However in Gujarati Motivational Stories by Hemant pandya books and stories PDF | તથાસ્તું

Featured Books
Categories
Share

તથાસ્તું

બંધારણના વાણી સ્વાતંત્ર્ય ના હકે મારા ભારત મારા ગુજરાતની હાલત ખરાબ કરી નાખી છે, આજ કાલના ગાયકોના નામે ઉમટી પડેલા સંસ્કાર વીહોણા આલતું બોલતું એ ભારત અને ખાસ કરી મારા ગુજરાતની સંસ્કૃતિ ના ધજાગરા ઉડાડી નાખ્યા છે, કર્તવ્ય ધર્મ નીષ્ઠા દેશ પ્રેમ સંસ્કાર અને સંસ્કૃતિ ભુલી બે ફામ એમના વીકારી વીચારોની પબલીસીટી કરી દેશ અને ગુજરાતના લોકો ને અવળે પાટે ચડાવ્યા છે,
ખરેખર ભારતને પ્રબળ નેતૃત્વ અને સંસ્કારી સર્વ હીતેષ્છું, ધર્મ પ્રયાયણ, નીતીમય રાજા ની જરૂર છે ,જે કોઈપણ જાતના દબાણ લાલચ વીના કાર્ય કરી શકે, નીષ્પક્ષ ન્યાય કરી શકે, દેશને રાજા હરી ચંદ્ર ની જેમ રાજા રામ, કૃષ્ણ ,કે રાજા અશોક જેવું નેતૃત્વ વાળો હોય,

પચ્છીમી સંસ્કૃતિ ને શરમાવે તેવા, લોકલ કલાકારોના નામે એમના અંદરના સંસ્કારોને શુર માં પરોવી રજુકરનાર , આ હલકટ લોકો પર કયારે કબાન કશાશે, કે પછી વીનાસ કાળે વીપરીત બૃધ્ધી, કોઈ જાતી ધર્મ ઉપર મારી આંગળી નથી, પણ ગામ હોય ત્યા ઉકરડા...બધેય ફાટી નીકળ્યા છે, પણ અમુક જાતે તો અંકાહ તોળ્યો છે, જાણે ભુતના હાથમાં ઢેકોડો, અરે નાના દુધ પીતા બાળકો ને અત્યાર મોરથી આ રવાડે ચડાવ્યા છે, શું થશે આવનારી પેઢી નું, અને સંસ્કારી અને શું વ્યવસ્થીત સમાજ તેમના રવાડે ચડી ગઈ છે.

કોઈ સંસ્કારી કે ઉચ્ચ કુળની વ્યક્તી બેન દીકરી કે ભાઈ દીકરો, આ રીતે ગીતો નહી ગાવે કે વીડીયો કે સટેટસ પણ નહીં બનાવે, પણ ભેળસેળ થી સંભવ બની શકે, ખુબ આકરા ઓજા લાગે તેવા શબ્દો છે, પણ સમાજે સમજવા જેવા છે, હા એ સમાજે જે દરેક સમાજ પોતાની જાતને ઉચ્ચ કુળ સમજે છે,
ધન્યછે ગુજરાતની લોક લાડલી દીકરી ગીતા બેન રબારી ને કે એના મુખે કયારેય એક એવો શબ્દ નથી નીકળ્યો કે જે અન્ય અભદ્ર લોકોના ગીતોમાં હોય છે..
જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે..એમણે આ બાબતે વીચારેલ પણ પ્રધાન મંત્રી બન્યા પછી એ પણ નીંદર માં

યોગી જેવો પ્રધાન મંત્રી અને રાજય મંત્રી જોઈએ ભારત અને ગુજરાત ને મહદ અંશે...પણ કયારે એ સોનાનો સૂરજ ઉગશે???
ઓમ શાંતિ

