Am I beautiful? in Gujarati Classic Stories by મનની 'મહેક' books and stories PDF | એમ આઇ બ્યુટીફુલ?

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

એમ આઇ બ્યુટીફુલ?

"હેલ્લો, પોલીસ સ્ટેશન? ફોન પર જવાબ જવાબ આપતા અઈન્સપેકટર અંશે કહ્યું," જી હા , રાજકોટ પોલીસ સ્ટેશન બોલો કોણ બોલો તમે? "હા સર હુ રાજકોટ બસ સ્ટેશનનો ઈન્ચાર્જ મહેશ ભાઈ છું, અહીં સર એક અઠવાડીયાથી બંધ પડેલી બસ આજ રીપેર અને સાફ કરતી વખતે બસ નીચે એક લાશ મળી આવી છે.તમે જલ્દી આવી જાવ.' "તમે કોઈ એ લાશ અડકતા નહીં અમે ઝડપથી ત્યાં આવીએ છીએ", કહી ઇન્સ્પેક્ટર અંશ પોતાની ટીમ લઈ તાબડતોડ બસ સ્ટેશન જવા નીકળે છે. ઇન્સ્પેક્ટર અંશને એમ લાગ્યું કોઈ બદલો લેવા કે પૈસા,સંપતિ ના લીધે ખુન થયું હશે ને લાશને ઓળખી ને પોસ્ટમોર્ટમ રીપોર્ટની મદદથી થોડા દીવસોમાં કેસ સોલ્વ થઈ જાશે.
ઇન્સ્પેક્ટર અંશ ત્યાં પહોંચે છે અને બે કોન્સટેબલને કહે છે," બસ નીચે લાશની સ્થિતી જોઈ સરખી રીતે ફોટોગ્રાફ લઈ લાશ બહાર કાઢી ભીડ ના થવા દેતા'. કોન્સ્ટેબલ બસ નીચે જુએ છે પણ કાંઇપણ ના હતું એટલે તરત અંશ સર ને બોલાવી તરત ફોન કરનારને મસ્તિમા પુછે છે કે ,"બસ નીચે કાંઇ છે નહી લાશ ક્યાક ડરીને ભાગી ગઇ લાગે છે સાચું કે ભાઈ ક્યાં લાશ છે અમારો સમય ના બરબાદ કર.' ઇન્ચાર્જ એ કહ્યું ," સર એમ નહીં દેખાય કારીગરી બસ રીપેર કરવા જે રીતે નીચે સુઈ ને અંદર જાઈ એમ કરો એટલે લાશ દેખાશે.' આ સાંભળી ઇન્સ્પેક્ટર અંશ હસતાં હસતાં કહે," ઓહો ,એવી વાત છે ,સ્પેશિયલ લાશ લાગે છે ,મને જ જોવા દે હૂં પણ જોવ , ઇન્સ્પેક્ટર જેવા સુઈને નીચે જાય છે કે તરત જ પરસેવે રેબઝેબ થઇ , એવા બહાર આવે કે ના કાઇ બોલી શકે, ના કાઇ સાંભળી શકે એવી હાલત જોઇ બંને કોન્સટેબલ જોવા જાઈ ને તરત જ એક તો બહાર આવી ઉલટીઓ કરવા લાગે છે.

એવી ભયાનક હાલતમા લાશ ઈન્સપેક્ટરે એના જીવનમા નહી જોઇ હોય. શરીરને ફરતી બાજુ પોલીથીન વીંટાળેલું, ફક્ત ચહેરો જ બહાર દેખાય એ પણ બંને કાનમાથી એક કાન કાપી નાખેલો, બીજા કાનમાં કાતર ખુંચાવી દિધેલ હતી. બંને આંખોની પાંપણો ના હતી, નાકમાં બહારથી વાળનો ચોટલો નાખીને મોં માંથી ચોટલાનો બીજો ભાગ બહાર કાઢેલ હતો, નીચેના હોઠ સાથે બંને હાથમાથી ત્રણ આંગળી કાપીને હોઠ સાથે દોરાથી સીવી નાખી હતી, અને કપાળમાં ચાંદલો કરવાની જગ્યાએ એક કાણું પાડી એમાં લીપસ્ટિક ખુપાવેલ હતી. હજુ તો ઇન્સ્પેક્ટર બહાર કાઢેલ લાશ માં આટલું જુએ છે ત્યાં ટીમ વડે લાશ ફરતે વીંટાળેલ પોલીથીન દુર કરતાની સાથે લાશ વધુ ભયંકર દેખાવા લાગે છે. કેટલા દીવસ પહેલાં મારેલ હશે જેથી ખુબ જ દુર્ગંધ આવતી હોય છે. પોલીથીન હટાવતા લાશ નિ:વસ્ત્ર સ્થિતીમાં હતી. એક પગના પંજામાથી બધી આંગળી કાપીને એજ પગના ગોઠણના ઉપરના ભાગમાં દોરાથી સીવીને લગાવેલ હતી, બીજા પગનો પંજો હતો જ નહીં અને એ પંજો જ્યાંથી કપાયેલ હતો ત્યાંથી એક સળીયો અંદર નાખી ગોઠણના ભાગેથી બીજો છેડો બહાર નીકળ્યો હતો, બંને હાથના પંજાની થઇ કુલ છ આંગળી ગાયબ હતી જેમાંથી ત્રણ હોઠ સાથે સીવી હતી ,બંને હાથ પર ગરમ વસ્તુથી લખેલું હતું કે,"એમ આઇ બ્યુટીફુલ?'

