ANTON CHEKHOV - 2 in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | એન્ટોન ચેખવ - 2

Featured Books
Categories
Share

એન્ટોન ચેખવ - 2

તેને એ પણ યાદ આવ્યું કે એ પાર્ટી પછી નક્કી થયું કે પેલા વકીલને પોતાના કારાવાસ દરમ્યાન સખ્ત નજર માં સાહુકારના બગીચાની વચ્ચે આવેલ રૂમમાં કેદ કરવામાં આવશે. જ્યારે તે કારાવાસમાં રહેશે ત્યારે કોઈની સાથે મળી શકે નહિ અને વાતપણ કરી શકે શકશે નહિ. તેને વાંચવા માટે ન્યુઝ પેપર પણ નહિ આપી શકાય અને કોઈનો પત્ર પણ નહિ મળે. હા! તેને એક વાજિંત્ર આપવામાં આવશે. વાંચવા માટે પુસ્તકો મળી રહેશે. અને એ પત્ર પણ લખી શકશે. તે દારુ પી શકશે અને ધુમ્રપાન પણ કરી શકશે. બહારની દુનિયાનો કોઈ સંપર્ક થશે નહિ. માત્ર એક નાની બારી બનાવેલી હતી જ્યાંથી તે પોતાની લેખિત નોટ મોકલાવી શકશે. દરેક આવશ્યક વસ્તુઓ જેવીકે પુસ્તક, દવા દારુ વગેરે અને એ બારી માંથી મેળવી શકશે. એગ્રીમેન્ટમાં દરેક નાની નાની વસ્તુઓનો ધ્યાન રાખવામાં આવેલ હતો. અને ઇજ કારણોસર કારાવાસએ વધારે ભયાનક જેવો લાગતો હતો. અને હવે પેલા વકીલને ૧૪ નવેમ્બર ૧૮૫૫ના ૧૨ વાગ્યા થી ૧૪ નવેમ્બર ૧૮૭૦ સુધી પુરા પંદર વરસ રહેવાનું છે એમાં કોઇપણ પ્રકારની ખામી હશે પછી ભલે બે મિનીટની જ કેમ ન હોય ?
આ કારવાસમાં પ્રથમ વર્ષમાં વકીલને એકલવાયું લાગ્યું રાત દિવસ તેના રૃમ માંથી પિઆનો ની અવાજ આવતી હતી. તેને શારબ અને તબાકુનો ત્યાગ કર્યું. અને પત્રમાં લખ્યું કે આ વસ્તુઓ તેની વાસનાઓને જાગૃત કરતી હતી. અને આ ઈચ્છાઓ અને વાસનાઓ જ તેના જેવા કેદી માટે મુખ્ય સત્રુઓ જેવી હતી. અને આમ પણ એકલા એકલા દારુ પીવામાં મજા આવતી ન હતી. સિગારેટથી એના રૂમનો વાતાવરણ ખરાબ થતો હતો. પ્રથમ વર્ષમાં તેને કેટલીક હલકી પુસ્તકો વાચી જેમાં સુખાન્ત્ક, કામોતેજ્ના, અપરાધ વગેરે સંબધી ઉપન્યાસ હતા.
બીજા વર્ષમાં પિઆનો બંધ થઇ ગયો. અનેએ વધારે પડતો ઉત્સાહ શાસ્ત્રીય સાહિત્યમાં આપ્યું. પાંચમાં વર્ષમાં ફરી સંગીત સાભળવા મળ્યો અને દારૂની માંગ પણ વધી, બારી બહારથી ઝાંકીને જોઈએ તો પોતાનો મોટો ભાગનો સમય જમવામાં આને ઊંઘવામાં પસાર કરતો હતો. કેટલીક વાર પોતેજ ગુસ્સામાં કૈક બબડ્યા કરતો હતો. વાંચવાનું પણ તેને ઓછું કરી નાખ્યું ક્યારેક એ રાત્રે કૈક લખાણ લખતો અને સવાર સુધી લખ્યા કરતો. પરતું સવાર થતા જ બધું લખેલું ફાડીને ફેકી દેતો. કેટલીકવાર એને રડતા પણ જોવામાં આવ્યું.
