Dejavu - Ankhono Gunho - 2 in Gujarati Horror Stories by Pooja Raval books and stories PDF | દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૨

તમે અસમંજસમાં હતાં. મધુને લેવાં જતાં પણ તમે વિચારોમાં ખોવાયેલાં હતાં. 'આ બધું શું થઈ રહ્યું છે? શું મારી સાથે કશું ‌‌‌અજુગતું બનશે? આમ મમ્મી મને ભાવ પૂછ્યા વગર પૈસા આપે અને મારી લાવેલી વસ્તુ જોઈ ખુશ થઈ જાય એવું આટલાં વર્ષોમાં ક્યારેય બન્યું જ નથી. તો શું આ ચમત્કાર અરીસાના લીધે....? ના, ના... મને લાગે છે કે હું વધારે પડતું જ વિચારું છું. પણ આવું બન્યું છે ને મારી સાથે...! આઉચ... ' તમારો હાથ જરા બાજુની દિવાલ પર ઘસાયો અને તમારા મોંમાંથી હલકી ચીસ નીકળી ગઈ. 'એનો અર્થ એ કે આ જે કંઈ પણ થયેલું એ હકીકતમાં બન્યું હતું... પણ તો...' "મમ્મા...... " મધુનો અવાજ સાંભળી તમે વર્તમાનમાં પરત ફર્યા. "અરે આવી ગઈ મારી ઢીંગલી? શું કર્યું આજે આખો દિવસ?" "મમ્મા , હું મોટી થઈ ને ખબર છે શું બનીશ?" મધુએ ઉત્સુકતાથી સવાલ પૂછ્યો. "શું?""હું મમ્મા બનીશ. ટીચરે કહ્યું કે મમ્મા દુનિયામાં સૌથી સારી વ્યક્તિ હોય છે. હેં ને? એટલે જ તું પણ..." મધુનો અવાજ બહેરા કાને અથડાઈને પાછો વળ્યો હતો. વિચારોનાં વાવાઝોડા સાથે તમે ઘરે પહોંચ્યા. ત્યારે નવી ઘટના તમારી રાહ જોઈને જ ઊભી હતી. તમારાં સસરા ધાબા પર પહેલી રહ્યા હતા અને સાસુ તેમની બાજુમાં બેસીને શાક સમારી રહ્યા હતા. તમે દૂરથી જ આ જોઈને તમારાં રૂમમાં જવા એક બહાનું તૈયાર કરી લીધું. રૂમમાં પહોચીને તમે સીધાં બાથરૂમમાં પેઠાં. કોઈ પણ વિચાર કર્યા વગર વોશબેઝિનમાં નળ નીચે હાથ મૂકીને તમે તમારો જખમ સાફ કર્યો. બહાર નીકળી એનાં પર સોફ્રામાઈસિન લગાવી અને તમે જ લાવેલા અરીસામાં એ ઘા જોવાની કોશિશ કરી. થોડી જ ક્ષણોમાં તમને અહેસાસ થયો કે તમારાં એ ઘા પર જાણે કે કોઈ ઠંડી હવા ફેંકી રહ્યું છે. તમે આંખો બંધ કરી. તમે એ આરામ‌ અનુભવ્યો. ધીરેથી આંખો ખોલી ત્યારે તમારાં હાથ પર ઘા ગાયબ હતો. તમે ચમકી ગયાં. તમને તમારી આંખો પર વિશ્વાસ ન બેઠો. તમે અરીસાથી દૂર થઈ રસોડામાં પ્રવેશ્યા. તમે એક અચરજ સાથે કામ કરી રહ્યા હતા. ' કાં તો હું ગાંડી થઈ ગઈ છું કાં તો મને ભ્રમ થઈ રહ્યો છે. આવું કેવી રીતે બને? મારો ઘા રૂઝાઈ ગયો? ક્યાંક આ અરીસો તંત્ર મંત્રવાળો તો નહીં હોય ને? હું ક્યાંક ફસાઈ તો નથી ગઈ ને... આમ પણ પેલા ભંગારવાળાનાં મોં પર છૂટકારો મળ્યો હોય એવા ભાવ તો હતાં જ...' તમે રસોઈ કરતાં કરતાં વિચારી રહ્યા હતા ત્યાં જ અચાનક... "આઉચ..... આ....." પહેલાં અશેષનો અવાજ અને પછી "મમ્મી.... પપ્પા...... એ.... એ... એ..." મધુનો રડવાનો અવાજ... તમને ફાળ પડી નવ્યા...તમારાં હાથ પગ ઠંડા પડી ગયા. તમે દોડીને તમારાં રૂમમાં જવા માંગતા હતા. પણ તમારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. "અ....