Ek Poonamni Raat - 108 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૮

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૮

એક પૂનમની રાત

પ્રકરણ :- ૧૦૮

 

સિદ્ધાર્થે કમીશ્નરની ચેમ્બરમાંથી બહાર નીકળે છે અને ત્યાં રૂપરૂપનો અંબાર જેવી યુવતી એની સામે આવે છે અને બોલે છે "મારાં સિદ્ધાર્થ " .... અને સિદ્ધાર્થ ફાટી આંખે એ યુવતી સામે જોઈ રહે છે એને ઓળખ નથી થતી એણે કહ્યું તમે કોણ ? અને તમે સાવ અંગત હોવ એમ મારાં સિદ્ધાર્થ .... એવું કેમ બોલો છો ? હું માત્ર ઝંખનાનો જ છું બીજા કોઈને મેં આવું કેહવા અધિકાર નથી આપ્યો. આવું સાંભળતાં સામે ઉભેલી યુવતી ખડખડાટ હસે છે અને કહે છે હાં તમારાં કપાળ ઉપરજ ઝંખનાનું નામ લખેલું છે.... મુબારક તમને તમારો પ્રેમ કહી અદ્રશ્ય થઇ જાય છે. સિદ્ધાર્થ અવાચક બનીને એ દિશામાં જોયાં કરે છે.

*******

મિલીંદનાં ઘરમાં સોંપો પડી ગયો છે. બધાં દીવાનખાનામાં બેઠાં છે બધાંનાં ચહેરા ઉપર મિશ્ર પ્રતિભાવ છે. યશોદાબહેને દાદી સામે જોઈને કહ્યું આ બધાંમાં મારાં મિલીંદનો ભોગ લીધો મારી વંદના મરતા મરતા બચી ગઈ બાપ થઈને આવું કરે ? જેવાં જેનાં કર્મ છેવટે જેલનાં સળીયા પાછળ ગયાં. દાદીએ કહ્યું યશોદા તારી વાત સાચી છે. ભંવર પેલી છિનાળનાં રૂપમાં ફસાયો એનાં કરતાં વધું એની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ હતી એનું ફળ ભોગવી રહ્યોં છે.

વંદનાએ કહ્યું માં, પાપા પહેલાં આવાં નહોતાં મુંબઈની એમની નોકરી અને પેલી રુબીનાં સહવાસમાં એ આપણાં કુટુંબનું સુખ ખાઈ ગઈ. યશોદાબહેનની આંખમાં જળ ઊભરાયાં એમણે કહ્યું પણ એમાં મારો મિલીંદ શિકાર થઇ ગયો એતો એનાં પાપાને એટલો વહાલો હતો... ખબર નહીં એમને શું મતિ સુજી કે આખું કુટુંબ બરબાદ થયું અને મારો મિલીંદ ખોવો પડ્યો. મિલીંદનો આત્મા જ્યાં હશે ત્યાં કેટલો એ રિબાતો હશે એની કલ્પના પણ મને ધ્રુજાવી જાય છે.

વંદનાનો મંગેતર અભિષેક બધું સાંભળી રહેલો એણે પણ મોં ખોલ્યું અને બોલ્યો મારી અને વંદનાની પણ ભૂલ થઇ છે અમે પણ એક સમયે એ રુબીની વાતોમાં અને પાપાની વાતોંમાં આવી ગયેલાં .... સોરી ભૂલ હતી અમારી.

યશોદાબહેને કહ્યું મારાં નસીબ ચાર ડગલાં આગળ હતાં બીજા કોઈનો શું વાંક કાઢું ? છેવટે જે થવાનું હોય એ થઈનેજ રહે છે એમના પાપની સજા હવે એલોકો ભોગવશે.

અભિષેકે કહ્યું મેં પાપા પાછા ના આવ્યાં ત્યારે એમને ફોન કર્યો ત્યારે ખબર પડી કે એ અને રુબી આંટી અરેસ્ટ થઇ ગયાં છે. ફરીવાર સિદ્ધાર્થ સર સાથે વાત થઇ એ બંનેનાં મોબાઈલ અને બધું જપ્ત થઇ ગયું છે હવે કોર્ટમાં હાજર કરશે.

યશોદાબહેને કહ્યું એ લોકોનો પાપનો ઘડો ભરાઈ ગયો હશે મારો મિલીંદ ગુમાવ્યો રામુને માર્યો .... વંદના બચી ગઈ નહીંતર એ નરાધમ બધાનો જીવ લઇ લેત.

