ગાર્ગી વહેલી સવારે જ પુના થી મુંબઈ જવા નીકળી જાય છે.
અને વેદ તો સવાર પડવાની જ રાહ જોઈ રહ્યો હતો.BMC ગાર્ડન સવારે છ વાગે ખુલી જતું હતું. વેદ પોણા છ વાગ્યે જ ગાર્ડનના ગેટ પાસે પહોંચી ગયો હતો.
'પોલીસ એની મેળે તપાસ કરશે , પરંતુ હું પણ શાંતિથી નહીં બેસી રહું.'વેદ હજી એક વાર આખા ગાર્ડનમાં તપાસ કરવા માંગતો હતો.
ત્યાં ગાર્ગી નો msg આવે છે."વેદ હું ડ્રાઇવર સાથે પુના થી નીકળી ગઇ છું. કિવા કેમ છે?"
વેદ msg જોઈને ગાર્ગી ને ફોન કરે છે.
"વેદ નો ફૉન, અત્યારે! હેલો વેદ, તું જાગે છે? મને એમ કે તું સૂતો હશે એટલે તને msg કર્યો. કિવા ઠીક છે ને? તાવ ઉતર્યો કે નહીં?"
"ગાર્ગી... કિવા ઠીક છે."વેદ અવાજ ઠીક કરતા અને આંસુ લૂછતાં બોલ્યો.
"વેદ, તું કશું છૂપાવે છે? સાચું કહેજે,please. કાલ નો તારો અવાજ બદલાયેલો લાગે છે."
"હું સાચું જ કહ્યું છું ગાર્ગી. એ તો કાલે ice cream વધારે ખવાઇ ગયું એટલે ગળું ખરાબ છે."
"અચ્છા! નાં પાડી તો પણ બંને એ વધારે જ ice cream ખાઇ લીધું લાગે છે, કે મારા વગર તમને બંનેને ગમતું નથી!"ગાર્ગી હસતાં બોલી.
સામાન્ય સ્થિતિમાં વેદ નો જવાબ કંઇક અલગ જ હોત, પણ અત્યારે તેણે વાત જ બદલી નાખતા કહ્યું,"ગાર્ગી તું live location share કરી દે જે. ને પ્લીઝ તારો ફોન on જ રાખજે, એટલે internet connection ના આવે તો પણ તારો કોન્ટેક્ટ કરી શકું. અને ડ્રાઇવર જાણીતા જ છે ને?"
"હાં, વેદ. અને don't worry, હું live location share કરી દઉ છું."ગાર્ગી થોડી ગંભીર થતાં બોલી.
"ઓકે".
"જરૂર કંઇક વાત છે. વેદ બદલાયેલો લાગે છે.ઠીક છે, હવે ઘરે જઈને જ ખબર પડશે."ગાર્ગી ફૉન રાખીને વિચારતી હતી.
ગાર્ગી નો ફૉન મૂક્યા બાદ વેદ BMC ગાર્ડનની અંદર જાય છે.
વેદ ગાર્ડનમાંથી નીકળી ને અક્ષર ને ફોન કરે છે.
"હેલો, અક્ષર."
"વેદ, હું તને જ ફોન કરવાનો હતો, સવાર સવારમાં તું ક્યાં જતો રહ્યો?"
"હું BMC ગાર્ડન આવ્યો હતો. એવુ વિચાર્યું હતું કે કદાચ કિવા વિશે કંઈક માહિતી મળી જાય!પણ કંઈ ના મળ્યું!"
"વેદ, મને કહ્યું હોત, હું પણ સાથે આવત."
"કાલે ખૂબ દોડાદોડી થઈ હતી, એટલે વહેલી સવારે તને ઉઠાડવાનું ઠીક ન લાગ્યું.મે તને એટલે ફોન કર્યો હતો કે ગાર્ગી પૂનાથી નીકળી ગઈ છે, એટલે હવે હું અહીંથી સીધો ઘરે જ જઉં છું."
"વેદ, ભાભીને અહીં જ બોલાવી લે. તેમના માટે આ સમાચાર આઘાતજનક હશે. અહીં ઈશા ગાર્ગી ને સંભાળી લેશે."
"ઠીક છે."