ધણીવાર મને મેસેજ આવે છે, મારી ચેનલ ને લાઈક કરો ,મારૂ આ ગીત નવું છે,ઘણી સમાજો માંથી, પછી વર્ણ કોઈ પણ હોય...
વીચાર આવે શું લાઈક કરૂ...એમના વીકારી સંસ્કાર વીહોણા, વીચારોને ,અભદ્ર ન કહી શકાય પણ અભદ્ર હોય તેવા સંસ્કાર વીહોણા ગીતોને, રાહડાઓને,
વીચાર નથી કરતા જે મનમાં આવે તો ગાવી નાખે, વીચારતા નથી કે એ કેવી ભાષા કઈ દીશા તરફ જઈ રહ્યા છે,
તમને સહી દીશા આપવી છે, પણ તમે ઉલટી દીશાના વહેણમાં અને હીપ્ટોટાઈઝ છો.
કલાકારો હતા... ભીખુદાન ભાઈ ગઢવી, હેમંત ચૌહાણ, દીવાળીબેન ગઢવી, અત્યારે પણ છે લોક સાહિત્ય ના કલાકારો નથી એવું નથી, પણ લોકોને ચસકો સાનો છે?
મો મા તમાકું ગુટખા, દીમાગમા અભદ્ર વીચારો, ગુસ્સા વાળો સ્વભાવ, કામ કાળ ક્રોધ અહંકાર ઈર્ષ્યા લાલચ લોભ, ભાઈ હોય કે બહેન ,
દેશ આપણો આ કારણે ખાઈ માં અંધકારમાં ગરકાવ થઈ ગયો છે, પચ્છીમી સંસ્કૃતિ પણ તેમની મર્યાદા મા હોય છે, પણ અહીયા રામ રામ🙏
અને આ પાછળ કોઈ જવાબદાર કોઈ છે તો માત્ર લોકલ રાહડા ગાવવા વાળા ગાયકો, અને આજની ફીલ્મ ઈન્ડસ્ટ્રીજ ના અભદ્ર કલાકારો અને ફીલ્મ લેખક કે રચીતા,
હા તમે લોકોની માંગ પ્રમાણે પીરસતા હશો, એક વેપાર કે રોજગાર ની દ્રષ્ટિ થી જોસો તો બરાબર છે, પણ એક અખંડ ધર્મ નીષ્ઠ ભારત અને તેના સંસ્કાર સંસ્કૃતિ અને ઈતીહાસ ના નજરીયાથી જોઈને દેખો,
હા આ દેશ એમનો તમારો બધાનો છે, જેણે અહીયા જન્મ લીધો છે, જેમ મારો છે, પણ હા એટલું જરૂર કહીશ કે આ સંસ્કૃતિ ભારતની નથી, આ વીચારો ભારતના નથી, આ વાણી વર્તન વહેવાર ભારતની નથી, તમે ભારતીય જન્મથી છો આચારથી નથી,
કોઈ પણ ધર્મના પુસ્તક નો આધાર લઈ લો, રામાયણ , મહાભારત ચાર વેદ ,પુરાણ, કે પછી કુરાન , કે અન્ય ધર્મ ની પુસ્તકો , એકેય ધર્મના પંથે તમારા આ ગાણા કે વીચારો નથી,
રોજ દેખું છું એક બાજું ધર્મ અને આસ્થાના માર્ગે ચાલનાર શાંત પ્રજા,
અને એક તરફ તેમને અવળે માર્ગે દોરનાર આ તત્વો,
આપણીજ સંસ્કૃતિ પરથી આજે ચાઈના, જાપાન કેટલા આગળ છે, આપણી કમજોરી નો ફાયદો ઉપાડી પચ્છીમો દેશો કેટલા સધ્ધર છે, જયારે આપણે???
મોજ, શોખ ,ભોગ, વીલાસ, આરામ ,મોબાઈલ, ફીલ્મો, અને રાહડાઓ, તેમજ અંધવિશ્વાસ અને લડાઈ ઝઘડા વાદ વીવાદોમાં પડી, દેશને અતી ખોખલો કરી રહ્યા છો ,
જાગો
અમુક અંશે જવાબદાર છે તો સતા ભુખ્યા એ નેતાઓ કે જે વોટ તુટવાના ડરે આ બધાને છાવરે છે, કે અનદેખી કરે છે,
આ મારૂ ગુજરાત નથી, આ મારો એ ભારત દેશ નથી, કે દુનીયા જેની સંસ્કૃતિ ધર્મ પરાયણતા નીતી નીયમો, ના કારણે તેમને સન્માન થી દેખતા હતા, આદર્શ માનતા હતા,
હવે વીનાશજ વીનાશ થશે, કળયુગ ચરણ શીમાએ છે,
ભગવંત હે શીવ ધણી જલ્દી મને તારી પાસે બોલાવી લેજે ,અહીયા મારો શ્વાસ રૂધાય...
કે પછી મને આ દળદળ માંથી નીકાળી ફ્રીડમ આપ, પવીત્રતા શાંતી ધર્મ પ્રેરણા ઉમંગ આનંદ ભાઈચારો દયા કરૂણા ક્ષમા અને શુધ્ધ પ્રેમના બીજ રોપી, ખરા અંતરમાં મારા દેશને
સોનાની ચીડીયા સમાન કે પછી સ્વર્ગ સમાન બનાવ. આ નરક રૂપી રાક્ષસી માયા માંથી મુક્ત કરાવ
વીનંતી તને એ શીવ હરી તારા મુખે બોલ તથાસ્તું