
36. ઇન્ટ્રાડે ટ્રેડિંગ
37. શોર્ટ સેલિંગ
38. કોફી કેન ઇન્વેસ્ટમેન્ટ
39. નાણાકિય આયોજન
40. એક રોકાણ ને હા પાડો
41. પ્રિન્સિપાલ એમાઉન્ટ ની તાકાત સમજો
42. વારંવાર ભાવ જોવાની આદત ટાળો
43. શુન્ય માંથી નું જ સર્જન થાય છે.
44. માર્જિન અને લિવરેજ થી હંમેશા દૂર રહો
45. જે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરશો એ વસ્તુ વધશે
46. લોકોની મુખર્તા નો ફાયદો ઊઠવો
47. કેનસ્લીમ ઈન્વેસ્ટમેન્ટ ટેકનિક
48. વેલ્યુ ઇન્વેસ્ટિંગ ટેકનિક
49. વેકઓફ ઇન્વેસ્ટિંગ ટેકનિક
50. હેઝ ફંડ માં રોકાણ
51. ડેટ ફંડ માં રોકાણ
52. બજાર ના કૌટિલ્ય બનો
53. સમય, ઉંમર અને શેરબજાર
54. દુનિયા ના મોટા રોકાણકાર અને શેરબજાર
જાણો શું છે શેર
v શેરબજાર(stock market)
તમે શેરબજાર માં થનારી તગડી કમાણી ના કિસ્સા તો સાંભળીયા જ હશે. તમને પણ શેરબજાર માં કમાણી કરવાની ઇચ્છા જાગી હશે. પરંતુ એવી વાતો પણ સાંભળી હશે કે પેલા ભાઈ એ શેરબજાર માં નાણાં રોકીને મોટું નુક્સાન ઉઠાવિયું હતું. આથી તમે નાણાં ન રોકી ને સારું કરીયું પણ તમે શેરબજાર અંગે ના તમામ મત-મતાંતરણ છોડીને જાણો કે, શું છે શેરબજાર ?
v જાણો શું છે શેર
તમે અવાર-નવાર સમાચાર-પત્રો માં શેરબજાર નું નામ તો સાંભળિયું જ હશે. તેમાંથી મળતા મહતમ નફા ની વાતો તો તમારા સગા-વ્હાલા પાસેથી સાંભળી જ હશે. લાંબાગાળે તમામ રોકાણો સોના-ચાંદી, રિયલ-એસ્ટેટ, જમીન, બોન્ડ તમામ કરતાં શેર માં વધારે વળતર મળે છે તે સાબિત થયું છે.
ધંધામાં અનેક પ્રકાર ની સંપતિઓ હોય છે. જેમકે જમીન, મકાન, યંત્રો, હોલ્ડિંગ, પેટર્ન તેમજ ધંધામાં અનેક પ્રકાર ના દેવાં પણ હોય છે. “ધંધા માં રોકાયેલા કુલ નાણાં ને ધંધા ના દેવાં માંથી બાદ કરતાં વધતાં નાણાં ને ‘મૂડી’ કહે છે”
કુલ મિલકત – કુલ દેવાં = મૂડી
“ધંધાની કુલ મિલકત માંથી દેવાં બાદ કરીયા પછી વધતી મૂડી ને નાના નાના ભાગ માં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પ્રત્યેક ભાગ ને ‘શેર’ તરીકે ઓળખવા માં આવે છે.”
ધારો કે કોઇ કંપની ની મૂડી 1 કરોડ રૂપિયા છે. તો તેને 100 રૂપિયા નો એક શેર ના રૂપમાં માની લો ભાગ પાડવા માં આવે છે. તો કુલ શેર ની સંખ્યા 1 લાખ થાય છે. જે લોકો કંપની માં અમુક ભાગ પોતાની પાસે રાખે છે અને બાકી નો ભાગ નાના-મોટા રોકાણકારો ને વહેચી દે છે.
હવે શેર ખરીદવા નો અર્થ તમે બરાબર સમજી ગયા હશો. શેર ખરીદવાથી તમે તે ધંધા ના ભાગીદાર બનો છો. પછી ભલે તે કંપની ના કરોડો શેર હોય અને તમારી પાસે માત્ર 1 શેર હોય છતા તમે તેમાં હિસ્સેદાર ગણાશો. હવે જો માંની લો કે xyz કંપની નફો કરશે તો શેર ના ભાવ પણ વધશે અને જો કંપની ખોટ કરશે તો શેર ના ભાવ ગગડશે.
v ભાવો માં વધ-ધટ
માની લો કે કોઈ કંપની ની બુક વેલ્યૂ 10 રૂપિયા છે. જો તેનો શેર 150 રૂપિયા માં એટલે કે બુક વેલ્યૂ કરતાં વધુ ભાવે પણ હોય અથવા બુક વેલ્યૂ કરતાં ઓછા એટલે કે 8 રૂપિયા પણ હોય શકે.
