GUJARATI PROVERB in Gujarati Anything by Hiren Manharlal Vora books and stories PDF | ગુજરાતી કહેવાતો નો ભંડાર

Featured Books
  • સોલમેટસ - 2

    આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ...

  • સંઘર્ષ - પ્રકરણ 18

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • જીવન રંગ - 4

    નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડા...

  • નવજીવન

    નવજીવન                            (લઘુકથા)ગૌતમનાં હાથ કામ કર...

  • મનુષ્ય ગૌરવ

    મનુષ્ય ગૌરવએક નાના ગામમાં હરિરામ નામનો એક સમજદાર બાવો રહેતો...

Categories
Share

ગુજરાતી કહેવાતો નો ભંડાર

નવ બોલ્યા માં નવ ગુણ,

બોલે એના બોર વેચાય,

ચૂપ બહુ રેવાય નહીં દીલ માં હોય એ કહી દેવાય,

ચૂપ રહે એના સંબંધ સચવાય,

ધીરજ ના ફળ મીઠા,

આગ લાગે કૂવો ના ખોદાય,

ઉતાવળે આંબા પાકે નહીં,

પાકા ઘડે કાંઠા ચડે નહીં,

સંઘર્યો સાપ કામે લાગે ને,

દૂધ પાઈ ને સાપ ઉછેર્યો,

દીવા પાછળ અંધારું,

વડ એવા ટેટા ને બાપ એવા બેટા,

ન બોલે એને મેઢો કેવાય,

તો બાર વર્ષે બાવો બોલ્યો કેવાય.. ..

ઝાઝા હાથ રળિયામણા

ઝાઝા રસોઇયા ભેગા થઈ ખીચડી બગાડે,

ધીરજ ના ફળ મીઠા ને,

ઉતાવળા સો કામનગારા,

ઊજળું એટલું દૂધ નહિ,
પીળું એટલું સોનુ નહિ

કાગના ડોળે રાહ જોવી

ઊંટના અઢારે અંગ વાંકા જ હોય

આ બધું સમજવા મા મારો ઘાટ થયો ધોબી ના કૂતરા જેવો ના રહ્યો ઘર નો કે ના રહ્યો ઘાટ નો...

એક કરતાં બે ભલા

કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો

ખાડો ખોદે તે પડે

કીડીને કણ અને હાથીને મણ

ગધેડાને તાવ આવે તેવી વાત

ઘરડી ઘોડી લાલ લગામ

ગાંડી પોતે સાસરે જાય નહિ અને
ડાહીને શિખામણ આપે

ચમત્કાર વિના નમસ્કાર નહિ

છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું

ચાદર જોઈને પગ પહોળા કરાય

જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી?

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય

જેટલા મોં તેટલી વાતો

ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે

ઝાઝા હાથ રળિયામણા

જેની લાઠી તેની ભેંસ

ટાંટીયાની કઢી થઈ જવી

દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ

નવી વહુ નવ દહાડા

છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય

જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ

સોં દાડા સાસુ ના એક દાડો વહુ નો

પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.

ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર

તારું મારું સહિયારું ને મારું મારા બાપનું

ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે

લાંબા જોડે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય

જ્યાં સંપ ત્યાં જંપ

તેલ પાઈને એરંડિયું કાઢવું

દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય

ધોળા દિવસે તારા દેખાવા

દુ:ખતી રગ દબાવવી

દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું

હાથ મા આવે નહિ એટલે દ્રાક્ષ ખાટી

ધનોત-પનોત કાઢી નાખવું

નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ

પહેલું સુખ તે જાતે નર્યા

ધરમના કામમાં ઢીલ ન હોય

ઘેર ઘેર માટીનાં ચૂલા

ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તૈલી.:

લાતો ના ભૂત વાતોથી ન માને

રાત થોડી ને વેશ ઝાઝા. :

લાલો લાભ વિના ન આવે

ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે.

સંગ તેવો રંગ

ખાતર ઉપર દિવેલ

વાવો તેવું લણો

જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે

જીભ ને હાડકું ન હોય.

આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય

માઁ તે માઁ બીજા બધા વગડા ના વા

ઘોડે ચડતો બાપ મરજો પણ છાણાં વીણતી માં નાં મરજો

પારકી મા જ કાન વિંધે

હાથ ના કર્યા હૈયે વાગ્યા

બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.

ચોર કોટવાલ ને દંડે

છીંડે ચડ્યો તે ચોર

અણી ચૂક્યો સો વર્ષ જીવે

ઘરકી મૂર્ઘી દાલ બરાબર.