આ બધું જોઇને તરત જ ઇન્સપેક્ટર અંશે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને એના સીનીયર ઇન્સ્પેક્ટર અનિમેષ વર્માને લાશ જોઇ લેવાની જાણ કરી. અંશ વીચારમાં પડી ગયો આટલી પીડાદાયક મોત આપવા પણ કેટલી હિમંત જોઇએ. સમગ્ર ટીમ બસ અને એની નીચે લાશ જ્યાં લટકાવીને બાંધી હતી એ જગ્યાની તપાસમા , ત્યાં મળેલ લોહીના સેમ્પલ લેવા અને આજુબાજુના વિસ્તારમા તપાસ કરવા લાગી. અંશે ઇન્ચાર્જને પુછપરછ કરી અને ઇન્ચાર્જે કહ્યું આ બસનો રુટ રાજકોટ-અમદાવાદ છે. પણ ખરાબ થવાના લીધે એક અઠવાડીયાથી વર્કશોપના બીજા ગોડાઉનમાં મુકી એ ગોડાઉનને બંધ કરી દીધું હતું ,પણ આજ જ્યારે એ બસનો રિપેરીંગ માટે વારો આવતા એ બહાર કાઢીને જેવો કારીગર રીપેર કરવા નીચે ગયો કે તરત જ એ ડરીને અમારી પાસે ઓફીસ માં આવ્યો અને જાણ કરી.

અંશને અને તેના સીનીયર અનિમેષ જ્યારે પોસ્ટમોર્ટમ રીપોર્ટ માટે ડોક્ટરને મળ્યા ત્યારે ડોક્ટરે કહ્યું ," આ છોકરીની ઉંમર અંદાજીત ત્રેવીસ વર્ષ છે. અને બસ નીચેથી જે લોહીના સેમ્પલ મળ્યા એ બે છે એક આ છોકરીના સેમ્પલ અને બીજા કદાચ લાશને ત્યાં બાંધનારના હોય શકે , નવાઈની વાત એ છે કે એના હોઠ સાથે જે હાથની આંગળી સીવી હતી એ અને એના ગોઠણ પર જે પગની આંગળી સીવી છે એ કોઇ પણ આંગળી આ છોકરીના હાથ કે પગની જે કપાયેલ આંગળી છે એ નથી ,એનુ લોહી પણ અલગ છે અને મુખ્ય વાત એ કે હોઠ સાથેની સીવેલી આંગળી એ ગોઠણ સાથે સીવેલી પગની આંગળી સાથે પણ મળતી નથી ,હોઠ અને ગોઠણ સાથેની આંગળીઓ અલગ અલગ છે. એ ઉપરાંત લાશની પીઠ પર એસીડ નાખવામા આવેલ છે અને આ છોકરીનુ મૃત્યુ દસથી અગીયાર દીવસ પહેલાં થયેલું છે. અને વીંટાળેલ પોલીથીન પણ નોર્મલ છે જે રોજબરોજ લોકો વાપરતા હોય એટલે એના સહારે પણ કોઈ સબુત નહીં મળે.'

આ વાત સાંભળીને અંશ અને અનિમેષ વર્માને થયું કે કેસનો ઉકેલ આવવાને બદલે કેસ વધુ જટીલ બનતો જાય છે. અંશે અનિમેષ ને કહ્યુ," સર, હવે આ પોસ્ટમોર્ટમનો અર્થ એ કે કુલ ત્રણ વ્યક્તિ શોધવાની છે ,એક આ છોકરી કોણ છે અને ક્યાંથી છે એની બધી માહિતી , બીજું એ કે હોઠ સાથે સીવેલી હાથની ત્રણ આંગળી એ કોની હશે અને જે ગોઠણ ઉપર સીવેલી પગની પાંચ આંગળી કોની હશે અને એ બંને ખુન થય ગયા હશે કે એ બંને વ્યક્તિ જીવીત હશે ને ખુન થવાના હશે અને બંને હાથ પર લખેલ 'એમ આઇ બ્યુટીફુલ?' પાછળનું કારણ શું ?"