શેરબજાર માં શેર નું ખરીદ –વેચાણ થાય ત્યારે કંપની ની શાખ અને માંગ ના આધારે તેના શેર ના ભાવ માં વધ –ધટ થતી રહે છે.
“જ્યારે કોઈ પણ કંપની ના કુલ શેર ની સંખ્યા ને શેર ના પ્રવર્તમાન ભાવ સાથે ગુણતા મળતી રકમ ને તે કંપની નું ‘માર્કેટ કેપિટલાઈજેશન’ કહેવાય છે.”
દાખલા તરીકે
15 માર્ચ 2017 ના રોજ કોઈ કંપની ના શેર ની કિમત 150 રૂપિયા હોય અને શેર ની સંખ્યા 1 લાખ હોય તો તે કંપની નું માર્કેટ કેપિટલાઇજેશન તે દિવસ નું 1 કરોડ 50 લાખ ગણાશે.માર્કેટ કેપિટલાઈજેશન માં શેર ના ભાવ માં વધ-ધટ થતાં દરરોજ બદલાયા કરે છે.
v જાણો સ્ટોક એક્સચેન્જ શું છે.
“જ્યાં શેર નું ખરીદ વેચાણ થતું હોય તેને ‘સ્ટોક એક્સચેન્જ’ કહેવાય છે.” આપણાં દેશ માં મુખ્યત્વે બે સ્ટોક એક્સચેન્જ છે. એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને બીજું નેશનલ સ્ટોક એક્સચેન્જ , તમે શેર મુખ્યત્વે ત્રણ રીતે ખરીદી શકો છો. બ્રોકર દ્વારા , ઓનલાઇન, આઇપીઓ...
માર્કેટ ના વાતાવરણ ને સમજો
v કઈ રીતે પ્રવેશશો શેરબજાર માં
શેરબજાર માં રોકાણ કરતાં પહેલા શેરબજાર ની દુનિયા માં ધણા રસ્તા ઓથી તમે અજાણ્યાં હશો. શેબજાર માં નાણાં રોકવા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો. કોઈ પણ કંપની માં તમે રોકાણ કરવા જતાં પહેલા નીચેની બાબતો નું ધ્યાન રાખવું જોઇએ જેથી મોટા આર્થિક નુક્સાન થી બચી શકાય છે.
1. કોઈ પણ કંપની માં રોકાણ કરતાં પહેલા તે કંપની ના પાછલા તમામ વર્ષો નો પ્રોફિટ-રેશિયો, બેલેન્સશીટ, ગ્રોથ, દેવાં, ભાવિ યોજના ,કેશ-ફ્લો, સેલ્સ વગેરે ની જાણકારી મેળવી જોઇએ.
2. કંપની ના શેર માં રોકાણ કરતાં પહેલા તે શેર ના ભાવ ખૂબ ઉંચા માં તો તમે નથી ખરીદતાં ને તે ચકાસવું.
3. રોકાણકારે શેર માં રોકાણ કરતાં પહેલા તેમાં રહેલી જોખમ ખેડવા ની ક્ષમતા ને જાણી લેવી જોઇએ.
4. કોઈ પણ રોકાણ ભાવાત્મક ન હોવું જોઇએ.
5. પોતાનાં પર વિશ્વાસ હોય તો જ તે કંપની ના શેર માં રોકાણ કરવું.
v વૈશ્વિક શેરબજાર ને સમજો
શેરબજાર માં તમે કરેલું રોકાણ ઉપર બીજી ઘણી બાબતો ની અસર થતી હોય છે. જેમકે RBI-પોલિસી, રૂપિયા ની મજબૂતી કે નરમાઇ, રાજકોષીય નીતિ, વિદેશ નીતિ, વિદેશ વેપાર, ચૂંટણી ના પરિણામ, ક્રૂડ-ઓઇલ ની ખપત આ તમામ બાબતો થી તમારું રોકાણ પ્રભાવિત થાય છે. આથી તમે તે કંપની માં રોકાણ કરતાં પહેલા આ બાબત ની અસર કંપની પર કેવી પડશે તેની જાણકારી કેળવો.
