Spoiler Free Review, Labyrinth - 2 in Gujarati Film Reviews by Hitesh Patadiya books and stories PDF | સ્પોઇલર ફ્રી રીવ્યૂ, ભુલભુલૈયા - ૨

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

સ્પોઇલર ફ્રી રીવ્યૂ, ભુલભુલૈયા - ૨

ભુલભુલૈયા-૨

સ્પોઇલર ફ્રી રીવ્યૂ.

ભુલભુલૈયાનો પ્રથમ ભાગ વર્ષ ૨૦૦૭માં આવ્યો હતો. તે ફિલ્મ જોઈ હોય તો જરા યાદ કરો કે મુખ્ય કઈ બાબતોના કારણે તે ફિલ્મ હીટ બની હતી. અક્ષય કુમારનો રમૂજી અને જાનદાર અભિનય, વિદ્યા બાલનનો વિવિધ શેડ ધરાવતો લાજવાબ દેખાવ અને અભિનય, જલદ લાગણીની સણકો ઉપડે તેવી રજૂઆત, કોમેડી, ભવ્ય હવેલીમાં ચાલતી સંતાકૂકડી, ઢગલો કલાકારોથી બનેલ રસપ્રદ વાર્તા, આકર્ષક ગીત સંગીત, પ્રિયદર્શનનું મનોરંજન માટે જાણીતું મિડાસ ટચવાળું ડિરેક્શન અને છેલ્લે મનોવૈજ્ઞાનિક તર્ક સાથેનો ક્લામેક્સ.

શા માટે આ મુદ્દા યાદ અપાવ્યાં? એ જણાવવા કે ઢગલો રસપ્રદ અને ગુણવત્તાયુક્ત તત્ત્વોનો મેળો ભરાયો હતો ત્યારે તે ફિલ્મ "હોરર કોમેડી" જેવા જરા ઓછા વખણાતા જોનરની હોવા છતાં મનોરંજક અને ખાસ તો પારિવારિક ફિલ્મ તરીકે સફળ રહી હતી.

હવે તેનો બીજો ભાગ બનાવવો હોય અને નામ તથા લગભગ થીમ પણ સમાન રાખવી હોય તો પ્રથમ ભાગના તમામ તત્ત્વો જોઈએ. તો જ વાનગી અગાઉના જેવી કે તેથી વધુ સ્વાદિષ્ટ બને. હા, ડિરેક્ટર બદલાઈ ગયા, પ્રિયદર્શનને બદલે અનીસ બાઝમી છે, છતાં વાનગી ખરેખર સ્વાદિષ્ટ બની છે. થોડો કડક બનીને જણાવું તો ઉપર જણાવ્યા મુજબના તત્ત્વોમાંથી માત્ર એક તત્ત્વને બાદ કરીને (કયું તત્ત્વ તે આગળ જણાવું હોં) અન્ય બધું જ સામેલ છે! પાછું છે પણ રસપ્રદ અને ગુણવત્તાયુક્ત. આથી જ "બોલીવૂડ મસાલા" ફિલ્મ કહો, "હોરર કોમેડી" કહો કે "માસ એન્ટરટેઇનર" કહો - ઓળખાણ જે આપો તે પણ ફિલ્મ સુપરહીટ રહેવાની છે.

ફિલ્મમાં કાર્તિક આર્યનની હીરો તરીકે અક્ષય કુમાર અને હીરોઇન તરીકે તબ્બુની વિદ્યા બાલન સાથે સરખામણી થાય જ. જેમાં બંને સફળ રહ્યાં છે. હા ભાઈ, કિયારા અડવાની છે જ, પણ તેની સરખામણી વાર્તા મુજબ વિદ્યા બાલન સાથે કરવાની જરૂર નથી. તેનું અલગ મહત્ત્વ છે ફિલ્મમાં.

કાર્તિક આર્યન તેના રમૂજી અંદાજ, સફેદ બત્તીસિ દર્શાવતી સ્માઇલ અને ટાઇમિંગ માટે જાણીતો છે. જેના આ ફિલ્મમાં ભરપૂર દર્શન થશે. સાથેસાથે જરા પુખ્ત થયેલ અભિનય પણ લાંબી કારકિર્દીનો ઇશારો કરશે. ફિલ્મમાં હોરર માટે રાહ જોવી પડશે. ત્યાં સુધી કાર્તિક અને કિયારા તમને હસાવીને જકડી રાખશે. એક વખત હોરરનું આગમન થશે ત્યારબાદ ઘણાં પાત્રો, ઘટના, દોડાદોડ વગેરેમાં ખોવાઈ જશો. અર્થાત્ પછી કાર્તિક અને કિયારા સિવાય આખો મેળો હશે મનોરંજન માટે. જેમાં કિયારાનું કદ જરા ઘટશે પણ કાર્તિક છેક સુધી સફળતાપૂર્વક દેખાશે.

