(તમે વાંચ્યું કે અંબાલાલ ના માણસોને કેશવ ના ઘરમાંથી કંઈ મળ્યુ નહી.આથી ગુસ્સામા લાલ્યો બોલ્યો કે દૌલતનગર જઈને હાહરા ની ખાલ ઉતરડવી પડશે)
... હવે આગળ....
દૌલતનગર પહોચતા જ લાલ્યાએ બે અડબોથ કેશવના ચેહરા ઉપર લગાડી. લાલ્યાને આમ ગુસ્સામા જોઈને અંબાલાલે પુછ્યુ.
"કેમ ભાઈ શુ થયુ? કેમ આમ લાલચોળ છો?"
"આવડો આ ખોટાડીના પેટનો છે શેઠ. ખોટે ખોટો રામપુરનો ફેરો કરાવ્યો." અંબાલાલે કેશવની સામે જોયુ. ગઈ કાલે પોતે કેશવને ચાર પાંચ તમાચા માર્યા હતા પણ એની કોઈ અસર કેશવને કદાચ થઈ ન હતી. પણ આજે લાલ્યાની ફ્કત બે અડબોથે એના હોઠને ચીરી નાખ્યા હતા. અને એમાથી લોહી નીકળીને એની દાઢીએ દડીને એના પહેરણ સુઘી પોહચ્યુ હતુ. એ દયામણા સ્વરે બોલ્યો.
"ભઈસાબ. મે સરનામુ તો બરાબર આપ્યુ તુ...."હજુ એ કંઈ આગળ બોલે એ પહેલા લાલ્યાએ એને કાઠલે થી ઝાલીને ઉંચો કર્યો અને પછી એનો ઘા કરતા બરાડ્યો.
"પણ ન્યા તારુ હગલુ કોઈ નોતુને."
"જીગો નોતો?" કેશવે ઢીલા અવાજે પૂછ્યું.
"કિધુને ઘરમા કોઈ કરતા કોઈ નોતુ" લાલ્યાએ વડચકુ ભરતા કહ્યુ.
"પણ હુ મારા હાથે.બેહોશ જીગાના હાથ બાંધીને.બારણે તાળુ મારીને આવ્યો હતો. તમે ગ્યા ત્યારે તાળુ ખુલ્લુ હતુ કે બંધ?"કેશવે લાલ્યાને પુછ્યુ.
"તે આપેલી ચાવીથી મે મારા હાથે તાળુ ખોલ્યુતુ સમજ્યો" કેશવ કંઇક કહેવા મોઢુ ખોલવા જઈ રહ્યો હતો. ત્યા અંબાલાલે હાથ ઉંચો કરીને એને રોક્યો અને પછી પુછ્યુ.
"આ જીગો કોણ છે?"
"એજ છે ભાઈસાબ. જે તમને અને તમારા માણસોને મારીને ચકોરીને ઉપાડી ગયો હતો." કેશવે ઉતાવળ થી જવાબ આપ્યો. અને કેશવનો જવાબ સાંભળીને અંબાલાલની પણ કમાન છટકી. એક જોરદાર પાટુ એણે કેશવના પેટમા માર્યું. કેશવ પેટ પકડીને ભોંય ઉપર બેવડ વળીને બેસી ગયો.
"તુ અમને શુ નાના કિકલા સમજે છો?"અંબાલાલે ગુસ્સાથી ધ્રુજતા પુછ્યુ કેશવે જમીન પર પડ્યા પડ્યા દયામણી નજરે એને જોઈ રહ્યો.
"તે શુ કિધુ તુ ? તુ બકરી ચરાવવા જંગલમા ગયો તો. અને ન્યા એક છોકરો ચકોરી ઉપર બળજબરી કરવાની કોશિષ કરતો હતો ને તે એને મારીને ભગાવી દીધો તો. અને હવે એમ કે છો કે એને બાંધીને ઘરમા પુરીને આવ્યો છો. કેટલુક ખોટુ બોલીશ હે?" કેશવ પાસે હવે કોઈ જવાબ ન હતો. એ ચુપચાપ જમીન પર પડ્યો રયો. હવે અંબાલાલે એના માથાના વાળ મુઠ્ઠીમા પકડીને એને સવાલ કર્યો.
"હવે સાચેસાચુ બોલજે. ક્યા છે ચકોરી?" કેશવ આટલો માર ખાધા પછી પણ પોતાની લાલચ છોડવા રાજી ન હતો. એને હજી એમ હતુ કે એ ગમે તેમ કરીને અહીથી નીકળી જશે. અને પછી ચકોરીના પૈસા ઉભા કરી લેશે. એટલે અંબાલાલના સવાલ ના જવાબમા ચૂપ જ રહ્યો. એને ખામોશ જોઈને અંબાલાલે ફરી એકવાર પુછ્યુ.
"એલ્યા ફાટ મોઢામાંથી ક્યા છે ચકોરી?આ વખતેય કેશવ મૌન જ રહ્યો. અને અંબાલાલને તરત પરિણામ જોઈતુ તુ. અને એ જાણતો હતો કે આ કેશવ રીઢો ચોર છે. અને એને ગમે એટલુ મારીશ તોય એ એનુ મોઢું નહી જ ખોલે. એટલે એનુ મોઢુ જલ્દી ખોલાવવા માટે એની પાસે જે છેલ્લો ઉપાય હતો એ ઉપાય અજમવવાનો એણે નિર્ણય કર્યો. એણે કાંતુને કહ્યુ.
"કાંતુ ઓલી આંગળા કાપવાની છરી લઈ આવ. પછી જોઈએ આ ક્યા સુઘી મોઢુ નથી ખોલતો."
"આંગળા કાપવાની છરી" આ શબ્દ કેશવના કાને પડતા જ એની છાતીમાં ધ્રાસકો પડયો. અને એ ઈશ્વર ને પ્રાથના કરવા લાગ્યો કે "હે ઈશ્વર જો તુ મને અહી થી સલામત રીતે બહાર કાઢીશ તો હુ તારા મંદિરે પાંચ નારિયેળ વધેરિશ. એ આમ પ્રાથના કરતો હતો અને.
બીજી જ ઘડીએ કાંતુ હાથમા છરી લઈને એની સામે આવીને ઊભો રહ્યો...
ચકોરી નો પત્તો કેશવ આંગળા કપાવતા પેલા આપશે કે પછી?... વાંચો આવતા અંકમાં.