છઠ્ઠા વર્ષનાં અંતમાં એને ભાષા સાહિત્ય તથા ઈતિહાસમાં રૂચી દાખલ કરી. તે ખુબજ ઝડપથી પુસ્તકો વાંચતો હતો. અને સાહુકાર માટે એના પુસ્તકોની માંગને પૂરી કરાવી અશક્ય બનતી હતી. ચાર વર્ષ માં એના પુસ્તકોની માંગ લગભગ ૬૦૦ અંક સુધી પહોંચી. આ પુસ્તકોની માંગ વચ્ચે એને સાહુકારને એક પત્ર લખ્યો. “મારા વહાલા જેલર, હું આ પત્ર છ ભાષામાં લખું છું. અને વિવિધ ભાષાઓના વિશષજ્ઞને બતાવી એમના સલાહ સૂચનો મને આપજે. જો આમાં એક પણ ભૂલ ન હોય તો પોતાના બાગમાં બંદુકના બે ઘડાકા કરજે. જેનાથી મને ખબર પડે કે મારી મહેનત સફળ થઇ છે. વિભિન્ન દેશોમાં વિભિન્ન પ્રતિભાશાળી વ્યક્તિઓઓએ પોતાની ભાવનાઓ વિભિન્ન ભાષાઓમાં લખેલ છે. તમે મારા આ દિવ્ય આનંદને કે જે મને હાલ મળી રહ્યું છે તેવુ સમજી શકશો”. કેદીની ઈચ્છા પૂરી થઇ સાહુકારનાં આદેશ ઉપર તેના બગીચામાં બંધુકનાં બે ઘડાકા કરવામાં આવ્યા.
દસ વર્ષ પછી કેદી પોતાના ટેબલની સામે જળ અવસ્થામાં માત્ર બાઈબલનું ટેસ્ટમેન્ટ વાંચતો હતો. સાહુકારને આશ્ચાર્ય થયો. આગળના વર્ષમાં ૬૦૦ પુસ્તકો વાંચી તેની ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવનાર એક વર્ષ સુધી માત્ર બાઈબલ જ વાંચતો હતો. બાઈબલ પછી તેને ધર્મો અને ઈતિહાસ વાંચવાનું શરુ કર્યું. પોતાના કારવાસનાં છેલ્લા બે વર્ષમાં તેને અસાધારણ રૂપે જે કઈ સમાજમાં આવ્યું એ બધું વાંચન વાંચ્યા કર્યું. પ્રથમ તેને પ્રકૃતિ વિજ્ઞાનમાં ધ્યાન લગાવ્યું ત્યાર પછી તેને બાયરન અને શેક્સપીયરને વાંચ્યો. પછી તેને રસાયણ વિજ્ઞાન અને ચિકિત્સાની માંગ કરી. અંતે ઉપન્યાસ અને ફિલોસોફીના પુસ્તકોની માંગ કરી. એવું લાગતુ હતું કે એને પોતાના જીવનની રક્ષા માટે એક પછી એક પુસ્તકોને વીણવા લાગ્યો.
સાહુકાર આ બધું યાદ કરતો હતો. એને વિચાર આવ્યો કે કાલે એ દિવસ પણ આવી જશે જેમાં એગ્રીમેન્ટ કર્યા મુજબ કેદીને મુક્તિ મળશે અને સાહુકારને બે કરોડ રૂપિયા આપવામાં પડશે. અને જો મારે આ બધું આપવું પડશે તો હું તો કંગાળ થઇ જઈશ. પંદર વર્ષ પહેલા જ્યારે આ શરત લગાવી ત્યારે સાહુકાર પાસે ખુબજ રૂપિયા હતા પણ આ બધું ઘન તેને જુગાર અને મોજ શોખમાં ઉડાવી દીધા. તેનો આખો ધંધો નષ્ટ થઇ ગયો. પોતાની મિલકતનાં નસામાં રહેનાર સાહુકાર હવે સાધારણ કક્ષામાં આવી ગયો હતો. જે નાના નાના નુકશાનને પણ સહન ન કરી શકે.
તે પોતાના માથાને પકડી રડવા લાગ્યો અને પોતાની જાતને જ કહેવા લાગ્યો કે મેં કેમ આવી શરત લગાવી. અને પેલો વકીલ જેલ માં માર્યો પણ નથી. તે માત્ર ચાલીસ વર્ષનો છે. હવે તે મારી પાસેથી એક એક રૂપિયો કધાવશે. અને મારી મિલકત ઉપર મજાથી રહેશે. અને હું એની સામે ભિખારી બનીને ઉભો રહીશ. મને આ સુખ તે જ આપ્યો છે, અને એ માટે હું તમારો આભારી છું. હું તમારી શું મદદ કરી શકું? નહિ... હું એને કેવી રીતે સહન કરી શકીશ. આ બધાથી બચવા માટે કેદીને મરવું જ પડશે.