તબ્બુ એક અલગ માટીની બનેલ પ્રતિભાશાળી અભિનેત્રી છે. બોલીવૂડમાં આવી અન્ય અભિનેત્રીઓ પણ છે જ. તબ્બુની સવિશેષ ખાસિયત એ છે કે તેણીનો અભિનય પાત્રમાંથી ક્યારેય ઓવરફ્લો નથી થતો કે ઊણો પણ નથી ઊતરતો. મતલબ સચોટ હોય છે. જે આ ફિલ્મમાં પણ અનુભવશો. પ્રથમ ભાગમાં વિદ્યા બાલનના ભાગમાં સઘન લાગણી, ખાસ કપડાં અને ઘુંઘરું સાથે નૃત્ય પણ ભાગમાં આવ્યું હતું જ્યારે તબ્બુને ડિરેક્ટરે નૃત્યથી દૂર રાખી છે.

રાજપાલ યાદવ અને સંજય મિશ્રાનો આઇસ્ક્રિમ પર ભભરાવેલ ચોકો ડોટ્સ, ચેરી, ટૂટીફૂટી, જેલી વગેરેની જેમ છૂટક અને રમૂજી વાતાવરણ બનાવવા થયેલો ઉપયોગ તેઓની પ્રતિભાના કારણે સફળ રહ્યો છે.

ફિલ્મ ભલે ટ્રેલર જોઈને જરા પ્રેડિક્ટેબલ જણાય પણ નવા કલાકારોના સરસ અભિનયના કારણે એક ફ્રેશનેસ અને સારી સ્ક્રિપ્ટના કારણે મનોરંજનની રિધમ જાળવી રાખે છે.

સિનેમેટોગ્રાફી ખૂબ સરસ છે. એક જ હવેલીમાં સતત રચાતાં દૃશ્યો સુરેખ અને લયબદ્ધ કેમેરા વર્કના કારણે જરાય કંટાળો ઉપજાવતા નથી.


હું તો તમને વાર્તા કે રહસ્ય કહેવાનો નથી, પણ ફિલ્મ જોતી વખતે તમે તમારું મગજ વિવિધ દિશામાં દોડાવશો. એક સમયે એક ધારણા પણ બાંધશો, જેમાં પ્રથમ ભાગની વાર્તાની અસરમાં જરા તણાશો અને છેવટે તમારો તર્ક ખોટો પડશે. અરે, રહસ્ય તમને લલચાવી લલચાવીને પછાડશે એટલે મજાથી હરખાશો. ટૂંકમાં સ્ક્રિપ્ટમાં છેલ્લે સરસ ટ્વિસ્ટ સામેલ છે.

પ્રથમ ભાગ અને આ બીજો ભાગ - બંને ફિલ્મ ભલે "હોરર કોમેડી" તરીકે ઓળખાતી હોય પણ મજબૂત સ્ક્રિપ્ટમાં જકડી રાખીને હળવેકથી મન સંતોષનારું પેલું મનોવૈજ્ઞાનિક કારણોસરની માનસિક સ્થિતિ અને લોજીક - બંને ફિલ્મોને સાયકોથ્રીલર બનાવે છે.

ઉપર લખ્યું તે મુજબ એક તત્ત્વ ખૂટ્યું. કયું? તત્ત્વ ખૂટ્યું તો ખરું પણ સંપૂર્ણપણે નહીં. હું પ્રથમ ભાગમાં સામેલ આકર્ષક કે ચુંબકીય અસર ધરાવતા "આમી છે તુમાર..." ગીતને સમકક્ષ કોઈ યાદગાર ગીતની વાત કરું છું. જરા વિચારો એ ગીત તમને આજે પણ યાદ હશે, જ્યારે આ ફિલ્મમાં એ પ્રકારનું ઓળખાણ સમું ગીત નથી. એ ગીત અહીં યાદ કરાયું છે અને જરા વપરાયું પણ છે. બસ, નવું નથી પીરસાયું.

હા, અન્ય ગીતો મનોરંજક છે. એક ગીત લેવાદેવા વગરનું ઘુસાડેલું છે. ટાઇટલ ટ્રેક તો અગાઉનો જ વાપર્યો છે. જે ફિલ્મના અંતે ક્રેડિટ સ્ક્રોલિંગની સાથે આવશે અને થિયેટર ઝટ છોડવા નહીં દે.

હીટ કે પછી...? : સુપરહીટ (બ્લોકબસ્ટરથી નીચે)

શા માટે જોવાય?:
(૧) ઉત્તમ અભિનય માટે.
(૨) કોમેડી સાથે હળવા હોરર અને થ્રીલર જોનરને મીક્ષ કરીને પીરસેલ સરસ મનોરંજન માટે.
(૩) "હોરર" શબ્દ સાંભળતા જ ઘણાંને ચીપ શબ્દ યાદ આવે. કદાચ ડર પણ લાગે, પણ આ ફિલ્મમાં ડર પણ મનોરજક લાગશે એની ગેરંટી. ફિલ્મ દરમ્યાન ભયનો ઉચિત ડોઝ મળશે છતાં થિયેટર છોડશો ત્યારે ડરને બદલે મનમાં હળવાશ અને ચહેરા પર પૈસા વસૂલ મનોરંજનનું સ્મિત હશે.
(૪) સહપરિવાર જોઈ શકો.