"ઇશા ગાર્ગી ને ફોન કરીને સીધું અહીં આવવાનું કહી દેશે.
------------------------------------------------------
"વેદ, હું પહેલાં કિવા ને મળી લઉં. ક્યાં છે? અંદરના રૂમમાં છે?"ગાર્ગી રૂમ બાજુ જતા બોલી.
વેદ એ ગાર્ગીનો હાથ પકડી ને તેને રોકી લીધી."પહેલાં બેસ, પાણી પી, મારે કંઇક વાત કરવી છે. પ્લીઝ શાંત રહેજે."
ગાર્ગીએ હાથમાં પાણીનો ગ્લાસ પકડી રાખ્યો હતો. વેદનાં વર્તનને લઈને એની આંખમાં ઘણા સવાલો હતાં.
"ગાર્ગી... આપણી કિવા બીમાર નથી ....પણ ગઈકાલ રાત થી ખોવાઇ ગઇ છે."વેદ તેને ભેટતાં બોલ્યો.તે રડી રહ્યો હતો. અત્યાર સુધી ગાર્ગી સહીસલામત મુંબઇ પહોંચી જાય એટલે તેણે હિંમત રાખી હતી, પણ હવે ગાર્ગી ને જોઈને તેની ચિંતા, ડર, ગુસ્સો, અફસોસ બધું આંસુ બની નીકળી રહ્યુ હતું.
અને ગાર્ગી!આ વાત સાંભળીને તેનાં હાથમાંથી સ્ટીલનો ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો.ગ્લાસએ જમીન પર પડીને ક્યાંય સુધી કોલાહલ મચાવી દીધો.ગાર્ગીનાં મનની હાલત પણ કંઇક એવી જ હતી.ગાર્ગી ને કશું સમજમાં જ નહોતું આવતું.તે એમનેમ મુર્તિ ની જેમ સ્થિર ઊભી હતી. જો વેદે તેને પકડી રાખી ન હોત તો તે પણ પડી ગઇ હોત.
ક્યાંય સુધી વેદ રડતો રહ્યો અને ગાર્ગી ચૂપચાપ ઊભી રહી. અક્ષર અને ઇશા નિ:સહાય, બંનેને ચૂપચાપ જોઈ રહ્યાં હતાં.
આખરે થોડીવાર પછી, ગાર્ગીએ અચાનક વેદ ને ધક્કો મારી પોતાનાથી દૂર કર્યો."શું બોલે છે વેદ? કિવા ખોવાઇ ગઇ? કેમ ખોવાઇ ગઇ?તું ક્યાં હતો? તારા હોવા છતાં કેમ ખોવાઇ ગઇ મારી ઢીંગલી?"આખરે ગાર્ગી પણ જોરજોરથી રડવા લાગી.
ઈશા એ તરત જ ગાર્ગી ને સોફા ઉપર બેસાડી. ગાર્ગી તેનાં ખભે માથું રાખીને રડતી રહી.
અક્ષર એ વેદ ને પણ સોફા પર બેસાડ્યો. ગાર્ગી ની આવી હાલત વેદ થી જોવાતી નહોતી. તેણે બંને હાથ ની મુઠી વાળી પોતાના માથા પર પછાડી.
"Calm down, વેદ. તારે હીંમત રાખવી પડશે."
વેદ એ ઈશારાથી હા પાડી.
ઈશા એ ગાર્ગીને થોડીવાર રડવા દીધી.
"ગાર્ગી, please હવે ન રડીશ. આપણી કિવા જલ્દી મળી જશે. પણ એના માટે હીંમત થી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે. કાલે જ police complain પણ કરી દીધી છે.એ લોકોએ એમનું કામ ચાલુ પણ કરી દીધું છે. હવે આપણે પણ આપણી રીતે પ્રયત્નો કરીએ. અને I am really sorry. મેં તને ખોટું કીધું.પણ અમારા માટે તું અહીં શાંતીથી પહોચી જા એ જરૂરી હતું."ઇશા ગાર્ગીને પાણી પીવડાવતા બોલી.
"પણ કાલે આ બધું કેવી રીતે થયુ હતુ? પ્લીઝ ઈશા મને detail માં કહે ને."
ઈશા ગઈકાલની ઘટના વિગતવાર ગાર્ગી ને કહે છે.