અહીં હું ચાલતી કથા પર એક વિરામ મુકીશ. કેમકે સિયાને એક સપનું આવી રહ્યું છે. પોરબંદરમાં જે સિયા છે, તે નહીં, પણ જે દવાખાનામાં બંધ છે, તે સિયા.
સિયા દરવાજા સામે જુએ છે. ડાબી બાજુ તેનો મૃત ભાઈ જીનય છે, અને દરવાજો ધીમેથી ખખડે છે. કોણ હશે? સિયાને ખૂબ જ ડર લાગવા લાગે છે. કોણ હશે.. કોણ હશે..
તે દરવાજા સમક્ષ ગઈ, તો ત્યાં કૃતિ ઊભી હતી.
‘કીધું તું ને તને કે સવારે તારો ભાઈ દેખાળીશ! કીધું તું ને તને! કેમ અહી આવી! કેમ આવી!’
સિયાના હોઠ ધ્રૂજવા લાગે છે.. તેના પગ હલવા લાગે છે. રૂમમાં એટલું અંધારું છે કે કૃતિ બોલે તે સાંભળાય છે પણ તે દેખાતી નથી. કૃતિ તેને પગથી પકડે છે, અને સિયા નીચે પડે છે તો બાજુના ટેબલનો પગ પકડી તે પોતાની બધી તાકાત લગાવી કૃતિનુ માથુ ફોડે છે.
ધડામ-
અને કાનમાં એક અસ્તિત્વ વિહીન ચિત્કાર.
2 ક્ષણ પછી સિયા શાંતિ અનુભવે છે. વિતેલા ક્ષણોની ધ્વનિને ભુલાવી દે તેવી શાંતિ.
પણ હજુ તેના દિલમાં ધક ધક થાય છે. ધ.. કકક.. ધ..
સિયા ધીમેથી બેઠી થાય છે. સિયાના સફેદ લહેંગા પર કાળું - કાળું કઈક ધોરાણું છે. સિયા જુએ છે તો એ.. લોહી છે. વેરાઈલા કાચમાં અહી આવતો થોડોક પણ જે પ્રકાશ છે, તેમા સિયા જોઈ શકે છે- લોહી!
કૃતિના મોઢા પર પાણીના છાંટડા છે. કદાચ તૂટેલી ફૂલદાનીમાં પાણી જ હતું. ફૂલો તો રાત્રે પણ ઉજાગર હતા એટલે.. ફૂલો તો સાચા ન હોય શકે.
ભાગ ભાગ!
તેનું મન અત્યારે સિયાને ભટકાઈ રહ્યું છે. તેને તરછોડી ગયું છે, નાસી ગયું છે. સિયાની બુધ્ધિ એને સૂચવે છે.. ભાગ- ભાગ અહીથી.
અને સિયા ભાગે જ છે. જીનયના મૃત હાડપિંજર ને જોવા તે રોકતી નથી.. તે ભાગે છે.. તે ભાગે છે.
નીચે ધૂળ છે, મનમાં મંથના છે, નાસી જવાની. પગ ઉપર લોહીના છાંટળા છે, અને કપાળ પર પરસેવાંના.
તે નીચે દોડી જતી હોય છે, અને દરવાજો ખોલતાજ તેને બહાર એક રિક્ષા વાળો દેખાય છે.
રિક્ષા વાળો ઊંઘતો હોય છે. તે સામાન્ય રિક્ષા વાળા જેઓ લાગતો નથી. ભલે કદ તેનું સિયા જેટલુજ હતું, પણ તે આમ તો લડી શકે તેટલી તાકાત ધરાવતો હોય તેમ લાગતું હતું. એટલે સિયાએ તે રિક્ષા વાળાને ઉઠાળ્યો. રિક્ષા વાળો તો સિયાને જોતોજ રહી ગયો.
સિયા તરત જ પાછળ બેસી ગઈ.
‘હાઇવે પર જવું છે.’
રિક્ષા વાળા એ ધીમેથી રિક્ષા ઉપાડી. તેણી નજર તો પાછળ સિયા પર જ હતી.
રિક્ષા વાળા એ આગળથી રિક્ષા વળાવી, તએ એક સૂમ - સામ રસ્તા પર રિક્ષા ચલાવવા લાગ્યો. સિયા ખૂબ જ ભયભીત હતી અને તએ ભાન બારી થવાની હોય તેમ સિયાને લાગતું હતું. તે માથું ઊંચકીને જોતી ન હતી.
તો એક બાજુ રિક્ષા વાળા એક ટેલેફોનના ડબ્બા પાસે રિક્ષા લાવી મૂકી દીધી.
‘બેન તમારે કોઈ ને ફોન કરવાનો છે?’
સિયાએ તેનું માથું “ના” માં હલાવ્યું.
તે રિક્ષાવાળો નીચે ઉતરી ડબ્બામાં જતો રહ્યો. સિયાને થતું હતું કે તે અહીંથી ભાગી જાય પણ તેના પગ થોભાઈ ગયા હતા. પગને લાગતું હતું કે હજુ કૃતિનું માથું તેમના પર જ હતું, જે વિચાર માત્રથી સિયાને તેના પ્રતિ ઘૃણા થતી હતી. એટલામાંજ પેલો રિક્ષા વાળો પાછો આવી રિક્ષા ચલાવવા લાગ્યો.
‘બેન તમારે સિદ જવાનું છે?’
બેનને ન હતી ખબર ક્યાં જવાનું છે, એટલે બેને તેમના ગામનું નામ આપ્યું.
પણ વાક્ય પૂરું કરે તે પહેલા તો એ રિક્ષા વાળો તેમણે એક ખુલ્લા કારખાનામાં લઈ આવ્યો..
સિયાની આંખો ખૂલી ગઈ અને સંસ્મરણ અધૂરું રહી ગયું. ત્યાં તો સિયા તેની આજુ બાજુ જોવા લાગી. તેની પડખે એક સ્ત્રી ઊંઘતી હતી
સિયા એ જોરથી ચીસ પાળી! અરે આ તો બીજી સિયા હતી.
‘તું.. તારી પરતો કેસ ચાલે છે ને! તું અહી શું કરે છે?’
સિયા ઝબકીને જાગી ઉઠી.
બે સિયાઓમાંથી એક સિયા એ પૂછ્યું, ‘તમને કઈ રીતે ખબર?’