વંદનાએ કહ્યું પાપા પણ સજા ભોગવી રહ્યાં છે એમણે પેલી ચંડાળને સાથ આપ્યો એનો બદલો મળી રહ્યોં છે હવે FIR થયાં પછી એલોકોનાં કાળા કરતૂત અને ષડયંત્ર બહાર આવશે. આપણે જે જાણતાં નથી એ બધું જાણવાં મળશે.

યશોદાબહેને કહ્યું વંદના છોડ સૌના કર્યાં સૌ ભોગવે આપણે હવે કશું જાણવું નથી અને એમને બરાબર સજા થાય એ જરૂરી છે આપણે કોઈ લેવા દેવા નથી બધાં સંબંધ પુરા હવે બધી રીતે મેં તો નાહી નાંખ્યું છે.

દાદીએ કહ્યું યશોદા હવે મિલીંદની તિથી આવે છે તું બ્રાહ્મણ બોલાવી પૂજા કરાવી લે પછી આપણે બધાંજ વિધીસર ભંવરના નામનું પણ નાહી નાંખીએ પૂરું થઇ ગયું.

વંદના અને યશોદાબેન દાદીને સાંભળી રહ્યાં....

******

કમીશનર, સિદ્ધાર્થ બધાં પોલીસ સ્ટેશન તથા બીજા અન્ય કામ એમનાં આસીસ્ટન્ટને સોપી અમુક કોન્સ્ટેબલ જે હત્યારધારી હોય એમની ટીમને સાથે રાખી જંગલમાં રહેલાં મહેલ તરફ જવાં અંગે તૈયારી કરી રહ્યાં હતાં.

સિદ્ધાર્થે કહ્યું સર તમે તમારી ફેમિલી સાથે આવો હું આ ટીમને લઈને મહેલ તરફ નીકળું છું સાથે સાથે થોડા બીજા મજુર જેવા માણસો પણ લઉં છું અને બધાં હથિયાર બંદૂક જેવાં સાધનો સાથે રાખું છું આપણે હવે સીધા મહેલ પર મળીશું અમે ત્યાં પહોંચીને સાફસૂફી અને બાકી તમામ દૃષ્ટિએ ત્યાં તપાસ કરીને કામ કરાવીશું. તમે નિશ્ચિંન્ત થઈને આવજો કાળુભાએ બીજી એક ટીમને ખાવા -પીવાનો સમાન થોડી શેતરંજી, લાઈટ ની વ્યવસ્થા અને તમે કહ્યો એ બધો સામાન સાથે લઈને મહેલ પર પહોંચે એવી વ્યવસ્થા કરવું છું.

  વિક્રમસિંહે કહ્યું સિદ્ધાર્થ તે સરસ વ્યવસ્થા ગોઠવી છે પણ કાળુભા જે ટીમને મોકલે એમને કહી દે કે તેઓ મારાં ઘરે થઈને નીકળે ત્યાંથી બધો પૂજા સામાન અને અન્ય ચીજવસ્તુઓ સાથે લેવાની છે એ બધું લઈને પછી જંગલ તરફ નીકળે જેથી એકસાથે બધો સામાન આવી જાય.

સિદ્ધાર્થે કહ્યું એ પ્રમાણે જ થશે. બધું વ્યવસ્થિત રીતે પહોંચી જશે એલોકો આપનાં ઘરે થઈનેજ નીકળશે. આમ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. સિદ્ધાર્થ એની ટીમ સાથે જંગલમાં નીકળવાની તૈયારી કરી રહ્યો હતો વિક્રમસિંહ એમનાં ઘરે જવા નીકળી ગયાં હતાં.

******

દેવાંશના ઘરે બધી તૈયારીઓ ચાલુ હતી. નાનાજી બધીજ વ્યવસ્થા કરવા અંગે અગ્રેસર હતાં. તેઓ એમનાં નક્કી કરેલાં કાર્યક્રમ પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવી રહ્યાં હતાં. તેમણે દેવાંશને બોલાવીને કહ્યું દેવાંશ આવતીકાલે બધીજ વિધી છે એની પહેલાં માત્ર આજનો દિવસ છે. મેં તારાં સર કમલજીત અને એમનાં વડા શ્રી દેવદત્ત ખુરાનાજીને આવતીકાલનું આમંત્રણ આપ્યું છે અને સ્થળ અંગે માહિતી આપી જે ખુરાનાજી તથા કમલજીત સંપૂર્ણ માહિતગાર છે. બીજું કે .... એમ કહી અટક્યાં....