"હા અંશ સવાલ તો બધા છે ,પણ એક વાત સ્પષ્ટ છે કે આ લાશ રાજકોટ - અમદાવાદ બસ નીચેથી અને એ પણ‌ રાજકોટ સ્ટેશન થી એટલે એ છોકરીનુ ખુન બે માંથી એક શહેરમાં થયું છે અને આ લાશ બસ નીચે બાંધનાર કે ખુન કરનાર ને બસ સ્ટેશન ની સારી રીતે માહીતી હશે કે કોઈ બસ ખરાબ થાય તો ક્યાં રાખવામાં આવે છે, રાત- દીવસ કોણ કોણ સ્ટેશન પર હોય છે, ક્યાંથી રસ્તો એવો કે ક્યાં ગેઈટ પરથી ચોરીછુપી રાતે જઇ શકાય બધી માહીતી હોય ત્યારે જ આ રીતે લાશ ને કોઈ જોઇ ના શકે એ રીતે બસ નીચે બાંધી શકે અને એક વ્યક્તિ આ રીતે લાશને બસ નીચે ના બાંધી શકે. અંશ તમે પોસ્ટમોર્ટમ પરથી બનાવેલ ચહેરાનો ફોટો ન્યુઝ ને અમદાવાદ -રાજકોટના બધા પોલિસ સ્ટેશન પર મોકલી આપો. બંને શહેરના સ્ટેશન પર અને આજુબાજુના કેમેરા ચેક કરાવો , સ્ટેશનના રીપેરીંગ હાઉસની જગ્યા ચેક કરાવો અને બંને શહેરના બધા મથક પર આવેલ છેલ્લા પંદર દીવસ ની મીસીંગ રીપોર્ટ મંગાવો અને કેસની બધી માહીતી, ફાઇલ આપણે સીધી બંને શહેરના એસ.પી. સરને અપડેટ કરવાની છે એટલે ઝડપી ઈન્વેસ્ટિગેશન ચાલુ કરો અને કેસ જલ્દી ઉકેલવાનો છે નહીંતર વીપક્ષના વીરોધથી પોલીટીકલ દબાવ પણ આપણા પર આવશે.'

આ સાથે જ બંને શહેરની ટીમ કેસ પાછળ લાગી ગઈ.ન્યુઝ માં જોતા જ લોકો પણ વીચારમાં પડી ગયા કે આ રીતે ખુન કરવાનું કોઈ સ્વપ્નમાં પણ ના નીતારી શકે. રાતના નવ વાગ્યાનો સમય હતો .અનિમેષ હજુ સ્ટેશન પર જ ઓફીસમા બેઠો હતો.ફોન સ્વીચ ઓફ કરી ,કોઈને અંદર ના આવવાનુ કહી એ કેસની તમામ ફાઇલ ફરી વાર જોવા બેસી ગયો. અનિમેષ એ ફરી વાર પોસ્ટમોર્ટમ રીપોર્ટ જોઇ ને એણે વીચાર્યું કે છોકરી પર ખુન પહેલા કોઈ બળાત્કાર થયો નથી એટલે ખુની લગભગ કોઇ પુરૂષ ના હોય અને જો હોય તો કોઈ ઝઘડો કે અન્ય કોઇ રીતે બદલો લેવા દુશ્મન ના પરિવારની છોકરીનું ખુન કરી શકે પણ જો એવું હોય તો આ રીતે એ ખુન ના કરે અને મળેલી હાથ અને પગની આંગળી બંને કોઇ અલગ અલગ વ્યક્તિની છે તો એ બંને જીવીત છે કે ખુન કરી નાખ્યું છે અને મુખ્ય વાત કે જો કોઇ બદલો લેવા ખુન કરે તો હાથ પરના ' એમ‌ આઇ બ્યુટીફુલ?' શબ્દોનો અર્થ શું ? આમ અંદરજ ઉઠતા સવાલોના કોઈ જવાબ અનિમેષ ને ના મળ્યા અને એક જ નજરે ટેબલ પર પડેલ કેસ ફાઈલ ' એમ આઇ બ્યુટીફુલ?' જોઇ ને એનુ મન અનેક વીચારોમા ખોવાયેલ રહ્યું.