ધડીયાર માં ત્રણ વાગ્યા હતા. સાહુકારી જાગતો હતો. ઘરના બધા લોકો ઉંધી ગયા હતા. બહાર એક પ્રકારની નિર્વ શાંતિ હતી. માત્ર ઝાડોનાં પાંદડા હવાથી આમ તેમ થતા હતા. કોઇપણ પ્રકારનો અવાજ કર્યા વગર તેને તેનાં કબાટની ચાવી કાઢી જેનાથી કેદીનો રૂમ પંદર વર્ષ પહેલા બંધ કર્યો હતો. ત્યાર પછી તેને પોતાનો ઓવર કોટ પહેન્યો અને ઘરની બહાર ગયો. બગીચામાં ખુબ જ ઠંડી લાગતી હતી. અને અંધેરું પણ ખુબજ હતું. હવા તેજીથી ચાલતી હતી. કઈપણ દેખાતું ન હતું. ધીરે ધીરે તે કેદખાના પાસે પહોચ્યો. ત્યાં જઈને તેને ચોકીદારને બોલાવ્યો પરતું વરસાદનાં કારણે કોઈ જવાબ મળ્યો નહિ તેને. તે કદાચ કોઈ જગ્યાએ સંતાઈને બેશ્યો હોય એવું લાગે છે.
સાહુકારે વિચાર્યું કે જો મારે મારા વિચારોને પૂર્ણ કરવા હોય તો મારે હિંમતથી કામ લેવું પડશે. અને સવારે ચોકીદાર નામ આ બધા ઉપર આવશે. તે અંધેરામાં પગથીયા સોધતો સોધતો બગીચામાં દાખલ થયો. ત્યાંથી તે કેદીનાં કેદખાના સુધી પહોચ્યો. તેને ડરતા ડરતા બારી માંથી કેના કક્ષમાં જોયું. ત્યાં જી તેને માચીસ સળગાવીને જોયું તો તાળા ઉપર મારેલ સીલ બરાબર હતું. ત્યાર બાદ તેને બારીમાં જોયું કે કેદી નાં કક્ષમાં એક મીણબત્તી સળગે છે. જેના આછા પ્રકાસમાં અંદર નું દશ્ય દેખાઈ આવે છે. કેદી પોતાના કક્ષમાં પડેલ ટેબલની સામેની ખુરશીમાં બેસ્યો હતો. તેની પીઠ, તેના વાળ અને હાથ દેખાઈ આવતા હતા. તેની પાસે બહુ બધા પુસ્તકો દેખાઈ આવતા હતા.
પાંચ મિનીટ જેટલો સમય વીતી ગયો પરતું કેદી એની જગ્યા ઉપર જરાય હાલ્યો ચાલ્યો નહિ. ૧૫ વર્ષની કેડે તેને હાલ્યા ચાલ્યા વગર બેસતા સીખ્વાડ્યું હતું. ત્યાર બાદ પેલા સાહુકારે ખુબ જ ધ્યાનથી અને સાચવીને તાળું ખોલ્યું. એને લાગ્યું કે પેલો કેદી જાગી જશે પરતું એ કેદી પહેલાની જેમ જ શાંત હતો. કેટલાક સમય પછી તે કક્ષમાં પ્રવેશ્યો.
તેને જોયું કે ટેબલ સામે ની ખુરશી ઉપર જે માનવઆકૃતિ બેઠી છે તે માત્ર એક હાડપિંજર જેવી લાગતી હતી. તેના વાળ સ્ત્રીઓની જેમ ખુબ જ લાંબા છે. અને મોઢા ઉપર લાંબી દાઢી થઇ ગયેલ છે. તેના હાથ હાડપિંજર જેવા લાગતા હતા. તેને જોઈને કોઈ કહી ન શકે તે ચાલીસ વર્ષ નો છે. તેની સામેના ટેબક ઉપર એક કાગળ પડ્યો હતો, જેમાં કૈક લહ્યું હતું. સાહુકાર વિચારવા લાગ્યો , લાગે છે ઊંઘી ગયો છે. કદાચ તે પોતાના સપનામાં એ કરોડ રૂપિયા જોતો હશે જે મારે એને કાલે આપવાના છે. પરતું મારું માનવું છે કે હું હું ઓશીકું લઇને એનું મોઢું દબાવી નાખું. જેથી એ મુત્યુ પામે. અને કોઈને ખબર પણ નહિ પડે કે એનું મુત્યુ કેવી રીતે થયું. બધા એને પ્રાકૃતિક મુત્યુ જ સમજશે પરતું એ પહેલા હું એ તો જોઈ લઈશ કે એને આ કાગળમાં શું લહ્યું છે.