દેવાંશે કહ્યું નાનાજી કેમ અટક્યાં ? બીજું શું ? કહોને હું એ પ્રમાણે વ્યવસ્થા કરાવી લઈશ. નાનાજીએ દેવાંશની સામે જોઈને કહ્યું દેવાંશ તારો ખાસ મિત્ર મિલીંદ એનાં ઘરે ફોન કરીને સંદેશો મોકલી દે કે એની મમ્મી, દાદી અને બહેન આપણાં ઘરે આવી જાય અને એમને પણ સાથે લેવાનાં છે.

દેવાંશ આષ્ચર્ય પામી ગયો એણે કહ્યું નાનાજી એમને કેમ ? નાનાજીએ સૂચક સ્મિત કરીને કહ્યું દેવાંશ મિલીંદની સદગતિ નથી થઇ એટલે ..... અને કાલે પેલી રુબી એનાં પિતા ભંવર બધાની ખરાઈ અને એમને સજા પણ મળી જશે.

દેવાંશે અવાચક થઈને પૂછ્યું નાનાજી તમને બધી ખબર છે ? નાનાજી એની સામે હસી રહ્યાં હતાં.

એમણે દેવાંશના આષ્ચર્યને વધારતાં કહ્યું દેવાંશ કાલે વડોદરાનાં આજનાં હયાત રાજા રાણી પણ ત્યાં મહેલમાં હાજર રહેવાનાં છે. એમાંય સિદ્ધાર્થ સાથે અને તારે પણ સીધો સંબંધ છે ગતજનમમાં જે બધું કાલે જાહેર અને ચોખ્ખું થઇ જશે એમ કહી હસવા લાગ્યાં.

દેવાંશતો સાચે સાચજ નાનાજી સામે જોઈ રહ્યોં અને એણે જોયું તો વ્યોમા પણ એમને નવાઈ પૂર્વક સાંભળી રહી હતી. દેવાંશે કહ્યું નાનાજી આવતીકાલની પૂનમ કંઈક ખાસ લાગે છે. બહું બધાં પ્રશ્નોનું નિવારણ આવી જશે.

નાનાજીએ કહ્યું તારી વાત સાચી છે આ શરદપૂર્ણિમાં નો દિવસ અને એમાંય ખાસ મુહૂર્ત જે નવે નવ ગ્રહ એકબીજાને સમાંતર એક ધરી ઉપર અને ખાસ કામ નિપટાવવા માટે જાણે મુહૂર્ત તૈયાર કરવાનાં હોય એવો યોગ છે કોઈએ ના જોયું હોય સાંભળ્યું હોય એવો ચમત્કાર પરચો જોવા મળશે.

નાનાજીએ વધુ ઉમેરતાં કહ્યું કે અવગતીયા ગતિ પામશે. ષડયંત્રી જાહેર થઇ જશે એમને સજા મળશે નકારાત્મક ઉર્જા ઉપર હકારાત્મક ઉર્જા વિજયી નીવડશે પ્રેમીઓ ભેગા થશે ઋણાનુબંધનનાં ચૂકવણાં અને જીવથી જીવ મળશે. એક સાથે ઘણાં કામ થશે એમાં ગતજનમનો ઇતિહાસ ખુલશે નવું નવું ઘણું જાણવાં મળશે જે બધા માટે હીતકર સાબિત થશે.

દેવાંશે કહ્યું આતો એક અદભુત યોગ કહેવાય હવે જાણ્યાં પછી મને એ જોવાનો જાણવાનો એ ઇતિહાસ.... પણ નાનાજી એમાં કોઈને કોઈ નુકશાન નહીં પહોચેને ? કોઈ ભય સ્થાન તો નથી રહેલું ને ? મને કુતુહલ છે હવે કે આ બધું ક્યારે જોઉં જાણું .

નાનાજીએ કહ્યું સાચી વાત છે અને ખાસ વાત એ પણ છે કે વડોદરાનાં મહારાજાનાં કુટુંબનો એક જીવ જે અવગતિમાં હોવા છતાં સિધ્ધ અઘોરણ છે એની કથા ઘણી રોચક અને રોમાંચીત છે બધાને એ જાણવા મળશે અને એજ કથા સાથે તારી અને વ્યોમાની કથા સંકળાયેલી છે ..... દેવાંશ સાંભળીને......

 

વધુ આવતા અંકે -પ્રકરણ ૧૦૯