Prem - Nafrat - 31 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૩૧

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૩૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૧

લખમલભાઇનો અવાજ સાંભળી હિરેન અને કિરણ ઊભા થઇ ગયા. હિરેન બોલ્યો:'આવો પપ્પા! ખિચડી તો આજે મમ્મીએ સરસ બનાવી હતી પણ રાયતું ફેલાવાની જે વાત છે એની ચિંતા કરી રહ્યા છે...!'

લખમલભાઇ હિન્દી કહેવત 'રાયતા ફૈલાના' નો અર્થ સારી રીતે સમજતા હતા. હિરેને એમને ખિચડીની વાતે પણ ક્લીન બોલ્ડ કરી દીધા હતા. છતાં એમણે પણ વાતને હળવાશથી લીધી હતી એટલે ખોટું લગાવ્યા વગર ગંભીર થઇ બોલ્યા:'કંપનીની કોઇ ચિંતાની વાત છે?'

'હા પપ્પા, 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના નામની જ નહીં આપણા પરિવારના નામની પણ ચિંતા ઊભી થઇ છે. આરવ વિશે અમે જે વાત સાંભળી છે એ કદાચ તમે જાણતા નહીં હોય. આરવ આપણી કંપનીમાં કામ કરતી એક સામાન્ય કર્મચારી યુવતી સાથે પ્રેમમાં પડ્યો છે. એટલું જ નહીં એની સાથે લગ્ન કરવા માગે છે. હજુ એણે કોઇને વાત કરી નથી પણ અમને વાયા વાયા જાણવા મળ્યું છે. વાત જો સાચી હોય તો ગંભીર કહી શકાય...' હિરેન વધારે ગંભીર મોં કરીને બોલ્યો ત્યારે એના ચહેરા પર આરવ માટે નારાજગી સ્પષ્ટ જોઇ શકાય એવી હતી.

હિરેનના સમર્થનમાં વાતનું અનુસંધાન કરતો હોય એમ કિરણ કહેવા લાગ્યો:'પપ્પા, તમે જ વિચારો કે એક સામાન્ય છોકરી પાછળ કંપનીના માલિકનો છોકરો કે એ કંપનીનો ભાગીદાર લટ્ટુ થઇ જાય તો આપણી આબરૂનો ધજાગરો જ થાય ને? મને તો એ રચના પર પહેલાંથી જ શંકા હતી. એ છોકરી અહીં નોકરાણી બનવા નહીં પણ રાણી બનવા આવી છે. એનું સપનું માલિકના હાથ નીચે કામ કરવાનું નહીં પણ માલિકણ બની એની નીચે લોકો કામ કરે એવું લાગ્યું છે. એ બહુ ચતુરાઇથી આપનું દિલ જીતી રહી છે. તમે નોંધ્યું જ હશે કે એણે ચાલાકીથી કંપનીના નિયમોને તોડીને 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીને શિકસ્ત આપી હતી...'

'બેટા, તારી વાત વિચારવા જેવી જરૂર છે. પણ આપણે 'સુપર ફાસ્ટ મોબાઇલ' સાથે છેતરપીંડી કરી હોય એવું તું માનતો હોય તો એ તારી ભૂલ છે. આપણે 'જેવા સાથે તેવા' જેવો જ વ્યવહાર કર્યો હતો. વર્ષો પહેલાં એમણે એમનો માણસ આપણી કંપનીમાં કોઇને ખબર ના પડે એમ મૂકીને જાણકારી મેળવી લીધી હતી. એ વાતનો બદલો લેવા જ મેં રચનાના વિચારને માન્ય રાખ્યો હતો. એ પછી આપણે જાતે જ મોબાઇલનું બજાર સર કરવા મહેનત કરતા રહ્યા છે. અગાઉ પણ આપણે આપણા દમ પર જ કંપની ચલાવી છે. આજે આપણી કંપનીનું નામ એ કારણે જ છે. તેં જોયું હશે કે વર્ષોથી આપણે કંપનીના કર્મચારીઓની યુનિયન પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકેલો છે. તેમનું કોઇ મંડળ બનવા દીધું નથી. કેમકે એનો ખરાબ અનુભવ ભૂતકાળમાં થઇ ચૂક્યો છે. રહી વાત રચનાની તો મને એ ગરીબ ઘરની છોકરી પર શંકા ગઇ નથી. પણ જો એના ઇરાદા સારા ના હોય તો હું એને ચલાવી લઇશ નહીં. અત્યાર સુધી મેં એની સારી કામગીરીની કદર કરી છે. જો એનો ઇરાદો તમે કહો છો એવો મલિન હશે તો એની કારી ફાવવા નહીં દઉં...' લખમલભાઇ પહેલી વખત દિલ ખોલીને બોલી રહ્યા હોય એમ કિરણ અને હિરેનને લાગી રહ્યું હતું. લખમલભાઇએ આટલું મોટું મોબાઇલનું સામ્રાજ્ય સ્થાપી દીધું એમાં સામ, દામ, દંડ અને ભેદ જેવા જરૂરી બધા જ ઉપાય અજમાવ્યા હતા. એના બંને ભાઇઓ સાક્ષી રહ્યા હતા. બંનેને એ વાતનો આનંદ થઇ રહ્યો હતો કે આરવ અને રચનાના લગ્ન તેઓ અટકાવી શકશે. એક ગરીબ ઘરની છોકરીને ઘરમાં આવવા દેશે નહીં.

ત્રણેય વાત કરી રહ્યા હતા ત્યારે દૂરથી આરવ 'તમે બધાં અહીં છો?' પૂછતો એમની નજીક આવ્યો અને કહ્યું:'સારું થયું પુરુષ મંડળી અહીં જ મળી ગઇ!'

'કેમ કંઇ ખાનગી વાત છે?' હિરેને પૂછ્યું.

'હા, પહેલાં તમને વાત કરવાની જરૂર છે....' કહી આરવ બે ક્ષણ અટક્યો.

આરવ જાતને તૈયાર કરતો હોય એમ થૂંક ગળીને બોલ્યો:'પપ્પા, હું રચના સાથે લગ્ન કરવા માગું છું...'

હિરેન અને કિરણે લખમલભાઇ સામે એવી રીતે જોયું કે એમણે વાત કરી હતી એ સાચી નીકળી છે. બંને ભાઇઓ એ વાતથી ખુશ હતા કે એમણે પાણી પહેલાં પાળ બાંધી દીધી હતી. હવે લખમલભાઇ આરવને તમાચા જેવો જવાબ આપશે.

ક્રમશ: