MicroFiction Melo - 2 in Gujarati Short Stories by jigar bundela books and stories PDF | માઈક્રોફિકશન મેળો - 2

Featured Books
Categories
Share

માઈક્રોફિકશન મેળો - 2

દિકરી

કરણ, અતુલ, હર્ષદ ને જયેશ મહેફિલ જમાવીને બેઠા બેઠા અલક મલકની વાતો કરતા હતાં.ત્યાં અતુલની દીકરીનો કોલ આવ્યો કે એને મેડીકલમાં એડમિશન મળી ગ્યું છે. અતુલ ખુશ થઈ ગ્યો. દીકરીની વાત નીકળી કે એ શેમાં ભણે છે? શું કરે છે? હર્ષદ ને જયેશે પણ પોતાની દીકરીઓની વાત કરી.કરણ ચૂપચાપ સાંભળતો હતો.

જયેશે પેગ બનાવતાં કહ્યું કરણીયા તું અમારાં જેવો નસીબદાર નથી કારણ કે તારા ત્યાં દિકરી જ નથી. જે નસીબદાર હોય એને ત્યાં દિકરી જન્મે.

અતુલનાં પિતા રમણીકલાલ દુર બેસી આ વાતો સાંભળતા હતાં. મનમાં ને મનમાં હસ્યા ને કહ્યું નસીબદાર નહીં પણ જેણે છોકરીઓને બહુ વાપરી હોય. (આ શબ્દ માટે માફ કરશો પણ જે ભાવના વ્યકત કરવી છે એ આ શબ્દ દ્વારા જ યોગ્ય રીતે વ્યકત થઈ શકે એમ છે) એનાં ઘરે ઇશ્વર સ્ત્રીનું મહત્વ ને મહાત્મ્ય સમજાવા માટે દીકરી આપે છે.

આ વાક્યની સાથે જ રમણીકલાલને વર્ષો પહેલાની એક મહેફિલમાં આજ રીતે એમનાં મિત્રો ઉપેન્દ્ર, નિમેષ ને માર્કંડની હાજરીમાં કબૂલેલી વાત યાદ આવી ગઈ કે મારે ઘેર દીકરીનો જન્મ થ્યો ને એ જ્યારે થોડી મોટી થઈ તો મને હોટલના રૂમમા કોમ્પ્રો (કોમ્પ્રોમાઇઝ) માટે બોલાવેલી બધી છોકરીઓ કે જે હિરોઈન બનવા આવી હોય એમાં મારી દિકરી દેખાતી ને હું કશુ જ ન કરી શક્તો.

રમણીકલાલ ફિલ્મોનાં જાણીતા ડિરેક્ટર હતાં ને અતુલ પાંચ દીકરીઓ પછી આવેલો એમનો વારસદાર.


વિકાસ ઉત્સવ

જાસપુર ગામનાં તળાવનું આજે નવીનીકરણ થયાં પછી લોકાર્પણ હતું. આજુબાજુના ચાર ગામની શાળાના બાળકોને ભણવાનું મુકાવી નેતાજીને ખુશ કરવા ભેગા કરવામાં આવ્યાં હતાં. નેતાજી આવે ત્યાં સુધી લોકોના એન્ટરટેઇન્મેન્ટ માટે લોકલ કલાકારોને બોલાવવામાં આવ્યાં હતાં.

નેતાજી 2 કલાક લેટ આવ્યાં ત્યાં સુધીમાં ભૂખ્યા તરસ્યા છોકરાઓ બેસી બેસીને કંટાળ્યા. નેતાજી આવ્યાં ને એમણે નવીનીકરણ પામેલ તળાવનું ઉદ્ઘાટન કર્યું ને સાથે સાથે એક નવી યોજનાનું એલાન પણ કર્યું. નેતાજીએ માઇક પરથી જાહેરાત કરી " આજે હું 51 વડનાં વૃક્ષારોપણની યોજના જાહેર કરું છું આપણે ગામનાં ચોરે ને તળાવની પાળે 51 વડનાં વૃક્ષો ઉગાડીશુ."

એક છોકરો ઉભો થ્યો ને જોરથી બૂમ પાડતા બોલ્યો જો વડ જ ઉગાડવા હતાં તો કાપ્યા શું કામ?

બે ચાર જણ જેને થોડી વધારે ખબર પડતી હતી એ લોકો બોલ્યા "એય બેસી જા તને ખબર નાં પડે."


શિક્ષા

નીલનો મોબાઇલ રણક્યો એણે નઁબર જોયો ફોન ઉપાડ્યો નીલને હંમેશની જેમ સામેથી કેમ છે નીલબેટા? જો બધા બેઠા હતાં તો તને યાદ કર્યો. શું કરે છે તું? તારું કામકાજ કેવું ચાલે છે? આ બધા સવાલ ને નીલનાં જવાબ બહુ સરસ કાન્તાબા.તમારાં બધાના આશિર્વાદ છે. એવી અપેક્ષા હતી.

કાન્તાબા એક વૃદ્ધાશ્રમમાં રહેતાં હતાં એમનો અને નીલનો આમ જોવા જઇએ તો કોઈ સબંધ ન્હોતો ને આમ જોઈએ તો બહુ ગાઢ સબંધ હતો.

નીલ જે એક મોડેલ હતો એ એકવાર એક બ્રાન્ડનાં પ્રમોશનલ કમ ચેરિટી ઇવેન્ટમાં વૃદ્ધાશ્રમમાં આવ્યો હતો ને ત્યારે એનાં " ડાઉન ટુ અર્થ "વર્તનથી પ્રભાવિત થઈ કાન્તાબા ને બીજા વૃદ્ધોએ એનો નઁબર લીધો હતો.

અને સમયે સમયે તેઓ નીલને ફોન કરતાં નીલ પણ એમની સાથે વાતો કરતો.

આજે નીલનો ફોન રણક્યો ને જેવો ફોન ઉપાડ્યો એવો જ સામેથી કાન્તા બા ને બદલે કોઈ બીજાનો અવાજ આવ્યો ને કહ્યું નીલભાઇ તમે વૃદ્ધાશ્રમ પર પહોંચો કાન્તા બા ધામમા ગયા. ઈંગ્લીશ મીડીયમ નીલને " ધામમાં ગ્યા " એટલે ખબર ના પડી એટલે પૂછી બેઠો ક્યા ધામમાં ગ્યા? ચારધામ ક્યારે ગ્યા?

સામેવાળાએ ફોડ પાડતાં કહ્યું નીલભાઇ ધામમાં એટ્લે સ્વર્ગે સિધાવ્યા કદાચ એમાં પણ ખબર ના પડે એટલે વધું ફોડ પાડતા કહ્યું કાન્તા બા ગુજરી ગ્યા. નીલને દુખ થયું ને એણે કહ્યું ખૂબ દુખ થયું પણ એક એસાઈનમેન્ટમાં હું બીઝી છું ફયૂનરલમાં આવી નહી શકુ. સામેથી જવાબ આવ્યો સાહેબ એમણે એમનાં વીલમાં એમનાં અગ્નિ સંસ્કાર તમારાં હાથે કરવામાં આવે એવું લખ્યું છે. નીલને નવાઈ લાગી ને એણે કહ્યું " પણ ...................એક લાંબો પોઝ ગયો ને પછી એણે કહ્યું સારુ હું આવુ છું.


નીલ પહોંચ્યો અગ્નિદાહ આપ્યો ને ઘરે આવ્યો ડોરબેલ વાગી એક માણસ હાથમાં થોડા પેપર્સ લઇ ઉભો હતો.

એણે એ પેપર્સ નીલને આપ્યાં ને જતો રહ્યો. એ પેપર્સમાં થોડા આડા અવળા આકારોવાળા ચિત્રો હતાં.જે કોઈ નાનાં બાળકે દોર્યા હોય એવું લાગતું હતું. થોડા ફોટોગ્રાફ હતાં. એક પત્ર હતો. જેમા પહેલી જ લાઇનમાં લખ્યું હતુ.


મારા વૃદ્ધાશ્રમમાં આવવા માટે તારી મમ્મી કારણભૂત ન્હોતી, ના તારા પપ્પા. કારણભૂત હતાં તો હું ને મારો સ્વભાવ. હું ટીચર હતી ને મારૂ શિક્ષકપણું શાળા પુરતું મર્યાદિત ન રાખી શકી. કોઇપણ વ્યક્તિએ પોતાના પ્રોફેશનને પર્સનલ લાઈફમાં ના ભેળવવું જોઈએ.જે હું ના કરી શકી ને મારે મારી જાતને વૃદ્ધાશ્રમમાં મોકલવી પડી. ઘરેથી નીકળતા તારા પપ્પાને શિક્ષા આપવા હું મારી તારી ને એમની બધી યાદો એક બેગમાં નાખીને નીકળી ગઈ.તું ખૂબ નાનો હતો તને કશુ જ યાદ નહીં હોય.તારા મમ્મી પપ્પાને મારા મૃત્યુના સમાચાર આપજે.

નીલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો ને બોલ્યો," દાદી તમે ટીચર હતાં પણ હું તમને એક સજા કરું છું તમારાં મૃત્યુનાં ખબર હવે તમે જ એમને આપી દેજો.


સફળ/અસફળ

અજીતભાઇની ખબર પૂછવા એમનાં બે ત્રણ મિત્રો આવ્યાં હતાં. બધા પોતાને અસફળ માનતાં લોકો ભેગા થઇને ચા નાસ્તો કરતાં કરતાં સફળ વ્યક્તિઓની વાતો પર ચડયા હતાં. બિલ ગેટ્સ, એલન મસ્ક ,રતનટાટા, ધીરુભાઈ અંબાણી ,નરેન્દ્ર મોદી ને દેશ દુનિયાના બીજા ઘણા લોકો વિશે. વિશાલ આવ્યો ને બુટ મોજા પહેરી ઓફીસ જવાની તૈયારી કરવાં લાગ્યો .એને જોઇ અજીતભાઈ બોલ્યા ને મારો આ વિશાલ કેટલીવાર કહ્યું કે કૈંક મોટુ વિચાર.આ બધા સફળ લોકોના જીવનચરિત્ર વાંચ ને કૈક શીખ.પણ એ છે કે આ 25 હજારની નોકરીમાં પડી રહ્યો છે. ત્યાંજ વિશાલ બોલ્યો પપ્પા આ તમે જેના પણ ઉદાહરણ આપ્યાં ને એ લોકો પર કોઈ જવાબદારી ન્હોતી ના એ લોકો પરણેલા હતાં ને જો પરણેલા હતાં તો એ લોકો પોતાની જવાબદારીથી ભાગી છૂટયા હતાં. વિદેશનાં લોકોની વાત નહીં કરુ તમે ગુરુ ફિલ્મ જોઇ હતીને ધીરુભાઈ અંબાણી પર હતી એ, ને તમે જેના ફેન છો એ મોદી સાહેબ લગન કરીને જવાબદારીથી ભાગી છુટી ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતાં. જો આટલા જ બુદ્ધિશાળી ને વિચારશીલ હતાં તો લગન કેમ કર્યા હતાં ત્યારે જ વિરોધ કરવો હતો ને. એમનાં જીવન ચરિત્ર પર ફરી નજર કરી લેજો. જેટલા પણ બહું મોટા માણસો બન્યા છે એ બધા જવાબદારીથી દુર રહયા ને પછી જ્યારે સફળ થયાં તો પરિવારના લોકોએ અને દુનિયાએ પણ એમને એમની સફળતા સાથે અપનાવી લીધાં.

આટલું બોલી વિશાલ ઓફીસ જવા નીકળ્યો ત્યાં એની વાઇફ આવી ને કહ્યું કાલે યુગની ફી ભરવાનો છેલ્લો દીવસ છે. પપ્પાનું મોબાઇલ રિચાર્જ કરાવી દેજો ને આવતા મમ્મીની દવાઓ ભૂલતા નહીં અને ધીમેથી I love you કહ્યું ને વિશાલની છાતી ચાર ઇંચ વિશાલ થઈ ગઈ ને નવા જોમ સાથે એણે બાઇક ચાલુ કર્યું જવાબદારીઓ નિભાવવાનાં રસ્તા પર સફળ થવા.

મૂત્રયંત્ર

હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળ ચાર રસ્તાની વચ્ચે યુનિવર્સીટી રોડ પર એક પૉશ ગાડી આવીને ઊભી રહી. પૈસાથી પૉશ લાગતા એક ભાઇ ભાગતા ભાગતા આવ્યા ભીંત પર દોરેલા સરસ મજાના ચિત્રોને પોતાના મોંમાં રહેલા લાલ રંગ ને પ્રકૃતિએ આપેલી પિચકારીથી રંગવા.


હળવા થઈને એ ભાઇ ગાડીમાં બેઠા. ગાડી થોડી આગળ વધી ને ગાડીમાથી બુમાબુમ સંભળાઈ. ગાડી એક શોટબ્રેક સાથે ઊભી રહી ને પેલો ભાઇ ભાગતો ભાગતો જયાં એણે મૂત્રદાન કર્યું હતુ ત્યાં આવ્યો ને મોબાઇલની ટોર્ચ ચાલુ કરીને બૂમો પાડતો કાંઇક શોધવા લાગ્યો. જતા આવતા લોકો એને જોઇ ઉભા રહી ગ્યા શું થયું છે એ જોવા લાગ્યા. એને અચાનક જેને એ શોધતો હતો એ શિશ્ન (મૂત્રયંત્ર, પેનીસ) કપાયેલી હાલતમાં ત્યાં પડેલું મળ્યું ને એ એને લઇને સીધો ગાડી તરફ ભાગ્યો ને ગાડી સીધી હોસ્પિટલ પહોંચી. કેટલાંક મોબાઇલ રિપોર્ટરોએ આ વિડીયો વાયરલ કર્યો. પોલીસ કમ્પલેઇન થઈ ને વાત છાપે પણ ચઢી એક ને બદલે ઘણાં લોકો સામે આવ્યાં જેની સાથે આ ઘટના ઘટી હતી.

પોલીસ તપાસ થઈ ને ગુનેહગારને પોલીસે પકડી લીધો.કેસ સોશ્યલ મીડિયામાં ને છાપે બહુ ચગ્યો હતો એટલે પોલીસે કેસ ઉકેલી લીધો છે એ જાહેરાત કરવા પ્રેસ કોન્ફરન્સ કરી.


વધેલી લાંબી દાઢીવાળા લઘર વઘર કપડા પહેરેલાં એક માણસને પકડીને પ્રેસવાળા સામે હાજર કરવામાં આવ્યો.

પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકારોએ સવાલ પૂછવાના શરૂ કર્યા. તમે કોણ છો? તમે કેમ આવુ કર્યું? એ ચૂપચાપ બધા સવાલો સાંભળતો રહ્યો. પત્રકારોને જવાબ ન મળતાં રઘવાયા થયાં. એક લેડી પત્રકારે સવાલ કર્યો આવું જઘન્ય કૃત્ય કરતાં શરમ ન આવી? ને પેલા માણસનો ઘેઘુર અવાજ સંભળાયો


" એ લોકોને જાહેરમાં રોડ પર લોકોની સામે - તમારાં જેવા બહેનો જતા આવતા હોય તો પણ મુતરતા શરમ નથી આવતી તો મને શા માટે શરમ આવે.

બીજી એક બે લેડી પત્રકાર બોલી હા સાચી વાત છે પુરુષો ગમે ત્યાં પેશાબ કરવા ઉભા રહી જાય છે ને અમારે શરમ અનુભવવી પડે છે. જે રીતે એ લોકો ઉભા રહે છે એ જ રીતે બીજા પણ ઉભા રહે છે એમને એ પણ ખબર નથી પડતી કે રસ્તામાં એમની બહેનો માં કે દીકરીઓ પણ પસાર થતી હોય છે ને એમને પણ આવી જ શરમ અનુભવવી પડે છે .ઘણીવાર તો એમની પત્ની જોડે હોય તો પણ એ લોકો આ રીતે ઉભા રહી જાય છે ખરેખર તો સ્ત્રીઓએજ આગળ આવીને પોતાના પતિને આવું ન કરવા સમજાવો જોઈએ.


પેલા માણસનો પાછો ધેધૂર અવાજ આવ્યો. તમે પૂછતાં હતાં ને હું કોણ છું? હું એક કલાકાર છું. પેઈંટર. અમે મહેનત કરીને આ ચિત્રો દોર્યા છે ને આ સાલાઓ એનાં પર મુતરે છે. અમે કોઈ સર્જન કરતાં પહેલા પ્રસવની વેદના વેઠતા હોઇએ છીએ ને આ માદર...... અમારાં બાળક જેવા સર્જન પર મુતરે છે. સાલાઓ થોડીવાર રોકી નથી શકતા તો એને અસ્ત્રા વડે કાપી જ નાખ્યું. મે કાંઇ ખોટુ કર્યું હોય તો કહો.



પત્રકારો પણ એનો જવાબ સાંભળી વિચારમાં પડી ગ્યા. પોલીસે આગળનો દોર સાંભળતા કહ્યું આ ગુનેગાર બહૂ હોશિયાર છે એ અસ્ત્રા પર લોકલ ઍનેસ્થેશિયા લગાડતો હતો.જેથી લિંગ કપાઈ જતું છતાં કોઈને ખબર ન પડતી. ને થોડીવાર પછી લોકલ ઍનેસ્થેસિયાની અસર ઓછી થતા ખબર પડતી.

પત્રકાર પરિષદ પુરી થઈ.


બીજે દિવસે છાપામાં સમાચાર હતાં. હેલ્મેટ ચાર રસ્તા ને અંધજન મંડળ ચાર રસ્તા પર મોબાઇલ ટોયલેટ મુકવામાં