ડુંગરાં રૂઠયા ત્યાં શરણું કોનું શોધે.

ભેંસ ભાગોળે અને છાશ છાગોળે.

ભેંસ આગળ ભાગવત

ઝાઝી કીડીઓ સાંપ ને તાણે.

હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.

આભ ફાટયા પછી થીગડાં ક્યાં છે?

લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ.

પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી.

વખાણેલી ખીચડી દાઢે વળગી.

કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તોય વાંકી ને વાંકી

ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર

પાણી પહેલા પાળ બાંધવી

શેઠની શીખામણ જાંપા સુધી.

ટીંપે ટીંપે સરોવર ભરાય.

અધૂરો ઘડો છલકાય ઘણો.

પાશેરા મા પહેલી પૂણી

રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.

રાજા ને ગમે તે રાણી છાણાં વણતી આણી

ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન.

મોરનાં ઈંડા ચીતરવા ન પડે

એક દુખ હતું ત્યાં બીજા દુખ માં વધારો થયો.

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય

ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોસી ને ત્યાં આંટો

બકરું કાઢતા ઉંટ પેઠું.

સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.

ખાલી ચણો વાગે ઘણો.

જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.

દૂરથી ડુંગર રળિયામણાં.

શેરને માથે સવાશેર.

હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.

નાચ ન જાને આંગન ટેઢા.

ચેતતા નર સદા સુખી.

વાડ થઈને ચીભડાં ગળે.

સાપ ગયા અને લીસોટા રહી ગયા.

કાશીમાં પણ કાગડા તો કાળા જ.

કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલા

સો સોનાર કી એક લૂહાર કી.

કાગનું બેસવુ અને ડાળનું પડવું.

ગાંડાના ગામ ન હોય.

બાવાનાં બેવુ બગડે.

શેતાનું નામ લીધુ શેતાન હાજર.

દશેરાનાં દિવસે ઘોડા ન દોડે.

બાંધી મુઠી લાખની.:

નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ.

હિમ્મતે મર્દા તો મદદે ખુદા.

છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી.

ધરમની ગાયનાં દાંત ન જોવાય.

સીધુ જાય અને યજમાન રીસાય.

બેઠા થી બજાર ભલી. : ઘરમાં બેસી રહેવા કરતાં કઈક પ્રવૃતિ કરવી સારી.

હસે તેનું ઘર વસે.

ના મામા કરતાં કાણો મામો સારો.

પડ્યો પોદળો ધૂળ લે. :

મન હોય તો માંડવે જવાય.

પારકી આશા સદાનિરાશ. :

ભાવતુ હતુ ને વૈદે કીધુ. :

નામ મોટા દર્શન ખોટા.

ગા વાળે તે અરજણ.:

ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા.

ખાડો ખોદે તે પડે.:

નમે તે સૌને ગમ.:

આપ બુદ્ધિ એ જયજયકાર, પારકી મતે પ્રલયકાર

સાંભળીએ સૌનું, પણ કરીયે ધાર્યું મનનું,

ખેતર ખેડો હળ થી, મગજ ખેડો કળ થી.

કહેનારો કહી છૂટે, ને વહેનારો વહી છૂટે

પૂછીએ સૌને પણ કરીએ પોતાને ફાવતું.

અક્કલ કોઈના બાપાની?

અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર.

અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાન રહે નહીં.

માંગી અક્કલ કામ આવે નહીં.

અક્કલ વગર જાંબુ ખાવા.

દીધી મત ને માંગી તોણ કેટલા દિવસ કામ આવે.

બુદ્ધિ નો બારદાન

બિલાડી ને કહ્યે છીંકું તૂટતું નથી, અને રાંડીરાંડ ના શ્રાપ લાગતાં નથી.

કાણિયા ના નિસાસાથી વરસાદ અટકતો નથી

ચમાર ના શાપ થી ઢોર મરતા નથી

કાગને કહ્યે ડોબા મરતા નથી.

સતી શાપ દે નહીં અને શંખણી ના શાપ લાગે નહીં.

હાથે કરીને હોળીએ રમ્યા.

પેટ ચોળી શૂળ પેદા કર્યું.

હાથે કર્યા હૈયે વાગ્યા.

ઢીંચણ મારી આંખ ફોડવી.

દીવો લઈને કૂવામાં પડવું.

