૧. સત્તરમાં આસમાને
સત્તરમાં આસમાને છું, ભયંકર આગની ઝપેટમાં!
કૂદીને બહાર આવું? કે બળું એ જ્વાળાની લપેટમાં ?
છાની છુપી વાતો બધી સંતાડીને એક સૂટકેસમાં!
હવે તો થવાનો જ, ભડાકો એ રસાયણોની પિપેટમાં !
આંકડાકીય માણસ જ્યારે ઠાલવે વેદના શબ્દોમાં !
ભૂલ તો થવાની જ, પણ ના લેશો એને ડિબેટમાં!
કોણ ? ક્યારે ? ક્યાં ? કઈ ઘડીએ જતું રહેશે!
બાંધી રાખો એ બધાંને લાગણીઓની સિમેન્ટમાં !
આતો પવનનો વાયરો છે, ગમે ત્યારે દિશા બદલે !
આપણી ધરી ફરે! એ પહેલા આવી જાઓ બધાં તિબેટમાં !
ભાંગલી તૂટલી વેદનાઓ બધાંની સમેટીને એક પ્યાલામાં!
પીએ બધા થોડું થોડું તો ક્યાં નડવાની ખટાશ પેટમાં ?
૨. બોલાચાલી
નથી કરવી બોલાચાલી,
જીતાડવા છે તમોને! હારી!
ગુંચવાયેલા જીવનને આવા ,
કાંધમાં લઈને ફરુ છું, મારી !
બાળપણ તો હતું ભવ્ય અને એ,
યાદોના સંભારણા રાખું છું, જારી !
હું તો હારી ગયો ક્યારનો જંગમાં,
હવે આવી છે તારી વારી !
નિખરજે તું દરેક ક્ષણમાં અને ,
બનજે એક કહાની પ્યારી !
આપણે તો ચાલ્યા દૂર સુધી સાથે,
છૂટ્યો સથવારો એ વાત થોડી ખારી !
૩. જાણે-અજાણે
જાણે-અજાણે ભૂલ કંઈક થાય છે!
ઊંડાણ ભરેલા એના મૂળ કંઈક જાય છે.
જકડાયો છું એવો, હું એના જાળમાં !
કે અંદરથી ખોતરીને, એ મને ખાય છે.
શરૂઆતી દોરમાં લાગે છે પ્રેમ જ પ્રેમ,
અંતે પહોંચતા મને ભૂલ મારી સમજાય છે.
એકની એક ભૂલ કેમ કરુ છું? આટલી વાર !
અચંબામાં પડું છું, ખુદને ક્યાં પહોંચાય છે?
ગુસ્તાખી માફ પણ લાગે સાચે મૂરખ છું,
અવાર નવાર મોહમાયામાં ગોથા કેમ મરાય છે?
૪. દુઃખ
દુઃખ થાય ત્યારે જાંક નથી રહેતી,
કહેવાપણી કોઈ વાત નથી રહેતી!
કાલ સુધી જે હતો મસ્તમૌલા ખુદમાં !
એનેય જીવવાની દાનત નથી રહેતી!
અડીખમ ઉભો તો ન્યાયની હરોળમાં !
હૃદયમાં ક્યાંક એને રાહત નથી રહેતી!
એટલે ! વાત કંઈ એવી અઘરી નથી!
પણ ક્યારેક એકેય ચાહત નથી રહેતી!
કેવું કહેવાય? આ જીવન અને માયાજાળ !
છોડીને જવાનીય જ્યાં તાકાત નથી રહેતી!
૫. ડંખ જીલીને
એકલામાં એમ જ ક્યારેક રડી લેવું સારું,
દુનિયાને કંઈ જ ના, કહી દેવું સારું!
અકળાઈ જવાય છે ક્યારેક એક જ ક્ષણમાં,
ક્યારેક દિલ ખોલીને હસી લેવું સારું!
એમ તો રસ્તાઓ ઘણા બધા છે જ,
પણ બને તો કોઈકનું કલ્યાણ કરી જાવું સારું!
કલ્યાણ કરીને જતાવવાનું તો નહીં જ ,
નિમિત્ત માત્ર છીએ, એ સ્વીકારી લેવું સારું!
અનહદ આહલાદ્ક પવનના વાયરાઓ,
સુગંધ ભરીને એની, ઉડી લેવું સારું!
વાંકા કાઢવા તો આખી દુનિયા બેઠી જ છે,
કોઈકના સારા ને બિરદાવી લેવું સારું!
અંતે તો “બિચ્છુ” એટલું જ કહીશ કે...
ડંખ જીલીને ..... બસ સમજી લેવું સારું!
લખવાનો શોખ અચાનક થયો અને એનું પરિણામ મેં અહી પ્રદષિત કરેલા મારા ગઝલના સંગ્રહો છે. ઇચ્છા માત્ર એટલી જ છે કે આ શોખ અવિરતપણે ચાલ્યા જ કરે અને હું તમને આવી જ રીતે ગઝલની ભેટ આપ્યા કરું. મારા સફળ થતાં પ્રયત્ન માટે
હું માતૃભારતીની સમગ્ર ટીમનો ખૂબ જ આભાર માનું છે કે જેઓએ આ પ્રકારનું પ્લેટફોર્મ પુરુ પાડ્યું જેના પરિણામે હું અને મારા જેવા ઘણાં કવિ અથવા લેખકોને એક અવકાશ અને મોકળાશ મળી. બીજો આભાર હું મારા માતાપિતાનો માનું છું કે જેઓ મારા માટે જીવતા જાગતા ભગવાન જ છે. મારા તમામ ગુરૂજનો તેમજ મારી ગઝલને વાંચનાર અને તેમાં અભિપ્રાય આપનાર દરેક સભ્યનો પણ હધ્યપૂર્વક આભાર માનું છું. આપ સહુ ખૂબ સારુ લખો એવી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. જયહિંદ. જય ભારત.