Save Betty Teach Betty - 2 in Gujarati Short Stories by Dt. Alka Thakkar books and stories PDF | બેટી બચાવો બેટી પઢાવો - 2

Featured Books
Categories
Share

બેટી બચાવો બેટી પઢાવો - 2

સીન - ૩ સમય વીતતો ચાલ્યો. જોત જોતાંમાં વર્ષો વીતી ગયા. વચ્ચે વચ્ચે આસ્થા ના ફોન આવતા .એના પર cardiologist બનવાની ધૂન સવાર હતી. એ ઘરે બહુ ઓછી આવતી બસ હોસ્ટેલ માં રહી ને મહેનત કરતી.
( ફોન ની રિંગ વાગે છે ટ્રીન... ટ્રિંન )
વંદના : હેલો... હા બેટા બોલ બોલ કેમ છે ? શું વાત કરે છે દીકરા , અરે હું ખૂબ ખુશ છું બેટા ઘરનાં બધાં આ વાત જાણી ખૂબ ખુશ થશે , તુ બા માટે ખોટું વિચારે છે બેટા એ પણ ખૂબ જ ખુશ થશે. તે આપણું સપનું સાકાર કર્યુ છે. તું ચોક્કસ આપણા ઘરનું નામ રોશન કરીશ દીકરા ...
મમ્મીજી .... મમ્મીજી ..... મમ્મીજી
( સાસુને પકડીને ફુદરડી ફરે છે.)
શાંતા બા : અરે મારી નાખીશ મને ગાંડી થઈ ગઈ છે કે શું?
વંદના : હા મમ્મી આજે તો હું ગાંડી જ થઈ જઈશ.
શાંતા બા : પણ થયું શું એ તો કે....
વંદના: આપણી આસ્થા કાર્ડિયોલોજિસ્ટ બની ગઈ છે મમ્મી જી કાર્ડિયોલોજિસ્ટ
શાંતાબા: એટલે?
વંદના: હ્રદયનો ડોક્ટર બા હવે એ બધાના હૃદયના ઓપરેશન કરશે.
શાંતાબા: લે તે એમાં તે શી નવાઈ કરી? આમેય બધાના હૃદય ઉપર ઘા કરવામાં હોશિયાર છે તારી દીકરી. હા દીકરો હોત તો વાત જુદી હતી.... મારે શું ? મારે તો હું ભલી ને મારી માળા ભલી.......
વંદના: ( મનમાં ) મમ્મીજી તો હજુ પણ એ જ વાતો લઈને બેઠા છે એમને કેમ સમજાવવા ?
સીન - ૪
( શાંતાબા ને છાતીમાં દુખાવો થાય છે )
શાંતાબા : વંદના... ઓ વંદના.... આહ.... ( હાથ છાતી પર દબાવતા )
વંદના: દોડતી આવે છે.
મમ્મીજી શું થયું તમને? ( હલાવે છે) મમ્મીજી તમે બોલતા કેમ નથી ? હવે હું શું કરું? હે ભગવાન ( રડી પડી છે )
જલ્દીથી મમ્મી જી ને હોસ્પિટલ લઈ જાઉ .
( થોડી વાર પછી)
( હોસ્પિટલમાં રડતાં રડતાં ) હે ભગવાન હવે હું શું કરું? મમ્મીજી ને એટેક આવ્યો છે હાલત ખુબજ ગંભીર છે. ડોક્ટર કહે છે ખુબ જ કોમ્પ્લિકેટેડ કેસ છે. બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે હવે હું શું કરું? તેના પપ્પા પણ હાજર નથી. એક કામ કરું મમ્મી જીને આસ્થા પાસે લઈ જાવ
( આસ્થા જ્યાં છે તે હોસ્પિટલમાં )
આસ્થા.... બેટા આસ્થા.....
આસ્થા: મમ્મી શું થયું?
વંદના : બેટા તારા બા ની હાલત ખૂબ જ ખરાબ છે બેટા તું તો મોટા મોટા ઓપરેશન કરે છેને ? મોટા કોમ્પ્લિકેટેડ કેસ સોલ્વ કરે છે ને ?
આસ્થા : હા મમ્મી હા પણ...
વંદના : આ તારી બા ને બચાવી લે બેટા એમ ને બચાવી લે ( રડતાં રડતાં )
આસ્થા : મમ્મી તું ચિંતા ન કર બાને કંઈ જ નહીં થાય.
( ઓપરેશન ટ્રીટમેન્ટ )
( થોડા સમય પછી આસ્થા બહાર આવે છે )
વંદના : ( દોડીને ) ડેટા કેમ છે તારી બા ને ?
આસ્થા : મમ્મી બા ની તબિયત હવે એકદમ સારી છે હવે તું ચિંતા ન કર થોડા દિવસ બા ને અહીં રહેવું પડશે પછી તો બા પહેલા ની જેમ રેડી થઈ જશે.
વંદના : આજે તે ખરેખર ખૂબ જ ગૌરવ પ્રદ કાર્ય કર્યું છે બેટા મને ગર્વ છે
( આગળનો સીન )
( થોડા દિવસ પછી બા ને હવે સારું છે આરામ કરે છે )
બા : આસ્થા બેટા આસ્થા....
આસ્થા: હા બા હવે કેમ છે તમને ?
બા : અહીં આવ મારી પાસે આવ દીકરી મેં તને ખૂબ જ હેરાન કરી છે તને ખૂબ જ મહેણાં માર્યા છે મને માફ કરી દે મારી દીકરી. તે મારો જીવ બચાવ્યો ,મેં તો તને દિલ થી અપનાવી પણ નહોતી .મને માફ કર બેટા.....
આસ્થા : અરે બા આ શું કરો છો ?તમારે હાથ માફી માંગવા માટે નહીં પણ આશીર્વાદ આપવા માટે ઉઠાવવાના હોય અને તમે મને મહેણાં મારતા હતા એના કારણે તો આજે હું ડોક્ટર બની શકી છું.
બા : આવ બેટા આજે તને ગળે લગાડીને વરસોની એ ફરિયાદ મિટાવી દઉં. તું તો મારી દીકરી નહીં પણ.....
વંદના : (વચ્ચેથી )...દીકરો છે નહીં બા ....
બા : ના ક્યારેય નહીં......
વંદના : હજુ પણ........
બા : દીકરો નહીં દીકરાથી પણ સવાઈ છે મારી દીકરી....
આવ વંદના મેં તને પણ ખૂબ જ અન્યાય કર્યો છે .
( ત્રણેય ભેટી પડે છે.)