Jivan Sathi - 43 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 43

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

જીવન સાથી - 43

સ્મિતે પોતાના હાથમાં રહેલી પોતાની કારની ચાવીથી કારનો દરવાજો ખોલ્યો અને પહેલાં આન્યાને અંદર બેસાડી અને પછી પોતે તેની બાજુમાં બેઠો અને ઉત્સુકતાથી આન્યાના ચહેરો વાંચવા લાગ્યો અને આન્યાની આંખમાં આંખ પરોવીને પોતાની વાતની શરૂઆત કરતાં બોલ્યો કે, " અનુ, હું તને ઘણાં સમયથી એક વાત કહેવા માંગુ છું પણ કહી શકતો નથી..
અને અકળાયેલી આન્યા વચ્ચે જ બોલી પડી, હા તો બોલ ને.. એમાં મને છેક અહીં સુધી ખેંચીને લાવવાની ક્યાં જરૂર હતી ?
અરે યાર વાત જ કંઈક એવી છે.. સ્મિતને પણ જાણે જે કહેવું હતું તે હૈયે હતું પરંતુ હોઠ સુધી આવતાં અટકી જતું હતું..‌.
અનુ, આઈ લવ યુ...
આન્યા તો જાણે સરપ્રાઈઝ્ડ થઈ ગઈ હોય તેમ ચહેરા ઉપર કંઈક વિચિત્ર ભાવ સાથે સ્મિત સામે તાકી રહી અને બોલી, " સ્મિત, તું શું બોલે છે તેનું તને કંઈ ભાન છે ? આર યુ મેડ ?
અને સ્મિતે આન્યાનો શબ્દ પકડી પાડયો અને આન્યાનો નાજુક નમણો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને બોલ્યો, " યસ, આઈ એમ મેડ ઈન યોર લવ...ફ્રોમ મેની ઈયર..યુ ક્નો ? જ્યારે આપણે સ્કુલમાં સાથે હતાં ને ત્યારથી..
પોતાના હ્રદયમાં વર્ષોથી ધરબી રાખેલી લાગણીઓને વ્યક્ત કરવા માટે સ્મિત પાસે જાણે શબ્દો નહોતા અને તે શબ્દો અને તાકાત બંને એકઠાં કરી રહ્યો હતો.

પરંતુ આન્યા.. આન્યાને ન તો સ્મિતમાં કોઈ રસ હતો.. ન તો તેની કોઈ વાતમાં...
અને આન્યાએ સ્મિતના હૂંફભર્યા હાથમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને ફરીથી અકળાઈને બોલી, "યાર, તમે લોકો છોકરાઓ સમજો છો શું અમને છોકરીઓને ?"
સ્મિત આન્યાની સહેજ નજીક ગયો અને તેની આંખોમાં પોતાની આંખ પરોવીને ફરીથી પોતાના સાચા પ્રેમનો એકરાર કરવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગ્યો.." અનુ, તું મને ખોટો ન સમજીશ યાર, આઈ એમ રીયલી લવ યુ..એન્ડ આઈ ઓલ્સો વોન્ટ ટુ મેરી વીથ યુ.."
આન્યા: હવે ખૂબજ અકળાઈ ગઈ હતી કે જે વાતથી પોતે દૂર જવા ઈચ્છે છે તે વળી વળીને પાછી તેનો પીછો કરે છે અને તે હવે જાણે ચીસ પાડી બેઠી, પ્લીઝ સ્મિત સ્ટોપ ઓલ ધીસ... મને હવે આ લવ શબ્દ પ્રત્યે નફરત થઈ ગઈ છે. ઓકે ? અરે યાર મારે તારી કોઈ જ વાત સાંભળવી નથી..આઈ એમ ગોઈંગ ઈન માય ક્લાસ..
અને જીદ્દી આન્યા સ્મિત અને સ્મિતની લાગણીઓને ઠેસ પહોંચાડીને, સ્મિતના પ્રેમસભર દિલને અને તેના એકરારને પોતાના પગ નીચે કચડીને.. પોતાના ક્લાસમાં ચાલી ગઈ... સ્મિત એકીટશે તેને જતી જોઈ રહ્યો અને મનમાં ને મનમાં વિચારતો રહ્યો કે, " અનુ, આઈ રીયલી લવ યુ..તારે મારા પ્રેમનો સ્વીકાર કરવો જ પડશે.." અને નિરાશ ચહેરે તે પણ પોતાની કારમાંથી નીચે ઉતર્યો પોતાના હાથમાં રહેલી ચાવી વડે કાર લોક કરી અને પોતાના ક્લાસરૂમ તરફ જવા લાગ્યો.

આજે ક્લાસમાં ન તો આન્યાનું મન લાગતું હતું ન તો સ્મિતનું મન લાગતું હતું.
આન્યા વિચારી રહી હતી કે, શું બધા છોકરાઓ આવા જ હોતાં હશે..એમ યાર.. પ્રેમ કઈરીતે થઈ જાય..? કોઈને અંદરથી ઓળખ્યા વગર ? અંદરથી માણસ કેવો છે તે તો તેની સાથે રહીએ ત્યારે જ સમજાય અને એમ સારા દેખાવથી પ્રેમ ન કરાય.. સારા દેખાવાની સાથે સાથે તેનું મન પણ સારું હોવું જોઈએ. છોકરીઓને તે માન આપતો હોવો જોઇએ અને કદર કરતો હોવો જોઈએ પોતાની બરોબરીમાં સમજતો હોવો જોઈએ. અને કદાચ હું પ્રેમ કરીશ જ તો એવા કોઈ છોકરાને પ્રેમ કરીશ.. જ્યારે મને અંદરથી એવું લાગશે કે, આ છોકરો મારી કદર કરે છે મને તેની પોતાની ઈક્વોલ સમજે છે અને મને પ્રેમની સાથે સાથે માન પણ આપશે અને ત્યારે કદાચ મને તેની સાથે પ્રેમ થશે અને ત્યારે મને એવું લાગશે કે, હું આને પ્રેમ કરું છું... ત્યારે હું સ્વીકારીશ..અને તેને માટે એ છોકરાએ મારી પરીક્ષામાંથી પાસ થવું પડશે...અને એક ઉંડો નિસાસો નાખે છે.. પ્રેમ કંઈ એમ સસ્તો થોડો છે કોઈને પણ આપી દેવાય અને એટલો નાસમજ થોડો છે કે, કોઈની પણ સાથે થઈ જાય...

અશ્વલ અને સ્મિતની બંનેની લવ માટેની પ્રપોઝલ વચ્ચે આન્યા જોલા ખાતી હતી વિચારોની વણથંભી વણઝારમાં ખોવાયેલી હતી અને શ્રુતિ મેમે તેને એક ક્વેશ્ચન પૂછી આન્સર આપવા માટે ઉભી કરી અને તેનું તો બિલકુલ ધ્યાન જ ન હતું.. મેમે તો બરાબર ગુસ્સો કર્યો અને લેક્ચરમાં ધ્યાન ન આપવું હોય તો ક્લાસરૂમની બહાર નીકળી જવા માટે કહ્યું...
ઑહ માય ગોડ...
આન્યા તો સ્મિત ઉપર વધારે ગુસ્સે થઈ... હવે સ્મિત મળે એટલે આન્યા તેની ઉપર શું બળાપો કાઢે છે ? તે આપણે આગળના ભાગમાં જોઈશું...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
20/5/22