ઉઠ પહાણા પગ પર પડ. :

સામેથી મુશ્કેલી નહોતરવી.

દેખાતે ડોળે છેતરાવવું

આવ બલા પકડ ગલા

વાડમાં હાથ નાખીએ તો કાંટા વાગે જ

દેખતે ડોળે આંખમાં આંગળી ઘાલવા દેવી.

પોતાના પગ પર કૂવાડો મારવો.

હાથે કરી પેટમાં પાળી મારવી

કોણે કહ્યું બેટા બાવાળીએ ચડજે?

બળતામાં હાથ ઘાલવો

કંથરમાં હાથ ઘાલી વિમાસવું

કાજીજી ભેંસ નહીં બડી બલા લાયા

ઘરના ઉઠ્યા વનમાં ગયા, વનમાં લાગી લાય
ઊલેથી ચૂલે પડ્યાં, કર્મ પ્રમાણે થાય

એક મુસીબત માથી છૂટવા બીજા સ્થાને ગયા ત્યાં બીજી મુસીબત નો સામનો કરવો

ઉલમાથી નીકળી ચૂલ માં પડ્યા

અલા ગઈ તો બલા આવી

ઘરમાં ખાધો રાંડે, ને બહાર ખાધો ભૂતે

કફનફાડુ ગયો અને મેખમારુ આવ્યો

ભૂત મારે ત્યાં પલિત જાગે

સુખને માટે સાસરે ગઈ ત્યાં દુઃખના ઉગ્યા ઝાડ

નવ સાંધે ને તેર તૂટે

ઉધ્યોગ સારા નસીબ નું મૂળ છે.

ધંધો કર્યે ધાન્ય મળે.

હલાવ્યા વગર ધાન પણ દાજે

હાપગ હલાવીએ ત્યારે રોટલા મળે

ફરે તે ચરે, ને બાંધ્યું ભૂખે મરે

ચાકરી કરતાં ભાખરી મળે

હાથ હલાવ્યા વગર કોળિયો પણ મ્હોમાં પેસે નહીં.

કરે સેવા તો મળે મીઠા મેવા.

જ્યારે વળે પરસેવો ત્યારે મળે મેવો

ઉદ્ધમથી દરિદ્રતા ઘટે

પ્રયત્ને પ્રભુ સહાય

પુરુષ પ્રયત્ન, ઈશ્વર કૃપા.

તરણે તરણે સુધરી, આદરજોજ ઘરા
કર ચાલે આળસ કરે, મોટી ખોડ નરાં

કર્મ વિના ખેડ કરે, તો દુકાળ પડે કાં બળદ મરે

કર્મ કાળો પહાણ, ભૂકરવો ભાંગે નહી,

નસીબ બે ડગલાં આગળ ને આગળ.

હું જાઉં રેલમાં, તો નસીબ જાય તારમાં

નસીબના બળિયા, રાંધી ખિચડી ને થઈ ગયા ઠળિયા

કરવા ગયા કંસાર ને થઈ ગયી થૂલી

કર્મ કહે છે કોઠીમાં પેસ અને મન કહે છે માળીએ ચ્હડુ

આશાના કર્મમાં આડું, ને જ્યાં જ્યાં જાય ત્યાં ખાતરનું ગાડું

કર્મ માં લખ્યું દિવેલ તે ઘી ક્યાથી ખાઉ?

કર્મમાં લખ્યા કોઠાં, તો કોના જોવા ઓઠાં?

કર્મ કઠણ ને કાયા સુંવાળી

કોડિયા જેટલું કપાળ ને વચ્ચે ભમરો.

કર્મના કસ્યા, જાણ જોડી ત્યાં કુતરા ભસ્યા

નસીબ કી ખોટી, જહાં જાવે વહા પ્યાજ ઔર રોટી

અભાગણી ને ભાણું આવે ત્યારે વરને વાસી વળે

અકર્મીનો પડિયો કાણો

ગરીબની બાઈ સૌની ભાભી

દુકાળ માં અધિક માસ

દાજયા ઉપર દામ અને પડ્યા પર પાટુ

દુઃખતી આંખે ઝોકો વાગે

દુબળા ઢોર ને બગાઈ ઘણી

નબળી વાદે છીંડા ઘણા

નીચી બોરડી સૌ ખંખેરે

ગરીબને ઘેર ગોદો ને પૈસાદાર સોદો

મારતા ને સૌ મારે

દંડ ઉપર ડામ

ઘા પર લૂણું છાંટવું

દુબળા ને દુખ દેવા સૌ તૈયાર