The beginning of a new life - 2 in Gujarati Fiction Stories by Payal Chavda Palodara books and stories PDF | નવા જીવનની શરૂઆત - ભાગ-૨

Featured Books
Categories
Share

નવા જીવનની શરૂઆત - ભાગ-૨


નવા જીવનની શરૂઆત (ભાગ-૨)

મારૂં નામ મયુર, મે આગળના ભાગમાં જણાવ્યા મુજબ અમારૂ વેકેશન પતવા આવ્યું હતું અને મારા પરીક્ષાના પરિણામની તારીખ આવી ગઈ. ત્યારબાદ મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હું શું કરું શું ના કરું અને આમને આમ મારૂ ટેન્શન વધી રહ્યું હતું અને હું ચોવીસે કલાક ટેન્શનમાં જ રહેતો હતો અને ધીમે-ધીમે સમય જતાં જતાં મારા પરીક્ષાના પરિણામની તારીખ આવી ગઇ અને તે દિવસે હું સવારે વહેલો પાંચ વાગ્યે ઉઠી ગયો હતો અને મારો મોબાઈલ લઇને ઓનલાઈન પરીક્ષાનું પરિણામ જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ માધ્યમિક શિક્ષણ બોર્ડ વાળાઓએ ધોરણ-૧૨ નું પરિણામ મુક્યું ના હોવાથી મારૂં ટેન્શન વધારે વધી રહ્યું હતું અને હું સવાર સવાર માં નાહ્યા-ધોયાં વગર ખાટલાં પર મોબાઈલ લઇને બેસી રહ્યો હતો. મારી મમ્મી મને સવારની કહેતી હતી કે, ‘બેટા ચિંતા ના કરીશ જે પણ પરિણામ આવે વાંધો નહિં’’ પણ મને મારા પપ્પાની બીક હતી કે હું નાપાસ થઇશ તો મારા પપ્પા મને બવ જ મારશે જેનાં કારણે હું ખૂબ જ ગભરાઈ ગયો હતો. થોડાક સમય બાદ મારા બધાં મિત્રોના ફોન આવવાં લાગ્યાં અને મને પુછવા લાગ્યા કે શું આવ્યું તારું પરિણામ પાસ કે નાપાસ ? મને બધાં મિત્રોના ફોન આવતાં હતાં અને મને વધારે ટેન્શન થઈ રહ્યું હતું. ત્યારબાદ મેં મારો ફોન બંધ કરી નાખ્યો અને તરત જ પપ્પાનો ફોન લઇને મેં મારો રિસિપ્ટ નંબર નાખ્યો અને મારૂં પરિણામ જોયું અને તે સમયે મારા પગ નીચે થી જમીન ખસી ગઈ હતી. એવું પરિણામ આવ્યું હતું મારૂં...
મારૂં પરિણામ જોયાં પછી મને બવ જ ખુશી થઈ હતી. કેમ કે હું બધાં જ વિષયમાં સારી રીતે પાસ થઈ ગયો હતો. મારી ખુશી એટલી હતી કે હું પોતે તેનું વર્ણન કરી શકતો ન હતો. કેમ કે હું મારી જિંદગીમાં પહેલીવાર જાતે મહેનત કરીને કોઇપણ જાતની ચોરી કે કાપલી કર્યા વગર હું પાસ થઈ ગયો હતો. ત્યારબાદ મારા મમ્મી-પપ્પા પણ બવ જ ખુશ થયાં હતાં અને મને કહેતાં કે આ વખતે તો તારે એક પણ વિષયમાં માર્ક પ્રમોશન મળ્યાં વગર તુ પાસ થઈ ગયો. એ દિવસે તો મારા મમ્મી-પપ્પા બવ જ ખુશ હતાં અને મારી મમ્મીએ તે દિવસે મારી માટે સ્પેશ્યલ પાઉ-ભાજી પણ બનાવ્યો હતો અને એ દિવસે અમે લોકો એ બવ જ મજા પણ કરી હતી અને તેનાં થોડા દિવસો બાદ સ્કૂલો અને કોલેજો ખૂલવાની તૈયારી હતી અને મારે પણ કોલેજમાં એડમીશન લેવાનું હતું અને એની પહેલાં મારે કંઇ કોલેજમાં ભણવું છે તે નક્કી કરવાનું હતું. હું બધાંને પૂછતો અને બધાંની સલાહ લેતો કે કંઇ કોલેજ સારી છે ત્યારબાદ મારા એક મિત્રએ કોલેજમાં એડમીશન લીધું અને મેં પણ એજ કોલેજમાં એડમીશન લેવાનું નક્કી કર્યું. તેનાં બીજા જ દિવસે હું કોલેજમાં એડમીશન લેવાં પહોંચી ગયો. ત્યારબાદ મને કોલેજમાં એડમીશન મળી ગયું અને થોડાક દિવસમાં મારી કોલેજ પણ ચાલુ થઈ ગઈ. જયારે હું પહેલાં દિવસે જ કોલેજમાં ગયો અને લેક્ચર ભરવા કલાસમાં બેઠો હતો. અમારા સર આવ્યા અને એમણે ભણાવવાનું ચાલુ કર્યું અને હું તે સમયે મારા ફોનમાં યુ-ટ્યુબમાં વિડીયો જોઈ રહ્યો હતો અને તે સમયે જ મારા સરની નજર મારી પર પડી અને સર મને બોલવાં લાગ્યાં કે તમે લોકો ભણવા આવો છો કે ફોન મચેળવાં અને પછી સરે બધાંને કીધું કે આ કોલેજ છે સ્કૂલ નથી તો જેને ના ભણવું હોય તે પ્રેમથી બહાર જઈ શકે છે. પરાણે બેસવાની કોઇ જ જરૂર નથી. બસ સરનું આટલું જ બોલતાં જ ક્લાસના બધાં છોકરાઓ દસ થી પંદર મિનીટમાં બહાર નીકળી ગયાં અને બધાંની સાથે સાથે હું પણ બહાર નીકળી ગયો અને જયારે હું ચાલુ લેક્ચરમાંથી બહાર નીકળ્યો હતો એ મારા લેક્ચરનો પહેલો અને છેલ્લો દિવસ હતો. એ દિવસ પછી હું કદી પણ કોલેજમાં લેક્ચર ભરવા ના જતો અને અમે બધા મિત્રો કોલેજનાં પાર્કીગમાં બેસતાં કાં તો કોલેજના કેન્ટીન કે પછી ગાર્ડનમાં બેસતાં.
મને કોલેજના પહેલાં જ દિવસે એક એવી વ્યકિત મળી હતી જે ગણાં વર્ષો થી મારી જોડે હતી.....

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩ માં)