નામ : દિલમાં વસેલ દિલદાર
તારીખ:જયારે તું વાંચે ત્યારે
સરનામુંઃ અજનબી ગલી
શીર્ષક: પ્રેમનું દર્દ
પ્રિય સાગર,
તારો પત્ર મને મળ્યો ,વાંચ્યો અને દુઃખ પણ થયું કારણકે મને ખબર છે કે તું દેશની સરહદ પર છે .રાત ,દિવસ તું ત્યાં લડાઈ કરી રહ્યો છે પરંતુ મને એમ કે' તું મને ભૂલી ગયો હોઈશ. કેટલા બધા દિવસો વીતી ગયા તારો કોઈ સમાચાર કે ફોન નહોતો એટલા માટે મેં તને પત્ર દ્વારા જ વર્ણન કરવાનું કહ્યું. તે મારું માન રાખ્યું એ બદલ તમારો ખૂબ આભાર.
સાગર તે મને કેમ જણાવ્યું નહીં કે ,તને સરહદ પર દૂર દેશની રક્ષા માટે મૂક્યો છે તો હું તને ક્યારે આવા કઠોર શબ્દો વાપરીને પત્રના લખત. મને એમ કે તું મારા દિલમાંથી ગાયબ થઈ ગયો છે. અથવા તને કોઈ રૂપસુંદરી મળી ગઈ હશે અથવા તો તું કોઈ બીજી દુનિયામાં ખોવાઇ ગયો હોઈશ .સાગર તારા સુવાળા શબ્દોએ મને ફરીથી આશ્વાસન આપ્યું. ખરેખર મને દિલથી ગર્વ થાય છે કે તું દેશ માટે લડી રહ્યો છે તારા પત્રમાં તે જણાવ્યું કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે રાત- દિવસ મારી રાહ જોવે છે કે હું તને ક્યારેય ફોન કરું! પરંતુ કેવી રીતે ફોન કરું તે ફોન નંબર તો મોકલાવ્યો ના હતો . પત્ર મે તારા મિત્ર સુનિલ મારફતે તને મોકલ્યો હતો પરંતુ સુનિલે પણ જણાવ્યું નહિ.એને મને ફોન નંબર પણ ના આપ્યો. ફક્ત કહ્યું પત્ર મોકલાવી દઈશ .કદાચ તારા મિત્ર ફોન નંબર આપવાનું ભૂલી ગયો હોય કદાચ કે જાણી જોઇને મને આપ્યો ન હોય. તારી શાયરી વાંચી મને ખૂબ જ દુઃખ થયું મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા તે લખ્યું હતું.
"દિલમાં રહેનારી પ્રિયતમ પ્યારી તારા વિના બની ગઈ અધૂરી.
તું બની હતી મારી દિલની લાગણી આજે કેમ દૂર થઈ ગઈ "
પણ હું પણ દૂર નથી થઈ હું તને બધી જગ્યાએ તારા સંસ્મરણોને યાદ કરી રહી હતી એટલે તો પત્ર લખ્યો તને કે તું કેમ ભૂલી ગયો ? આપણા બંને માટે એવું હોતું જ નથી આપણે બંને એકબીજા માટે લાગણીથી બંધાયેલા છે પ્રેમમાં ત્યાગ અને બલિદાન હોય છે એ મેં સાંભળ્યું છે પરંતુ હું એટલી દિલદાર બનવા નથી માંગતી. હું કોઈ ત્યાગ કે બલિદાન આપવા નથી માંગતી .હુ ફક્ત તને ચાહું છું તમે મેળવવા માગું છું તારો સાથ ઝંખતી રહું છું કે તું ક્યારે મને મળે. મને વિશ્વાસ છે કે હું તને આ પત્ર ફરીથી મોકલી રહી છું તો તું સરહદ પર ત્યાંની લડાઈ નું વર્ણન મને ચોક્કસ મોકલજે મારે પણ જોવું છે કે તું દેશ માટે લડી રહ્યો છે ત્યાંની ઘટનાનું વર્ણન તો મને જણાવજે. મને ખરેખર ખૂબ જ આનંદ થશે.
"દેશના વીરોને હું દિલથી સલામ કરું છું"
રાત,દિવસ જોયા વિના કરે દેશની રક્ષા,
રહે પરિવારથી દૂર,દેશ માટે લડી રહેલા.
મહાન વીરો ને હું પ્રણામ કરુંછું."
કારણ કે અહીંયા રહેનારા મોજથી જીવી રહ્યા છે અને રાત- દિવસ દેશના સૈનિક દેશ માટે લડી રહ્યા છે.એ નથી જોતા સવાર કે નથી જોતા સાંજ ફક્ત એમને દેખાય છે આપણી ભારતમાતા અને ભારતમાતાની રક્ષા એવા દેશના વીર જવાનોનો ત્યાગ અને બલિદાન કેવી રીતે ભૂલી શકાય, દિલથી લડીને દેશની સુરક્ષા માટે લડી રહ્યા છે.એટલે મને ગર્વ છે મારા પ્રેમ અને મારા પ્રિયતમ પર કે આજે એ દેશ માટે લડી રહ્યા છે.
તારા પત્રની રાહ જોતી..
તારી પ્રિયા.