આમ વિચારી સાહુકારે પેલો કાગળ હાથમાં લીધું અને વાંચવા લાગ્યું. કાલે રાત્રે ૧૨ વાગે હું મુક્ત થઈશ તથા બધા લોકોથી મળવાના અધિકાર મળી જશે. પરતું આ કક્ષ છોડતા પહેલા અને સૂર્યદેવનાં દર્શન કરતા પહેલા હું મારા વિચારો તમેન લોકોને લખી આપું છું. પરમેશ્વર જે મને જોઈ રહ્યો છે તેને સાક્ષી માની હું મારા અતઃકારણ થી એ કહેવા માગું ચુ કે મારી આ મુક્તિ, મારું આજીવન સ્વાસ્થ્ય તથા એ બધું જેને સંસારમાં વરદાન માનવામાં આવે છે એના થી મને વિરક્તિ થઇ ગયેલ છે. આ પંદર વર્ષોમાં મેં સાંસારિક જીવનની ઊંડાઈથી ગ્રહણ કર્યો છે. એ તો સાચું છે કે ના મેં પૃથ્વી ઉપર રહેતા લોકોને જોયા છે પરતું તેમને લખેલ પુસ્તકોથી મેં મધુર સંગીતનો રસ લીધું છે. અને જંગલોમાં હારનો તથા જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો. રાત્રે પ્રભાવશાળી વ્યક્તિઓ મારી પાસે આવીને મને અલગ અલગ વાર્તાઓ કહેતા હતા જે સાભળીને હું બધું ભૂલી જતો હતો. પ્રાકૃતિથી પ્રેમ કર્યો અને રમણીય વાદળોમાં મેં કવિતાઓ લખી. એ પુસ્તકો મને પહાડોની ઊંચાઈએ લઇ જતી અને હું માઉન્ટ બ્લેક તથા માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર કરી આવતો હતો. ત્યાં સૂર્યોદય અને સુર્યાસ્તનાં દર્શન કરી લેતો. મહાસાગરોમાં હું ચાલી શકતો હું જોઈ શકતો કે કેવી રીતે વીજળી વાદળોને ફાડી નાખતી હતી. મેં લીલા જંગલો કહેતો અને નદીઓને જોયા. હું જલપરીનાં ગીતો સાંભળતો. એક સરસ દાનવને મેં પોતાની પાસે આવતો જોયો. આ પુસ્તકો મને અનેક લાગ્યાએ લઇ જતી અને અને ચમત્કાર બતાવતી હતી. શહેરો બળીને રાખ થઇ જતા. નવા નવા ધર્મનાં પ્રચારકને મેં જોયા અને કેટલાય દેશો ઉપર વિજય પ્રાપ્ત કર્યું.
આ પુસ્તકોથી મને ખૂબજ જ્ઞાન પ્રાપ્ત થયું.માનવાની એટલ વિચાર ધારવો કે જે અનંતકાલથી ભેગી થયેલ તે મારા મસ્તકમાં એક ગ્રંથી બની ગઈ. અને હવે હું જાણું છું કે હું તમારા કરતા અનેક ગણો ચતુર છું. તેમ છતાં આ પુસ્તકોને તુચ્છ સમજુ છું અને એ માનીને કે આખા સંસાર જ્ઞાન અને વરદાન વ્યર્થ છે હું એની ઉપેક્ષા કરું છું. અહિયાં દરેક વસ્તુ મૃગજળ જેવી કાલ્પનિક છે. તમે લોકો સંસારનાં આ સોંદર્ય ઉપર ગર્વ કરતા હશો પરતું મુત્યુનાં રસ્તા ઉપર બધા એવી રીતે ચાલ્યા જશે જેવી રીતે દરમાં રહેતા ઉંદરડા જતા રહેશે. તમારું બધું ઈતિહાસ અને માનવીનું સંપૂર્ણ જ્ઞાન પૃથ્વીનાં પાતાળમાં મળી જશે. તમે પૃથ્વીનાં સુખ માટે સ્વર્ગનાં સુખ ને ગીરવી મૂકી દીધા છે અથવા વેંચી દીધા છે. એટલા માટે એ સર્વે સુખોનો ત્યાગ કરવાનું મેં નક્કી કર્યું છે કે આ કારાવાસ સમાપ્તિનાં પાંચ મિનીટ પહેલા જ હું અહિયાંથી નીકળી જઈશ. અને આ જીવન સન્યાસ લઇ લઈશ. જેથી સાહુકાર પોતાનો ઘન પોતાની પાસે રાખી શકે.
સાહુકારે એ પત્ર વાંચી એને મેજ ઉપર પાછુ મુખ્યું અને એ વ્યક્તિ નાં માથાને વળગી રડવા લાગ્યો પછી એ ચાલ્યો ગયો. એને પોતાના ઉપર ક્રોધ આવતો હતો. અને શરમ પણ આવતી હતી. આવીને પોતાના રૂમમાં ઊંઘવા માટે પ્રયત્ન કર્યા પરતું તેને ઊંઘ ન આવી. તે આખી રાત રડતો રહ્યો.
બીજા દિવસે સવારે ચોકીદાર દોડીને આવ્યો અમે કહ્યું કે પેલો કેદી બારી માંથી કુદીને ભાગી ગયો. કોઇપણ જાતનાં વિવાદથી બચવા માટે સાહુકારે પેલો પત્ર પોતાના લોકરમાં મૂકી હંમેશા માટે બંધ કરી દીધો. સમાપ્ત