રથીઓમાં શ્રેષ્ઠ તેં બન્ને વીર રણભૂમિમાં એક જ રથ પર બેસીને ઘણી શીઘ્રતાથી ઇરાવન પર બાણોની વર્ષા કરવા લાગ્યા. તેં બન્ને દ્રારા છોડેલા મહાન વેગશાળી સુવર્ણ ભૂષિત બાણોએ સુર્યનાં પથ પર પહોંચીને આકાશને આચ્છાદિત કરી નાખ્યું. ત્યારે ઇરાવન પણ રણક્ષેત્રમાં ક્રોધે ભરાઈને બન્ને મહારથી ભાઇઓ પર બાણોની વર્ષા આરંભ કરી દીધી અને તેઓનાં સારથીનો વધ કરી નાખ્યો. સારથીનાં પ્રાણશૂન્ય થઇને પૃથ્વી પર પડી ગયા બાદ તેં રથનાં ઘોડા ગભરાઈને ભાગવા લાગ્યા અને આ પ્રકારે તેં રથ સંપુર્ણ દિશાઓમાં દોડવા લાગ્યો. વિન્દ અને અનુવિન્દને જીતીને પોતાના પુરુષાર્થનો પરિચય આપતાં ઇરાવને તરત જ કૌરવ સેનાનો સંહાર કરવાનો આરંભ કરી દીધો. યુદ્ધ ક્ષેત્રમાં ઇરાવનથી પીડિત થઈને કૌરવોની વિશાળ સેના અસ્તવ્યસ્ત થવા લાગી.
યુદ્ધનાં આઠમાં દિવસે જ્યારે મોટા-મોટા વિરોનો વિનાશ કરવા વાળૉ સંગ્રામ ચાલી રહ્યો હતો, તેં સમયે સુબલપુત્ર શકુનિએ પાંડવો પર આક્રમણ કર્યું. આ જ રીતે કૃતવર્માએ પણ સંગ્રામમાં પાંડવોની સેના પર આક્રમણ કર્યું. ત્યારબાદ કમ્બોજ દેશનાં સારા ઘોડા, દરિયાઇ ઘોડા, મહી, સિંધુ, વનાયુ, આરટટ તથા પર્વતીય પ્રાંતમાં થવા વાળા સુંદર ઘોડા- આ બધાની ઘણી મોટી સેના દ્રારા બધી તરફથી ઘેરાયેલો ઇરાવન હર્ષથી ભરાઈ રણભૂમિમાં કૌરવોની એ સેના પર ચડી આવ્યો.
ઇરાવન સાથે તિતિર પ્રદેશનાં શીઘ્રગામી ઘોડાઓ પણ હતાં, જે વાયુની સમાન વેગશાળી હતાં. તેં બધાં ઘોડાઓ સોનાનાં આભૂષણોથી વિભૂષિત હતાં. તેઓના શરીર પર કવચ બાંધેલા હતાં અને તેમને સાજ-બાજથી શણગારવામાં આવ્યાં હતાં. તેં દરેક ઘોડા ઉંચી જાતિના તથા વાયુ સમાન શીઘ્રગામી હતાં. ઇરાવનનાં દરેક ઘોડાઓ મહાસાગરમાં ઉડવા વાળા હંસોની સમાન ઉજળા અને મનની ગતિની સમાન વેગશાળી હતાં.
આ ઘોડાઓ દુશ્મનોનાં અશ્વોનાં સમુદાયમાં પહોંચીને છાતીથી છાતી અને નાસિકાથી ઍકબીજાની નાસિકા પર હુમલો કરવા લાગ્યા. તેં જાણી જોઇને વેગપૂર્વક ટકરાઈને જમીન પર પડતાં હતાં. તેં અશ્વોનાં સમુદાયમાં પરસ્પર ટકરાઈને જ્યારે પડતાં હતાં ત્યારે ગરુડનાં વેગપૂર્વક ઉતરવાની સમાન ભયંકર અવાજ આવતો હતો.
આ રીતે ઇરાવનની સેનાનાં ઘોડેસવારો દુશ્મન સેનામાં ઘુસીને ભયંકર માર-કાપ કરતા હતાં. આ પ્રકારે અત્યંત ભયાનક ઘમાસાણ યુદ્ધથી બન્ને પક્ષોનાં અશ્વસમુહ ચારે તરફથી નષ્ટ થવા લાગ્યા. શૂરવીર યોદ્ધાઓ પાસે બાણ સમાપ્ત થઈ ચુક્યા હતાં, તેઓનાં ઘોડાઓ માર્યા ગયા હતાં. તેઓ પરિશ્રમથી પીડિત થઈને પરસ્પર ઘાત પ્રતિઘાત કરીને શક્તિવિહીન થઈ ગયા હતાં.
જ્યારે આ પ્રકારે ઘોડેસવારોની સેના નષ્ટ થઈ ગઇ હતી અને તેનો અલ્પભાગ જ બાકી રહ્યો હતો તેવા સમયે શકુનિનાં શૂરવીર ભાઈઓ યુદ્ધ કરવા માટે રણક્ષેત્રમાં આવી પહોંચ્યા. વેગમાં વાયુની સમાનતા કરી શકે અને બળથી સંપન્ન નવી અવસ્થા વાળા ઉત્તમ ઘોડાઓ સવાર થઈને ગજ, ગવાક્ષ, વૃષભ, ચર્મવાન, આર્જવ અને શુક આ છ બળવાન વીર પોતાની વિશાળ સેનામાંથી બહાર નીકળ્યા. જોકે શકુનિએ તેઓને રોક્યા હતા તેમજ કૌરવ પક્ષનાં અન્ય મહાબલિ યોદ્ધાઓ પણ તેમને રોક્યા હતાં. તેમ છતાં યુદ્ધકુશળ, મહાબલિ રોદ્રરુપધારી, ક્ષત્રિય કવચ આદિથી સુંસજ્જીત થઈને યુદ્ધ માટે નીકળી પડ્યા.
એ સમયે યુદ્ધ માટે તત્પર ગાંધાર દેશનાં વીરો વિજયની અભિલાષા લઇને વિશાળ સેના સાથે પાંડવ-વાહિનીનાં અતિ મુશ્કેલ એવા વ્યૂહનું ભેદન કરીને હર્ષ અને ઉત્સાહથી પરિપૂર્ણ થઈને તેમાં પ્રવેશ કર્યો. ત્યારે તેઓને પોતાની સેનાની અંદર પ્રવેશ કરતાં જોઈને પરાક્રમી ઇરાવને પણ સમરાંણમાં ભયંકર અસ્ત્ર-શસ્ત્ર વાળા પોતાનાં યોદ્ધાઓને કહ્યુ- વીરો! તમે બધાં સંગ્રામમાં એવી નીતિ બનાવી લો કે જેનાથી દુર્યોધનનાં આ સમસ્ત યોદ્ધા પોતાનાં સૈન્ય અને સવારીઓ સહીત માર્યા જાય.
ત્યારે ઇરાવનનાં સમસ્ત સૈનિકોએ તેં છ એ છ વીરોનાં સૈન્ય સમૂહનો નાશ કરી નાખ્યો. સમરાંગણમાં પોતાની સેનાનો આ રીતે નાશ થતા જોઇ સુબલનાં છ એ પુત્રો ન સહન કરી શક્યા. તેઓએ ઇરાવન પર ઍક સાથે હુમલો કરીને ચારે તરફથી ઘેરી લીધો....
વધું આવતાં અંકે........