મિત્રો તમે અતુરતા થી રાહ જુઓ છો કે કપીલ એ વંશીદા ને શું ગિફ્ટ આપ્યું તો આજે તમને તમારી અતુરતા નો અંત લાવું છું.
વંશીદા ના એ ગિફ્ટ વિશે આગળ વાત કરું તે પહેલાં આપડે તેના ગિફ્ટ ની પાછળ ના ભૂતકાળ ને જાણી લઈએ.
વંશીદા ના બાળપણ ની ગિફ્ટ સાથે જોડાયેલી યાદ:
વંશીદા જ્યારે નાની હતી અને જ્યારે સમજતી થઈ ત્યારે તેના પપ્પા નું અવસાન થયું. નાની ઉમર માં પિતા ને ખોઈ હતી તે તેના પિતા ની લાડકી હતી. તેના પિતા ને ક્રિકેટ નો ઘણો શોખ હતો, તેમને સચિન તેંડુલકર ઘણા જ પ્રિય હતા.
વંશીદા નાનપણ થી તેના પિતા ના આ પ્રેમ ને પોતા માં જ સમાવી લીધી હતી.
એક વાર તેના પિતા એ મજાક માં કીધું કે કાશ સચિન જે 10 નંબર ની ટી-શર્ટ પહેરે છે તેવું મારી પાસે હોય.વંશીદા ને નાની ઉમર માં થયું કે હું જ્યારે મોટી થઈશ તો મારા પપ્પા ને આ ટી-શર્ટ ગિફ્ટ કરીશ.
એક વાર આ વાત તેને કપીલ ની સાથે કરી હતી અને કપીલ ને આ વાત જ્યારે ગિફ્ટ શોપ માં ગયો ત્યારે યાદ આવી ગઈ કે સચિન જે મેચ માં પહેરે તેવી ટી-શર્ટ તેણે ત્યાં જોઈ, ટી-શર્ટ ઘણી જૂની થઈ ગઈ હતી, પરંતુ તેમાં વંશીદા ના પિતા ની ખુશી દેખાઈ.
કપીલ ને થયું કે મોંઘા કે મોટી કિંમત ના ગિફ્ટ આપીશ તો તેને એ જ્યાં સુધી ટકશે ત્યાં સુધી યાદ કરશે, પરંતુ આ ગિફ્ટ તે તેની પુરી લાઈફ સુધી સાચવી રાખશે.
વંશીદા ના ગિફ્ટ ના સમયે:
જ્યારે વંશીદા ગિફ્ટ ના દરેક કાગળ ને ખોલી ને જુએ છે તો બ્લુ કલર ની સરસ મજા ની ઘડી કરેલું 10 નંબર ટી- શર્ટ જેમાં 10 નંબર ની ઉપર તેંડુલકર લખેલું છે. આ જોતા જ તેને તેના પિતા ની એ ખ્વાહિશ યાદ આવી ગઈ અને તેની આંખ માંથી આંસુ સરી પડ્યા. એ સમયે તેની સામે બેસેલા કપીલ જાણે તેની એ ખુશી આપી દીધી જે તેણે એક સમયે તેના પિતા ને આપવાની હતી ને જે અધૂરી રહી ગઈ હતી.
વંશીદા કપીલ ને ખુશી ભર્યા આંસુ ની સાથે કેહતા:
વંશીદા: કપીલ તને નથી ખબર પણ આ ગિફ્ટ મારી માટે દુનિયા ની સૌથી મોંઘી, સૌથી બેસ્ટ અને સૌથી દિલ ની નજીક રહે તેવી છે. સાચે તે મારુ આજ ના દિવસ બેસ્ટ બનાવી દીધો. પણ મને એક વાત કહે, તને કેવી રીતે ખબર કે આ ગિફ્ટ મારા માટે આટલું મહત્વ રાખે છે?
કપીલ: વંશીદા તારી હર એક વાત યાદ છે મને, તારી ખુશી, તારું દુઃખ, તારા મન ની વ્યથા, તું કઈ વાત થી ખુશ થશે ને કઇ વાત તને નારાજ કરે.
વંશીદા ગિફ્ટ માં એટલી ખોવાઈ ગઈ હતી કે કપીલ ની ફીલિંગ્સ તેને સમજાઈ રહી ના હતી.
વંશીદા: કપીલ તું કેહવા માંગે સીધું સીધું કે ને મને તારી વાત સમજ ના પડી, કે હવે તને કેવી રીતે ખબર કે મારા માટે આ ખાસ છે.
કપીલ: અરે ગાંડી તને યાદ છે સ્કૂલ માં તે એક વાર કીધું હતું કે મારે મારા પપ્પા ને સચિન વાળી ટી- શર્ટ ગીફ્ટ આપવી છે, અને મને ખબર તને પણ તારા પપ્પા ની જેમ સચિન કેટલો ગમે છે, હું ગિફ્ટ શોપ માં ગયો તો મને એ દેખાઈ ગયું ને મેં તારા માટે લઈ લીધું.
વંશીદા: ( આશ્ચર્ય ની સાથે) કપીલ એટલા વર્ષ થયાં ને મને તો તારો ચેહરો પણ યાદ નથી રહ્યો ને તને મારી આટલા વર્ષ જૂની વાત યાદ છે.
કપીલ: હાં ! યાદ તો હોય જ ને.
વંશીદા: કપીલ ! Thanks ! મને એટલું સ્પેશિયલ લગાવા માટે. અને એ કે તને બીજું શું શું યાદ છે. ( આમ કહી વંશીદા કપીલ ની બાજુ માં બેસી જાય છે)
કપીલ ને કહેવું તો ઘણું છે પણ સમય અને જગ્યા યોગ્ય નથી. બંને એ ઘણી વાતો કરી. કપીલા વંશીદા ના મમ્મી સાથે વાત કરવા માં લાગી હતી, કપીલ આ જાણી વંશીદા ને કંઈક કેહવા જઈ રહ્યો છે.
કપીલ: વંશીદા ! સંભાળ ને મારે તને કંઈક કહેવું છે!
To be continue.......