ને... ષ... " તમારાં સાસુની કાળચીસ તમને છેક અંદર સુધી ધ્રુજાવી ગઈ. તમે ધીરાં પગલે અવાજની દિશામાં આગળ વધ્યા. તમારાં રૂમમાં બધાં એકઠાં થયાં હતાં. પેલો અરીસો તૂટી ગયો હતો. વચ્ચે જાણે કોઈ અથડાયું હોય એમ લોહીયાળ વર્તુળ અરીસા પર ઉપસ્યું હતું. બરાબર એની નીચે અશેષ નિર્જીવ બની પડ્યા હતા. તમારાં સાસુએ અશેષનું માથું પોતાના ખોળામાં લીધું હતું. તમારાં સસરા રડી રહ્યા હતા. મધુ એનાં વ્હાલા પપ્પાને ઢંઢોળી રહી હતી.. "આ કભારજા,.... આપણે જ મારાં દીકરાનો જીવ લીધો છે.. મેં ના પાડી હતી કે પપ્પાને શાંતિથી બેસવા દે.. પણ ના.... જન્મી ત્યારની અમારાં માથે પનોતી બની ઉતરી છે... મારો દીકરો આજે આવ્યો ત્યારનો ચિંતામાં હતો. મને નથી જોઈતાં તમે માં દીકરી... નીકળો આ ઘરમાંથી..... અને આ બદનસીબ તો નથી જ જોઈતી... ચલ... નીકળ.... " અચાનક તમારાં સાસુ ઊભાં થયાં અને મધુનો હાથ ખેંચી એને મુખ્ય દરવાજા તરફ ઢસડવા માંડ્યા."બા... બા... મમ્મી મને બચાવ... બા મને દુઃખે છે... નથી જવું મને... બા... " તમે કકળી ઊઠ્યાં. એક તરફ તમારાં પતિની લાશ પડી હતી અને એક તરફ તમારી દીકરી બેઘર થઈ રહી હતી. તમે વાત સંભાળવાના હેતુથી બોલ્યા,"મમ્મી, એ નાની છોકરી છે... એને શું ખબર પડે... હું સમજાવીશ એને .... હવે એ આવું નહીં કરે... " "હવે મારી પાસે ગુમાવવા મારો દીકરો પણ નથી.. ચલ... તું ય નીકળ બદચલન.... ના પાડી હતી કે સંસ્કાર આપ છોકરીને ... પણ ભટકવાનું રહી જતું હતું. ચાલ નીકળ મારાં ઘરમાંથી નથી જોઈતાં તમે બંને મને મારાં ઘરમાં... નીકળ અને જા કર રંગરેલિયા.... જા... "તમારાં સાસુ પોતાનો આપો કોઈ બેઠાં હતાં. એ કોઈના મનાવ્યા માનવાના નહોતાં તમારાં દરેક શબ્દ પેટ્રોલનું કામ કરી રહ્યા હતા. એમણે તમને ધક્કો માર્યો અને તમે ઉંબરા પર પહોંચી ગયા. તમારાં કાનમાં એક આવાજ આવ્યો..."મજા આવે છે ને? તને આવો ઉપાય ખબર છે." તમે અંદર સુધી હલબલી ગયા. તમે આંખ બંધ કરી. હજુ તમને તમારાં સાસુની જ્ઞાનગંગા સંભળાઈ રહી હતી. તમે આંખો ખોલી. "ભાન સાન છે કે નહીં... મેં કહ્યું ને નીકળ અહીંથી બદચલન... આ શું કરે છે? આંખો બંધ કરીને? તંત્ર મંત્ર? ચાલ નીકળ." અચાનક તમારાં સાસુ તમને ધક્કો મારવા આગળ આવ્યા અને એ જાણે ચોંટી ગયા. આજુબાજુનો માહોલ એક જગ્યાએ સ્થિર થઈ ગયો. સમય સ્થિર થઈ ગયો. મધુના ડૂસકાં બંધ થઈ ગયા. જાણે બધું જ પથ્થરનું બની ગયું. તમને લાગ્યું કે કદાચ હવે બધું બદલાશે. પણ કશું જ બદલાયું નહીં આગળની દસ મિનિટ સુધી. તમે સ્તબ્ધ હતાં. તમારાં કાનમાં ઘડિયાળની ટીકટીક સિવાય કોઈ આવાજ પડી રહ્યો નહોતો. તમે ફરી એક વખત બધી જ ઘટનાઓ વિચારી લીધી. છતાં પરિસ્થિતી એ ની એ જ રહી... તમે ગભરાઈને ઉંબરા આગળ જ બેસી પડ્યાં.