દાખલા તરીકે
ધારો કે તમે એક ઓઇલ-ગૅસ ની કંપની માં રોકાણ કરવા માંગો છો. તો તેવા સમયે તમારે વૈશ્વિક બજાર માં ઓઇલ ના ભાવ તથા ઇન્ટરનેશનલ બજાર ગૅસ ના ભાવ ની જાણકારી મેળવી પડશે. opec(organization of the petroleum exporting countries) ની નીતિ ની જાણકારી મેળવી તેમજ કંપની ભવિષ્ય માં ક્યાં નવા ધંધા માં રોકાણ કરવા ની છે તેની જાણકારી વગેરે તમને રોકાણ માં થતાં ભય માં ઘટાડો કરશ
બજારના ઉતાર-ચડાવને તમારા મિત્ર સમજો
શેરબજાર માં શેર ના ભાવ માં દરરોજ ઉતાર-ચડાવ જોવા મળે છે.તમે જ્યારે શેર ખરીદશો પછી એવું પણ બને કે તે શેર નો ભાવ ઘટવા મડે ત્યારે ગભરાયા વગર પોતાના રોકાણ માં વિશ્વાસ રાખવો. ઘણા લોકો માં થોડોક ઘટાડો થતાં શેર વેચી દેતાં હોય છે. પછી એકાદ વર્ષ બાદ તે શેર ભાવ ક્યારેક બમણા પણ થઈ ગયા છે. ત્યારે તે લોકો અફસોસ કરતાં હોય છે.
શેરબજાર માં ઘણી વખત મોટો કડાકો વેચવાલી ના કારણે જોવા મળતો હોય છે. તે સમયે મોટા ભાગ ના રોકાણકારો માર્કેટ માંથી રોકાણ પાછું ખેંચી લેતા હોય છે. આવા સમયે સાણા રોકાણકારો ઘણા સસ્તા ભાવે શેર ખરીદી લેતા હોય છે. આમ તમે પણ બીજા ની મૂર્ખતા નો ફાયદો ઉઠાવતા શીખવું પડશે.
ઘણા રોકાણકારો રોકાણ માટે ઉચિત સમય ની રાહ જોયા કરતાં હોય છે. પણ શેરબજાર માં પ્રવેશ માટે નો એટલે કે રોકાણ માટે કોઈ પણ સમય ઉચિંત ગણાવી શકાય નહી. ઘણા રોકાણકારો તેજી નો લાભ મેળવા ઊચી કિંમતે શેર ખરીદી લેતા હોય છે અને મંદી શરૂ થતાં પોતાના શેર વેચી ને આર્થિક નુક્શાન સહન કરતાં હોય છે. શેર ને નીચી કિંમત માં ખરીદી ઊચી કિંમત માં વહેચવા માં ઘણા ઓછા રોકાણકારો સફળ થયા છે.
હકીકત માં શેરબજાર માં નાણાં કમાવા ખૂબ જ સહેલાં છે. “સસ્તાં માં ખરીદો અને મોંઘા માં વેચો” આ જ નિયમ ઉપર તમારે ધ્યાન રાખવા નું છે. નિયમ ખૂબ સરળ છે. જ્યારે તેનો અમલ મોટા ભાગ ના રોકાણકારો કરતાં નથી. તેથી આર્થિક નુક્શાન નો સામનો કરવો પડે છે.
હંમેશા શેરબજાર માં થોડા નાણાં થી જ શરૂઆત કરવી જોઈએ. જેથી તમે પણ પોતાને સલામતી ની લાગણી અનુભવી શકો. નાણાની સલામતી રોકાણકારો માટે ખૂબ મહત્વ ની છે. જે તમે પણ સમજો છો. તો પછી માહિતી અને અભ્યાસ કરવા માં જીજક ન રાખો. ઘણા રોકાણકારો શેર માં રોકાણ કરતાં સમયે કંપની નો અભ્યાસ તથા માહિતી મેળવા માં આળસ કરતાં હોય છે. તમારે કંપની ની તમામ માહિતી, સમાચાર-પત્રો ,નેટ પર ઉપલબ્ધ ડેટા, સામયિકો વગેરે માથી માહિતી મેળવી તેની એનાલિસિસ કરી રોકાણ નો નિર્ણય કરવો જોઈએ. જેથી તમે સલામતી ની લાગણી અનુભવી શકો.
can you read full book go to my telegram channel investdada.com
free of cost
do not pay any money
if you have any query please comment and mesage me i try to reply as soon as possible
telegram channel - investdada.com
read free full book
its free